Main Menu

Monday, September 17th, 2018

 

બિટકોઇન કેસઃ CIDની તપાસમાં થયો મોટો ખુલાસો, જાણો નલીન કોટડિયાએ શું કહ્યું રિમાન્ડ દરમિયાન

12 કરોડના બિટકોઇન લૂંટ કેસમાં પકડાયેલા પુર્વ ધારાસભ્ય નલીન કોટડિયાના સાત દિવસના રીમાન્ડ પુરા થતાં સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે તેમને કોર્ટમાં રજુ કરી વધુ રિમાન્ડની જરૂર નથી તેવી રજૂઆત કરતા કોર્ટ દ્વારા નલીન કોટડિયાના સાબરમતી જેલમાં મોકલી આપ્યા હતા. છેલ્લાં પાંચ મહિનાથી ફરાર કોટડિયાને દસ દિવસ પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી પકડયા હતા અને તેઓ સાત દિવસના રિમાન્ડ ઉપર હતા. સાત દિવસ દરમિયાન સીઆઈડી દ્વારા તેમની સંડોવણી અંગે પુછપરછ કરવામાં આવી હતી.વિવિધ પ્રકારની બીમારીથી પીડાતા નલીન કોટડિયાના વધુ રિમાન્ડની જરૂર નથી તેવું સીઆઈડીએ કોર્ટને જણાવ્યુ હતું, સુત્રોની જાણકારી પ્રમાણે સીઆઈડીની પુછપરછમાં બહાર આવ્યું કે નલીન કોટડિયાના મત વિસ્તાર આ કેસના સુત્રધાર અને આરોપી કિરીટ પાલડિયા રૂ.150 કરોડનો પ્રોજેકટ નાખવા માગતો હતો. જેની જમીનને બીન ખેતી સહિતની તમામ મંજુરી મેળવવા માટે કિરીટ પાલડિયા અને નલીન કોટડિયા એક બીજાના સંપર્કમાં આવ્યા હતા. કોટડિયાએ આ કામમાં પાલડિયાને મદદ પણ કરી હોવાનું તેમણે સીઆઈડીને જણાવ્યું હતું.કોર્ટના આદેશ બાદ નલીન કોટડિયાને સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. હાલમાં સાબરમતી જેલમાં અમરેલીના પુર્વ એસપી જગદીશ પટેલ અને એલસીબી ઈન્સપેકટર અનંત પટેલ પણ ત્યાં જ છે. આ કેસના ફરિયાદી શૈલેષ ભટ્ટને લૂંટી લેવા માટે તમામે સાથે કાવત્રુ ઘડયું હતું. આ ફરિયાદ બાદ બીજી ફરિયાદ શૈલેષ ભટ્ટ સામે નોંધાઈ હતી, તેની ઉપર રૂ.150 કરોડના બિટકોઇન લૂંટી લેવાનો આરોપ છે. જો કે છેલ્લાં ચાર મહિનાથી શૈલેષ ભટ્ટ પણ પોતાની ધરપકડથી બચવા ફરાર છે. શૈલેષ ભટ્ટ દ્વારા પોતાની સામેની ફરિયાદ રદ કરવા માટે કરેલી અરજી હાઈકોર્ટમાં પડતર છે.


નાગરિક બેન્ક સાવરકુંડલા દ્વારા અકસ્માતે મૃત્યુ થયેલ બે સભા સદ ને એક એક લાખ નો ચેક અર્પણ કરાયો સાવરકુંડલા નાગરિક સહકારી બેન્ક નાં પદાધિકારીઓ હર હંમેશ લોકો નાં દુઃખ માં ભાગીદાર

નાગરિક બેન્ક સાવરકુંડલા દ્વારા અકસ્માતે મૃત્યુ થયેલ બે સભા સદ ને એક એક લાખ નો ચેક અર્પણ કરાયો
સાવરકુંડલા નાગરિક સહકારી બેન્ક નાં પદાધિકારીઓ હર હંમેશ લોકો નાં દુઃખ માં ભાગીદાર

ગત તા. 2/8/18 ના રોજ સાવરકુંડલા થી ઉંજા જતી બસ નો માર્ગ અકસ્માત થયો હતો તેમા સાવરકુંડલા નાગરિક બેંક ના 2 સભાસદો ના અકસ્માત મા મૃત્યુ થયા હતા
જેથી બેંક ના નિયમ મુજબ ત સભાસદો નો ૱ 1લાખ નો અકસ્માત વિમો બેંક દવારા આપવામાં આવે છે તે અન્વયે બન્ને સભાસદો ના પરિવાર જનોને તા.16/9/18 ના રોજ બેંક ની 63 મી વાર્ષીક સાધારણ સભામાં 1 -1 લાખ ના ચેક બેંક ના ડીરેક્ટરો અને માર્ગ દશઁક ના હસ્તે અર્પણ કર્યા.
ત્યારે સાવરકુંડલા નાગરિક બેન્ક હર હંમેશા લોકો નાં દુઃખ માં ભાગીદાર રહી છે ત્યારે
બેન્ક નાં સ્થાપક પૂજ્ય લલ્લુ ભાઈ શેઠ નાં સિદ્ધાંતો ને હર હંમેશ વળગી લોકો ની હર હંમેશ પડખે રહી બેન્ક હાલ પ્રગતિ નાં શિખરો સર કરી રહી છે અને અહીં નાં પધાધિકારી ઓ પરાગ ભાઈ ત્રિવેદી . હિતેશ ભાઈ સર્વયા . ઉપાધ્યાય ભાઈ સહિત સમગ્ર સ્ટાફ . મેનેજર શ્રી વ્યાસ ની કામગીરી ને લોકો એ પણ ખૂબ બિરડાવીહતી


યે દોસ્તી હમ નહિ તોડેગે ……….. અમરેલી ના 108 સાંસદ નારાયણ ભાઈ કછડિયા પોતાના જુના મિત્ર જોડે બુલેટ લઇ નગર ચર્ચા એ નીકળ્યા .લોકો નાં કામ ની રસ્તા પર જ ચર્ચા કરી લોકો નાં કામો નો નિવાડો રસ્તા પર જ લાવ્યા

દિલીપ જીરૂકા

યે દોસ્તી હમ નહિ તોડેગે ………..

અમરેલી ના 108 સાંસદ નારાયણ ભાઈ કછડિયા પોતાના જુના મિત્ર જોડે બુલેટ લઇ નગર ચર્ચા એ નીકળ્યા

એક સમયે હીરા ના ઉદ્યોગ સાથે જોડાયેલા અમરેલી ના સાંસદ નારાયણ ભાઈ તેમજ તેમના જુના જોગી ઘનશામ ભાઈ ડોબરીયા બુલેટ લઇ સાવરકુંડલા શહેર ની નગર ચર્ચા એ નીકળ્યા હતા જેથી અમરેલી સાંસદ ને બુલેટ પર જુવા લોકો ના ટોળા વળ્યાં હતા . અહીં સાવરકુંડલા પધારતાજ અમરેલી ના સંસદ નારાયણ ભાઈ પોતાના જુના મિત્રો ને અચૂક થિ યાદ કરે છે અને રૂબરૂ બોલાવી હળે મળે છે ત્યારે આજ રોજ તેમના જુના સાથી ઘનશામ ભાઈ ડોબરીયા અચાનક મળી જ્યાં બને મિત્રો એ રસ્તા વચ્ચે જ ડેરો ડાલ્યો હતો અને નારાયણ ભાઈ પોતે બુલેટ ચલાવી તેમના જુના મિત્ર નેંલઇ સાવરકુંડલા માં લોકો ના પ્રશ્ન ને હલ કરવા નીકળ્યા હતા
અને રસ્તા પર જ લોકો ના પ્રશ્નો સાંભળ્યા હતા
જેથી લોકો નો જમાવડો થઈ જવા પામ્યો હતો


અમરેલી : અમરેલી તાલુકાના વાંકીયા સહિત નાં ગામ મા વરસાદ.. વાંકીયા નાના લીલીયા માળીલા બાબાપુર લોકા લોકી સહિત આસપાસના ગામોમાં પણ ધીમીધારે વરસાદ…

અશોક જોશી ચલાલા

અમરેલી : અમરેલી તાલુકાના વાંકીયા સહિત નાં ગામ મા વરસાદ..

વાંકીયા નાના લીલીયા માળીલા બાબાપુર લોકા લોકી સહિત આસપાસના ગામોમાં પણ ધીમીધારે વરસાદ…

લાંબા વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતો ખુશખુશાલ…