Main Menu

Saturday, September 15th, 2018

 

બ્રેકિંગ ન્યૂઝ.. ગૃહ વિભાગની જાહેરાત: મોબ લિન્ચીંગની ઘટના અપરાધ ગણાશે..

બ્રેકિંગ ન્યૂઝ..

ગૃહ વિભાગની જાહેરાત:
મોબ લિન્ચીંગની ઘટના અપરાધ ગણાશે. પોલીસ અધિક્ષક અને પોલીસ કમિશ્નર નોડલ અધિકારી;

સોશ્યલ મિડીયા કે અન્ય માધ્યમોથી ખોટા સમાચારો ફેલાવનારા સામે ગુનો નોંધાશે. ભડકાઉ ભાષણ કે
ઉશ્કેરણીજનક તેમજ વાંધાજનક લખાણ મામલે
IPC એક્ટ હેઠળ કાર્યવાહી થશે.


છેડતીના ગુન્હામાં બે વર્ષથી નાસતા-ફરતાં આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

છેડતીના ગુન્હામાં બે વર્ષથી નાસતા-ફરતાં આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ*

પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ* નાસતા-ફરતાં ફરતાં આરોપીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવેલ અને વધુમાં વધુ આરોપીઓ મળે તેવા પ્રયત્નો કરવા સુચના કરેલ હોય જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.એ છેડતીના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતો-ફરતા આરોપી ને સાવરકુંડલા ખાતેથી આજ રોજ ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં. ૪૧/૨૦૧૬ ઇ.પી.કો.ક. ૩૫૪,૫૦૯,૧૧૪ વિ.મુજબના ગુન્હાના કામે છેલ્લા બે વર્ષથી નાસતો-ફરતો આરોપી મયુરભાઈ અશ્ર્વીનભાઇ સોંડીગરા ઉ.વ.૨૨ રહે.સાવરકુંડલા નેસડી રોડ ખોડીયાર નગર વાળાને આજરોજ સાવરકુંડલા ખાતેથી ચોકકસ બાતમી આધારે ઝડપી પાડવામાં આવેલ છે.અને વધુ તપાસ અર્થે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોપી આપવામાં આવેલ છે.

આમ, અમરેલી એસ.ઓ.જી. ટીમને છેલ્લા બે વર્ષથી છેડતીના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડવામાં સફળતા મળેલ છે.


બ્રેકીંગ ન્યૂઝ… જાફરાબાદ તાલુકા ના બલાણા ગામ ના તળાવ માં 3 બાળકી ઓ નાહવા જતા મોત……

બ્રેકીંગ
જાફરાબાદ તાલુકા ના બલાણા ગામ ના તળાવ માં 3 બાળકી ઓ નાહવા જતા મોત………

ત્રણેય બાળકી ઓ ને સ્થાનિક તરવૈયા ની મદદ થી બહાર કાઢી હોસ્પિટલ ખસેડયા……..

નાનકડાં ગામ માં અરેરાટી


બ્રેકિંગ ન્યૂઝ… અમરેલી-સાવરકુંડલા ના બાઢડા ગામે રેલવે ફાટક માં સર્જાઈ ખામી..

નૌશાદ કાદરી દ્વારા : અમરેલી-સાવરકુંડલા ના બાઢડા ગામે રેલવે ફાટક માં સર્જાઈ ખામી….
પીપાવાવ અંબાજી સ્ટેટ હાઇવે થયો હાલ બંધ….
રેલવે ફાટક બંધ રહેતા વાહનોની લાગી કતારો…..
પોણી કલાક થી ફાટક બંધ રહેતા વાહનો અટવાયા…..


બ્રેકિંગ ન્યૂઝ… ગિર ગઢડા તાલુકાના કાંધી ગામે આધેડ ને સોટ લાગતા મૃત્યુ પામેલ આધેડ ના મૃતદેહ ને ખાડો ખોદી દાટી દેવામા આવયો…

ધર્મેશ જેઠવા દ્વારા :બ્રેકિંગ ન્યૂઝ… ગિર ગઢડા તાલુકાના કાંધી ગામે આધેડ ને સોટ લાગતા મૃત્યુ પામેલ આધેડ ના મૃતદેહ ને ખાડો ખોદી દાટી દેવામા આવયો….

કહેવાય છે ને કે પાપ નો ઘડો ગમે તયારે ફુટે…. આવુ જ બનયુ ગીર ગઢડા તાલુકા ના કાંધી ગામે…

ગીરગઢડા ના કાધી ગામ ની સીમમાંથી પસાર થઈ રહેલ આધેડ નુ વાડી મા રાખેલ સોટથી થયુ મોત..

વાડી મા ઉગેલ ઊભા પાક ને રોઝ અને ડુક્કર થી બચાવા મુક્યો હતો સોટ.

વાડી માલિકે પોતાનુ પાપ છુપાવા આધેડ ને જમીન મા દાટી દીધા…

ગ્રામજનો ને રાત્રે ખબર પડતા કરાઇ ઉના પોલીસને જાણ પોલીસ ધટના પર પોહચી વાડી માલીક ની પુછ પરછ હાથધરી…

મૃતક બાબુભાઇ સાદુલભાઈ ડાભી ની લાશ બહાર કાઢવામાં આવી.. મૃતક ની ઉમર આશરે 65 વર્ષ..


રાજુલા નાં  ભૂંડણી ગામે મહા કાય  અજગરે બકરા નો ભરડો લીધો  ચરણ કરી રહેલા માલધારી નાં બકરા ને દબોચી ને ગળી જવાની કોશિશ કરતા   લોકો ભેગા થઈ ગયા  વનવિભાગ ને જાણ કરાઈ . 

જુવાનસિંહ કોટીલા દ્વારા
રાજુલા નાં  ભૂંડણી ગામે મહા કાય  અજગરે બકરા નો ભરડો લીધો
ચરણ કરી રહેલા માલધારી નાં બકરા ને દબોચી ને ગળી જવાની કોશિશ કરતા   લોકો ભેગા થઈ ગયા
વનવિભાગ ને જાણ કરાઈ .
આજ સાંજ નાં સુમારે રાજુલા  નાં ભૂંડણી ગામે અજીબો ગરીબ ઘટના બનવા પામી હતી અહીં લગભગ 15 ફૂટ થી મોટો મહાકાય અજગર બચુ ભાઈ વેકરીયા ની વાડી વિસ્તાર માં ચડી આવ્યો હતો અને અને અહીં વાડી નાં સીમાડે  ભોજા ભરવાડ નાં ઘેટાં બકરા નાં ટોળાં માં જાણે સિંહ ખાબકે તેમ શિકાર માટે ખાબકી એક મસ મોટા બકરા ને દબોચી લીધું હતું અને બકરા ને પાસે ની વાડ માં લઈ ગયો હતો જ્યાં આ બકરા. ને પહેલા તો ભરડો લઇ તેને મારી નાખ્યું હતું જેથી આસપાસ નો લોકો ભેગા થઈ જવા પામ્યા હતા ત્યારે અજગર ની આ અજીબો ગરીબ હરકત થી લોકો થોડી વાર માટે સ્થબદ્ધ થઈ ગયા હતા . અહીં સિમ વિસ્તાર હોવાથી છાશ વારે સરી સૃપો નીકળતા હોય છે પરંતુ અજગર દ્વારા બકરા નાં ટોળાં માં પડી અને મારણ કરવા ની આ પ્રથમ ઘટના પ્રકાશ માં આવી છે અહીં પંદર ફૂટ થી મોટો અજગર હતો અને અંદાજીત 60 કિલો જેટલું માતબર વજન ધરાવતો હોવાનું વન સૂત્રો જણાવે છે . ત્યારે અજગર મસ મોટા બકરા નો શિકાર કરે તે નવાઈ પમાડે છે ભરડો લઇ અજગરે આ બકરા ને મારી નાખ્યું હતું અને ગળી જવાની પ્રક્રિયા કરી રહ્યું હતું તે દરમિયાન અહીં માણસો નો જમાવડો ભેળો થઈ જતા અજગર બકરા ને મુકી પાસે ની વાડ માં ચાલ્યો ગયો હતો જેથી અહીંના જુવાન સિંહ કોટીલા દ્વારા વન વિભાગ ને પણ જાણ કરાઈ હતી  અને વન વિભાગ પણ ઘટના સ્થળ પર પહોંચ્યુ હતું

error: Content is protected !!