Main Menu

Thursday, September 13th, 2018

 

કોડીનાર તાલુકાના પીંછવા ગામના કુદરતી તળાવ ની પાળે ભંગેશ્વર મહાદેવ વિસ્તાર માં ચાલતી પથ્થર ની ગેરકાયદેસર 2 ખાણો પકડી પાડતું ગીર સોમનાથ ખાણ ખનિજ વિભાગ..

ધર્મેશ જેઠવા ઉના :કોડીનાર તાલુકાના પીંછવા ગામના કુદરતી તળાવ ની પાળે ભંગેશ્વર મહાદેવ વિસ્તાર માં ચાલતી પથ્થર ની ગેરકાયદેસર 2 ખાણો પકડી પાડતું ગીર સોમનાથ ખાણ ખનિજ વિભાગ..

4 કટર મશીન અને એક જનરેટર સાથે મળીને કુલ 8 લાખ નો મુદ્દામાલ ઝપ્ત કર્યો…

આ ગેરકાયદેસર ખાણો ચલાવનાર વ્યક્તિઓ પોતે મોટી રાજકીય વગ ધરાવતા હોય જેથી બેફામ આવી રીતે કુદરતી મિલકત ને નુકશાન પહોંચાડી ને સરકારી જમીનો માંથી લાખો રૂપિયાની કિંમતી ખનિજ ની ચોરીઓ કરે છે…

આ ખાણ માલિક (1) વિરલ બાબુ વંશ ,રહેવાસી – આલિદર તથા (2) જાફર તાજુ જુનેજા દ્વારા કરોડો રુપિયાની ખનિજ ચોરી ખાણ ખનિજ વિભાગ ની રહેમ નજર નીચે કાઢી ચૂકેલ છે… જોવું રહ્યું છે ખાણ ખનિજ વિભાગ દ્વારા આ વ્યક્તિ ઉપર શુ પગલાં લેવામાં આવે છે અને કેટલો દંડ કરવામાં આવે છે..


નાની કુંડળ માં ગણેશ મહોત્સવ ની ઉજવણી

શ્રી ગણેશ ચતુર્થી મહોત્સવ ની દેશભરમા ઉજવણી થઈ રહી છે ત્યારે બાબરા તાલુકાના નાનીકુંડળ મા પણ બાપા સીતારામ યુવક મીત્ર મંડળ દ્વારા ગણપતી દાદા ના ડી જે ના તાલે સામૈયા કરી ને વિધી પુર્વક સ્થાપના કરવા માં આવી તેમજ રોજ સાજે ૯.૦૦pm થી ૧૧.૦૦pmશુધી ગરબા રાસ નો કાર્યક્રમ કરવામા આવ છે રીપોર્ટર નારણભાઈ ભાલીયા નાનીકુંડળ બાબરા


રાજુલા તાલુકા મા આવેલ કુંભારીયા ગામે ઓમ ઇન્ટર નેશનલ વિધ્યા સંકુલ ખાતે ગણેશ ઉત્સવ ની ઉજવણી..

શાહિદ ભટ્ટી દ્વારા : રાજુલા તાલુકા મા આવેલ કુંભારીયા ગામે ઓમ ઇન્ટર નેશનલ વિધ્યા સંકુલ ખાતે ગણેશ ઉત્સવ ની ઉજવણી..

સમગ્ર દેશ માં ગણેશ ઉત્સવ ઉજવણી ની ધામ ધૂમ અને ઉત્સાહ પૂર્વક સ્થાપના આજ થી કરવા માં આવે છે ત્યારે રાજુલા ના કુમ્ભારિયા ગામે આવેલ ઓમ ઇન્ટર નૅશનલ વિધ્યા સંકુલ ના પટાંગણ માં ધામ ધૂમ અને ઉત્સાહ અને ઉમંગ સાથે ગણેશ જી ની સ્થાપના કરવા માં આવી હતી ત્યારે સંસ્થા ના પ્રમુખ શ્રી કાનૂન ભાઈ શેલડિયા દ્વારા ગણેશ જી ની મહા પૂજા કરવા માં આવી હતી અને શાળા માં ધાર્મિક પ્રવુતિ દ્વારા વિધાર્થીઓ માં ધર્મ પ્રત્યે ની સજાગતા કેળવાય ત્યારે વિધાર્થીઓ તેમજ શિક્ષકો ની ઉત્સાહી વ્રુતિ વંદનીય હતી તેમાં શાળા ના પટાંગણ માં સામૂહિક ન્રુત્ય અને ગરબા ની રમજટ સાથે ઉત્સવ ની ઉજવણી કરવા માં આવી હતી ત્યારે શ્રી અનંત ભાઈ શેલડીયા અને ડૉ .પ્રશાંત ભાઈ શેલડીયા યે સહુ ને ધન્યવાદ આપ્યા હતા અને સમગ્ર કાર્ય ક્રમ નું સંચાલન આચાર્ય નિકુંજ ભાઈ પંડિત દ્વારા કરવા માં આવ્યું હતું ….તસ્વીર અહેવાલ શાહિદ ભટ્ટી વિક્ટર801378611


બ્રેકિંગ….રાજુલા તાલુકા ના નવા આગરીયા ગામ નજીક 66 કેવી ના વિજપોલ ના વીજ વાયર અડી જતા મજૂર નું મોત……

બ્રેકિંગ
અમરેલી : રાજુલા તાલુકા ના નવા આગરીયા ગામ નજીક 66 કેવી ના વિજપોલ ના વીજ વાયર અડી જતા મજૂર નું મોત……

રિપેરિંગ કામગીરી કરવા માટે જે લાઈન બંધ કરી હતી તે લાઈન ના બદલે અન્ય વિજપોલ પર મજૂર સડતા મોત…….

વિજપોલ પર મજૂર નું મોત…..


બ્રેકિંગ ન્યૂઝ… અમરેલી જીલ્લા ના રાજુલા તાલુકા ના ૫(પાંચ) ગામો ની મહિલા ઓ આવી પહોંચી ધારાસભ્ય શ્રી અંબરીશ ડેર ના ફાર્મ હાઉસ પર..

અમરેલી જીલ્લા ના રાજુલા તાલુકા ના ૫(પાંચ) ગામો ની મહિલા ઓ આવી પહોંચી ધારાસભ્ય શ્રી અંબરીશ ડેર ના ફાર્મ હાઉસ પર..

ચાંચબંદર,ખેરા, પટવા,વિક્ટર,પીપાવાવ ધામ સહિત ગામડા ની 200 થી વધુ મહિલા ઓ એ કરી રજુઆત…….

ગામડા માં દેશી દારૂ,નશીલા પદાર્થ ની બોટલ નું બે ફામ વેચાણ અટકાવવા કરી રજુઆત………

ધારાસભ્ય અંબરીશ ડેર વિધાનસભા ના સત્ર મા આ મુદ્દો ઉછાળશે…


રાજુલા તાલુકા ના કોવાયા ગામે આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની માં પંચ દીવસીય ગણેશ મહોત્સવ ઉજવાશે..

મનસુખ વાધેલા દ્વારા:રાજુલા તાલુકા ના કોવાયા ગામે આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની માં પંચ દીવસીય ગણેશ મહોત્સવ ઉજવાશે..

રાજુલા તાલુકા ના કોવાયા ગામે આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની માં પંચ દીવસીય ગણેશ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં આજે ગણેશ ચતુર્થી નિમિત્તે ગણેશજી ની સ્થાપના કરી પૂજા વિધિ માં કંપની ના CEO તથા અલ્ટ્રાટેક યુનિટ ના હેડ શ્રી ગોપીકા તિવારી, માઇન્સ ડિપાર્ટમેન્ટ ના મેનેજર શ્રી ખોસલા, શ્રી ભટ્ટ, શ્રી ભાનુકુમાર પરમાર, શ્રી સદાનન, શ્રી મનિષ બક્ષી, S&R કલબ ના તમામ સભ્યો દ્વારા તથા અલ્ટ્રાટેક કોલોની ના તમામ પરિવાર તથા સ્ટાફ ઉપસ્‍થિત રહ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે અલ્ટ્રાટેક કંપની માં શ્રી ગણેશ ઉત્સવ પંચ દીવસીય ઉજવાશે. રાજુલા-જાફરાબાદ તાલુકા માં આવેલ કંપનીઓ માં આવેલ પર પ્રાંત અધિકારીઓ દ્વારા મહોત્સવ નું આયોજન કરવામાં આવે છે.


error: Content is protected !!