Main Menu

Wednesday, September 12th, 2018

 

સાવરકુંડલા શહેર માં એસ જી મોલ નો દબ દબા ભેર શુભારંભ જીવન જરૂરિયાત ની તમામ વસ્તુ ઓ ઉપલબ્ધ ભાજપ અગ્રણી ઘનશામ ડોબરીયા સહિત નાં મિત્રો નું નવું સાહસ

અમરેલી
સાવરકુંડલા શહેર માં એસ જી મોલ નો દબ દબા ભેર શુભારંભ
જીવન જરૂરિયાત ની તમામ વસ્તુ ઓ ઉપલબ્ધ
ભાજપ અગ્રણી ઘનશામ ડોબરીયા તથા અન્ય મિત્રો નું સાહસ

  1. સાવરકુંડલા જેસર રોડ ખાતે ક્વોલિટી અને શુદ્ધતાની ખાતરી કરાવતો એસ જી મોલ નો શુભારંભ થયો છે અહીં આ મોલ માં જીવન જરૂરિયાત ની તમામ ચીજ વસ્તુ ઓ વ્યાજબી કિંમતે અને ડિસ્કાઉન્ટ સાથે ઉપબ્ધ છે જે એસ જી મોલ નાં માલીક સાવરકુંડલા વિશ્વાસ નાં પ્રતીક ઘનશામ ભાઈ ડોબરીયા  સહિત અન્ય મિત્રો છે . આ એસજી મોલ માં જીવન જરૂરિયાત ની તમામ વસ્તુ ઓ ઘર વપરાશ ની વસ્તુ કારીયાનું પ્રોવીજન કોસ્મેટિક સહિત દુનિયા ભરની આઇટમો સારી ક્વોલિટી અને તદ્દન વ્યાજબી ભાવ માં ઉપલબ્ધ છે ત્યારે આ એસ જી મોલ નાં ઉદઘાટક અમરેલી સાંસદ નાયરણ ભાઈ કાછડિયા  દિલીપ ભાઈ સંઘાણી  વિવી વઘાસિયા અશ્વિન સાવલિયા  સહિત મનુભૂવા ધારી મયુર ભાઈ ઠાકર પરાગ ભાઈ ત્રિવેદી દિપક માલની હિતેશ સર્વયા નગરપતિ વિપુલ ઉનાવા .હસું ભાઈ વિરાણી .ગિરીશ ભાઈ રાજ્યગુરુ .સુન્ની મુસ્લિમ જમાત નાં પ્રમુખ ઈરફાન ભાઈ કુરેશી .દકુ ભાઈ બાલધા . ચંદ્રેશ ભાઈ રાવાની . માજી ધારાસભ્ય કાળુ ભાઈ વિરાણી સહિત નાં અગ્રણી ઓ ઉપસ્થિત રહી એસ જી મોલ ની શોભા વધારી હતી નું અતુલ પંડ્યા ની યાદી માં જણાવાયું છે.

સાવરકુંડલા થી અંકલેશ્વર નવી એસ.ટી.સ્લીપર બસ શરૂ થતાં મુસાફરો માં ખુશી નો માહોલ.- શહેર ભાજપ ના અગ્રણી દ્વારા લીલીઝડી આપવામાં આવી.

સાવરકુંડલા થી અંકલેશ્વર નવી એસ.ટી.સ્લીપર બસ શરૂ થતાં મુસાફરો માં ખુશી નો માહોલ.- શહેર ભાજપ ના અગ્રણી દ્વારા લીલીઝડી આપવામાં આવી.

અંકલેશ્વર એસ.ટી. ડેપો દ્વારા સાવરકુંડલા થી અંકલેશ્વર સ્લીપર બસ શરૂ કરવામાં આવી છે આ એસ.ટી. સ્લીપર બસ સાવરકુંડલા થી રાત્રે ના ૯;૧૫ ઉપડશે જે અમરેલી, લાઠી, ઢસા, ગઢડા, બોટાદ, સાળંગપુર હનુમાનજી, ધંધુકા, તારાપુર, આણંદ, વડોદરા, ભરૂચ થી વહેલી સવારે અંકલેશ્વર પહોંચશે તથા અંકલેશ્વર થી સાંજે ઉપાડી વહેલી સવારે સાવરકુંડલા પોહચશે આ તકે સાવરકુંડલા અંકલેશ્વર સ્લીપર બસ શરૂ થતાં સાવરકુંડલા અઝ.ટી.ડેપો ખાતે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હીરાપરા, સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ વિપુલભાઈ ઉનાવા,   નગરપાલિકા  સદસ્ય જયસુખભાઈ નાકરાણી, શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ ઠાકર, ઠાકોર સેના તાલુકા પ્રમુખ જગદીશભાઈ ડાભી, જિલ્લા ભાજપ મીડિયા સેલ અમીતગીરી ગોસ્વામી, પાલિકા સદસ્ય પ્રતીક નાકરાણી, હસુભાઈ ચાવડા, કિશોરભાઈ બુહા, પૂર્વ સદસ્ય મુસ્તાકભાઈ જાદવ, ડીકે પટેલ અતુલભાઈ કાપડિયા, કાંતિભાઈ ગોહિલ, મયુરભાઈ , શહેર ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ માળવી, રાજુભાઈ પરમાર, ગોવિદભાઈ, યુવા ભાજપ અગ્રણી મિલન રૂપારેલીયા, જયદીપ પરમાર વગેરે અગ્રણી ઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સાવરકુંડલા અંકલેશ્વર સ્લીપર એસ.ટી. બસ ને લીલીઝંડી આપી હતી.


આંબરડી ગામે કુવામા અજગરે દેખા દીધા – શિડ્યુલ-1 મા આવતા અજગરને વન વિભાગે રેસ્ક્યુ કરી પકડી સલામત રીતે જંગલમા મુક્ત કરાયો.

  1. આંબરડી ગામે કુવામા અજગરે દેખા દીધા – શિડ્યુલ-1 મા આવતા અજગરને વન વિભાગે રેસ્ક્યુ કરી પકડી સલામત રીતે જંગલમા મુક્ત કરાયો.

 

સાવરકુંડલા, તા.12/9/18 રિપોટૅ: સુભાષ સોલંકી

સાવરકુંડલાના આંબરડી ગામના ખેડુત પ્રાગજીભાઈ ગેવરીયાની વાડીમા આજે સવારે પાણી ભરેલા કુવામા અવાજ આવતા વાડીમા કામ કરી રહેલ મજુરે કુવામા નજર કરતા મહાકાય અજગર નજરે પડતા મજુરના હોંશ ઉડી ગયા હતા. અજગર શીડ્યુલ -1 મા આવતુ સરીસૂપ પ્રાણી છે.અજગરનુ રહેઠાંણ જંગલ સહિત મોટાભાગે રેવન્યુ વિસ્તારોમા તળાવ,કુવા જેવા પાણી વાળા વિસ્તારોની ભેખડોમા વસવાટ કરતા હોય છે.શિડ્યુલ -1 મા આવતા અજગરને બહાર કાઢવા બાજુના વાડી માલિક દકુભાઈ માલાણીએ વનવિભાગને જાણ કરતા તુરંત વનવિભાગના એસ.પી.કટારા આવી પહોંચ્યા હતા.70 ફુટ ઉંડા કુવામાંથી અજગરને સલામત બહાર કાઢવો મુશ્કેલ અને જોખમભયુૅ કામ હતુ.પરંતુ ફોરેસ્ટના એસ.પી.કટારા માટે આ કામ આસાન હતુ.વનવિભાગની રેસ્ક્યુ ટીમના હુસેન લલિયા સાથે કટારાએ દોરડા વડે કુવામા ઉતરી એક કલાકની સટોસટીની જહેમત બાદ અજગરને પકડી પાડી સલામત રીતે કુવામાંથી બહાર કાઢી કોથળામા પુરી દઈ મિતીયાળા અભ્યારણ્યમા મુક્ત કરવામા આવેલ.


હાર્દિકના ઉપવાસ આંદોલનનો અંતઃ ર વાગે પારણા

તમામ છ પાટીદાર સંસ્થાઓ-સમાજના વડીલો અને પાસના કન્વીનરોની અપીલ-વિનંતીને માન આપીને

નરેશભાઇ પટેલ-પ્રહલાદભાઇ પટેલના હસ્તે પારણા કરી ઉપવાસ છોડશે હાર્દિકના જીવનને ખતરો ન પહોંચે તેવી તમામની લાગણી

પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા  વિવિધ માંગણીઓ સાથે છેલ્લા ઓગણીસ દિવસથી ચાલતા શ્રી હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનનો ઓગણીસમાં દિવસે અંત આવ્યો છે. આજે બપોરે ર વાગે  હાર્દિક પટેલ પાટીદાર સમાજની મુખ્ય છ ધાર્મિક સંસ્થાઓના વડીલોની હાજરીમાં ખોડલધામના શ્રી નરેશભાઇ પટેલ અને ઉમીયાધામ ઉંઝાના પ્રમુખ શ્રી પ્રહલાદભાઇ પટેલના  હસ્તે પારણા કરી રહ્યા છે  તેમ  પાસના કન્વીનર શ્રી મનોજભાઇ પનારાએ સત્તાવાર જાહેરાત ૧૧ વાગે પત્રકારો સમક્ષ થઇ છે.  રાજકોટથી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન શ્રી નરેશભાઇ પટેલ જામનગર રોડ પરના એક કાર્યક્રમમાંથી સીધા ઉપવાસી છાવણીએ જવા  અમદાવાદ રવાના થયા  છે. હાર્દિક પટેલનું ઉપવાસ આંદોલન આજે સમેટાઇ જશે હાર્દિકનો ઓગણીસમો ઉપવાસ આખરી બનશે અને ખોડલધામ-ઉમીયાધામ (ઉંઝા) સીદસર, અમદાવાદ અને સુરતની ધાર્મિક સંસ્થા સહિત પાટીદાર સમાજની મુખ્ય છ ધાર્મિક અને સામાજીક સંસ્થાઓના મુખ્ય પ્રતિનિધિઓની હાજરીમાં  હાર્દિક પટેલ બપોર ર વાગે પારણા કરી રહ્યા છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે અગાઉ હાર્દિકને રૂબરૂ મળી ચર્ચાઓ કરી તેને પારણા કરી લેવા અને તેની યોગ્ય માંગણીઓ અંગે સરકાર સમક્ષ ચર્ચ કરશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ છેલ્લા એક અઠવાડીયા દરમ્યાન ગુજરાત તથા દેશના અન્ય રાજયોના રાજકીય પક્ષોના આગેવાનો, સંતો-મહંતો પણ હાર્દિકને મળ્યા હતા અને આંદોલનમાં સૂર પુરાવીને હાર્દિકને પારણા કરવા સમજાવ્યો હતો. દરમ્યાન ગઇકાલે કોંગ્રેસના ધારાસભ્યો પણ હાર્દિકને મળ્યા હતા અને હાર્દીકને પારણા કરી લેવા સમજાવ્યો હતો. આજે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનરોની ખાસ મિટીંગમાં હાર્દિકના જીવન ઉપર ખતરો સર્જાય નહિ અને જીવશું તો લડશું અને લડશું તો જીતશું ના સુત્ર મુજબ હાર્દિક પટેલને ઉપવાસ છોડવા અપીલ કરતો ઠરાવ સર્વાનુમતેુ કરાયો હતો. ખોલડધામ-ઉમીયાધામ સહિત પાટીદાર સમાજની તમામ ૬ સંસ્થાઓના વડીલોએ પણ હાર્દિકને ઉપવાસ છોડવા અપીલ કરી હતી. ત્થા કોંગ્રેસના સંખ્યાબંધ ધારાસભ્યો અન્ય ધાર્મિક સંસ્થાઓના વડાઓએ પણ હાર્દિકને ઉપવાસ છોડવા અપીલ કરી હતી. ગઇકાલે પાટીદાર સમાજનાં રમેશભાઇ દૂધવાળા સહિતના આગેવાનો પણ ઉપવાસી છાવણીએ પહોંચ્યા હતા અને પોતાની લાગણી વ્યકત કરી હતી. દરમ્યાન આજે સવારથી હાર્દિક પટેલના ઉપવાસ આંદોલને સમેટી લેવા તથા હાર્દિકને પારણા કરાવવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા અને છ મુખ્ય પાટીદાર સંસ્થાઓના પ્રતિનિધીઓ અમદાવાદ જવા રવાના થયા છે અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ, પ્રહલાદભાઇ પટેલ સહિતના આગેવાનોના હસ્તે બપોર બાદ પારણા કરી ઉપવાસ છોડાવવા માટે હાર્દિકના નિવાસે પહોંચી ગયા છે. એમ મનાય છે કે પાટીદાર ધાર્મિક સંસ્થાઓએ સમાધાનની ફોર્મ્યુલા ઘડી કાઢી છે અને આ અંગે હાર્દિક પટેલ તથા પાસ કન્વીનરો સાથે પ્રાથમિક ચર્ચા કરવામાં આવી છે અને આજે હાર્દિકના ઉપવાસ આંદોલનનો અંત આણવામાં આવ્યો છે.પૂજય મોરારીબાપુ અને પૂ. રમેશભાઇ ઓઝા પણ હાર્દિકને મળવા આવવાના હતા તેમ જાણવા મળે છે.  આ લખાય છે ત્યારે ૧૧ વાગ્યે પાસ કન્વીનર અને પાસના મુખ્ય પ્રવકતા મનોજ પનારા મીડીયા સાથે વાતચીત કરી રહ્યા છે. અને હાર્દિક પટેલ ઉપવાસ છોડી રહ્યાનું જાહેર કર્યુ છે. પાસના તમામ કાર્યક્રમ અને માંગણીઓ અંગે હાર્દિક પટેલની આગેવાની હેઠળ આંદોલન ચાલુ રહેશે તેમ શ્રી મનોજ પનારાએ જણાવ્યું છે.


અમરેલીના બાબરા પંથકમાં ગુવાર નુ મબલખ ઉત્પાદન.

અમરેલીના બાબરા પંથકમાં ગુવાર નુ મબલખ ઉત્પાદન..

બાબરા માર્કેટયાર્ડમાં ગુવાર ના ઢગ ખડકાયા…અંદાજે 1200 મણ જેટલા ગુવાર ની આવક..

ગુવારની મબલખ આવક થી ભાવ મા કડાકો ગુવારનો ભાવ એક કિલોનાં 60 રૂપિયા થી ગગડી ને 15/20 રૂપિયા પહોચ્યો…

ગૃહિણીઓ ખુશ.. ખેડૂતો માટે મુશ્કેલી


અમરેલી જિલ્લા ભાજપ નાં મહામંત્રી . કમલેશ કાનાણી નો આજે જન્મદિવસ ભાજપ નાં કાર્મનિષ્ટ અને પાયા નાં પથ્થર એવા કમલેશ કાનાણી ગત વિધાન સભા પણ લડી ચુક્યા છે . મૂળ સાવરકુંડલા તાલુકા નાં વતની અને અમરેલી ભાજપ નાં પાયા નાં પથ્થર કમલેશ ભાઈ નો આજે જન્મ દિવસ હોય ગુજરાત ભર માંથી તેમની પર અભિનંદન ની વર્ષા થઈ રહી છે .

જીગ્નેશ ગળથીયા દ્વારા

અમરેલી જિલ્લા ભાજપ નાં મહામંત્રી . કમલેશ કાનાણી નો આજે જન્મદિવસ

ભાજપ નાં કાર્મનિષ્ટ અને પાયા નાં પથ્થર એવા કમલેશ કાનાણી ગત વિધાન સભા પણ લડી ચુક્યા છે .
મૂળ સાવરકુંડલા તાલુકા નાં વતની અને અમરેલી ભાજપ નાં પાયા નાં પથ્થર કમલેશ ભાઈ નો આજે જન્મ દિવસ હોય ગુજરાત ભર માંથી તેમની પર અભિનંદન ની વર્ષા થઈ રહી છે . અનેકો વખત જિલ્લા પંચાયત નાં સદસ્ય તેમજ ચેરમેન પદે રહી ચૂક્યા છે તેમજ ભાજપ નાં અનેકો હોદા પર રહી ભારતીય જનતા પાર્ટી ની તન મન ધન થી સેવા કરી રહ્યા છે તેમજ ગત વિધાન સભા માં તેઓ ભારતીય જનતા પાર્ટી નાં સાવરકુંડલા લીલીયા વિધાન સભા પણ લડી ચુક્યા છે ત્યારે હાલ તેઓ એક પ્રગતિશીલ ખેડૂત તેમજ જિલ્લા ભાજપ માં મહા મંત્રી નું અગત્ય સ્થાન ધરાવી પક્ષ ની કામગીરી કરી રહ્યા હોય ગુજરાત ભર માં તેઓ નાં સગા સંબંધી ઓ મિત્રો ચાહકો દ્વારા કમલેશભાઈ કાનાણી પર અભિનંદન ની વર્ષો થઈ રહી છે જેમાં સાવરકુંડલા નાગરિક બેન્ક નાં ચેરમેન પરાગ ત્રિવેદી . જિલ્લા ભાજપ પ્રમુખ હિરેન હીરપરા . જાબાળ સરપંચ ભુપેન્દ્ર ખુમાણ કિસાન અગ્રણી. ભયલું ભાઈ ખુમાણ. ભાજપ અગ્રણી મેહુલ ત્રિવેદી . લઘુમતી ભાજપ અગ્રણી મહેબૂબ કાદરી સહિત નાં અગ્રણી ઓ દ્વારા કમલેશ ભાઈ ને જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવાઈ હતી


 બ્રેકીંગ….. ધારી તાલુકાના નાની ગરમલી ગામે લોકોએ કરી સ્કૂલની તાલાબંધી ધોરણ 7 અને 8 બંધ કરાતા વાલીઓએ કરી તાળાબંધી…..

બ્રેકીંગ…..

ધારી તાલુકાના નાની ગરમલી ગામે લોકોએ કરી સ્કૂલની તાલાબંધી……

ધોરણ 7 અને 8 બંધ કરાતા વાલીઓએ કરી તાળાબંધી…..


એસ એન ન્યુઝ . મોર્નિંગ અપડેટ . જિલ્લા માં શુ નવા જૂની ખાસ વાંચો..લિંક ઓપન કરો અમરેલી ડિવિઝનના 4 ડેપોમાંથી તરણેતરના મેળામાં 10 બસો જશે.

અમરેલી . કેતન બગડા

1 – અમરેલી,બાબરા,સાવરકુંડલા તાલુકાપંચાયતની આઠ સીટની 7 ઓક્ટોમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાશે.17મીથી ઉમેદવારીપત્રો ભરાશે.

2 – જાફરાબાદમાં એક યુવકનું પડી જવાથી મોત.

3 – અમરેલી ડિવિઝનના 4 ડેપોમાંથી તરણેતરના મેળામાં 10 બસો જશે.

4 – બગસરામા તસ્કરોએ 3દુકાણોમાંથી રૂપિયા 30 હજારના મુદામાલની ચોરી.

5 – ચલાલામાં આજે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે,પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરાશે.

6. અમરેલી સિવિલ હોસ્પિટલ આજથી  ખાનગી ટ્રષ્ટ નાં હવાલે

7. જેસર નાં રાણપડા માં રાજુ ભાઈ કામળિયા ને ત્યાં 20.000 જેટલા કબુતરો નો જમાવડો

8. સૌરાષ્ટ્રમાં માં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત . દેવા માફ અને માલધારી ઓ ને ઘાસ આપવા ખેડૂત અગ્રણી મહેશ ચોડવડિયા ની માંગ


error: Content is protected !!