Main Menu

Saturday, September 8th, 2018

 

બુટલેગર યોગેશ બટુક ખેર, ફરી રિમાન્ડ પર નામ.સેશન્સ કોર્ટમાંથી વધુ દિન-પ ના પોલીસ રીમાન્ડ

*પ્રેસ નોટ- તા.૦૮-૦૯-૨૦૧૮*
*_પ્રોહી બુટલેગર યોગેશ બટુક ખેર, રહે.અમરેલી વાળાના નામ.સેશન્સ કોર્ટમાંથી ફરી વખત વધુ દિન-પ ના પોલીસ રીમાન્ડ મળ્યા._*

💫 *પોલીસ અધિક્ષકશ્રી અમરેલી* નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા જાફરાબાદ મરીન પો.સ્ટે.ના પ્રોહી ગુ.ર.નં.૪૯/૨૦૧૭, પ્રોહિ કલમ ૬૬ બી, ૬૫ એ, ઇ, ૧૧૬ બી વિ. મુજબના ગુન્હાના કામે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાના સપ્લાયર આરોપી *યોગેશ બટુક ખેર, ઉં.વ.૪૩, રહે.મુળ. અમરેલી, ગંગાવિહાર સોસાયટી, લાઠી રોડ, હાલ.સુરત* વાળાને તા.૨૧/૦૭/૨૦૧૮ ના કલાક ૨૩/૩૦ વાગ્યે રોજ પકડી પાડી નામ.કોર્ટમાં રજુ કરવામાં આવતાં નામ.કોર્ટ તરફથી મજકુર આરોપીને જ્યુડીશ્યલ કસ્ટફડીમાં જેલ હવાલે મોકલી આપવામાં આવેલ.
💫બાદ આ ગુન્હાની સઘન તપાસ હાથ ધરવામાં આવતાં આરોપી યોગેશ બટુક ખેર, રહે.અમરેલી વાળો તથા અન્ય સહઆરોપીઓ વિદેશી દારૂના ધંધાર્થીઓ હોય અને તમામ આરોપીઓ સામે પ્રોહિબીશનના ઘણા ગુન્હાઓ નોંધાયેલ હોવાનું તેમજ આરોપીઓ હરિયાણા, રાજસ્થાન, સુરત, વડોદરા વિગેરે જગ્યાએથી ઇંગ્લીશ દારૂ મંગાવવાનું અને સપ્લાય કરવાનું મોટું નેટવર્ક ધરાવતા હોવાનું જણાઇ આવેલ. આ નેટવર્કમાં અન્ય પ્રોહી બુટલેગરો સાથે આરોપી યોગેશ બટુક ખેર સતત સંપર્કમાં હોવાના પુરાવાઓ મળી આવેલ અને યોગેશ બટુક ખેર, રહે.અમરેલી વાળાએ દારૂના ધંધામાંથી મેળવેલ ખુબ જ કિંમતી મિલ્કત વસાવેલ હોવાનું અને આ તમામ આરોપીઓ દારૂના સપ્લાયર અને ધંધાર્થીઓ હોય એકબીજાની નાણાકીય ભાગીદારીમાં પોતાના આર્થિક લાભ મેળવવાના હેતુથી ગુજરાત રાજ્યમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનું પરિવહન કરાવતા હોવાનું તપાસ દરમ્યાન જણાઇ આવેલ. યોગેશ બટુક ખેર પોતાના ભાગીદારો સાથે મળી દીવના લાયસન્સ ધારકોના નામે દારૂનો જથ્થો મંગાવી, અમરેલી જીલ્લાના રાજુલા અને આજુબાજુના વિસ્તારોમાં દારૂનું કટીંગ કરાવી નાના બુટલેગરોને સપ્લાય કરતો હોય અને તેમના એકાઉન્ટમાં મોટા પ્રમાણમાં આર્થિક વ્યવહારો નોંધાયેલ હોય તેમજ મિલકત અંગેના આધારો પણ તપાસના કામે મેળવવામાં આવેલ. અને આરોપી યોગેશ બટુક ખેરની વધુ પુછપરછ કરવાથી આ ગુન્હાના કામે વધુ પુરાવાઓ મળે તેમ હોય અને રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ પહોંચાડવાના રેકેટનો પર્દાફાશ થાય તેમ હોય જેથી નામ.જ્યુડી.કોર્ટ, જાફરાબાદમાં આરોપી યોગેશ બટુક ખેર, રહે.અમરેલી વાળાના ફરી વખત વધુ પોલીસ રીમાન્ડ મળવા તપાસ કરનાર અધિ.શ્રી.એ અરજી કરતાં નામ.જ્યુડી.કોર્ટ, જાફરાબાદ દ્વારા આ અરજી નામંજુર કરવામાં આવેલ.
💫જેથી *પોલીસ અધિક્ષકશ્રી. અમરેલી* નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ તપાસ કરનાર *શ્રી.આર.યુ.ધામા, ઇન્ચાર્જ પો.ઇન્સ. જાફરાબાદ મરીન પો.સ્ટે.* નાઓએ તપાસ દરમ્યાન મેળવેલ પુરાવાઓ સહિત નામ.સેશન્સ કોર્ટ, રાજુલા ખાતે વધુ તપાસ માટે ફરીવાર આરોપી યોગેશ બટુક ખેર, રહે.અમરેલી વાળાના પોલીસ રીમાન્ડ્ મળવા અપીલ કરતાં અને સરકારી વકીલશ્રી રાજુલા તથા તપાસ કરનાર અધિકારીશ્રીએ નામ.સેશન્સ કોર્ટમાં ધારદાર દલીલ કરતાં જે દલીલ આધારે *નામ.સેશન્સ કોર્ટ રાજુલા દ્વારા આરોપી યોગેશ બટુક ખેર, રહે.અમરેલી વાળાના વધુ પાંચ દિવસના ફરી વખત પોલીસ રીમાન્ડ મંજુર કરવામાં આવેલ.*


બગસરા મેઘાણી હાઈસ્કૂલમાં સન્માન સમારોહ કાર્યક્રમ માં મુ.હાજીભાઈ કાસમભાઈ(હાજી રમકડું)ને ૨૦૧૮રસધાર અસ્મિતા સન્માનથી નવાજામાં આવ્યા 

કાળુ  રૂપરેલીયા બગસરા દ્વારા

લોકગાયક અને ગુજરાત સંગીત અને નાટક અકાદમીના પૂર્વ પ્રમુખ શ્રીયોગેશભાઈ ગઢવીના અધ્યક્ષતામાં
બગસરા મેઘાણી હાઈસ્કૂલમાં સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયેલ
મુ.હાજીભાઈ કાસમભાઈ(હાજી રમકડું)ને ૨૦૧૮રસધાર અસ્મિતા સન્માનથી નવાજામાં આવ્યા
વર્ષ દરમિયાન રાજ્યકક્ષા તેમજ રાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવતા ૧૫વિદ્યાર્થીઓ ને ન.પા.દ્વારા સન્માન કરાયુ
                   બગસરા મેઘાણી હાઇસ્કુલ ખાતે યોજાયેલ સન્માન સમારંભ માં લોકગાયક લોકવાર્તાકાર અને ગુજરાત સંગીત અને નાટક અકાદમીના પૂર્વ પ્રમુખ શ્રી યોગેશભાઈ ગઢવીની અધ્યક્ષતામાં મુ.હાજીભાઈ કાસમભાઈ (હાજી રમકડું)તેમજ વર્ષ દરમ્યાન રાજ્યકક્ષાએ રાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવતા વિદ્યાર્થીઓ નો સન્માન સમારોહ યોજવામાં આવેલ
                 વિગત અનુસાર બગસરા નગર પાલિકા સંચાલિત મેઘાણી હાઈસ્કૂલ દાતાશ્રીઓના સહકારથી બેકરોડ કરતા વધુના ખર્ચે નૂતન બિલ્ડીંગ બનાવેલછે આ હાઈસ્કૂલમાં શહેર અને ગ્રામ્યવિસ્તારના ત્રણ હજાર જેટલા વિધાર્થીઓ પોતાની ઉજ્વળ કારકિર્દી બનાવી રહ્યાછે અને શિક્ષણ ક્ષેત્રે મેઘાણી હાઈસ્કૂલ આગવું સ્થાન ધરાવેછે આ હાઈસ્કૂલ દ્વારા પ્રતિવર્ષ રસધાર અસ્મિતા સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવેછે ત્યારે આપણી ધરાનું રતન અને બગસરા ના પનોતા પુત્ર એવા મેઘાણીજીએ સર્જેલા ચીંધેલા અને સંપાદિત કરેલા સાહિત્યના પ્રચાર પ્રસાર કરનાર સર્જક લોકસાહિત્યકાર અને લોક કલાકારને પ્રતિવર્ષ નગરપાલિકા સંચાલિત મેઘાણી હાઈસ્કૂલ દ્વારા રસધાર અસ્મિતા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેછે ત્યારે આવર્ષે ગુજરાતી લોકડાયરનું ઘરેણું અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ઢોલવાદક મુ.હાજીભાઈ કાસમભાઈ(હાજી રમકડું) ને રસધાર અસ્મિતા સન્માન ગુજરાત ના પ્રસિદ્ધ લોકવાર્તાકાર લોકગાયક અને ગુજરાત સંગીત અને નાટક અકાદમીના પૂર્વપ્રમુખ શ્રી યોગેશભાઈ ગઢવી ના અધ્યક્ષતામા તેમજ બગસરા નગરપાલિકાના ઉપપ્રમુખ નિતેશભાઈ ડોડીયા પૂર્વપ્રમુખ એ.વી.રિબડીયા શિક્ષણ સમિતિના ચેરમેન હરેશ પટોળીયા રશ્વિનભાઇ ડોડીયા મેઘાણી હાઈસ્કૂલના આચાર્ય એચ.આર શેખવા સાહેબ રશ્વિનભાઇડોડીયા સહિતના હસ્તે મુ.હાજીભાઈ કાસમભાઈ (હાજી રમકડું)ને સન્માનિત કરેલહતા.તેમજ વર્ષ દરમિયાન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ જેમને રાજ્યકક્ષાએ રાષ્ટ્રિયકક્ષાએ અનેક પ્રવુતિમાં સિદ્ધિ મેળવેલછે તેવા ૧૫વિધાર્થીઓને બગસરા નગરપાલિકાના સત્તાધીશ દ્વારા સન્માન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન આચાર્ય એચ.આર શેખવા સાહેબ દ્વારા કરવામાં આવેલ.જ્યારે નગરપાલિકાના ઉપપ્રમુખ નિતેશભાઈ ડોડીયા દ્વારા જણાવેલકે આવતી મેઘાણીજીની જન્મજયંતિ સુધીમાં બગસરા મા મેઘાણી સમૃતિ હોલ બનાવી આપવામાંઆવશે હાજી રમકડું એ જણાવેલ કે હું જ્યાંસુધી જીવીસ ત્યાંસુધી બગસરા મેઘાણી હાઈસ્કૂલ માં ઢોલવાદક વગાડવા માટે મને બોલાવામાં આવશે ત્યારે હું એક પણ પૈસા લીધી વગર આવીશ જ્યારે અધ્યક્ષશ્રી યોગેશભાઈ ગઢવી એ પોતાનું ઉદબોધન આપતા જણાવેલ કે હું મેઘાણી હાઈસ્કૂલ માં દર વર્ષે મારોએક પોગ્રામ આપીસ જે ફ્રી ચાર્જ હશે અને વધુમાં જણાવ્યું હતુંકે આજની પેઢીમાં લોકસાહિત્ય જીવંત રાખવા માટે આ હાઈસ્કૂલ ના વિધાર્થીઓને અઠવાડિયે એક પિરિયડ લોક સાહિત્ય તેમજ લોકવાર્તા નો લેવામાં આવે જેથી કરીને આપણી સંસ્કૃતિ આપણું લોકસાહિત્ય અત્યારની પેઢીમાં જીવિત રહે વધુમાં કહેલ કે મને એવું લાગેછેકે નગરપાલિકા સંચાલિત આ હાઈસ્કૂલ  પહેલી એવી હશે જેમાં ૩૦૦૦જેટલા વિધાર્થીઓ એકી સાથે અભ્યાસ કરી પોતાની કારકિર્દી બનાવી રહ્યા છે આ કાર્યક્રમ માં શ્રીયોગેશભાઈ ગઢવીએ મેઘાણીજીની રચેલી રચનાયો રચી સૉનેં ડોલાવીદીધા હતા આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો બગસરા નગરપાલિકાના સત્તાધીશો શહેરના આગેવાનો તેમજ હાઈસ્કૂલ નોશિક્ષક પરિવાર તથા નામી અનામી આગેવાનો વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ આ કાર્યક્રમનું સફળસંચાલન કવિશ્રી સ્નેહી પરમારે કરેલ હતું

ભાજપ સરકાર ની ખેડૂત વિરોધી અને પ્રજા વિરોધી અને બીજેપી સરકાર ની કુનીતિ ઓ અને હિટલર શાહી નીતિ ઓ સામે આજે વેરાવળ મા ધરણા

આજ રોજ 05/08/2018 ના રોજ  ગુજરાત ભાજપ સરકાર ની ખેડૂત વિરોધી અને પ્રજા વિરોધી અને બીજેપી સરકાર ની કુનીતિ ઓ અને હિટલર શાહી નીતિ ઓ સામે આજે વેરાવળ મા ધરણા પ્રદર્શન.
જેમાં તાલાલા ના ધારાસભ્ય શ્રી ભગા ભાઈ બારડ
સોમનાથ ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા
શ્રી હીરાભાઈ રામ.
શ્રી દિનેશ ભાઈ રાઈઠઠા વેરાવળ શહેર પ્રમુખ
શ્રી કરશનભાઇ બારડ
શ્રી નારણ ભાઈ મેર
શ્રી કાજલ બેન લાખાણી

શ્રી જગમાલ ભાઈ સોલંકી.
શ્રી મના ભાઈ ભજબોદર.
શ્રી ઈસા ભાઈ પંજા
શ્રી રમેશ ભાઈ ઝાલા.
શ્રી બાબુ ભાઈ રામ
શ્રી યગ્નેશ ભાઈ સિરોદરિયા(લાલા ભાઈ).

વેરાવળ શહેર તાલુકા જિલ્લા કૉંગ્રેસ ના તમામ કાર્યકર્તા ઉપસ્થિત રહી આ નિર્મમ બેકાર નપુંસક બીજેપી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરેલ.


દીવ ગર્લ્સ સ્કૂલ મા હોબાળો હાયર સેકન્ડરી ના પ્રિન્સિપાલ આર.પી.સિંગ સાહેબ ની સમજાવટ કર્યા બાદ મામલો થાળે પડ્યો..

ધર્મેશ જેઠવા :દીવ ગર્લ્સ સ્કૂલ હોબાળો હાયર સેકન્ડરી ના પ્રિન્સિપાલ આર.પી.સિંગ સાહેબ ની સમજાવટ કર્યા બાદ મામલો થાળે પડ્યો…

એજ્યુકેશન ઓફિસર ના લેખિત માં બાંહેધરી આપ્યા બાદ ગર્લ્સ સ્કૂલ ની વિદ્યાર્થીનીઓ હાયર સેકન્ડરી સ્કૂલ જોવા જવા માટે રાજી થઈ… સ્કૂલ બેગ મૂકીને હાયર સેકન્ડરી સ્કૂલ ચાલી ને આવ્યા…

જો હાયર સેકન્ડરી સ્કૂલ નહીં ગમે તો મંગળવારે ફરી વિદ્યાર્થીનીઓ તેમની જૂની સ્કૂલ જતી રહેશે હાયર સેકન્ડરી શાળા ને જોય ને વિદ્યાર્થીઓ ને કલાસ પસંદ કરવાની તક આપી…


error: Content is protected !!