Main Menu

Wednesday, September 5th, 2018

 

રાજુલા તાલુકાના વિકટર ગામે પ્રાથમિક અને માધ્યમિક શાળા માં શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી…

અજય શિયાળ:રાજુલા તાલુકાના વિકટર ગામે પ્રાથમિક અને માધ્યમિક શાળા માં શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી*

૫ સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો સર્વપલ્લી રાધાકૃષ્ણનજી ના જન્મ દિવસ નિમિત્તે આખાં દેશની શાળા-કોલેજ મહાવિદ્યાલયોમાં વિધાર્થીને એક દિવસ શિક્ષક બનવાની તક મળે છે ત્યારે રાજુલા તાલુકાના વિકટર ગામે વિકટર પ્રાથમિક અને માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા સૌપ્રથમ પ્રાથર્ના સભા કરવામાં આવી હતી આવી અને તૈયાર બાદ વિધાર્થી દ્વારા વિવિધ વર્ગો માં અભ્યાસ કરવામાં આવ્યો હતો શિક્ષક દિન નિમિત્તે વિકટર પ્રાથમિક શાળાનાં આચાર્ય રાજુભાઈ સાકરિયા તથા માધ્યમિક શાળાનાં આચાર્ય રિકંલબેન તથા સમગ્ર શાળા પરિવાર દ્વારા વિધાર્થીઓને શિક્ષક દિન નિમિત્તે માર્ગદર્શન તથા મહત્વ સમજાવવામાં આવ્યું હતું


જુનાગઢ ના માળીયા હાટીના તાલુકા ગડુ ગામથી જંગર ગામ તરફ જતો રસ્તો બિસ્માર હાલતમાં રાહદારી તેમજ વાહન ચાલકો ને ભારે હાલાકી

જુનાગઢ ના માળીયા હાટીના તાલુકા ગડુ ગામથી જંગર ગામ તરફ જતો રસ્તો બિસ્માર હાલતમાં રાહદારી તેમજ વાહન ચાલકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડે છેવાન. માળીયા હાટીના તાલુકાના ગડુ ગામેથી જંગર ગામ તરફ જતો રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમા છે અહી રોજના હજાર વાહનો આવન જાવન કરી રહયા છે પરંતુ આ રસ્તો ગામને જોડતો મુખ્ય રસ્તો છે જયારે વાહન ચાલકોતો પરેશાની ભોગવી રહયા છે પરંતુ બિમાર દર્દિઓને લઇને જતી 108 મા પણ દર્દિની હાલત કફોડી બની જાયછે
ખાસ કરીને જોઇએ તો આ જાહેર રસ્તો જંગર તેમજ બરુલા તેમજ અન્ય ગામડાઓને જોડતો મુખ્ય રસ્તો છે સરકાર રસ્તા પાછળ કરોડો રુપીયાના ખર્ચાઓ કરી રહી છે પરંતુ આ ગામડાને જોડતા રસ્તાઓ બિસ્માર હાલતમા જોવા મળી રહયા છે ત્યારે આ રસ્તો બને તેવી માગ રાહદારીઓ કરી રહયા છે
જયારે આ રસ્તો ગામડાની વાડીની ગારી જેવો બની ચુકયો હોવાછતાપણ કોઇપણ પ્રકાર નુ ધ્યાન નહી દેવાતુ હોય તે સ્પષ્ટપણે અહી જોવા મળી રહયુ છે ત્યારે આ રસ્તાની સમસ્યાથી ત્યાના લોકોને કયારે છુટકારો મળશે તેતો જોવાનુજ રહયુ
સ્થાનિક રહીશો એ આ રસ્તા ને લઈને  આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આદોલંન ની ચીમકી આપી છે