Main Menu

Monday, September 3rd, 2018

 

બાબરા ના ચમારડી ગામે પાટીદારો દારા ્હાદીક પટેલના સમર્થનમાં બોલાવવા માં આવી રામધૂન ચમારડી ખાતે ચોરા મા બેલાવામા આવી રામધૂન

રાજુ બસિયા

બાબરા ના ચમારડી ગામે પાટીદારો દારા ્હાદીક પટેલના સમર્થનમાં   રામધૂન ચાલુ
ચમારડી ખાતે રામજી મંદિર

ખાતે
મોટી સંખ્યામાં ગામના પાટીદારો રહ્યા હાજર  કાળું ભાઈ પીઠડીયા અને જયસુખ ભાઈ ભાલાળ। અને ચંદુ ભાઇ ચોપડા અને ભરત ભાઈ પીઠડીયા અને ચંઞન ભાઈ ભાલાળ। સહિત નાં આગેવાનો ઉપસ્થિત


અમરેલી બ્રેકીંગ . અમરેલી જીલ્લામાં હાર્દિક પટેલને મળી રહેલા સમર્થન થી તંત્ર આવ્યુ હરકતમા..? અમરેલી જિલ્લામાં લગાવવામાં આવી કલમ 144..

અમરેલી : અમરેલી જીલ્લામાં હાર્દિક પટેલને મળી રહેલા સમર્થન થી તંત્ર આવ્યુ હરકતમા..?

અમરેલી જિલ્લામાં લગાવવામાં આવી કલમ 144.. લોકો નાં

ટોળાં ભેગા થવા પર પ્રતિબન્ધ

 

તા. 4/9 સવાર થી તા. 5/9 ( 24 કલાક ) રહેશે કલમ 144

અધીક જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યુ જાહેરનામું..


માદરે વતન નું ઋણ અદા કરતા રામગઢ નાં વતન પ્રેમી ઓ

તસ્વીર સૌજન્ય સતીશ મહેતા

માદરે વતન નું ઋણ અદા કરતા રામગઢ નાં વતન પ્રેમી ઓ

અમદાવાદ નાં ઉદ્યોગકાર અને રામગઢ નાં વતની પ્રકાશ ભાઈ બોરડ તથા સતીશ ભાઈ બોરડ દ્વારા પોતાના માત પિતા નાં નામનો ભવ્ય પ્રવેશદ્વાર તેમજ નવું બસ સ્ટેશન .સહિત સીતારામ મઢૂંલી બનાવી પોતાના માદરે વતન નું ઋણ અદા કર્યું હતું તેમજ ગામ ના પાદર માં વૃક્ષા રોપણ નો કાર્યક્રમ રાખવા મા આવ્યો હતો બાદ માં સમગ્ર ગામ ધુમાડા બંધ જમણવાર નો કાર્યક્રમ રાખી એક સાથે પુરા રામગઢ ગામે પ્રસાદ આરોગ્ય હતો ત્યારે આ પ્રસંગે
પ્રવેશ દ્વાર નાં દાતા શ્રી પ્રકાશ બોરડ તાલુકા પંચાયત નાં પ્રમુખ શ્રી રાધવભાઈ સાવલિયા કાળુભાઈ માલાણી હીમતભાઈ લાખાણી કુબાવતભાઈ રામગઢ સરપંચ શ્રી બાબુભાઈ માલાણી અરજણભાઈ વૈકરીયા પરબતભાઈ માલાણી સરજુ બોરડ તથા ધન્શામભાઈ માલાણી તથા સહકારી આગેવાન દિપકભાઈ માલાણી સહિત અહીં સુરત અમદાવાદ થી પધારેલા વતન પ્રેમી ઓ તેમજ આગેવાનો આ તકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા


બાબરા નાં નાની કુંડળ માં જન્માષ્ટમી ની શાનદાર ઉજવણી

નારાયણ ભાઈ ભાલીયા દ્વારા

  1.  જન્માષ્ટમી ની જ્યારે દેશભરમા ઉજવણી થઈ રહી છે ત્યારે .  બાબરા તાલુકાના નાનીકુંડળ મા પણ જન્માષ્ટમી ની આખાગામ સમસ્ત શ્રી કૃષ્ણભક્તોદ્વારા શરીયુ શેર્ય મટુકી બાધી ને કાનૂડા નાહાથે મટુકી મા દય માખણ ખાઈ ને મટુકી ફોડીનાખે તેવીરીતે કૃષ્ણ અને સુદામા સાથેગોવાળો તેમજગ્રામજનો સાથે નંદઘેર આનંદ ભયો જયકનૈયા લાલકી ના નારાસાથે રંગે રંગાયા તેવી રીતે કાર્યક્રમ નુ આયોજન કરવામા આવુહતુ

શ્રી કૃષ્ણ કુમાર સિંહજી વ્યાયામમંદિર નાં 90 માં વાર્ષિક ઉત્સવમાં ની આજે રંગા રંગ ઉજવણી દેશ વિદેશ માંથી વ્યાયામ મંદિર નાં પૂર્વ વિદ્યાર્થીઓ આજ અહીં હાજર ગત રાત્રી એ યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ માં વ્યાયામ મંદિર નાં વિદ્યાર્થીઓ ની ચોથી પેઢી એ પર્ફોમન્સ કરી લોકોના દિલ જીતી લીધા સારાહ જીરૂકા નું દેશ ભક્તિ ગીત પર બેષ્ટ પર્ફોમન્સ

દિલીપ જીરૂકા

શ્રી કૃષ્ણ કુમાર સિંહજી વ્યાયામ મંદિર નાં પટાંગણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. તો આજે રાત્રે યોજાશે વ્યાયામ મંદિર નો સ્પે આઠમ નો ભવ્ય વ્યાયામ શો

ગત રાત્રી એ એમ એલ શેઠ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ નાં નાના નાના ભૂલકા ઓ દ્વારા મહેમાનો સહિત સ્કૂલ નાં વાલી ઓ ને રસ રંજન પીરાસયું

શહેર ની સૌથી જૂની અને જાણીતી સંસ્થા વ્યાયામ મંદિર સંચાલિત એમ એલ શેઠ સ્કૂલ નાં ભૂલકા ઓ નો ભવ્ય સાંસ્કૃતિક કાર્યકમ અખેડા ખાતે યોજાયો હતો જેમાં રંગ બે રંગી કાર્યક્રમો વિદ્યાર્થીઓ ઓ દ્વાર પીરસવા માં આવ્યા હતા જે માં નન્હા મુન્ના રાહી હું નાં દેશ ભક્તિ ગીત માં સારાહ જીરૂકા એ પર્ફોમન્સ આપી અહીં ઉપસ્થિત મહેમાનો તથા વાલી ઓ નાં દિલ જીતી લીધા હતા ત્યારે સારાહ જીરૂકા વ્યાયામ મંદિર ઉત્સવ માં સ્કૂલ તરફ થિ પ્રથમ વાર ભાગ લીધો હતો પરંતુ સારાહ જીરૂકા નો વ્યાયામ મંદિર ખાતે પેઢી દર પેઢી નો નાતો છે . અહીં વ્યાયામ મંદિર નાં 90 વર્ષ પહેલાં નાં પાયા નાં વિદ્યાર્થી ગાંધી વાદી વિચાર ધારક અને લલ્લુ ભાઈ શેઠ નાં અનુયાયી નુરુદિન સિદી જીરૂકા હતા બાદ માં તેમનો વારસો તેમના પુત્ર  ઇસ્માઇલ જીરૂકા તેમજ તેમના  નવાસા હારુન વિહળ એ સાંભળ્યો હતો જે સમય ની સાથે સતત ચાલી ઇસ્માઇલ ભાઈ નાં પુત્ર સાહિર જીરૂકા એ સાંભળ્યો હતો જે સાહિર જીરૂકા ની પુત્રી સારાહ જીરૂકા હાલ ચોથી પેઢી એ આ વ્યાયામ મંદિર ની વિદ્યાર્થીની છે અને વ્યાયામ મંદિર નાં કાર્યકમ માં પર્ફોમ્સ આપી લોકો ની વાહવાહી મેળવી હતી ત્યારે વ્યાયામ મંદિર એ ખરેખર લોકો નાં મન ને ઘડતું મન્દિર છે . અહીં વ્યાયામ મંદિર નાં શરૂઆતી સમય પ્રતાપ ભાઈ ખીમાણી . પ્રતાપ રાય કાણકીયા ઉર્ફે બંધુ થી લઇ હરેશ ભાઈ વ્યાસ . પ્રકાશ ભાઈ વ્યાસ . બાબુ ભાઈ સુખડીયા મનહર ભાઈ ગઢીયા વીનું ભાઈ રાવળ સીરાજ ગામેતી સહિત નાં હોનહાર સંચાલકો નો અગ્રીમ ફાળો હોવાથી હાલ સાવરકુંડલા નું કૃષ્ણ કુમાર સિંહજી વ્યાયામ મંદિર આજ નેવું વર્ષે પણ જાણે સફળતા ની સીડી સડ સડાટ ચડી રહ્યું છે જેથી હાલ ચો તરફ થી વ્યાયામ મંદિર ટ્રષ્ટ સંચાલકો પર અભિનંદન ની વર્ષા થઈ રહી છે


રાજુલા નાં પાંડવ કાલીન ભીમ દ્વારા સ્થાપના કરેલ શ્રી કુંભનાથ મહાદેવ નો મહિમા….

રાજુલા નાં પાંડવ કાલીન ભીમ દ્વારા સ્થાપના કરેલ શ્રી કુંભનાથ મહાદેવ નો મહિમા
શ્રાવણ મહિના મા મોટી સંખ્યા માં પૂજન – અર્ચન મા ભાવિકો જોડાય છે.
અમરેલી જિલ્લા ના રાજુલામાં હાલ તો ધાતરવાડી ડેમ નં-૨ ઘણા નદીના કાંઠે શ્રી કુંભનાથ મહાદેવ અને શ્રી સુખનાથ મહાદેવ ગીરીમાળા મા બિરાજે છે. તેના ઈતિહાસ ની ઝાંખી કરવાનો અહીં નીચે મુજબ પ્રયત્ન કરવામાં આવ્યો છે.
પાંડવ કાલીન સમય થી રાજુલા વિસ્તાર ગીર જંગલ થી નજીક આવેલો વિસ્તાર છે. અને જે તે સમય મા આ વિસ્તાર નું નામ અમરાવતી હતું. અને સુંદર મનાતી પર્વતો ની ગીરીમાળા અને સામે ઘણા નદીનો પ્રવાહ અવીરત બારેમાસ ચાલુ રહેતો. પાંડવ કાલીન માં આ વિસ્તારનો ઈતિહાસ છે કે પાંડવ પરીવાર યાત્રા એ નીકળ્યા ત્યારે આ અમરાવતી વિસ્તાર (જંગલ) માં રોકાણા હતા ત્યારે માતા કુંતા માતા ને વ્રત હતુ કે શિવજીની પૂજા વગર ફળ આહાર કે ભોજન ન લેવુ બે-બે દિવસ થઈ શિવલીંગ ન મળતાં માતા કુંતા ફળ આહાર કે ભોજન લેતા ન હતાં. ત્રીજા દિવસે ભીમ સ્નાન કરવા જતાં હતાં ત્યારે જંગલમાં ઉંઘો એક માટીનો ઘડો પડ્યો હતો. અને ભીમ ને માતા કુંતાની શિવપુજાની યાદ આવતા તુર્તજ ભીમે ધડા ઉપર ફુલ ચડાવી અને ધડા માથે માટી ચડાવી શિવલીંગ નો આકાર આપી દોડતાં દોડતાં માતા કુંતાની વાત કરી કે ભોળાનાથ ની શિવલીંગ મળી ગઈ છે. અને મા હવે તમો પુજા ચડાવી ને હવે ફળ નો આહાર કરો. ત્રીજા દિવસે માતા કુંતા એ શીવ પુજા કરી પરંતુ પાંડવ ભાઈઓ દાંત કાઢવા (હસવા) માંડયા કે માતા આતો ભીમે શિવલીંગ બનાવી છે. ત્યાર પછી માતાએ શિવલીંગ નું વિસર્જન કરવાનુ કહેતાં ધડો(કુંભ) નીકળ્યો અને ધડાની નીચે પથ્થર ની એક નાની એવી શિવલીંગ નિકળી અને ઘડા નીચેથી શિવલીંગ નિકળતાં તેને શ્રી કુંભનાથ મહાદેવ નામ આપ્યું પાંડવ કાલીન થી શ્રી કુંભનાથ મહાદેવ તરીકે પુજાય છે. આ શિવલીંગ ની સ્થાપના પ્રતિષ્ઠા શ્રી યુધિષ્ઠિર મહારાજે કરી હતી. અને પાંડવો ના સમય થઈ કહેવાય છે. કે આ કુંભનાથ મહાદેવ ની શિવલીંગ એક તાંદુળ ના દાણા જેટલી દર વર્ષે વઘે છે. આજે સાડા પાંચ હજાર વર્ષ થતાં આ શિવલીંગ વિશાળ સ્વરૂપે બિરાજે છે અને પુજા છે. અને સમય જતાં અમરાવતી ના રાજા દાનવીર નાગજીભાઈ કરશનભાઈ ચાવડા એ વિશાળ મંદિર બનાવી અને ૭૦૦ લીધા જમીન અર્પણ કરેલ તેનો આજે પણ લેખ છે. અને ત્યારબાદ ધણા વર્ષો બાદ આ પર્વતમાળા ની વચ્ચે ઘાંખડા પરીવારના કાઠી દરબારો એ રાજુલા ગામ નુ નામ આપી તોરણ બાંધ્યા હતા.
અને હાલ શ્રી કુંભનાથ મહાદેવ શિવલીંગ ઉભું છે. તે ડેડાણ વણિક કુટુંબ ના દોશી કેશવલાલ ગોપાલજીભાઈએ ૧૦૦ વર્ષ પહેલાં રાજુલા ના પથ્થરથી શિવાલય બંઘાવેલ છે. જે આજે ખૂબજ પ્રાચીન જોવા મળે છે.
૩૫૦ વર્ષે પહેલા શ્રી કુંભનાથ મહાદેવ ને લુટારૂઓ લુંટવા આવ્યા ત્યારે રાજુલા ના વતનીઓ રાજગોર બ્રાહ્મણ (કાઠી ગોર) ઝાંખરા (જાની) કુટુંબના, સરવૈયા કુટુંબ ના, પાંચાળી આહીર સમાજ ના અને ભરવાડ સમાજ ના દરેક જ્ઞાતિઓના વડવાઓ એ લુટારૂઓ નો સામનો કરી બલીદાન આપેલા આજે પણ રાજગોર બ્રાહ્મણ ઝાખરા ( જાની) કુંટુબના, સરવૈયા કુંટુબના, પાંચાળી આહિર જ્ઞાતિ ના, અને ભરવાડ કુંટુબના બે ભાઈઓ લડતા લડતા મસ્તક કુંભનાથ પરીસર મા પડેલા અને ઘડ એક કીલોમીટર રાજુલા પથ્થર ની ખાણો પડેલા તેની પણ હાલ ખાંભીઓ ઈતિહાસ નો સાક્ષી પુરે છે.
આ શ્રી કુંભનાથ મહાદેવ ની વર્ષો થઈ સેવા પુજા સંત શ્રી ફકકડગીરી બાપુ ગૌસ્વામી, શ્રી નારાયણ ગીરી બાપુ તેમના વંશજો કરતા આવ્યા છે. અને તેમા ફકકડગીરી બાપુએ ૧૭૫ વર્ષ પહેલા જીવતા સમાઘી લીધેલ અને રાજુલા શહેરીજનો એ શ્રી ભાનુભાઈ રાજગોર વિગેરે માર્બલ થઈ સુંદર સમાઘી સ્થાન બનાવેલ શહેરીજનો આજે પણ પુજન કરે છે.
આજે પર્વતની ગીરીમાળા વચ્ચે અને ઘાતરવાડી ડેમ નં-૨ ના જળ સરોવર સામે શ્રી કુંભનાથ મહાદેવ બીરાજે છે. અને શ્રાવણ માસમાં લાખો ભક્તો મંદિરે દર્શન નો લાભ લે છે. અને દર વર્ષે એક તાંદુળ જેટલી શિવલીંગ મા વઘારો થાય છે. તે પાંડવ કાલીન છે તે ઈતિહાસ સાક્ષી પુરે છે. મહંત તરીકે શ્રી જયંતગીરી બાપુ અને તેમના ભાઈઓ દ્વારા પુજા અર્ચના થાય છે.


error: Content is protected !!