Main Menu

Sunday, September 2nd, 2018

 

માંગરોળ મા સિતળા સાતમ નિમિતે સિતળા મા ના મંદીરે માઈ ભક્તો દર્શનાર્થે ઉમટીયા તો સાથે સાથે શ્રાવણી વરસાદી ઝાપટા મા પણ મા સિતળા નો અભિષેક

🔴 માંગરોળ 🔴

એંકર…માંગરોળ મા સિતળા સાતમ નિમિતે સિતળા મા ના મંદીરે માઈ ભક્તો દર્શનાર્થે ઉમટીયા તો સાથે સાથે શ્રાવણી વરસાદી ઝાપટા મા પણ મા સિતળા નો અભિષેક કરતા હોય

વિ.ઓ.વાન. જુનાગઢ જિલ્લાના માંગરોળ મા સિતળા સાતમ નિમિતે હાટકેશ્વર મા આવેલ મા સિતળા ના મંદીરે માઈ ભક્તો દર્શન કરવા ઉમટી પડેલ
માતા ને નિવેધ મા બનાવેલ સામગ્રી ધરી પોતાની બાધાઓ પુરી કરે છે સિતળા મા ને ત્યા કુલર. ઢેબરા. પુરી તેમજ શ્રીફળ ધરવામા આવે છે

તો એક બાજુ વરસાદ પણ જાણે અભિષેક કરતો હોય તેમ સતત શ્રાવણી વરસાદી ઝાપટા પણ અવીરત પણે ચાલુ રહેલ જયારે વરસાદી વાતાવરણ મા પણ માઈ ભક્તો દર્શન કરવા ઉમટી પડેલ

દિનેશ ગાંભવા
માંગરોળ


બગસરા તાલુકાના સમઢીયાળા ગામ ના વિપ્ર દ્વારા દર વર્ષે શ્રાવણ માસ નિમિત્તે સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન  ઘર સંસાર છોડી ને મૌન ધારણ કરી કરવામાં આવે છે અનેરૂ જપ- તપ અને વ્રત.

કાળુ રૂપરેલીયા બગસરા
બગસરાના સમઢિયાળા ગામના વિપ્ર દ્વારા શ્રાવણ માસ નિમિત્તે કરવામાં આવે છે અનેરૂ જપ- તપ – વ્રત

બગસરા તા.
બગસરા તાલુકાના સમઢીયાળા ગામ ના વિપ્ર દ્વારા દર વર્ષે શ્રાવણ માસ નિમિત્તે સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન  ઘર સંસાર છોડી ને મૌન ધારણ કરી કરવામાં આવે છે અનેરૂ જપ- તપ અને વ્રત.
        વિગત અનુસાર બગસરા નજીક આવેલા સમઢિયાળા ગામના વિપ્ર સંજયભાઈ વિશ્વનાથભાઈ જોશી દ્વારા છેલ્લા અનેક વર્ષોથી શ્રાવણ માસ નિમિત્તે પ્રભુભક્તિનું અનેરૂ ઉદાહરણ પુરૂ પાડવામાં આવે છે. સંજયભાઈ શ્રાવણ માસ દરમ્યાન પોતાનો ઘર-સંસાર, રોજગાર છોડીને એક માસ માટે વિશ્વ કલ્યાણની ભાવના સાથે મંદિર માં વસવાટ કરે છે અને સંપૂર્ણ સન્યાસી જેવું જીવન વ્યતીત કરે છે. આ વર્ષે તેઓ જુનાગઢ ના ગિરનારની ગોદમાં, સોનારેખા નદીને કાંઠે આવેલા તેમજ પુરાણોમાં પણ જેમનો ઉલ્લેખ છે એવા પૌરાણિક જટાશંકર મહાદેવના સાનિધ્યમાં સંત શ્રી પૂર્ણાનંદ ના આશીર્વાદ હેઠળ   પોતાનું વ્રત સંપન્ન કરી રહ્યા છે. વિશ્વના જીવમાત્રને શાંતિ અર્થે તેઓ સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન મૌન સાથે સાથે પંચાક્ષરી શિવમંત્રનો લેખન શ્રીમદ ભાગવત નો પાઠ તથા ભજન-કીર્તન સહિતના કાર્ય કરે છે. તેમના ભગવત કાર્ય થી જટાશંકર મહાદેવ મંદિરમાં ભક્તિમય વાતાવરણ નિર્માણ પામ્યું છે.

બગસરા શ્રીગોપાલલાલ મંદિરે પ્રાગટય મહોત્સવ ની ઉજવણી કરવામા આવી તેલ તિલક કેશરી સ્નાન શુંગાર ના દર્શનનો વ્હાલા વૈષ્ણવોએ લાભલ

રૂપેશ રૂપરેલીયા બગસરા દ્વારા

પ્રભુશ્રી ગોપાલલાલનુ પ્રાગટય સવંત ૧૬૩૭ ને શ્રાવણ વદ ના રાત્રીના ૧૨.૩૭ મિનિટે કુટરા મંદિરમાં શ્રીરઘુનાથજીના ગૃહે શ્રી જાનકીજી ની કુખે થયુ આ મંગલ વધાઈ શ્રી ગુશાઇજીને બેટીજીયે આપી તુરત શ્રી ગુશાઈજી શ્રી રઘુનાથજીના ગૃહે પધાર્યા અને કહ્યું રામચંદ્ર તેરે ઘર વ્રજનાયક પ્રાગટય ભયો બાલક ના જન્મ સંસ્કાર કર્યા પ્રાગટય સ્વરૂપ ની સ્વરૂપનિષ્ઠા શ્રી ગુશાઈજીને તુરતમાજ થઈ પરીપૂરણ પુષ્ટિ પુરુષોત્તમ પધાર્યાછે ત્યારે ગુસાઈજીએ ભગવદી ભાવે દંડવત કરી શ્રીફળ ધર્યુ આજે આ વાતને ૪૩૭ વર્ષ થઈ ચૂક્યાંછે ત્યારે પણ પુષ્ટિ સંપ્રદાયના વૈષ્ણવો શ્રીગોપાલલાલ ના પ્રાગટય મહોત્સવ ની ઉજવણી કરી રહ્યાછે ત્યારે આજ રોજ બગસરા ખાતે આવેલ શ્રીગોપાલલાલ મંદિરે મંદિર ટ્રષ્ટ ના પ્રમુખ રશ્વિનભાઇ ડોડીયા તેમજ કારોબારી સભ્યો સહિત પુષ્ટિમાર્ગીય વૈષ્ણવજન દ્વારા પ્રભુશ્રી ગોપાલલાલ ના ૪૩૭ મા જન્મમહોત્સવ ની ઉજવણી કરવામાં આવેલહતી જેમાં પ્રભુશ્રી ગોપાલલાલ ના કેશરી સ્નાન તેલતીલક શુંગારના દર્શનનો વહાલા વૈષ્ણવોએ અમૂલ્ય લાભ લીધો હતો અને ૪૩૭માં પ્રાગટય મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરેલ હતી તેમજ શ્રાવણ વદ ૬ ના દિવસે પ્રભુશ્રીગોપાલલાલ ના મંગલ ઓચ્છવ ની પણ ઉજવણી કરવામાં આવેલ હતી


જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે શ્રવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે કડીયાળી ગેલાઅંબે તેમજ શીતળા મના મંદિર ઘોડાપુર જોવા મળ્યો હતો

 

મહેશ  બારેયા

જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે શ્રવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે

કડીયાળી ગેલાઅંબે તેમજ શીતળા મના મંદિર ઘોડાપુર જોવા મળ્યો હતો

જે વ્રતધારી સાધન – પૂજા અને કર્મ – પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજી જે પૂજાવિધિ કરે છે

તેમના ઉપર આદ્યશક્તિ શીતળા માતા અતિ પ્રસ્તુત થાય છે

રાંધણ છઠ્ઠના દિવસે રાંધી પછી બહેનો સગડી ,ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે

અને બીજા દિવસે એટલે શીતળા સાતમને દિવસે પ્રાપ્ત:કાળમાં ઊઠી ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરે લીપીગુપી તેમાં આંબો રોપવામાં આવે છે
આ દિવસે ચૂલો કે સગડી સલગાવવી નહિ આખો દિવસ ટાડું ખાવાનું શીટલમાની વાર્તા સાંભળવાની હોય છે


સાસણ ગીરનાં વનપ્રદેશનાં સાંનિધ્યે ગીર મોન્સુન ફેસ્ટીવલનો પ્રારંભ તારક મહેતાનાં ઉલ્ટા ચશ્મા સિરીયલનાં કલાકારોની ઉપસ્થિતી સ્થાનિકોમાં આકર્ષણ

દિનેશ ગંભવા

સાસણ ગીરનાં વનપ્રદેશનાં સાંનિધ્યે ગીર મોન્સુન ફેસ્ટીવલનો પ્રારંભ
તારક મહેતાનાં ઉલ્ટા ચશ્મા સિરીયલનાં કલાકારોની ઉપસ્થિતી સ્થાનિકોમાં આકર્ષણ

જૂનાગઢ જિલ્લાનાં મેંદરડા તાલુકાનાં સાસણનાં વનપ્રદેશનાં પ્રાકૃતિક નયનરમ્ય સૈાદર્યની કળાઓ વચ્ચે ભાલછેલ ગામ નજીક આવેલ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે મોન્સુન ફેસ્ટીવલ ૨૦૧૮ સાસણ(ગીર)નો રંગારંગ કાર્યક્રમો વચ્ચે પ્રારંભ થયો છે. કાર્યક્રમનું ઉદઘાટન સંસદ સભ્ય રાજેશભાઇ ચુડાસમાએ મેયર શ્રીમતી આદ્યાશક્તિબેન મજમુદાર, તાલાળાનાં ધારાસભ્ય ભગવાનભાઇ બારડ, ઝવેરીભાઇ ઠકરાર અને મહાનુભાવોની ઉપસ્થિતીમાં ગીર મોન્સુન ફેસ્ટીવલ સાસણ ગીરનો પ્રારંભ કરાવ્યો હતો.
રાજ્યના ગીર વનપ્રદેશનાં સાસણ સમીપે વર્ષાઋતુમાં સૌંદર્ય સોળે કળાએ ખીલતી વનરાજીનો લહાવો લેવા પ્રવાસીઓને આકર્ષવા મોન્સુન ફેસ્ટીવલનું થયેલ આયોજનમાં સંસદસભ્ય શ્રી રાજેશભાઇ ચુડાસમા અને તારક મહેતાનાં ઉલ્ટા ચશ્માનાં કલાકારો એવં મહાનુભાવોએ વિવિધ પ્રાંત,દેશનાં કલાકારોનાં મોન્સુન કાર્નિવલને પ્રસ્થાન કરાવ્યુ હતુ. વિવિધ વેશભૂષામાં સજ્જ કલાકારો નૃત્યની રમઝટ અને પરંપરાગત ભાતીગળ વાજિંત્રોથી વાતાવરણ ઉત્સવપ્રિય બનાવી ગીરનાં માર્ગને સાંસ્કૃતિક અસ્મિતાની ઝલકથી ઝરમર વરસાદનાં અમીછાંટણાઓ વચ્ચે રસ તરબોળ બનાવી દીધા હતા.
ગુજરાતના ગીર વનપ્રદેશનાં એશિયેટીક લાયન નેશનલ પાર્કનાં વનકેસરી સમગ્ર ભારતવર્ષનું ગૈારવ છે, પ્રવાસીઓને સાસણનાં વનપ્રદેશમાં વિશ્વની અણમોલ વનરાજનો સંગાથ કરવાનો અવસર સાંપડે છે, લોકજાગૃતિ અને ગીરકાંઠાનાં ખેડુતો, પશુપાલકો અને ગ્રામિણ જનતાનાં સહયોગ થકી સિંહ હવે વનક્ષેત્રની બહાર પણ પોતાની હાજરી નોંધાવી લોકસ્વીકૃત બન્યા છે ત્યારે કાઠીયાવાડી સોરઠી આતિથ્ય પરંપરાની ઝલક સ્વરૂપ લોકો સાથે વન અને વન્યપ્રાણીની અનેરી પ્રિતીને માણવા અને જાણવાની ગીર મોન્સુન ફેસ્ટીવલ પર્યટકોને આકર્ષે છે. આ ગીરની વનરાજીની સંગાથે યોજાઇ રહેલા ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા તા. ૧ થી ૧૬ સપ્ટેમ્બર સુધી યોજાઇ રહેલ કાર્યક્રમનાં ઉદઘાટક સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમાએ જણાવ્યુ હતુ કે ગીર વનપ્રદેશ વિશ્વભરનાં પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે, આજથી ૧૬ દિવસ સુધી યોજનાર કાર્યક્રમો ગુજરાતનાં સાંસ્કૃતિક બાબતોની જાંખી કરાવશે. તારક મહેતાનાં ઉલ્ટા ચશ્મા ટીવી સિરીયલનાં કલકાર જેઠાલાલ, નટુકાકા, બાઘો અને સંદરમામાએ ગીરનાં સિંહ અને ગીરના લોકોનાં વખાણ કરતા જણાવ્યુ હતુ કે દેશનાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રવાસનને વેગ આપવાની દિર્ઘદ્રષ્ટી આજે સાસણને વિશ્વફલક પર પહોંચતુ કર્યુ છે. એશિયેટીક સિંહની સાથે જૂનાગઢ જિલ્લાનાં લોકોના આતિથ્યભાવ પર્યટકોને આવકારે છે, હોટલ એશોસીયેશનનાં પ્રતિનીધીશ્રીએ પર્યટકો માટે સાસણમાં પ્રાપ્ય સુવિધાઓની જાણકારી આપી હતી. ઉદઘાટનપુર્વે મહાનુભાવોના હસ્તે પ્રવાસન નિગમ દ્વારા તૈયાર કરાયેલ ખાસ પ્રદર્શનીને ખુલ્લી મુકાઇ હતી.
કાર્યક્રમનાં પ્રારંભે ગુજરાત પ્રવાસન નિગમનાં ડીરેક્ટર ઝવેરીભાઇ ઠકરારે આમંત્રીતોનું સ્વાગત કરી ગીર મોન્સુન ફેસ્ટીવલની વિગતો આપી હતી.
ગીર મોન્સુન ફેસ્ટીવલનાં ઉદઘાટન પ્રસંગે દીવસે પરેડ, ગણપતિવંદનાથી શરુ કરી વિવિધ સાંસ્કૃતીક કાર્યક્રમો, ફોટો કોર્નર, કાર્ટુન કેરેક્ટર, હેન્ડીક્રાફ્ટ સ્ટોલ, સ્થાનિક કલાકારો દ્વારા રાસ, મણીયારો, ટીપ્પણી નૃત્ય સહીત વિશિષ્ટ પ્રસ્તુતી, ચિત્ર સ્પર્ધા, ગ્લાસ પેન્ટીંગ, ક્વિઝ વનમીનીટ જેવી ઈન્ડોર સ્પર્ધાઓ પણ યોજવામાં આવી હતી જે દરરોજ યોજાનાર પણ છે. જ્યારે ઝોરબિંગ, ટાયર ક્લાઈમ્બીંગ, ટગ ઓફ વોર, બીમ બેલેન્સીંગ રેઇન ડાન્સ, વોલીબોલ, મેરેથોન, રોપ ક્લાઈમબીંગ બર્મા બ્રીજ જેવી પ્રવૃતિઓ પર્યટકોને આકર્ષશે. નાયબ વનસંરક્ષકશ્રી ડો. મોહનરામે ગૈારવવંતી ગીરની આગવી ઓળખ પ્રસ્થાપીત કરતા ગીર મોન્સુન ફેસ્ટીવલ પ્રસંગે યોજાતા કાર્યક્રમમાં સાસણનાં અતિથી બનતા પર્યટકોને આવકાર્યા હતા. આ પ્રસંગે ભાલછેલ, સાસણ, હરીપુર અને આસપાસનાં ગ્રામિણ લોકો પર્યટકોને આવકારવા અને સાંસ્કૃતિક કાર્યક્રમો માણવા પધાર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ગુજરાત પ્રવાસન નિગમનાં શ્રી મુન્શી, સહિત અધિકારીઓએ હાજરી આપી હતી


અમરેલી નું ગૌરવ રાજ્યકક્ષા એ જળકયું આણંદ ની વ્રજભૂમિ સ્કૂલ નાં વિદ્યાર્થી રુદ્ર ધાનાણી એ પોતાની ફૂટબોલ નીંટીમ ને રાજ્યકક્ષા એ સ્થાન અપાવ્યું 

અમરેલી નું ગૌરવ રાજ્યકક્ષા એ જળકયું

આણંદ ની વ્રજભૂમિ સ્કૂલ નાં વિદ્યાર્થી રુદ્ર ધાનાણી એ પોતાની ફૂટબોલ નીંટીમ ને રાજ્યકક્ષા એ સ્થાન અપાવ્યું

ફૂટબોલ નાં  પાવરધા ખેલાડી રુદ્ર એ અમરેલી જિલ્લા નું નામ રોશન કર્યું છે અને પોતાની સુજ બૂજ થિ પોતાની ફૂટબોલ ની ટિમ ને જીત અપાવી રાજ્યકક્ષા એ લઇ જતા રુદ્ર પાર અભિનંદન ની વર્ષો તેમના સ્કૂલ સ્ટાફ તેમજ કુટુંબી ઓ દ્વારા થઈ રહી છે

રાજ્ય કક્ષાની સુબ્રતો અન્ડર 14 ફૂટબોલ ટિમ મા મૂળ અમરેલી ના દાડમાં ગામ ના રુદ્ર ધાણાની એ શાનદાર પ્રદર્શન કરી પોતાની ટિમ ને ફાઇનલ. મા વિજય અપાવ્યો. આંનદ ની વ્રજભૂમિ સ્કૂલ ના વિદ્યાર્થીઓ રાજ્યભર. મા ફાઇનલ. મા વિજય બન્યા..હતા અને રાજ્યકક્ષા એ તેઓ હવે પ્રદર્શન કરશે


error: Content is protected !!