Main Menu

Saturday, September 1st, 2018

 

બાબરામાં વિપ્ર યુવાન નું રોકડ રકમ ભરેલ પાકીટ પરત કરી પટેલ યુવાને પ્રામાણિકતા દાખવી સ્થાનિક આગેવાનો ની હાજરીમાં મૂળ માલિક ને પાકીટ પરત કર્યું

રાજુ બસિયા

બાબરામાં વિપ્ર યુવાન નું રોકડ રકમ ભરેલ પાકીટ પરત કરી પટેલ યુવાને પ્રામાણિકતા દાખવી સ્થાનિક આગેવાનો ની હાજરીમાં મૂળ માલિક ને પાકીટ પરત કર્યું

બાબરામાં રહેતા દીપકભાઈ મણિશંકર તેરૈયા નું રોકડ રકમ તેમજ જરૂરી ડોક્યુમેન્ટ સાથેનું પાકીટ શહેર માં ક્યાંક પડી જતા આખો દિવસ વિપ્ર યુવાન દીપકભાઈ તેરૈયા દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી તેમ છતાં નો મળતા તેઓ નિરાશ થયા હતા પણ અચાનક રાત્રે તેમને ફોન આવ્યો કે તમારું ખોવાયેલું પર્સ મળ્યું છે ખાતરી કરી ને મેળવી જાવ
દીપકભાઈ તેરૈયા ને ફોન કરનાર હતા પટેલ યુવાન પ્રવીણભાઈ બાધાભાઈ મગતરપરા તેમને અહીં શહેર ના વાંડળિયા રોડપર પાકીટ મળ્યું હતું જેમાં એટીએમ કાર્ડ,પાંચ હજાર રૂપિયા રોકડ,અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ હતા
પ્રવીણભાઈ દ્વારા તરતજ આ મૂળ પાકીટ માલિક ની તપાસ કરી સ્થાનિક આગેવાનો ની ઉપસ્થિતિ માં પરત કર્યું હતું
આ તકે દિનેશભાઇ ડાભી ,નગર સેવક વસંત તેરૈયા,
નટુભાઈ શેલીયા, વિનુભાઈ,સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આમ એક પટેલ યુવાન દ્વારા રોકડ રકમ ભરેલ પાકીટ ભરેલ મૂળ મલિક ને પરત કરતા તેમની પ્રામાણિકતા ને લોકો અને આગેવાનો દ્વારા બિરદાવી હતી


જુનાગઢ જિલ્લાના માંગરોળ મા જુજારપુર ગામે કાલે રાત્રે ગાયનું મારણ…કરી મીજમાની કરતા સિંહ નો વિડિયો વાયરલ

🔴 માંગરોળ 🔴

બ્રેકીંગ ન્યુઝ

જુનાગઢ જિલ્લાના માંગરોળ મા *જુજારપુર ગામે કાલે રાત્રે ગાયનું મારણ…* કરી મીજમાની કરતા સિંહ નો વિડિયો વાયરલ

માંગરોળ પંથક મા ધણા સમયથી એક સિંહ પરિવારે પોતાનો વસવાટ કરેલ છે

થોડા દિવસો પહેલા ખંભાળીયા ગામે સિહણ ધર મા ખુસી ગય હતી અને ગાય નુ મારણ કરેલ તો એક મહીલા પર હુમલાની વિગતો પણ સામે આવેલ

હાલ આ વિડીયો ચોરવાડ પંથકના જુજારપુર ગામનો હોવાનુ જાણવા મળ્યું છે

દિનેશ ગાંભવા
માંગરોળ


ગજનવી ના ઘા જીલી ને અડીખમ ઉભેલું  જોલાપુર નું પોરાણિક કોટેશ્વર શિવ મંદિર પાનસો દીવડા અને સવા પાંચ કિલો ધી ની દીપ માલા શ્રાવણ માસ માં મંદિર નીશોભા વધારી દે છે પંદર થી સોળ ફૂટ ઊંડું શિવલિંગ ને થાળ જ નથી

સંજીવ જોશી રાજુલા

અમરેલી

ગજનવી ના ઘા જીલી ને અડીખમ ઉભેલું  જોલાપુર નું પોરાણિક કોટેશ્વર શિવ મંદિર

પાનસો દીવડા અને સવા પાંચ કિલો ધી ની દીપ માલા શ્રાવણ માસ માં મંદિર નીશોભા વધારી દે છે

પંદર થી સોળ ફૂટ ઊંડું શિવલિંગ ને થાળ જ નથી , સ્વયંભુ ચમત્કારી શિવલિંગ ના દર્શનાર્થે

મહુવા રાજુલા  ડુંગર વીજપડી જાફરાબાદ થી છેક શ્રધાળુઓ અહી શિવ  ભક્તિ માટે દોડી આવે છે

રાજુલા તાલુકા ના જોલાપુર માં અતિ પોરાણિક કોટેશ્વર મહાદેવ નું મંદિર આવેલું છે જેમાં શ્રાવણ માસ દરમિયાન ૫૦૦ દીપ માળા સવા પાંચ કિલો ઘી માં થાય છે અહી શિવલિંગ ની વિશેષતા એ છે કે આ શિવ લિંગ થાળ માં  નથી અને ૧5 ફૂટ સુધી ઊંડું છે , લોકવાયકા અને અહી ના મંદિર ના પુજારી વિશાલ ભારથી ગોસ્વામી ના જણાવ્યા અનુસાર અહી ૫૦૦ વર્ષ પૂર્વે ગજનવી જયારે સોમનાથ ચડાઈ વખતે નીકળ્યો ત્યારે આ શિવલિંગ પર હથિયાર ના ઘા મારેલા  જેથી ભમરા ઓ અચાનક હજારો ઉડી આવ્યા અને સૈનિકો ને કરડતા ગજનવી ના સૈનિકો અહીંથી ભાગી છુટ્યા હતા જે લિંગ પર ઘા મારેલા છે તે હાલ માં મોજુદ છે અહી હજારો લોકો શ્રાવણ માસ માં ઉમટી પડે છે અને શિવ ની વંદના કરે છે

 અતિ પોરાણિક એવું જોલાપુર નું કોટેશ્વર મહાદેવ નું મદિર અનેકો ની આસ્થા પૂર્ણ કરે છે અને અહી શ્રાવણ માસ માં ૫૦૦ દીપડા ની દીપ માલા સવા પાંચ કિલો ઘી માં દર શ્રાવણ ના સોમવારે કરવા માં આવે છે જેના દર્શનાર્થે અહી હજારોલોકો રાજુલા મહુવા ડુંગર જાફરાબાદ વીજપડી સહીત ના ગામો થી લોકો અહી ઉમટી પડે અને અનેકો ની મનો કામના અહી પૂર્ણ થાય છે અહી લોક વાયકા મુજબ આ મંદિર ૫૦૦ વર્ષ પહેલા નું સ્વયંભુ પ્રગટ થયેલ છે અને જે ૧5 ફૂટ જેટલું ઊંડું છે અને થાળ માં આ લિંગ નથી ત્યારે આ મંદિર માં ગજનવી ની ચડાઈ દરમિયાન આ મંદિર પર હથિયાર ના ઘા મારેલા છે ત્યારે અચાનક ભમરા ઓ ઉડી સેય્નીકો ને કરડવા લાગતા અહીંથી સેન્ય દુર ભાગી જાય છે જેથી આ મંદિર  અતિ ચમત્કારી છે અને હાલ માં મંદિર ના શિવ લિંગ પર આ ઘા મોજુદ છે અહી સમયાન્તરે મંદિર નો ગ્રામ્ય જનો દ્વારા જીર્નોધાર કોવાયા ના મીઠા ભાઈ આહીર  દ્વારા થયેલો ત્યારે કથીવદર ના આતા ભાઈ વાઘ સહીત હિતેશ વાળા છોટુ.  પ્રશાંત  જોશી સહીત ના હજારો ભક્તો ની આસ્થા અહી કોટેશ્વર  મંદિર સાથે જોવાયેલી છે અને હજારો ની સંખ્યા માં અહી ભક્તો પોતાની મનો કામના પૂર્ણ કરે છે માનતા પૂર્ણ કરે છે અને સંધ્યા સમયે અચૂક લોકો આરતી ના સમયે દીપ્ માળા ને દર્શને ભોલાનાથ ના સાનિધ્ય માં પહોચી જાય છે અને ધન્યતા અનુભવે છે


error: Content is protected !!