Main Menu

September, 2018

 

ઓસમાણ મીર દ્વારા મોગલ માતા પર લખાયેલા નવા ગીતે ઘુમ મચાવી ઓસમાણ મીર અને કીર્તિ દાન પ્રથમ વખત વીડિયો સોંગ માં સાથે આવ્યા . બને મિત્રો ની જોડી એ ધૂમ મચાવી

કેતન બગડા અમરેલી

 

મોગલ માતા પર લખાયેલું નવું ગીત બહુ જ વખણાયું
ઓસમાણ મીરે માન્યો ચાહકોનો આભાર

જ્યારે તમે કંઈક નવું કરો… તો તમને એમાં સફળ ના થાવ ત્યાં સુધી સહેજ ડર રહ્યા કરે.. પણ તમારા દિલમાં અને મનમાં રહેલો વિશ્વાસ તેમજ તમે કરેલી મહેનત તમને સફળતા અપાવે જ. આ શબ્દો છે જાણીતા બોલિવૂડ સિંગર ઓસમાણ મીરના. ઓસમાણ મીર અને કીર્તિદાનની જોડીને એક સાથે એક જ ગીતમાં દર્શાવતું મોગલ માતાનું ભક્તિ ગીત હાલમાં જ રજુ થયું છે. ગીત રજૂ થતાં પહેલા જ ગીત અને ગીતની વાતો ચર્ચામાં હતી. આ ચર્ચાનું કારણ હતું, ઓસમાણ મીરના જ શબ્દો, કમ્પોઝિશન અને ગાયકીનો ત્રિવેણી સંગમ આ ગીતમાં જોવા મળ્યો છે.

મન મંદિરીયે રહેતી મોગલ.. ગીતનું મુખડું સ્વયં જ ઉગ્યુ.. એમ કહી ઓસમાણ મીરે ગીત વિશેની પોતાની યાદ પોતાના શબ્દોમાં જણાવતા કહ્યું કે, ‘‘મારા એક કાર્યક્રમ બાદ, ઘરે પરત આવતી વખતે અચાનક જ મોગલ માતા માટે એક ગીતનું મુખડું મનમાં સ્ફૂર્યુ. આમીરે કહ્યું કે ગીત મોગલ માતાજીના ચરણે નોરતા પહેલા જ ભેટ ધરો.. ને મે એ કર્યુ… જો કે, ગીત લોકોએ હવે વખાણ્યુ છે ત્યારે ઉત્સાહ બેવડાયો છે. ઓસમાણ મીરે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે, “ગાયક તરીકે તો ચાહકોએ કાયમ વખાણ્યો છે પરંતુ મન મંદિરીયે રહેતી મોગલ ગીતમાં તો મુખડું મે લખેલું. સાથે જ ગીત પણ મે જ કમ્પોઝ કર્યુ હતુ. ને ખાસ તો મારા પરમમિત્ર અને જાણીતા ગાયક કીર્તિદાન ગઢવી અને હું પહેલીવાર કોઈ સોંગમાં સાથે આવ્યા છીએ… એટલે આ ગીતને લઈને હું ઘણો જ આશાસ્પદ હતો. એ આશા પર ખરો ઉતરવાનો આનંદ અનેરો હોય છે.”

ઓસમાણ મીરના આ ગીતમાં કીર્તિદાન ગઢવી પણ જોવા અને સાંભળવા મળે છે. મોગલ છેડતા કાળો નાગ સહિત મોગલ માતાની આરાધનાના ગીત કીર્તિદાન ગઢવી પાસેથી સાંભળવા એક લહાવો છે ત્યારે તેમના જ કંઠમાં આ નવુ નક્કોર ગીત હવે ચાહકોને ભક્તિરસમાં તરબોળ કરે છે . આ પ્રકારના કોઈ વીડિયો સોંગમાં ઓસમાણ મીર અને કીર્તિદાન ગઢવી સાથે આવતા હોય તેવી પણ આ પહેલી ઘટના છે. ગાયક કિર્તીદાન ગઢવી પણ આ ગીતને લઈને કહે છે કે, “માતાજીની આરાધના માટે ગવાયેલું આ એક એવું ગીત છે, જે મારા હ્રદયને સ્પર્શ્યુ છે. એમાં પણ આ ગીતનું મુખડું ઓસમાણ મીર દ્વારા રચાયું છે એટલે મારા માટે તો આ ગીત એ દોસ્તી અને ભક્તિનું ગીત છે. આ ગીત ચાહકોને ગમ્યુ તેનો અનહદ રાજીપો છે.

આ ગીતમાં ભક્તિભાવ ભર્યુ અને સૌને હોઠે ચડી જાય તેવું કમ્પોઝિશન છે. તો સરસ મજાનું કમ્પોઝિશન જે સાંભળે તેને યાદ રહી જાય છે. ને હા.. સંગીત એ આ ગીતનું જમાપાસુ છે. ઓસમાણ મીરે મુખડુ લખ્યા બાદ છંદ સાથે આખુ ગીત કવિ ઘનશ્યામે રચ્યુ છે. કુણાલ પરમારે આ ગીતનું મ્યૂઝિક અરેન્જમેન્ટ કર્યુ છે. સોશ્યલ મીડિયા પર લોંચ થવાની સાથે જ ઓસમાણ મીર અને કિર્તીદાન ગઢવીના ગીતને જબ્બર પ્રતિસાદ મળ્યો છે. મન મંદિરીયે રહેતી મોગલ ગીત ઓસમાણ મીરની યુટ્યુબ ચેનલ https://www.youtube.com/osmanmir પર 30 તારીખે સવારે બરાબર 11 વાગ્યે લોંચ થયું. ગીત લોંચ થવાની સાથે જ ચાહકોએ જોરદાર પ્રતિસાદ આપ્યો છે. ઓસમાણ મીરની યુ ટ્યુબ ચેનલ પર આ ગીતના વ્યૂઝ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. પહેલીવાર જ આ બંને ગાયકો કોઈ ગીતમાં જોવા મળ્યા છે, આ ગીતનો પ્રોમો જ્યારથી સોશ્યલ મીડિયામાં લોંચ થયો ત્યારથી જ તેમના ચાહકો ગીતની રાહ જોઈ રહ્યા હતા. ગીત લોંચ થવાની સાથે જ ચાહકોએ ગીત માણ્યું છે.


ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૬૪ સાથે એક ઇસમને પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ

 

ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૬૪ સાથે એક ઇસમને પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ

પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર પ્રરપ્રાંતિય વિદેશી દારૂ અંગેની ચોરી છુપીથી હેરાફેરી કરતાં અને પરપ્રાંતિય વિદેશી દારૂનું વેચાણ કરતાં ઇસમો તેમજ જિલ્લાના પ્રોહીના લીસ્ટેડ બુટલેગર્સ ની પ્રવૃતિ અંગે વોચ રાખવા અને વધુમાં વધુ વિદેશી દારૂના કેસો કરવા સુચના આપેલ હોય જે જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.એ રાજુલા તાલુકાના બાર પટોડી ગામેથી એક ઇસમને ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડેલ છે.

પકડાયેલ આરોપીઃ-
રવિભાઇ મધુભાઇ મરમલ ઉ.વ.૨૪ ધંધો. મજુરી રહે. બાર પટોડી તા.રાજુલા જી.અમરેલી

પકડાયેલ મુદામાલઃ- અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ-૬૪ કિરૂા.૧૯૪૦૦/- નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.

ઉપરોકત આરોપીઓ સદરહું ભારતીય બનાવટનો વિદેશી દારૂ કોની પાસેથી લાવેલ છે. તે બાબતે આગળની વધુ તપાસ રાજુલા પોલીસ ચલાવી રહેલ છે.

આમ, અમરેલી એસ.ઓ.જી. ટીમને અલગ-અલગ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૬૪ ઝડપી પાડવામાં સફળતાં મળેલ છે.*


બાબરા ન.પા.પ્રમુખ ખીમજીભાઈ મારૂ અને ઉપપ્રમુખ વનરાજભાઇ વાળા ની ટમૅ પુરી થતા સ્ટાફ દ્રારા વિદાય અને નવનીયુકત હોદેદાર વનરાજભાઇ અને જગદીશભાઇ નુ સન્માન કરવામા આવ્યુ.

રાજુ બસીયા :બાબરા ન.પા.પ્રમુખ ખીમજીભાઈ મારૂ અને ઉપપ્રમુખ વનરાજભાઇ વાળા ની ટમૅ પુરી થતા સ્ટાફ દ્રારા વિદાય અને નવનીયુકત હોદેદાર વનરાજભાઇ અને જગદીશભાઇ નુ સન્માન કરવામા આવ્યુ…


દલખાણીયા રેંજમા 14 સિહોના થયેલા કમોત મામલે ગુજરાત સરકારના વનમંત્રી ગણપત વસાવાએ ઘટના સ્થળની મુલાકાત લઈ પત્રકારો સાથે વાતચીત કરી

અમરેલીના ગીરપુર્વ વિભાગના દલખાણીયા રેંજમા 14 સિહોના થયેલા કમોત મામલે ગુજરાત સરકારના વનમંત્રી ગણપત વસાવાએ ઘટના સ્થળની મુલાકાત લઈ પત્રકારો સાથે વાતચીત કરી.

ધારીના ગીર પુર્વના દલખાણીયા રેંજમા સિહોના થયેલા મોતની જાત તપાસ કરવા વનમંત્રી ગણપત વસાવા આજે ધારી ખાતે આવી દલખાણીયાના જંગલોમા ફર્યા હતા ત્યારબાદ પત્રકારો સાથે વાતચીતમા માહિતિ આપી હતી કે આ વિસ્તારમા 100 ટીમના 500 કર્મીઓએ 500 સિહોનુ સ્કેનીંગ કર્યુ છે અને ત્રણ હજાર ચોરસ મિટર વિસ્તારમા ફરીને તપાસ કરાઈ છે જેમા સાતથી આઠ બિમાર સિહોને ટ્રીટમેંટ આપવામા આવી છે તેમાથી હાલ ચાર સિહોની સારવાર ચાલી રહી છે. વનકર્મીઓની રાતદિવસની કરેલ મહેનત માટે અભિનન્દન આપ્યા હતા.દલખાણીયાની આ એકજ રેંજ્મા એકી સાથે 14 સિહોના મોત મામલે વસાવાએ લુલો બચાવ કરી રીપોર્ટ ની રાહ જોવાનુ જણાવ્યુ હતુ…

સામાન્ય રીતે પશુઓ અને પક્ષીઓ માટે હેલ્પ લાઈનો કાર્યરત છે ત્યારે વસાવાને સિહો માટેની હેલ્પ લાઈન શરુ કરવા અંગેના જવાબમા તેઓ હજી માસ્ટર પ્લાન બનાવશે તેવો જવાબ આપ્યો હતો ત્યારે એક વાત તો ચોક્કસ છે કે જ્યારે જંગલની કોઇ ઘટના બાબતે પુછવા માટે અધિકારીઓને ફોન કરવામા આવે છે ત્યારે તેઓના ફોન બન્ધ જ આવતા હોવાથે વનવિભાગ કાઇક છુપાવતા હોવાની આશંકાઓ જાય છે.

જે નાના વનકર્મીઓ જંગલમા રાત દિવસ મહેનત કરે છે તેઓના અટકેલા પગાર બાબતે વનમંત્રીએ માહિતિ નથી એવો જવાબ આપી ચાલતી પકડી હતી. જોકે અમરેલી જિલ્લાના જે વિસ્તારોમા સિહોનો વસવાટ છે ત્યાના કેટલાક વનપ્રેમીઓ અને ભાજપના કાર્યકરોની એક ખાનગી બેઠકને સંબોધી હતી જેમા વનવિભાગના મુખ્ય અધિકારીઓ તેમજ જિલ્લા ભાજપના પ્રમુખ હીરેન હીરપરાએ ખાસ હાજરી આપીહતી અને લોકોની સાથેની ચર્ચામા સિહ બચાવ ના અભિપ્રાયો જાણ્યા હતા.

ધોડા છુટીગયા પછી તબેલાને તાળા મારવા નિકળેલા વન વિભાગ જો લોકો સાથે તાલમેલ અને ભાઈચારો રાખશે તો ચોક્કસ પરીણામ મળશે ….


ખાંભા – ચલાલા રોડ નું ખાતમુહૂર્ત કરવા માં આવ્યું

દશરથસિંહ રાઠોડ :ખાંભા – ચલાલા રોડ નું ખાતમુહૂર્ત કરવા માં આવ્યું

છેલ્લા ઘણા સમય થી ખાંભા – ચલાલા રોડ બિસ્માર હાલત માં હોય અને રાહદારી ઓ અને લોકો આ રોડ થી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે આજે રોજ આનંદ સોસાયટી પાસે થી ખાંભા – ચલાલા રોડ નું ખાતમુહર્ટ કરવા માં આવ્યું હતું જેમાં વી વી વાઘસિયા , આનંદ ભટ્ટ , અંબરીશ જોશી ( સરપંચ ) નીતિનભાઈ જાની , જગદીશભાઈ ગોસ્વામી , અરવિંદ ચાવડા , વીપુલભાઈ શેલડીયા , કાળુભાઇ ફિનદોરીયા , દિલાભાઈ લાખાણી સહિત ભાજપ કાર્યકરો હજાર રહી કાર્યક્રમ સફર બનાવેલ હતો


  એસ. એન. ન્યૂઝ મોર્નિંગ….. અપડેટ

                       ⛔ એસ. એન. ન્યૂઝ મોર્નિંગ અપડેટ ⛔

🔴 અમરેલી જીલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા જીલ્લા ભાજપ દ્વારા કરાઈ માંગ – ઓછા વરસાદના કારણે ઘાસચારો,પાણી અનેરોજગારીની સ્થિતી વણસે તે પહેલા જરૂરી પગલા લેવા પ્રમુખ હિરપરાએ મુખ્યમંઞીને રૂબરૂ મળી રજુઆત કરી
➡ અમરેલી જીલ્લા કેમિસ્ટ એસોસિએશને મેડીકલ સ્ટોર ભારત બંધના એલાનને મળ્યુ જબરૂ સમથૅન – જીલ્લાના તમામ તાલુકાઓમા નક્કી કરાયેલ મેડીકલ સિવાય તમામ મેડીકલ સ્ટોર બંધ રહ્યા
🔴 અમરેલી ક્રાઈમ બ્રાંચ ટીમને મળી વધુ એક સફળતા – જીલ્લામા અલગ અલગ સ્થળે 5 મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલ્યો – મુદ્દામાલ સાથે તસ્કરની ધરપકડ કરી
➡ લગ્નના નામે છેતરાયો લાઠીનો વધુ એક યુવાન. – લગ્નના 15 દિવસમા જ ગોંડલની યુવતી રોકડ રકમ, ટીવી સહિત ઘર સામાન લઈ થઈ ગઈ રફુચક્કર- પોલીસ ફરીયાદ નોંધાઈ
🔴 સિંહોએ ફરી કયુૅ નાઈટ વૉલ્કીંગ – ખાંભાના મોટા બારમણ ગામમા વાછરડીનુ મારણ કરતા ગ્રામજનોમા ફફડાટી
➡ સા.કુંડલા/ લિલીયાના ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાતે ના.મુખ્યમંઞીને તાલુકાના વિવીધ બિસ્માર માગોૅની મરામત કરવા માંગણી કરી
🔴 સોશ્યલ મિડીયામા ખોટા મેસેજો કે બનાવટી વિડીયો ક્લિપ વાયરલ કરનાર સામે કડક પગલા લેવા પોલીસ સજ્જ – બે વગૅ વચ્ચે વૈમનસ્ય,હિંસા થાય તેવા કૂત્ય સામે પોલીસ દ્વારા કરાશે કાયૅવાહી – રાજ્ય પોલીસ વડાએ આપી સુચના
➡ જીલ્લામા ” શહિદ ભગતસિંહ જન્મદિન” ઉજવણી કરાઈ – શહિદ ભગતસિંહની પ્રતિમાને ફુલહાર અપૅણ કરી ઉજવાઈ જ્યંતિ
🔴 રાજુલાના ધારેશ્વર ગામની પરિણીતા ગુમ થયાની પોલીસ ફરીયાદ – પોલીસે ગંભીરતાથી તપાસનો ધમધમાટ શરૂ કયોૅ
➡ બાબરા પાલિકા પ્રમુખ/ ઉપપ્રમુખની ચુંટણી યોજાઈ – પ્રમુખ પદે વનરાજભાઈ વાળા,ઉપપ્રમુખ પદે જગદિશભાઈ કાથરોટીયા બિનહરીફ ચુંટાયા
➡ અમરેલી પેરોલ ફલોૅ સ્ક્વૉડે પેરોલ રજા પરથી ફરાર આરોપીને ઝબ્બે કરી બગસરા પોલીસને સોંપાયો
🔴 અમરેલીમા વડી સિંચાઈ યોજનાનુ પાણી પીવા માટે અનામત રાખવા જીલ્લા કલેક્ટરશ્રીને આવેદન પાઠવી રજુઆત કરાઈ
➡ દામનનગર ખાતે કુપોષણ મુક્ત ભારત અભિયાન અંતગૅત કાયૅક્રમ યોજાયો
➡ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે અપમાન જનક ટિપ્પણી કરનાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરૂદ્ધ ભાજપ દ્વારા અમરેલીમા આજે ઉગ્ર દેખાવ- સરદાર પટેલ પ્રેમીઓને ઉપસ્થિત રહેવા ભાજપ દ્વારા હાંકલ કરાઈ
🔴 સા.કુંડલા રૂરલ પોલીસ દ્વારા સઘન નાઈટ પેટ્રોલીંગ – ગ્રામ્ય વિસ્તારોમા કોઈ ઘટના ઘટે તે પહેલા સા.કુંડલા રૂરલ પોલીસ દ્વારા આગોતરા પગલા લેવાતા પ્રેરણાદાયી કામગીરી


મોટા બારમણ ગામમાં વનરાજાઓ નું દરરોજ થતું રાત્રી પેટ્રોલિંગ – વાછડી નું મારણ , સહિત છેલ્લા એક માસ માં 6 ગાય નો શિકાર , ખાંભા માં એક બળદ નું મરણ..

દશરથસિંહ રાઠોડ:મોટા બારમણ ગામમાં વનરાજાઓ નું દરરોજ થતું રાત્રી પેટ્રોલિંગ – વાછડી નું મારણ , સહિત છેલ્લા એક માસ માં 6 ગાય નો શિકાર , ખાંભા માં એક બળદ નું મરણ..

ખાંભા નું મોટા બારમણ ગામ સિંહો નું કાયમી નિવાસસ્થાન બનીગયું છે, અહીં આવેલા પર્વતો અને ઘટાદાર વૃક્ષઓ તેમજ રાયડી ડેમ સિંહો ને કાયમી વસવાટ માટે અનુકૂળતાઓ બક્ષી રહયા છે, મોટા બારમણ તેમજ આસપાસ ના ગામોમાં 3-4 દિવસે વનરાજાઓ ગામમાં ચક્કર લગાવે છે, અને મોટા બારમણ ગામની મધ્યમાં જ 6 ગાયોનું એક માસ માં મારણ કરવાનો આ 3 જો અને વર્ષ માં દસ કરતા ઉપરાંત મો બનાવ હશે, સિંહો નું ગામ માં રાત્રી પેટ્રોલિંગ હવે ગામ લોકો માટે સામાન્ય બનીગયું છે, ત્યારે ખાંભા માં પણ ભૂતવડલી વિસ્તાર માં સિંહો દ્વારા એક બળદ નું મારણ કર્યું હતું અને વન વિભાગ ના ફોરેસ્ટ સીડા સ્થળ તપાસ કરી હતી

તાજેતરમાં જ બૃહદગીર માં આપણા દેશની શાન સમાં વનરાજાઓ ના ભેદીમોત ના સિલસીલાએ પ્રકૃતિપ્રેમીઓ માં ખુબજ ચિંતાનું વાતાવરણ ઉભુકર્યું છે, ત્યારે ગીરની સીમાઓ ઉપરના આ ખાંભા તાલુકાના ગામડાઓમાં સિંહ પરિવારો ખુબજ તંદુરસ્ત અને વૃદ્ધિમાં જોવા મળી રહયા છે,

આપણા ગીરના સાવજો સદાય સલામત રહે અને તેમનો વંશખુબજ વૃધ્ધિપામે તે માટે મોટા બારમણ શ્રી શિવ શામળિયા શૈક્ષણિક સંકુલ ના બાલકો દ્વારા મહાદેવ ને પ્રાર્થના કરવામાં આવી.


નાટય કક્ષા એ કુંડલા નું હિર સુરતખાતે જળકયું રાજ ગ્રુપ ઓફ થિયેટર અને પરફોમિંગ આર્ટ દ્વારા બાલ ભગવાન નાટક નું સુંદર મંચન આ નાટય પ્રદર્શન માં પ્રથમ સ્ટેજ પર્ફોમિંગ કરી રહેલા નાનકડા શોર્ય એ લોકો ને જકડી રાખ્યા . કલા વિર્દો ને શોર્ય બાલધા નો અભિનય પસંદ પડતા અભિનંદન પાઠવાયા

 

અમરેલી
નાટય કક્ષા એ કુંડલા નું હિર સુરતખાતે જળકયું
રાજ ગ્રુપ ઓફ થિયેટર અને પરફોમિંગ આર્ટ દ્વારા બાલ ભગવાન નાટક નું સુંદર મંચન

ભગવાન અને ધર્મ ને વહેંચી દલાલો ની વાત બાલ ભગવાન નાટય દર્શકો ને મંત્ર મુગ્ધ કરી દીધા .
આ નાટય પ્રદર્શન માં પ્રથમ સ્ટેજ પર્ફોમિંગ કરી રહેલા નાનકડા શોર્ય એ લોકો ને જકડી રાખ્યા . કલા વિર્દો ને શોર્ય બાલધા નો અભિનય પસંદ પડતા અભિનંદન પાઠવાયા

ગિત સંગીત અને કલા એ કુંડલા વાસી ઓ ને લોહી માં મળેલી હોય તેમ પહેલીવાર હજારો લોકો સામે નાટય માં ઝઝુમી તેમાં પાર પાડી જવું તે કુંડલા ના પાણી ની તાસીર છે અને તે હાલ જળકી છે છેક સુરત માં . સુરત ખાતે રાજ ગ્રુપ ઓફ થિયેટર અને પર્ફોમિંગ આર્ટ દ્વારા નાટય સ્પર્ધાના બીજે દિવસે ધર્મ અને ભગવાન ને વેચી મારવા નું ભવ્ય નાટક ભજવાયું હતું જેમાં સાવરકુંડલા ના પીઠવડી ના વતની અને સુરત સ્થિત શોર્ય બાલધા દ્વારા તેમાં પ્રથમ ભાગ લેવામાં આવ્યો અને અને તેમાં શોર્ય નો અભિનય કાબિલે તારીફ હોય તેમનું પ્રથમ સ્ટેજ પર્ફોમિંગ જોવા વાળા માટે
આકર્ષણ નું કેન્દ્ર હતું . જેથી કલા વિર્દો દ્વારા શોર્ય ના પર્ફોમન્સ ને વખાણી તેમને અભિનંદન પાઠવાયા હતા . નાટય માં ખૂબ અઘરો વિષય હતો અને સંવાદો પણ જટિલ હતા છતાં તેમને કંઠસ્થ કરતા શોર્ય ની નાટય જોઈ રહેલા લોકો એ ભારો પ્રશંસા કરી હતી


વડિયા ખાતે યોજાયો ત્રિવિધ કેમ્પ

વડિયા ખાતે યોજાયો ત્રિવિધ કેમ્પ

વડિયા ચેમ્બર ઓફ કોમર્સ આયોજિત આ કેમ્પ માં આંખ ના તમામ ઈલાજ સુદર્શન હોસ્પિટલ દ્વારા તેમજ રાજકોટ ના પ્રખ્યાત ડોકટર ભાર્ગવ પંડ્યા ઓર્થોપેન્ડિક સર્જન તેમજ ડેન્ટિસ્ટ એકતા બી પંડ્યા ના સહયોગ થી અને તે પણ 50 ટકા માં જે કોઈ દર્દી હોઈ તેને ઓપરેશન કરી આપશે એવા ઉદેશ્ય સાથે તપાસ કરી હતી

સાથે સાથે કુંકાવાવ થી માઅમૃતમ કાર્ડ રીન્યુ અને નવા ગરીબ પરિવારો ને જે લોકો ને નવા બનાવવા ના હોઈ તે લોકો માટે નો પણ કેમ્પ રાખવામાં આવેલો

આ સમગ્ર કેમ્પ નું udhghatan વડિયા માજી ધરા સભ્ય શ્રી બાવકુભાઈ ઉંઘડે કર્યું હતું

આ સમગ્ર કેમ્પ માં વડિયા પંચાયત ટિમ તેમજ વડિયા ચેમ્બર ઓફ કોમર્શ ની ટિમ ની મહેનત થી સફળ થયો હતો

ન્યુઝ રાજુ કારિયા વડિયા જી અમરેલી


ડુંગર નાં વાડી વિસ્તાર માંથી લાશ મળી. લાશ નો ભેદ ઉકેલાયો

આજ રોજ તા.26-09-2018 રાજુલા તાલુકાના ડુંગર ગામમાં
રહેતાં ભરવાડ સમાજનાં ભોળાભાઇ અરજણભાઇ ગોહિલ નું તેની જ પત્નીએ અને તેમના પ્રેમીએ ખેલ્યો ખુની ખેલ.આ બનાવની પ્રાપ્ત હકીકત એવી છે કે રાજુલા તાલુકાના ડુંગર ગામે રહેતાં જગાભાઈ અરજણભાઈ ગોહિલ ના જણાવ્યા મુજબ તેમના ભાઈ ભોળાભાઇ અરજણભાઇ ગોહિલ આજથી 6 વષૅ પહેલા ડુંગર ગામના જ રહેવાસી કાજલબેન નરોતમભાઈ કોળી સાથે પ્રેમ લગ્ન કરેલ હાલમાં તેમને 4 વષૅ ના કાન્હા નામનો દિકરો છે ભોળાભાઇ અને કાજલબેન રાજુલાના રીંગણીયાળા ગામે ખેડૂત ધમેઁશભાઇ ભીમાભાઈ ડાવરા ની વાડી માં રહીને ભાગ્યા તરીકે ખેત મજુરી કરે છે તા.24-09-2018 ના રોજ કાજલબેન અને ભોળાભાઇ ના મિત્ર નાગજીભાઈ મંગાભાઇ મેવાડા (ભરવાડ) અને ભોળાભાઇ ના પુત્ર કાન્હા ને ડુંગર ભોળાભાઇ ના મમ્મી ને ત્યા મુકવા આવેલ અને કાજલબેને કહયું કે કાન્હા ને ઘરે રાખો અમારે હટાણુ કરવા જાવું છે તેમ કહીને કાજલબેન અને નાગજીભાઈ નિકળી ગ્યાં. આખો દિવસ વિતવા છતાંય કાજલબેન કાન્હા લેવા ન આવતા અને કાંઈક અજુગતું લાગતા માજીએ તેમનાં મોટા પુત્ર જગાભાઈને જાણ કરેલ. જગાભાઈ તેમજ તેમના ભાઈઓ અને તેમના પિત્રાઈ ભાઈઓ દ્વારા રીંગણીયાળા ગામે જઈ ખેડૂત ધમેઁશભાઇ ભીમાભાઈ ની વાડી એ જઈ તપાસ કરતા ભોળાભાઇ કે તેમના પત્ની કાજલબેન કે તેમનો મિત્ર નાગજીભાઈ ત્યાં મળેલ નહીં આ બાબત ની ડુંગર પોલીસ સ્ટેશન માં પોતાના ભાઈ,ભાભી ગુમ થયેલ હોવાની ફરિયાદ નોંધેલ.ત્યાર બાદ જગાભાઈ તેમજ તેમના ભાઈઓ દ્વારા રીંગણીયાળા ગામે ધમેઁશભાઇ ની વાડી ની આજુબાજુના વિસ્તારમાં પુછપરછ અને શોધખોળ કરતા ધમેઁશભાઇ ના શેઢા પાડોશી વિનુભાઈ લાભુભાઈ માંડણકાના ખેતરમાં તપાસ કરતા તાજુ ખોદકામ કરેલું હોય તે બાબતે જગાભાઈને શંકા જતા તે જગ્યા ઉપર માટી હટાવતાં ભોળાભાઇ નો મૃતદેહ મળી આવેલ આ બાબતે જગાભાઈ દ્વારા કાજલબેન અને નાગજીભાઈ આરોપી હોય તે બાબતે ફરિયાદ કરેલ. ડુંગર પોલીસ સ્ટેશનનાં જાંબાઝ ઈનચાજૅ વિ.એલ.પરમાર સાહેબ દ્વારા ઘડીના છઠ્ઠા ભાગમાં આરોપી ને ઉના વિસ્તારમાંથી પકડીને ધોરણસરની કાયઁવાહી કરેલ.

રિપોટઁ..
આતાભાઈ વી વાઘ
વિકટર.રાજુલા


error: Content is protected !!