Main Menu

Wednesday, August 22nd, 2018

 

બગસરાના માંડલીયા પરિવાર દ્વારા તેમના પુત્રની જન્મદિવસની અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં તેમના દ્વારા બગસરાના ગરીબ બાળકોને ભોજન કરાવી સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી અદા કરી લોકોને વર્ણાત્મક સંદેશ આપ્યો હતો.

કાળુ રૂપરેલીયા બગસરા દ્વારા
બગસરા તા.
બગસરાના માંડલીયા પરિવાર દ્વારા તેમના પુત્રની જન્મદિવસની અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં તેમના દ્વારા બગસરાના ગરીબ બાળકોને ભોજન કરાવી સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી અદા કરી લોકોને વર્ણાત્મક સંદેશ આપ્યો હતો.
     વ્યક્તિ  પોતાની  પ્રતિષ્ઠા  કે  સંપતિથી  મહાન  બની શકતો નથી  પરંતુ  ઉત્તમ વિચારોથી  સમાજ માટે  આદરણીય  બની રહેછે.  આ વાતને  સાર્થક કરતો  બનાવ  બગસરામાં  બન્યો છે .બગસરાના થાણા રોડ પર કરિયાણાની દુકાન ધરાવતા ચંદુભાઈ ભોવાનભાઇ માંડલિયા દ્વારા તેમના પૌત્ર દક્ષ નિલેશભાઈ માંડલીયા ના જન્મદિવસની ઉજવણી કરવા સાથે સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી પણ આવા સમયે નિભાવવી જોઈએ ના વિચાર સાથે બાળ કેળવણી મંદિર બગસરા, શીશુકુંજ  પ્રાથમિક શાળા , તથા બાળ સંસ્કાર કેન્દ્ર  હોસ્ટેલ ખાતે રહેતા ગરીબ પરિવારના સરાણિયા, લુવારીયા, તથા દેવીપુજક પરિવારના ૪૦૦ થી પણ વધુ બાળકોને મનગમતું ભોજન કરાવી માંડલીયા  પરિવાર દ્વારા અન્ય લોકો માટે પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું છે. માંડલીયા પરિવારના આ પ્રેરણાત્મક વિચારને પરિપૂર્ણ કરવામાં અનેક લોકોનો સહકાર પડ્યો હતો જેનો માંડલીયા પરિવાર દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.

રાજુલા તાલુકાના વિક્ટર ગામે જ્ઞાતિ ની વાડી માં ચાલતી માઘ્યમિક હાઈ સ્કૂલ

રમશે ગુજરાત, ભણશે ગુજરાત સરકારના શિક્ષણના સ્લોગનો છે પણ શિક્ષણ ની વરવી વાસ્તવિકતા આખી અલગ જ છે અમરેલી જીલ્લાના દરિયા કાંઠા વિસ્તારના રાજુલા તાલુકા ના વિક્ટર માં માધ્યમિક શાળા જ ન હતી જેથી ગ્રામ્ય જનો દ્વારા સરકાર માં સીધી માંગ કરી હતી કે સરકારી માધ્યમિક શાળા ગામ ના બાળકો માટે સરકાર સીધી મંજુર કરે તેથી ગ્રામ્ય જનો ની માંગ સરકાર ના શિક્ષણ વિભાગ દ્વારા સ્વીકારી અને સરકાર દ્વારા અહી ધોરણ ૯ અને ૧૦ ની માધ્યમિક શાળા જીલ્લા શિક્ષણાધીકારી ની સીધી દેખરેખ નીચે ફાળવી દીધી અને સરકાર શ્રી દ્વારા અહી ત્રણ શિક્ષકો પણ ફાળવી અપાયા પરંતુ સરકાર ની સીધી મંજુરી થી આ માધ્યમિક શાળા નવી મળી હોવાથી અહી કોઈ બિલ્ડીંગ ન હતું જેથી સરકાર દ્વારા અહી વિકટર ની પ્રાથમિક શાળા ના એક ઓરડો ફાળવી માધ્યમિક શાળા શરુ કરી દીધી અને ૭૦ થી વધુ વિદ્યાર્થી ઓ પણ આસપાસ ના ૧૦ ગામો ના અહી ભણવા દાખલ પણ થઇ ગયા ત્યારે ધોરણ નવ અને દસ ના વિદ્યાર્થી ઓ અહી એક જ પ્રાથમિક શાળા ના ઓરડામાં બેસતા જે હાલ વરસાદી સમય માં આ ઓરડા માં ખુબ પાણી પડતું હોવાથી હવે આ વિદ્યાર્થી ઓ નું શિક્ષણ ન બગડે તે હેતુ થી હાલ આ અહીના તમામ વિદ્યાર્થી ઓ કોળી જ્ઞાતિ ની વાડી માં અભ્યાસ કરી રહ્યા છે . વિદ્યાર્થીઓ શાળાની જગ્યાએ ગણાતી સમાજની વાડી માં અભ્યાસ કરવા મજબૂર છે ત્યારે શું છે શિક્ષણના સચાઈ જોઈએ…..
આ છે અમરેલી જિલાના રાજુલાનું વિકટર ગામ… વિકટર ગામની વસ્તી છે ૪ હજાર ની… પ્રાથમિક શાળા છે પણ વિકટર ગામમાં માધ્યમિક શાળા જ નથી….ત્યારે સરકાર દ્વારા સીધી મંજુરી માધ્યમિક શાળાની આપી અહી પ્રાથમિક શાળા માં એક ઓરડો ફાળવી દેતા ૭૦ થી વધુ વિધાય્રથી ઓ ધોરણ નવ અને દસ ના અહી અભ્યાસ કરતા પરંતુ વરસાદ ના કરને અહી ખુબ પાણી પડવાથી હાલ આ ધોરણ 9 અને ધોરણ 10 ના 70 વિદ્યાર્થીઓ કોળી જ્ઞાતિ ની વાડી માં અભ્યાસ કરવા બજ્બુર છે અહી નથી તો લાઈબ્રેરી કે નથી લેબ કે નથી કોમ્પ્યૂટર કે નથી રમત ગમત ના સાધનો કે નથી મેદાન અહી બાળકો જ્ઞાતિ સમાજની આ વાડીમાં એક ઓરડામાં બેસી નવ દસ ના વિદ્યાર્થી અભ્યાસ ત્રણ સરકારી શિક્ષક કરાવી રહ્યા છે અહી ક્યારે લગ્ન પ્રસંગ હોવાથી બાળકો ને લગ્ન ગીતો અને ધબાધબી શોર બકોર નો સામનો કરવો પડી રહ્યો છે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જયારે શિક્ષકો પણ માધ્યમિક શાળા ન હોવાથી ફરજીયાત શિક્ષણ કાર્ય અ જ્ઞાતિ વાડી માં અભ્યાસ કરાવી રહ્યા છે જયારે વિકટર સહીત આજુબાજુના 8 ગામડાના માધ્યમિક ધોરણ 9 અને 10 ના ભણતા વિધાર્થીઓ પોતાની શાળા બને તેવી અભિલાષાઓ સેવી રહ્યા છે
એવું નથી કે આ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અત્યાર સુધી વિકટર ની આ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા પણ ચોમાસું હોય અને પ્રાથમિક શાળામાં ઓરડાઓ ન હોવાથી ફરજીયાત કોળી જ્ઞાતિ સમાજની વાડી માં અભ્યાસ કરવા મજબુર છે અને વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યા છે કે પોતાની હાઇસ્કુલ હોય ત્યારે માધ્યમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય એ જણાવ્યું હતું કે…
અહીંના ઉપસરપંચ દ્રારા પણ અવાર નવાર રજુઆત કરવામાં આવી છે પરંતુ આજદિન સુધી આ બાબતે કોઈ સનતોષકાર જવાબ તેમને મળ્યો નથી.અહીં બિલ્ડીંગ સ્કૂલ માટે નથી.હાઈસ્કૂલની મંજૂરી મળી ગઈ છે.આ માટે જગ્યા પણ ફાળવી દીધી છે.
શિક્ષણ ની વાસ્તવિકતા આચાર્યના જણાવ્યા મુજબ માધ્યમિક શાળા જ નથી શાળા બનાવવા માટે મંજુરી માંગી હોવાનો એકરાર કરી રહ્યા છે અને ધોરણ – 9 અને 10 ના 70 વિદ્યાર્થીઓ હાલમાં શાળાના અભાવે જ્ઞાતિ સમાજની વાડીમાં અભ્યાસ કરે છે ત્યારે અમરેલી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસે જ માધ્યમિક શિક્ષણાધિકારી નો ચાર્જ હોય ત્યારે રાજુલાની વિકટર ની વાસ્તવિકતા નો સ્વીકાર કરતા જણાવ્યું હતું કે….
વિકટરની પ્રાથમિક શાળા પણ જર્જરિત હોવાને કારણે માધ્યમિક શાળા ને જ્ઞાતિ સમાજની વાડીમાં ટ્રાન્સફર કરી હોવાનો સ્વીકાર ખુદ જીલ્લાના શિક્ષણ સમાહર્તા કરી રહ્યા છે આજદિન સુધી પ્રાથમિક શાળામાંજ બેસીને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા ત્યાં સુધી નવી માધ્યમિક શાળાની મંજુરી માંગી ન હતી પણ હવે કલેક્ટર માં દરખાસ્ત કરી છે અને મંજુરી બાદ નવી શાળા બનાવવાની કાર્યવાહી હાથ ધરવાની વાતો કરાઈ રહી છે વરવી વાસ્તવિકતા છે કે સરકારે તુરંત માધ્યમિક શાળા આપી શિક્ષકો તુરંત ફાળવ્યા પરંતુ બિલ્ડીંગ જ ન ફાળવતા ધોરણ દસ ના અને નવ ના વિદ્યાર્થી ઓ ને ક્યારેક પ્રાથમિક શાળા ના ઓરડા માં તો વરસાદ દરમિયાન કોળી જ્ઞાતિ ની વાડી માં બેસી અભ્યાસ કરવો પડી રહ્યો છે તે વરવી વાસ્તવિકતા છે


રાજુલા તાલુકા ના ગામડા ઓ ની સ્થિતિ સાવ જુદી છે અહી પીપાવાવ પોર્ટ જેના નામ થી છે તે પીપાવાવ ગામ ના આંગણવાડી ના બાળકો બિલ્ડીંગ ન હોવાના કારણે સરપંચ ના ઘરે પાયા નું જ્ઞાન મેળવી રહ્યા છે

અમરેલી જીલ્લા ની ઉદ્યોગિક નગરી અને વિકાસ નું હબ રાજુલા છે અહી જગ વિખ્યાત પીપાવાવ પોર્ટ તેમજ અનેક કંપની ઓ આવેલી છે અહી પોર્ટ પર થી આયાત નિકાસ ની પર્ક્રિયા ચાલુ છે અને દેશ ને રાજ્ય ને જીલ્લા ને આર્થિક ફાયદો મળી રહ્યો છે ત્યારે અહી આ વિકસિત રાજુલા તાલુકા ના ગામડા ઓ ની સ્થિતિ સાવ જુદી છે અહી પીપાવાવ પોર્ટ જેના નામ થી છે તે પીપાવાવ ગામ ના આંગણવાડી ના બાળકો બિલ્ડીંગ ન હોવાના કારણે સરપંચ ના ઘરે પાયા નું જ્ઞાન મેળવી રહ્યા છે કારણ આંગણવાડી માંથી જ બાળકો ને પાયાનું જ્ઞાન પ્રાપ્ય થાય છે ત્યારે અહી કોઈ ગામ માં આંગણવાડીનું બિલ્ડીંગ જ ન હોવાથી અહી બાળકો ભેંસો વચે સરપંચ ના ઘરે બેસી રહ્યા છે અહીના સરપંચ હંસા બેન ગુજરિયા દ્વારા પોતાના ઘરે જ વેય્ક્લ્પીક વ્યવસ્થા કરી છે પરંતુ ઘર એ ઘર હોય છે ત્યારે સરપંચ નું કાર્ય બાળકો ને સાચવાનું સરાહનીય છે પરંતુ અહી ગામડા ઓ માં દરેક ને ઘરે માલઢોર ગાય ભેંસો હોય છે ત્યારે અહી બાળકો ભેંસો પાસે બેસી પોતાનું કાર્ય કરી રહ્યા છે તે વાસ્તવિકતા છે

અહી ગ્રામ્ય જનો સતત ની ૨૦ વર્ષ થી સતત રજૂઆત છે કે અમારા ગામ માં પણ આંગણવાડી નું મકાન હોય જેમાં બાળકો બેસી શકે અભ્યાસ સમજી શકે નાસ્તો કરીશકે પરંતુ ૨૦ વર્ષ થી આ સરકાર શ્રી ના અધિકારી ઓ ને અહી આંગણવાડી બનાવાનું ધ્યાન માં જ નથી આવતું અહી એક તરફ પીપાવાવ પોર્ટ આયાત નિકાસ અને વિકાસ થી ધમ ધમી રહ્યું છે ત્યારે તે પીપાવાવ ગામ ની હાલત જ શૂન્ય છે અને અહી નાના નાના બાળકો ને આંગણવાડી નું બિલ્ડીંગ ન હોવાથી ૨૦ વર્ષ થી સરપંચ ના ઘરે ભેંસો ની વચ્ચે બેસવું પડે છે

અહી સરકાર ના તેડાગર પરિચારિકા શિક્ષક અહી ઉપલબ્ધ છે પરંતુ મુખ્ય વાત જોઈ એ તોઅહી આંગણવાડી નું બિલ્ડીંગ જ નથી જેથી આંગણવાડી મંજુર થયેથીઆજ દિન સુધી બાળકો સરપંચ ના ઘરે એક ઓરડા માં બેસે છે અહી સરપંચ ના ઘરે ગાયો ભેંસ છે અને તેની આસપાસ માં બાળકો અભ્યાસ અર્થ બેસે છે ત્યારે અનેકો રજૂઆત હોવા છતાં તંત્ર દ્વારા અહી કોઈ આંગણવાડી નું બિલ્ડીંગ ઉપલબ્ધ નથી તે વાસ્તવિકતા છે જેથી સરપંચ શ્રી એ નવા બિલ્ડીંગ અંગે અનેકો રજૂઆત પણ કરી છે ત્યારે તાલુકા વિકાસ અધિકારી એન પી ત્રિવેદી જણાવે છે કે ટુક સમય માં બિલ્ડીંગ બની જશે પરંતુ અત્યારે નરી વાસ્તવિકતા છે કે બાળકો પાયા નું જ્ઞાન ભેંસો વચ્ચે બેસી ને લઇ રહ્યા


error: Content is protected !!