Main Menu

Tuesday, August 21st, 2018

 

ખાંભા ના વાંકીયા (ભાડ) ગામે એસટી બસ અને ટાટા 407 નો ગમખ્વાર અકસ્માત .એક નું મોત…

દશરથ સિંહ રાઠોઢ

ખાંભા ના વાંકીયા (ભાડ) ગામે એસટી બસ અને ટાટા 407 નો ગમખ્વાર અકસ્માત .એક નું મોત…
પ્રાપ્ત વિગત અનુસાર આજે ખાંભા નિજીક વાંકીયા ગામ પાસે રાજકોટ – ઉના રૂટ ની બસ અને 407 ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ખાંભા ના ટેમ્પા ચાલક ભુપતભાઇ ભીખાભાઇ રોજાસરા ઘટના સ્થળે જ મોત નીપજ્યું ત્યારે અન્ય આઠ થી નવ મુસાફરો ને નાની મોટી ઇજા થઇ હતી

વધુ વાંચો


બાબરામાં ભગવાન સ્વામિનારાયણ ના  મંદિરનું ભવ્ય નિર્માણ કરાશે ગુરુવારે પ.પૂ.સદ.શ્રી ભક્તિસંભવદાસજી સહિત ભૂમિદાતાના વરદ હસ્તે આગામી ગુરુવારના રોજ ભૂમિ પૂજન કરાશે 

બાબરામાં ભગવાન સ્વામિનારાયણ ના  મંદિરનું ભવ્ય નિર્માણ કરાશે ગુરુવારે પ.પૂ.સદ.શ્રી ભક્તિસંભવદાસજી સહિત ભૂમિદાતાના વરદ હસ્તે આગામી ગુરુવારના રોજ ભૂમિ પૂજન કરાશે

—————————————————————–
  બાબરામાં આગામી ગુરૂવારના રોજ ભગવાન સ્વામિનારાયણ મંદિર સંસ્કાર ધામનું ભવ્ય નિર્માણ કરવામાં આવશે અહીં રામનગર વિસ્તાર પાછળ ભવ્ય ભગવાન સ્વામિનારાયણ મંદિર સંસ્કાર ધામ નું નિર્માણ કરવામા આવશે જેના ભાગ રૂપે આગામી ગુરુવાર ના રોજ સવારે નવ કલાકે મહંત શ્રી ભક્તિસંભવદાસજી સ્વામી સહિત ભૂમિના દાતા ના વરદ હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવશે
  બાબરા ખાતે ભગવાન સ્વામિનારાયણ સંસ્કાર ધામ નિર્માણ પ્રસંગે પંચામૃત કાર્યક્રમો યોજાશે જેમાં રક્તદાન કેમ્પ, સતસંગ સભા,ધૂન કીર્તન,અને મહાપ્રસાદ સહિત ના કાર્યકમો યોજાશે ગુરુવારે સવારે નવ કલાકે પૂજ્ય સ્વામીજી તેમજ ભૂમિના દાતા ગોપાલભાઈ નાગજીભાઈ બારૈયા,સ્વ અકબરલી ગાંગાણી,અને દાદભાઈ કાથડભાઈ હુદડ ના વરદ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવશે
બાબરા ખાતે આયોજિત ભગવાન સ્વામિનારાયણ મંદિર ના નિર્માણ પ્રસંગે સંતો મહંતો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે

અમરેલી નાં એસપી નું વધુ એક સરાહનીય પગલું બુટલેગરો માં ફફડાટ . કયારેય ન થઈ હોય તેવી પ્રશંસનીય કામગીરી થી લોકો માં ખુશી વધુ બે નામચીન બુટલેગરો નાં જમીન નાં મંજુર થતા જેલ હવાલે

પ્રેસ નોટ- તા.૨૧-૦૮-૨૦૧૮

*પ્રોહી બુટલેગર જાલીમ ભગુ બારૈયા, રહે.કડીયાળી તથા દારૂના મોટા ધંધાર્થી જયરાજ બિચ્‍છુ વાળા, રહે.રાજુલા વાળાની જામીન અરજી નામંજુર*

*પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓની* સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા જાફરાબાદ મરીન પો.સ્‍ટે.ના પ્રોહી ગુ.ર.નં. ૪૯/૨૦૧૭, પ્રોહિ કલમ ૬૬ બી, ૬૫ એ, ઇ, ૧૧૬ બી વિ. મુજબના ગુન્‍હાના કામે વિદેશી દારૂના જથ્થાના સપ્‍લાયર આરોપીઓ (૧) જાલીમ ભગુ બારૈયા, રહે.કડીયાળી, તા.રાજુલા તથા (ર) જયરાજ બિચ્‍છુ વાળા, રહે.રાજુલા વાળાઓને તા.૦૨/૦૮/૨૦૧૮ ના રોજ પકડી પાડી જાફરાબાદ મરીન પો.સ્‍ટે.ના ગુન્‍હામાં અટક કરવામાં આવેલ અને નામ.કોર્ટમાં રજુ કરવામાં આવતાં નામ.કોર્ટ તરફથી મજકુર બંને આરોપીઓને જ્યુડીશ્યલ કસ્‍ટડીમાં જેલ હવાલે મોકલી આપવામાં આવેલ.

💫જેલમાં રહેલ આરોપીઓ (૧) જાલીમ ભગુ બારૈયા, રહે.કડીયાળી, તા.રાજુલા તથા (ર) જયરાજ બિચ્‍છુ વાળા, રહે.રાજુલા વાળાઓએ પોતાના જામીન મંજુર થવા નામદાર એડી.સેશન્‍સ કોર્ટ, રાજુલા ખાતે અરજી કરેલ. જે અરજીના જવાબમાં તપાસ કરનાર અધિકારીશ્રીએ તપાસ દરમ્‍યાન મેળવેલ સજ્જડ પુરાવાઓ નામ.કોર્ટમાં રજુ કરેલ અને આરોપીઓ વિદેશી દારૂના ધંધાર્થીઓ હોય આરોપીઓ સામે પ્રોહિબીશનના ઘણા ગુન્હાઓ નોંધાયેલ છે તેમજ આરોપીઓ હરિયાણા, રાજસ્‍થાન, સુરત, વડોદરા વિગેરે જગ્યાએથી ઇંગ્લીશ દારૂ મંગાવવાનું અને સપ્‍લાય કરવાનું મોટું નેટવર્ક ધરાવે છે અને આ નેટવર્કમાં અન્‍ય પ્રોહી બુટલેગરો સાથે પણ આરોપી સતત સંપર્કમાં હોવાના પુરાવાઓ રજુ કરેલ અને આરોપીઓએ દારૂના ધંધામાંથી મેળવેલ ખુબ જ કિંમતી મિલ્કત વસાવેલ અને એવી રજુઆત કરવામાં આવેલ કે આ ગુન્‍હાના આરોપીઓ દારૂના સપ્‍લાયર અને ધંધાર્થીઓ હોય એકબીજાની નાણાકીય ભાગીદારીમાં પોતાના આર્થિક લાભ મેળવવાના હેતુથી ગુજરાત રાજ્યમાં પરપ્રાન્‍તીય વિદેશી દારૂનું પરિવહન કરાવે છે અને આરોપીઓ પોતાના ભાગીદારો સાથે મળી દીવના લાયસન્‍સ ધારકોના નામે દારૂનો જથ્થો મંગાવી, અમરેલી જીલ્‍લાના રાજુલા અને આજુબાજુના વિસ્‍તારોમાં દારૂનું કટીંગ કરાવી નાના બુટલેગરોને સપ્‍લાય કરેલ છે અને આરોપીઓના એકાઉન્‍ટમાં મોટા પ્રમાણમાં આર્થિક વ્યવહારો નોંધાયેલ હોય તેમજ મિલકત અંગેના આધારો પણ તપાસના કામે રજુ કરવામાં આવેલ અને આરોપીઓને જામીન મુક્ત કરવામાં આવે તો તપાસને ગંભીર અસર પડે તેમ હોવાનું વિ.વારનું સોગંદનામું નામદાર કોર્ટમાં રજુ કરેલ અને *સરકારી વકીલશ્રી રાજુલા તથા તપાસ કરનાર અધિકારીશ્રીએ નામ.સેશન્‍સ કોર્ટમાં ધારદાર દલીલ કરતાં જે દલીલ આધારે નામ.સેશન્‍સ કોર્ટ રાજુલા* દ્વારા આરોપીઓ (૧) જાલીમ ભગુ બારૈયા, રહે.કડીયાળી, તા.રાજુલા તથા (ર) જયરાજ બિચ્‍છુ વાળા, રહે.રાજુલા વાળાઓ જામીન અરજી *નામંજુર કરવામાં આવેલ.*


મોબાઇલની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ ૦૫ મોબાઇલ ફોન રીકવર કરતી અમરેલી એલ.સી.બી. તથા એસ.ઓ.જી. ટીમ

મોબાઇલની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ ૦૫ મોબાઇલ ફોન રીકવર કરતી અમરેલી એલ.સી.બી. તથા એસ.ઓ.જી. ટીમ

પોલીસ અધિક્ષક સાહેબશ્રી અમરેલી નાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી જે ગુન્હાઓ બનેલ હોય અને તેમાં અમરેલી જિલ્લાના નાગરીકોની મિલકત ચોરાયેલ હોય અને આવા ગુન્હાઓ વણ શોધાયેલ હોય તેવા ગુન્હાઓનો ભેદ ઉકેલવા અને આરોપીઓને પકડી તેના મુળ માલીકને તેની ચોરીમાં ગયેલ મિલકત પાછી મળે તે માટેના સઘળા પ્રયત્નો કરવા અને આવા વણશોધાયેલ અનડીટેકટ ગુન્હાઓનાં ભેદ ઉકેલવા આપેલ ખાસ સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી.આર.કે.કરમટા નાઓએ અમરેલી એલ.સી.બી. તથા એસ.ઓ.જી. સ્ટાફની ટીમો બનાવી તપાસ હાથ ધરતાં પેટ્રોલીંગ દરમ્યાન સાવરકુંડલા શહેરમાં જુના બસ સ્ટેશન પાસેથી મોબાઇલની દુકાનમાં થયેલ ચોરીના આરોપીને પકડી પાડેલ છે અને તેની પાસેથી ૦૫ મોબાઇલ ફોન રીકવર કરેલ છે.

ફરિયાદની વિગત:-
સાવરકુંડલા દેવળાગેઇટ વિસ્તારમાં શ્રી.સહજાનંદ મોબાઇલ નામની દુકાન ધરાવતાં દેવાંગભાઇ ધનજીભાઇ આંબલીયા, રહે.સાવરકુંડલા વાળાએ ગઇ તા.૧૬-૧૭/૦૮/૨૦૧૮ ના રાત્રિના સમયે પોતાની ઉપરોક્ત દુકાનમાંથી તાળાં તોડી અલગ-અલગ કંપનીના મોબાઇલ ફોનની ચોરી થયેલ હોવાની ફરિયાદ આપતાં સાવરકુંડલા શહેર પોલીસ સ્ટેશનમાં ફ.ગુ.ર.નં. ૬૧/૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો અજાણ્યા આરોપી વિરૂધ્ધ રજી. થયેલ હતો.

પકડાયેલ આરોપીઃ-
અલ્તાફ ઉસ્માનભાઇ જાખરા, ઉં.વ-૨૧, ધંધો.મજુરી, રહે.સાવરકુંડલા, મારૂતિનગર.

આરોપી પાસેથી મળી આવેલ મુદામાલઃ-
(૧) ઓપ્પો કંપનીનો ટચસ્ક્રીન વાળો મોબાઇલ ફોન, ડ્યુઅલ સીમ, કિં.રૂ.૧૬,૦૦૦/-
(૨) ઓપ્પો કંપનીનો ટચસ્ક્રીન મોબાઇલ ફોન, ડ્યુઅલ સીમ, કિં.રૂ.૧૦,૫૦૦/-
(૩) ટેક્નો કંપનીનો ડ્યુઅલ સીમ મોબાઇલ ફોન, કિં.રૂ.૭,૦૦૦/-
(૪) ટેક્નો કંપનીનો ડ્યુઅલ સીમ મોબાઇલ ફોન, કિં.રૂ.૬,૫૦૦/-
(પ) વીવો કંપનીનો ટચસ્ક્રીન વાળો મોબાઇલ ફોન, ડ્યુઅલ સીમ, કિં.રૂ.૮,૦૦૦/-

આરોપી અલ્તાફ ઉસ્માનભાઇ જાખરા પાસેથી ચોરીમાં ગયેલ ૦૫ મોબાઇલ ફોન કિ.રૂા.૪૮,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ અર્થે સાવરકુંડલા ટાઉન ખાતે સોપી આપવામાં આવેલ છે.
આમ, અમરેલી જીલ્લાની જનતા પોતાનાં મકાન, દુકાન, વિગેરે માલ મિલ્કતની સુરક્ષા બાબતે ચિંતિત ન રહે તે હેતુથી, અને જીલ્લામાં બનતા ચોરીના ગુન્હાઓ ઉપર અંકુશ આવે તે બાબતે જીલ્લા પોલીસ અધિક્ષક સાહેબશ્રી ની સુચના અને માર્ગદર્શન મુજબ આ કામગીરી અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા એલ.સી.બી. અને એસ.ઓ.જી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.


છેતડીના ગુન્હામાં બે વર્ષથી નાસતા-ફરતાં આરોપીને તેમજ ધરપકડ વોરંટમાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો-ફરતો આરોપીઓને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

છેતડીના ગુન્હામાં બે વર્ષથી નાસતા-ફરતાં આરોપીને તેમજ ધરપકડ વોરંટમાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો-ફરતો આરોપીઓને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

પોલીસ મહાનિદેશક સા.શ્રી ગુજરાત રાજય ગાંધીનગરનાઓ તરફથી વચગાળાના જામીન ઉપર મુકત થયેલ તેમજ પેરોલ/ફર્લો તથા પોલીસ જાપ્તામાંથી નાસી ગયેલ તેમજ અન્ય નાસતા-ફરતાં આરોપીઓને શોધી કાઢવા માટે ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ હોય જે ઝુંબેશના ભાગરૂપે પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ નાસતા-ફરતાં ફરતાં આરોપીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવેલ અને વધુમાં વધુ આરોપીઓ મળે તેવા પ્રયત્નો કરવા સુચના કરેલ હોય જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.એ છેડતીના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતો-ફરતા આરોપી ને સાવરકુંડલા ખાતેથી આજ રોજ ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

1⃣ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં. ૪૧/૨૦૧૬ ઇ.પી.કો.ક. ૩૫૪,૫૦૯,૧૧૪ વિ.મુજબના ગુન્હાના કામે છેલ્લા બે વર્ષથી નાસતો-ફરતો આરોપી પંકજભાઇ અશ્ર્વીનભાઇ સોંડાગરા ઉ.વ. ૩૯ રહે.સાવરકુંડલા નેસડી રોડ ખોડીયાર નગર હાલ સુરત શીવનગર આજરોજ સાવરકુંડલા ખાતેથી ચોકકસ બાતમી આધારે ઝડપી પાડવામાં આવેલ છે.અને વધુ તપાસ અર્થે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોપી આપવામાં આવેલ છે.

2⃣ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૧૦૫/૨૦૧૪ ઇ.પી.કો.ક. ૩૬૩,૩૬૬,૩૭૬ તથા પોકસો એકટ કલમ ૪,૮,૧૮ ના ગુન્હામાં આરોપી પ્રહલાદજી રાણાજી કુડેસીયાનાઓની જે તે વખતે ધરપકડ કરવામાં આવેલ હતી.અને ત્યારબાદ નામદાર કોર્ટ ધ્વારા આરોપીના જામીન મંજુર કરવામાં આવેલ હતા.અને મજકુર આરોપી સનેઃ- ૨૦૧૪ ના વર્ષમાં જામીન ઉપર છુટ્યા બાદ નામદાર કોર્ટમાં મુદતે હાજર રહેલ નથી.અને નામદાર કોર્ટ ધ્વારા મજકુર આરોપીના અવાર-નવાર વોરંટ કાઢવામાં આવેલ પરંતુ આરોપી મળી આવતો ન હોય જેથી બળાત્કાર જેવા ગંભીર ગુન્હાનો આરોપી કોર્ટમાં હાજર રહેતો ન હોય જેથી કોર્ટમાં કેસ ચાલી શકતો ન હોય જેથી નામદાર કોર્ટ ધ્વારા પોલીસ અધિક્ષકશ્રી, અમરેલીનાઓને જાણ કરવામાં આવેલ જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.ને આરોપીને ઝડપી પાડી વોરંટની બજવણી કરવા સુચના કરેલ હતી.

આજ રોજ અમરેલી એસ.ઓ.જી. ટીમએ આરોપી પ્રહલાદજી રાણાજી કુડેસીયાનાઓની ગાંધીનગર અડાલજ ખાતેથી ઝડપી પાડી વોરંટની બજવણી કરી નામદાર કોર્ટમાં આરોપીને સોપી આપેલ છે.

આમ, અમરેલી એસ.ઓ.જી. ટીમને છેલ્લા ત્રણ વર્ષથી છેડતીના તથા બળાત્કારના ગુન્હામાં કોર્ટમાં હાજર નહી રહેતાં નાસતા-ફરતા બે આરોપીઓને પકડવામાં સફળતા મળેલ છે.


error: Content is protected !!