Main Menu

Monday, August 20th, 2018

 

કોડીનાર મા આવેલુ અતિ પૌરાણિક એવા જંગલેશ્વર મહાદેવ ના મંદિરે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે પુષ્પ શ્રૃંગારના અદ્ભુત દર્શન અને મહાપુજાનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેનો હજારો શિવભકતોએ લાભ લીધો હતો.

ધર્મેશ જેઠવા:કોડીનાર મા આવેલુ અતિ પૌરાણિક એવા જંગલેશ્વર મહાદેવ ના મંદિરે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે પુષ્પ શ્રૃંગારના અદ્ભુત દર્શન અને મહાપુજાનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેનો હજારો શિવભકતોએ લાભ લીધો હતો.

કોડીનાર ના જંગલેશ્વર મહાદેવ ના સાનિધ્યમા છેલ્લા કેટલાય સમયથી સાધુ સંતો આવતા આ મંદિરમા શિવ ભક્તો દ્રારા સેવા પુજા કરવામા આવતી હતી એ દરમિયાન સુપ્રસિધ્ધ જયોતિલિંગ સોમનાથ મહાદેવના મંદિરે 30 વર્ષ ઉપરાંત સેવા આપી
નિવૃત્ત થયેલા જેન્તીપુરી મહારાજ ચાતુર્માસ કરવા કોડીનાર ના જંગલેશ્વર મહાદેવ ના મંદિરે આવયા હતા.

કોડીનાર ના શિવભકતોના અહોભાગ્ય કે જોષી પ્રકાશનંદ મહારાજ કોડીનાર ના ભકતોમા એક નવો પ્રકાશ ફેલાવવા આવયા છે ત્યારે દરરોજ આ મંદિરે મહાદેવના સુંદર શણગાર સાથે પુજા આરતી કરતા હોય અને શ્રાવણ માસના સોમવારે હજારો ભકતો વિશેષ પુજા નો લાભ લઈ રહયા છે.


કેશોદ પીજીવીસીએલ ની ઉત્કૃષ્ટ કામગીરી બદલ અભિવાદન કરાયું  કેશોદના કર્મશીલ ગ્રુપ દ્વારા તમામ અધિકારી-કર્મચારી ને સુંદર કામગીરી બદલ બિરદાવ્યા 

દિનેશ ગંભવા

કેશોદ પીજીવીસીએલ ની ઉત્કૃષ્ટ કામગીરી બદલ અભિવાદન કરાયું

કેશોદના કર્મશીલ ગ્રુપ દ્વારા તમામ અધિકારી-કર્મચારી ને સુંદર કામગીરી બદલ બિરદાવ્યા

કેશોદ પીજીવીસીએલ દ્વારા ચોમાસામાં ચાલુ વરસાદમાં ઉત્કૃષ્ટ કામગીરી કરીને શહેરીજનો ને અજવાળું પાથરયુ હતું ત્યારે આવી સુંદર કામગીરી કરવા બદલ સન્માન અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. કેશોદના કર્મશીલ ગ્રુપના એડવોકેટ અને નોટરી ડી.ડી.દેવાણી, જેન્તિભાઈ ધુળા, કાન્તીભાઈ ડાભી તમામ સદસ્યો અને શહેરના અગ્રણી આગેવાનો હાજર રહ્યા હતાં.કેશોદ પંથકમાં ત્રીસ ઈચ થી વધારે વરસાદ પડયો છે આમછતાં ચોમાસામાં વિજપુરવઠો ખોરવાયેલ નહીં તે માત્રને માત્ર પીજીવીસીએલ ના અધિકારીઓ અને કર્મચારીઓ ને આભારી છે એવું એડવોકેટ ડી.ડી.દેવાણી એ પોતાના વકતવ્ય માં જણાવ્યું હતું. કેશોદ પીજીવીસીએલ ના નાયબ ઈજનેર કાતરીયા એ પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે કેશોદ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષથી પ્રિ-મોન્સૂન કામગીરી સફળતાપુર્વક કરવામાં આવ્યો બાદ આ વર્ષથી પરિણામ મળવા લાગ્યું છે. કેશોદ શહેરના વિજગ્રાહકોએ પણ પરિવારના સભ્યો તરીકે દરેક કર્મચારીઓ ને સહકાર આપતાં અમો સહેલાઈથી કાર્ય કરી શકયા છીએ. કેશોદ શહેરની સામાજિક સંસ્થાઓ દ્વારા અને આગેવાનો દ્વારા સન્માન કરી અભિવાદન કરી અમારા ઉત્સાહ માં ઉમેરો કર્યો છે અને અમારી ફરજ દરમિયાન પ્રથમ વખત બનેલો પ્રેરણાદાયી પ્રસંગ કાયમી સંભારણું બની રહેશે.સમગ્ર કાર્યક્રમ નું સંચાલન લશ્કરી બાપુએ કર્યું હતું.


બ્રેકિંગ ન્યૂઝ….. દીવ ના વાડી વિસ્તાર ની ૫ વર્ષ ની બાળા ટ્રેક્ટર ને હડફેટે અચાનક આવતા ઘટના સ્થળે જ મોત.

ધર્મેશ જેઠવા :બ્રેકિંગ ન્યૂઝ….. દીવ ના વાડી વિસ્તાર ની ૫ વર્ષ ની બાળા ટ્રેક્ટર ને હડફેટે અચાનક આવતા ઘટના સ્થળે જ મોત.૫ વર્ષ ની બાળા શાળા માંથી છૂટી પોતાના ઘરે જઈ રહી હતી ત્યારે સર્જાયો અકસ્માત

દીવ પોલીસ એ ટ્રેક્ટર ચાલક ને હિરાસત માં લઇ આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.