Main Menu

Saturday, August 18th, 2018

 

અમરેલી જિલ્લાના બાહોશ એસ પી . શ્રી રાય પર સીટી પીએસઆઇ એ લગાવ્યા માર મારવાના ખોટા આક્ષેપ . ? આરોપી ને રિમાન્ડ મળી જતા એસપી દ્વારા પીએસ આઈ ને માત્ર ઠપકો આપેલ નું જણાવતા એસપી અમરેલી જિલ્લા પોલીસ વડા ને બદનામ કરવાનું કાવતરું જિલ્લા માંથી ક્રાઈમ નસ્તનાબુદ તેમજ અનેક રેત માફિયા ઓ હિષ્ટિશીટરો ને ભો ભેગા કરનાર એસપી નિર્લિપ રાય ની કામગીરી કાબિલે દાદ

અમરેલી
અમરેલી જિલ્લાના બાહોશ એસ પી . શ્રી રાય પર સીટી પીએસઆઇ એ લગાવ્યા માર મારવાના ખોટા આક્ષેપ . ?
આરોપી ને રિમાન્ડ મળી જતા એસપી દ્વારા પીએસ આઈ ને માત્ર ઠપકો આપેલ નું જણાવતા એસપી અમરેલી
જિલ્લા પોલીસ વડા ને બદનામ કરવાનું કાવતરું
જિલ્લા માંથી ક્રાઈમ નસ્તનાબુદ તેમજ અનેક રેત માફિયા ઓ હિષ્ટિશીટરો ને ભો ભેગા કરનાર એસપી નિર્લિપ રાય ની કામગીરી કાબિલે દાદ
વર્ષો બાદ આવા સારા એસપી મળ્યા નો અમરેલી જિલ્લાના લોકો સુર

અમરેલી જિલ્લા પોલીસ બીટ કોઈન ને લઇ ખૂબ બદનામી નો સામનો કરી રહી હતી અહીંના તત્કાલીન એસપી સહિત એલસી બી નાં ઘણા કર્મી ઓ પીએસ આઈ જેલ હવાલે છે ત્યારે જીલા પોલીસ નું બીટ કોઈન નું કલંક દૂર કરવા અને અમરેલી જિલ્લામાં વધી ગયેલી બદી ઓ ને દૂર કરવા રાજ્ય સરકાર દ્વારા જ કડક અને બાહોશ અધિકારી નિર્લિપ રાય ની ની અમરેલી એસ પી તરીકે નિમણૂક કરતા જ કાયદા તોડનારા માં તેમજ જિલ્લા નાં તમામ પોલીસ સ્ટાફ માં ફફડાટ ફેલાયો હતો અહીં જિલ્લામાં એસપી નું આગમન થતા જ લોકો માટે સારા દિવસો આવી ગયા હતા અને હાલ જિલ્લા માં ક્રાઈમ સાવ નાબૂદ થયો છે બુટલેગરો .રેત માફિયા ઓ ક્રિમિનલ પાસા ભેગા થયા તો રેત માફિયા ઓ ને કરોડો મો દંડ કરી જેલ ભેગાકરી ક્યારે ન થઈ હોય તેવી પ્રશન્સનીય કામગીરી કરેલ છે તો તમામ જિલ્લા તાલુકા મથકો માં લોકો હાલ ફ્રીડમ મહેસુસ કરી એસપી ની કામગીરી ને વખાણી રહ્યાં છે ત્યારે સત્કાર્યો માં સો વિઘ્નો આવે તેમ પીએસ આઈ દ્વારા જ માર મારવાના આક્ષેપો એસપી પર લગાવતા એસપી એ આ વાત ને રદિયો આપ્યો હતો અને માર ની વાત ને ખોટી દર્શાવી હતી ત્યારે અમરેલી ને આવા બાહોશ અધિકારી નીં ખાસ જરૂર હોય લોકો પણ સંપૂર્ણ તેમની સાથે તેમના કાર્ય થી ખુશ હોવાનું જણાવી રહ્યા છે


બિગ બ્રેકીંગ..પાલીતાણા પાંડેરિયા ગામના શેત્રુંજય કાઢેથી સિંહનો મૃતદેહ મળ્યો

બિગ બ્રેકીંગ:પાલીતાણા પાંડેરિયા ગામના શેત્રુંજય કાઢેથી સિંહનો મૃતદેહ મળ્યો

કોહવાઈ ગયેલી હાલત માં સિંહ નો મૃત દેહ મળતા અનેક તર્ક વિતર્ક
જૂન મહિના માં પણ આ અગાઉ શેત્રુંજી માંથી સિંહ નો મૃત દેહ મળી આવ્યો હતો .


કેશોદમાં અટલબિહારી વાજપેયીનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો 

દિનેશ ગાંભવા: સ્વામિનારાયણ ગુરૂકુળમાં ધુન પ્રાર્થના પુષ્પાંજલિ અર્પી શ્રદ્ધાંજલિ આપવામાં આવી

ભારતના દશમા વડાપ્રધાન ભારત રત્નથી સન્માનિત અટલ બિહારી વાજપેયીનુ અવસાન થતાં કેશોદના અક્ષયગઢ ખાતે સ્વામિનારાયણ ગુરૂકુળમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અટલબિહારી વાજપેયીની પ્રતિમાને ફુલહાર પહેરાવી દશ મીનીટ ધુન બોલવામાં આવી હતી અટલબિહારી વાજપેયીના જીવન વિશે સ્વામીજીએ વિદ્યાર્થીઓને માહીતગાર કરી  શાબ્દિક શ્રદ્ધાંજલિ બાદ પુષ્પ દ્વારા અને મીણબતી પ્રજ્વલિત કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સ્વામિનારાયણ ગુરૂકુળના સંતો સ્વામી નારાયણ ગુરૂકુળમાં શિક્ષકો વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો

 


બ્રેકીંગ ન્યૂઝ .. જૂનાગઢ ના માળીયા હાટીના ના ખમભાળીયા ગામે સિંહ નૉ આંતકગામ મા ચાર ગાયો નું મારણએક મહીલા ને ઈજા.

દિનેશ ગાંભવા :જૂનાગઢ ના માળીયા હાટીના ના ખમભાળીયા ગામે સિંહ નૉ આંતકગામ મા ચાર ગાયો નું મારણએક મહીલા ને ઈજા.. સિંહ ઘર મા ઘૂસી ગયોઘરવખરીની તોડફોડગ્રામજનો મા ભય નૉ માહોલ

ચોમાસા મા સિંહો શીકાર ની શોધ મા ગ્રામ્ય વસ્તી તરફ આટાફેરા વધ્યાવન વિભાગ ઘટના સ્થલે પોહંચી સિંહ નું કર્યું રેસ્ક્યુગન મારી સિંહ ને કર્યો બેભાનસિંહ ને પાંજરે પૂરવમાં આવ્યોસિંહ ને સાસણ એનીમલ કેર સેન્ટર ખાતે મોકલવામાં આવ્યો


બગસરામાં રવિવારે  કલાકારો માટે ટેલેન્ટ હન્ટ કાર્યક્રમ યોજાશે. અનેક પ્રતિભાવો પોતાની કલા પ્રદર્શિત કરી શકશે

કાળુ રૂપરેલીયા બગસરા
બગસરામાં રવિવારે  કલાકારો માટે ટેલેન્ટ હન્ટ કાર્યક્રમ યોજાશે.
અનેક પ્રતિભાવો પોતાની કલા પ્રદર્શિત કરી શકશે
બગસરા તા.
           બગસરામાં વિવિધ પ્રકારના કલા રસિકો માટે  તેમની કલાને પ્રદર્શિત કરી આગળ જવાની તક આપવા માટે ટેલેન્ટ હન્ટ નામથી કાર્યક્રમનો રવિવારે આયોજન કરવામાં આવ્યું છે.
        વિગત અનુસાર બગસરા શહેર તથા આજુબાજુના વિસ્તારમાં કલાક્ષેત્રે મહારત ધરાવતા લોકો માટે પોતાની કલા લોકો સમક્ષ મુકવા માટે તેમજ આ કલાને આધારે આગળ વધવા માગતા કલાકારોને એક તક આપવાના હેતુથી બગસરા ના તરવરીયા નવયુવાનો દ્વારા સુરેશભાઈ ચૌહાણ ના સહયોગ થી બગસરા બાઇપાસ નજીક આવેલ લેઉવા પટેલ સમાજ વાડી ખાતે રવિવારે સવારે ૯ કલાકથી વિનામૂલ્યે ટેલેન્ટ હન્ટ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં  પાંચ વર્ષની ઉંમરથી લઈને સિત્તેર વર્ષ ની ઉમર સુધીના લોકો ડાન્સ, એક્ટિંગ, ગાયન, ડિઝાઇનિંગ, ફિલ્મ મેકિંગ, સંગીત વાદન, પટકથા લેખન સહિતના ફિલ્મ ને લગતા વિવિધ ક્ષેત્રે પોતાનું ઓડિશન આપી શકશે. તેમજ પોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ને આગળ જવાની તક પણ આપવામાં આવશે. તો આ કાર્યક્રમનો ભરપૂર લાભ લેવા માટે વિવેક તેરૈયા, હાર્દિક ચૌહાણ, દર્શ આચાર્ય તથા અંકિત ઠાકર દ્વારા અનુરોધ કરાયો છે.

કેશોદ વિશ્વ હિન્દુ પરિષદ અને માલધારી સમાજ દ્વારા તંત્રને આવેદનપત્ર આપ્યું ગૌરક્ષક રાજુભાઇ રબારીના હત્યારાઓ ને કડક સજા અને ગૌચર ખુલ્લું કરવા માંગણી

 

 

દિનેશ ગંભવા

કેશોદ વિશ્વ હિન્દુ પરિષદ અને માલધારી સમાજ દ્વારા તંત્રને આવેદનપત્ર આપ્યું

ગૌરક્ષક રાજુભાઇ રબારીના હત્યારાઓ ને કડક સજા અને ગૌચર ખુલ્લું કરવા માંગણી

કેશોદ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને માલધારી સમાજ દ્વારા બાઈક રેલી કાઢી નાયબ કલેકટર ને આવેદનપત્ર આપ્યું હતું. ગૌરક્ષક રાજુભાઇ રબારી ના હત્યારાઓ ને કડક માં કડક સજા કરવા ઉપરાંત કબજો થયેલ ગૌચરની જગ્યા ખુલ્લી કરવા માટે માગણી કરી હતી.
કડી તાલુકાના ખેરપુર ગામના ગૌરક્ષક રાજુભાઇ રબારી ની થયેલી હત્યાને વખોડી હત્યારાઓ ને કડક સજા કરવા ઉપરાંત ગૌવંશ ની થતી હેરાફેરી અટકાવવા માટે પગલાં ભરવા માગણી કરી હતી.નિષ્પક્ષ તપાસ માટે સંપૂર્ણ તપાસ સીબીઆઈ મારફતે કરાવવા માગણી કરી હતી. દરેક ગામમાં ગૌચર માટે ફાળવેલ જમીન ઉપર ના દબાણ દુર કરવા કાયદેસર કાર્યવાહી કરવા માગણી કરી હતી. કેશોદ વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રમુખ મેહુલભાઈ ગોડલીયા, માલધારી સમાજના અગ્રણીઓ સુરેશભાઈ કરમટા, રામભાઇ કરમટા, જગુભાઈ કરમટા, ગૌરક્ષા દળના વિનુભાઈ રાયચુરા, કેશોદ વેપારી મંડળના પ્રમુખ રાજુભાઇ બોદર સહિતના આગેવાનો, માલધારીઓ, ગૌરક્ષકો બહોળી સંખ્યામાં જોડાયા હતા.

 


error: Content is protected !!