Main Menu

Friday, August 17th, 2018

 

બ્રેકીંગ ન્યૂઝ…  રાજુલા ની પ્રખ્યાત “લાયન લોડસ” હોટલ પર પીપાવાવ મરીન પોલીસ ના દરોડા…….

બ્રેકીંગ ન્યૂઝ…
રાજુલા ની પ્રખ્યાત “લાયન લોડસ” હોટલ પર પીપાવાવ મરીન પોલીસ ના દરોડા………

હોટલ ના 202 રૂમ નંબર માંથી વડોદરા નો નામચીન રાજેશ શાહ કોન્ટ્રાકટર ઝડપાયો……

દારૂ ની બોટલ સાથે પીધેલી હાલત માં ઝડપી પાડી પોલીસ એ કાર્યવાહી હાથ ધરી

લોડસ હોટલ માં પોલીસ દરોડા થી આસપાસ માં આવેલ ઉદ્યોગ ના પરપ્રાંતી માણસો માં ફફડાટ…..

અમરેલી એસ.પી.નિરલિપ્ત રાય ની સૂચના થી આ રેડ કરી હોવાનું જાણવા મળ્યું…….


સ્થાનિક ધારાસભ્ય દ્વારા બાબરા તાલુકા ના ગ્રામ્ય વીસ્તાર નો પ્રવાસે

બાબરા તાલુકા ના ગ્રામ્ય વીસ્તાર ના પ્રવાસે ૯૬લાઠી બાબરા દામનગર સીટ ના ધારાસભ્ય શ્રી વીરજીભાઈ ઠુમર તેમજ બાબરા તાલુકા પંચાયત ના પ્રમુખ ઉપ્રમુખ તેમજ પ્રભાતભાઈ કોઠીવાળ ગામડા ના પ્રવાસે
(૧)નાનીકુંડળ (૨)શિરવાણીયા (૩)કીડી(૪)ખંભાળા(૫)સુખપુર(૬)વાકીયા(૭)વાવડા(૮)કોટડાપીઠા ગામડાના ખેડુતોના પ્રશ્નો જેવાકે પાકવીમામા અન્યાઈ થયોસે તેવામુદા તેમજ જમીન માપણી ગેરરીતી થયસેજેવા પ્રશ્નો રજુકરાતા ખેડુતો જેમા નાનીકુંડળ મા ગ્રામજનો તેમજ તાલુકા પંચાયત ના સદસ્ય મુકેશભાઈ ભાલીયા તેમજ ખેડુતો મોટીસંખ્યા મા ઉપસ્થીત રયાહતા… રીપોર્ટર નારણભાઈ ભાલીયા નાનીકુંડળ બાબરા


બાબરામાં વહેલી સવારથી મેઘરાજા ની શાહી સવારી ધીમીધારે દોઢ ઇંચ વરસાદ વરસતા ધરતીપુત્રો માં આનંદ ની લાગણી છવાઈ

રાજુ બસિયા

બાબરામાં વહેલી સવારથી મેઘરાજા ની શાહી સવારી ધીમીધારે દોઢ ઇંચ વરસાદ વરસતા ધરતીપુત્રો માં આનંદ ની લાગણી છવાઈ

બાબરા પંથકમાં એક મહિનાથી વિરામ લેતા જગતના તાત સહિત સૌકોય માં ચિંતાની લાગણી જોવા મળતી હતી ત્યારે બાબરા પંથકમાં સારો વરસાદ પડે તે માટે બ્રહ્મસમાજ, ક્ષત્રિય સમાજ સહિત સેવાભાવી લોકો દ્વારા પ્રાર્થના કરવામાં આવી રહી હતી હજુ ગઈકાલે બાબરા કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા વરુણદેવ ને રીઝવવા પાંચ કિલોમીટર ની પદયાત્રા યોજી મેલડીમાતાજી ના મંદિર પ્રાર્થના કરવામાં આવી હતી
ત્યારે આજે સવાર થી બપોર સુધી ધીમીધારે મેઘરાજા વ્હાલ વરસાવતા દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને મુર્જાતા મોલાત ને જીવનદાન મળતા ધરતીપુત્રો માં આનંદ ની લાગણી પ્રસરી ગઈ હતી


બગસરા ખાતે પધારવા આમંત્રણ આપેલ ત્યારે શ્રી વાજપેયીજી શ્રી ડોડીયા ના આમંત્રણ ને માન આપીને બગસરા ખાતે પધારેલ ત્યારે બગસરા ની પાંચ હજાર જેવી માનવ મેદની જોઈને શ્રી વાજપેયીજી પણ ચકિત થઈ ગયેલ અને રશ્વિનભાઈ ડોડીયા ને અભિનંદન આપેલ

કાળુ રૂપરેલીયા બગસરા

                 ૧૯૮૫ મા જ્યારે અમરેલી ખાતે શ્રી દીલીપભાઈ સંઘાણી ચૂંટણી લડી રહયા હતા ત્યારે દિલીપભાઈ સંઘાણી ના સમર્થન મા શ્રી અટલબિહારી વાજપેયીજી એ જાહેર સભા સંબોધવાના હતા શભા પુરી કરીને જેતપુર જવાના  ત્યારે બગસરા ના જનસંધી શ્રી રશ્વિનભાઈ ડોડીયા અમરેલી ખાતે જય ને શ્રી વાજપેયીજી ને બગસરા ખાતે પધારવા આમંત્રણ આપેલ ત્યારે શ્રી વાજપેયીજી શ્રી ડોડીયા ના આમંત્રણ ને માન આપીને બગસરા ખાતે પધારેલ ત્યારે બગસરા ની પાંચ હજાર જેવી માનવ મેદની જોઈને શ્રી વાજપેયીજી પણ ચકિત થઈ ગયેલ અને રશ્વિનભાઈ ડોડીયા ને અભિનંદન આપેલ અને બગસરા શહેર ની માનવ મેદનીને શ્રી વાજપેયીજી પ્રવચન નો લાભ મળેલ હતો આ તકે શ્રીરશ્વિનભાઈ ડોડીયાને શુભ આશીસ આપેલ હતા જે આ ૧૯૮૫ની અલભ્ય તસવીર માં દ્રષ્ટિમાન થાય છે જ્યારે બગસરા નગર પાલિકમા રશ્વિનભાઈ પ્રમુખ બન્યા ત્યારે બગસરા શહેર ને ફરવા લાયક બગીચો બનાવ્યો અને આ બગીચાનું નામ પણ અટલ પાર્ક રાખવા મા આવેલ જેનું લોકપર્ણ  શ્રી દિલીપભાઈ સંઘાણી ના હસ્તે કરવા માં આવેલ હતુ

જંતર મંતર ખાતે બંધારણ સળગાવવાના વિરોધમાં કેશોદમાં લેખિત ફરિયાદ . 

  કેશોદમાં લોકતાંત્રિક જનતાદળ દ્વારા લેખિત માં ફરિયાદ આપતાં એલ.જેડી ના સભ્યો 

દિનેશ ગાંભવા: દિલ્હી ખાતે ભારતીય બંધારણ સળગાવવામાં આવતા સવિધાન નિર્માતા ડૉ. આંબેડકર સાહેબ વિરુધ અપમાન જનક સૂત્રોચાર કરવામાં આવતા અનુસૂચિ. જાતિ જનજાતિ વીસે અપમાન જનક ભાષાનો ઉપયોગ કરતા આજ રોજ જૂનાગઢ જિલ્લા ના કેશોદ તાલુકામાં લોકતાંત્રિક જનતાદળ દ્વારા કેશોદ પોલીસમાં લેખિત ફરિયાદ આપવામા આવી.
ભારત રત્ન એવા ડૉ. બાબાસાહેબ આંબેડકરજી ને જાહેરમાં તેમના વિરુદ્ધ સૂત્રો અને અપશબ્દો બોલી દેશ પ્રેમી ભારત રત્ન પૂજનીય વ્યક્તિની જાહેરમાં
અપમાન કરતા અને ભારતીય બંધારણને જાહેરમાં સળગાવી દેશદ્રોહ નો ગુનો આચરતા સખસો સામે કેશોદ માં લેખિત માં આપી ફરિયાદ લોકતાંત્રિક જનતાદળ પાર્ટી ના સભ્યો એ વધુ માં એવું પણ જણાવ્યું હતું કે જો બંધારણ સાથે ચેડાં કરનાર ની તપાસ કરવામાં આવે તો વધુ પુરાવા પણ તૈયાર થઈ શકે તેમ છે


કોવાયા એલ એન ટી સ્કૂલ પરિસર માં આવેલ આદિત્ય સ્કૂલ દ્વારા સરકાર શ્રી નાં હુકમનો ઉલાળિયો ભારતરત્ન પૂર્વ વડાપ્રધાન બાજપાઈ જી નું નિઘન થતા સરકારી શ્રી દ્વારા તમામ સ્કૂલ કોલેજ ને બંધ રાખવા આદેશ હોવા છતાં કોવાયા ની સ્કૂલ શરૂ

રાજુલા તાલુકા નાં કોવાયા ની આદિત્ય બિરલા સ્કૂલ જે એલ એન ટી માં આવેલ છે તેના દ્વારા સરકાર  શ્રી નાં હુકમનો ઉલાળિયો
ભારતરત્ન પૂર્વ વડાપ્રધાન બાજપાઈ જી નું નિઘન થતા
સરકારી શ્રી દ્વારા તમામ સ્કૂલ કોલેજ ને બંધ રાખવા આદેશ હોવા છતાં કોવાયા માં આવેલ   સ્કૂલ શરૂ
ભારત ના પૂર્વ પ્રધાનમંત્રી બાજપાઈજી નું ગઇ કાલે નિધન થતા સમગ્ર રાષ્ટ્ર શોક માં મગ્ન છે અને સરકાર શ્રી દ્વારા પણ સાત દિવસ નો શોક જાહેર કરવામાં આવેલ છે જેના ભાગ રૂપે ગુજરાત સરકાર દ્વારા પણ ગુજરાત ની શાળા કોલેજો માં આજ રજા નો આદેશ અપાયો હતો જે આદેશ  કોવાયા

ની સ્કૂલ ને આ આદેશ લાગુ ન પડતો હોય તેમ સ્કૂલ ચાલુ રાખતા સરકારી નિયમો નો ઉલાળિયો જૂવા મળ્યો હતો નું રાજુલા જાફરાબાદ લોકસરકાર નાં ઇન્ચાર્જ જયેશ દવે એ જણાવ્યું હતું. અહીં સ્કૂલ ચાલુ હોવાથી તેમને શાળા ના આચાર્ય ને જાણ કરી હતી ત્યારે આચાર્ય આ વાત થી અજાણ હોવાનું જયેશ દવે એ જણાવ્યું હતું ત્યારે ભારત રત્ન પૂર્વ વડા પ્રધાન નાં નિધન નો શોક આ સ્કૂલ દ્વારા નહિ માનવતા અહીં અનેકો તર્ક વિતર્ક થવા પામ્યા હતા