Main Menu

Thursday, August 16th, 2018

 

બ્રેકીંગ અમરેલી : જાફરાબાદ તાલુકા માં આવેલ લુણસાપુર ગામ ની મહાકાય સીંટેક્ષ કંપની માં લાગી ભીષણ આગ………

બ્રેક
અમરેલી : જાફરાબાદ તાલુકા માં આવેલ લુણસાપુર ગામ ની મહાકાય સીંટેક્ષ કંપની માં લાગી ભીષણ આગ………

4 નંબર યુનિટ માં આવેલ ગોડાઉન માં લાગી ભયાનક આગ….

જાફરાબાદ રાજુલા પીપાવાવ સહિત ના 5 જેટલા ફાયરબ્રિગેડ આગ ને કાબુ માં લેવા પોહચીયા……

પોલીસ કાફલો ઘટના સ્થળે પોહચ્યો……..

ભીષણ આગ નું કરણ અંકબંધ…….

સીંટેક્ષ કંપની ના ગેટ પર મીડિયાકર્મી ને પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો………

ગોડાઉન માં લગાવેલા સીસીટીવી ફૂટેજ તપાસ કરવા માં આવે તો ચોંકાવનારી હકીકતો ખુલે તેવી શકયતા………


સાવરકુંડલા નાં મિતિયાળા અભ્યારણ માં ગુમ થયેલ સિંહ બાળ મળી આવ્યું 

સંજીવ જોશી દ્વારા : સાવરકુંડલા નાં મિતિયાળા અભ્યારણ માં ગુમ થયેલ સિંહ બાળ મળી આવ્યું

થોડા દિવસો પહેલા રેડિયો કોલર સિંહણ મૃત પામી હતી તેનાં સિંહ બાળ નું લોકેશન સાવરકુંડલા રેન્જ નાં આર એફઓ ને મિતિયાળા રેવન્યુ માં મળી આવતા વન વિભાગે હાશકારો લીધો. હાલ અન્ય સિંહણ અને તેના બાળકો સાથે સ્થાઈ થયું છે

સાવરકુંડલા નાં મિતિયાળા અભયારણ્ય માં રહેતી રેડિયો કોલર વાળી સિંહણ નું અઠવાડિયા અગાઉ મૃત્યુ થયું હતું જેનું એક સિંહ બાળ ચાર મહિના ઉપર ની વય મર્યાદા નું તેની માતા નાં મોત બાદ લોકેશન વિહોણું હતું જેથી સાવરકુંડલા વન વિભાગ છેલ્લા કેટલાક દિવસો થિ તેનું પગેરું શોધી રહ્યું હતું જે પગેરું આજ રોજ સાવરકુંડલા રેન્જ નાં આર એફ ઓ કપિલ ભાટિયા ને આજ રોજ મળી જતા વન વિભાગે આજ હાશકારો મેળવ્યો હતો . સાવરકુંડલા નોર્મલ રેન્જ નાં આર એફઓ કપિલ ભાટિયા નાં જણાવ્યા અનુસાર મિતિયાળા નાં રેવન્યુ વિસ્તારમાં માં અન્ય એક સિંહણ નાં ત્રણ બચ્ચા ઓ સાથે આ સિંહ બાળ જૂવા મળ્યું હતું અને હાલ તે સિંહ બાળ સુરક્ષિત છે અને તંદુરસ્ત હોવાનુંઅહીંના અધિકારી એ જણાવ્યું હતું ત્યારે સિંહ સંરક્ષણ નો રેશિયો અહીં સાવરકુંડલા સહિત વિસ્તારો માં ખૂબ સારો છે અને અહીં સિંહ ની સંખ્યા દિન પ્રદી દિન વધી રહી છે જે થિ સિંહો અહીં સુરક્ષિત હોવાનું અહીંના સ્થાનિક પ્રકૃતિ પ્રેમી ઓ જણાવી રહ્યા છે ત્યારે હાલ આ સિંહ બાળ સુરક્ષિત મળી જતા વન વિભાગ એ પણ હાશકારો અનુભવ્યો છે


રામકથા એ રાષ્‍ટ્રકથા અને વિશ્વકથા બની પુરા સમાજ માટે સત્‍ય, પ્રેમ અને કરૂણાનો સંદેશ આપે  તેવું મુલ્‍ય શ્રી મોરારીબાપુ સ્‍થાપિત કરી રહયા છે

રામકથા એ રાષ્‍ટ્રકથા અને વિશ્વકથા બની પુરા સમાજ માટે સત્‍ય, પ્રેમ અને કરૂણાનો સંદેશ આપે  તેવું મુલ્‍ય શ્રી મોરારીબાપુ સ્‍થાપિત કરી રહયા છે. રાષ્‍ટ્ર માટે સદૈવ સર્તક રહેનાર શ્રી મોરારીબાપુએ સ્‍વાતંત્ર્ય પર્વે મહુવામાં કૈલાસ ગુરૂકુળમાં ધ્‍વજને સલામી આપી વંદના કરી હતી. ઉલ્લેખનીય છે કે શ્રી કનિદૈ લાકિઅ મોરારીબાપુ તેમની દરેક રામકથામાં મંડપના અગ્રસ્‍થાને રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવે જ છે અને તે સાથે કાર્યકર્તાઓ રાષ્‍ટ્રગીત અવશ્‍ય ગાય છે. ગાંધી મુલ્‍યો અને રામકથાને કેન્‍દ્રમાં રાખનાર મોરારીબાપુ પોથીજી અને પુરક વેશમાં ખાદી જ ઉપયોગ કરે છે. કૈલાસ ગુરુકુળમાં આદિ શંકરાચાર્ય સંવાદગૃહ ખાતે ચાર દિવસીય તુલસી સાહિત્‍ય સંગોષ્‍ઠિનું આયોજન થયેલું છે. તેમાં પણ આજે બીજા દિવસે રાષ્‍ટ્ર ગીતનું ગાયન કર્યુ હતું.


માળીયા હાટીના અમરાપુર ગામે પવિત્ર શ્રાવણ માસ શરૂ થતા અમરેશ્ર્વર મહાદેવના મંદિરે શિવ વંદના સાથે મહાઆરતિ મા શિવ ભકતો ભકતિના રંગમા રંગાયા 

દિનેશ ગાંભવા: માળીયા હાટીના અમરાપુર ગામે પવિત્ર શ્રાવણ માસ શરૂ થતા અમરેશ્ર્વર મહાદેવના મંદિરે શિવ વંદના સાથે મહાઆરતિ મા શિવ ભકતો ભકતિના રંગમા રંગાયા
અમરાપુર ગામે પાંનસો વર્ષ પુરાણા અમરેશ્ર્વર મહાદેવનુ મંદિર શિવ ભકતોની શ્રધ્ધા અને આસ્થાનુ પ્રતિકછે લોક વાયકા મુજબ આ સ્થળે જંગલ વિસ્તાર હતુ ગાઢ જંગલ ની વચ્ચે પીપળાના વૂક્ષ નિચે શિવજીની પુરાણી લીંગ સંયભુ પ્રગટ  થયેલ હતી ત્યાર બાદ સમય જતા ગામ લોકોએ ત્યા શિવ મંદિરનુ નિર્માણ કરી શિવ પંચાયતની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી પવિત્ર શ્રાવણ માસમા  શિવ ભકતો બહોળી સંખ્યામા દર્શને આવેછે મંદિરના પુજારી દોલત ગીરી બાપુ દ્રારા નિત્ય અવ નવા શ્રુંગાર શિવજીને કરવામા આવેછે તેમજ દિપ માળા પ્રગટાવવામા આવેછે શિવ ભકતો દ્રારા શ્રાવણ માસમા મહા આરતી બાદ શિવ વંદના કરી ધન્યતા અનુભવ્યાનો અહેસાસ માનેછે પુજારીના જણાવ્યા પ્રમાણે અમરેશ્ર્વર મહાદેવના દર્શનથી ભકતો મંન વાંછીત ફળ પ્રાપ્ત કરેછે


ખેડૂતો આનંદો . આગલા બેદીવસ માં ધોધમાર વરસાદ ની સંભાવના . હવામાન વિભાગ ની આગાહી જો સાચી ઠરી તો ફરી બારે મેઘ ખાંગા

અાવનારા 2 દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાતના દમણ , દાદરાનગર, નવસારી. તાપી,ડાંગ. સુરત, વલસાડમાં ભારે વરસાદની આગાહી
સાથે જ આ બે દિવસોમાં અમરેલી, ભાવનગર અને ગીર-સોમનાથમાં પણ વરસાદની આગાહી
આવનારા 2 દિવસ દરમ્યાન અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેશે.


error: Content is protected !!