Main Menu

Wednesday, August 15th, 2018

 

લીલીયા ખાતે 72 માં સ્વતંત્ર્યતા પર્વના અવસરે અમરેલી જિલ્લાની સેવાની પર્યાય 108 ની  ઉતકુષ્ઠ કામગીરી બદલ 108 ના ઇ.એમ.ટી. અને પાયલોટ ને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના વરદહસ્તે એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા

 

લીલીયા ખાતે 72 માં સ્વતંત્ર્યતા પર્વના અવસરે અમરેલી જિલ્લાની સેવાની પર્યાય 108 ની  ઉતકુષ્ઠ કામગીરી બદલ 108 ના ઇ.એમ.ટી. અને પાયલોટ ને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના વરદહસ્તે એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા
        અમરેલી જિલ્લાકક્ષાનો 72 મો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી લીલીયા ખાતે થઈ હતી માનવ જિંદગી બચાવવામાં અમરેલી જિલ્લાની 108 એ 2017/2018 માં રંગ રાખ્યો છે છેવાડાનાં ગામડાઓ સુધી 365 દિવસ અને 24 કલાક ખડેપગે રહેતી અમરેલીની 108 ની ટીમના ઇ.એમ.ટી. રાકેશ કોલડીયા ની ઇમરજન્સી કેસોમાં માનવ જીંદગીઓને પ્રાથમિક સારવાર આપવાની સુંદર કામગીરી સાથે 108 એમ્બ્યુલન્સ ગાડીની સારી એવરેજ, સમયસૂચકતા સાથેનું 108 નું પાયલોટીંગ કરનાર મેહુલ શુક્લાનું લીલીયા ખાતે બન્ને 108ના કર્મચારીઓનું સન્માન, મોમેન્ટો આપીને કેબીનેટ મંત્રી કુંવરજી બાવલીયા ના વરદહસ્તે અર્પણ કરવામાં આવતા 108 પરિવારમાં ખુશીની લહેરો જોવા મળી હતી અમરેલી જિલ્લા વહીવટી વડા આયુષ ઓક, જિલ્લા પોલીસ અધિક્ષક નીરલિપ્ત રાય, ડી.ડી.ઓ. યોગેશ નિરુગુડે ની હાજરીમાં 108 ના ઇ.એમ.ઈ. યોગેશ જાની અને સંજય ઢોલા એ અમરેલી 108 ટીમ નેટવર્કના સુંદર માર્ગદર્શનને આભારી છે અમરેલી જિલ્લાની 108 ટીમના ઇ.એમ.ટી. અને પાયલોટને કેબિનેટમંત્રી ના વરદહસ્તે  સન્માનિત કરવાની વિરલ ઘડીને જિલ્લાની 108 ના તમામ કર્મીઓએ બિરદાવી હતી

માતૃ ભૂમિ છોડી હજેબયતુલ્લા ની મુબારક સફરે ગયેલા ભારતીયઅને ખાસ કરી સાવરકુંડલાના મુસ્લિમ યુવકો એ સાઉદી અરેબિયા માં સ્વતંત્રતા દિવસ ની શાનદાર ઊજવણી કરી તિરંગા ને સાઉદી અરેબિયા માં લહેરાવ્યો

દિલીપ જીરૂકા દ્વારા

માતૃ ભૂમિ છોડી હજેબયતુલ્લા ની મુબારક સફરે ગયેલા ભારતીયઅને ખાસ કરી સાવરકુંડલાના મુસ્લિમ યુવકો એ સાઉદી અરેબિયા માં સ્વતંત્રતા દિવસ ની શાનદાર ઊજવણી કરી તિરંગા ને સાઉદી અરેબિયા માં લહેરાવ્યો

મેરી શાન તિરંગા હે મેરી આન તિરંગા હે નું સૂત્ર ભારતીય મુસ્લિમો એ આજ સ્વતંત્રતા દિવસ પર સાકાર કરી બતાવ્યું જેમાં ખાસ કરી સાવરકુંડલા ના વતન પરસ્ત મુસ્લિમ યુવકો એ આજ સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભારત ની આન બાન શામ સમો તિરંગો સાઉદી આરબ ની ધરતી પર લહેરાવી માદરે વતન અને આઝાદી ના પર્વ ની શાનદાર ઉજવણી કરી હતી . અહીં અમરેલી જિલ્લાના સાવરકુંડલા ના યુવાનો હાલ હજેબયતુલ્લા ના મુબારક સફર માં પીરે તરીકત દાદા બાપુ કાદરી મુનિર બાપુ કાદરી ના સાનિધ્ય માં હાલ મદીના શરીફ અને મક્કા શરીફ ની મુબારક સફર માં છે ત્યારે આજ રોજ પંદરમી ઓગષ્ટ એટલે કે ભારત નો આજ સ્વતંત્રતા દિવસ છે જે દિવસ ને અહીંના મુસ્લિમ યુવકો જેમાં મુસ્તુફા ગફાર ભાઈ જાદવ સહિત ના યુવકો ભૂલ્યા ન હોય સાઉદી અરેબિયા ની ધરતી પર પોતાના માદરે વતન નો તિરંગો લહેરાવી આ યુવકો એ પોતાની દેશ ભક્તિ ની મિસાલ આપી હતી અને આ જ તસવીરો એ ભારત ભર ના સોશ્યલ મીડિયા માં ધૂમ મચાવી હતી ત્યારે સાઉદી અરેબિયા ની ભૂમિ પર ભારતીય તિરંગો લહેરાવ નાર મુસ્લિમ યુવક સાવરકુંડલા નો કોમ્પ્યુટર એન્જીનીયર છે અને તેમના પિતા ગફાર ભાઈ જાદવ એસટી નિગમ ના ઉચ્ચ અધિકારી હતા અને હાલ માં સેવા નિવૃત્ત છે ત્યારે આ મુસ્લિમ યુવકે પોતાના દેશ ની સ્વતંત્રતા નો પર્વ પોતે હજેબયતુલ્લા ના મુબારક સફર માં પણ યાદ કરી દેશ ની સ્વતંત્રતા ની ઉજવણી કરી હતી જેની સાવરકુંડલા માં ભર ના પ્રબુદ્ધ નાગરિકો . નાગરિક બેન્ક ના ચેરમેન પરાગ ત્રિવેદી . કોર્પોરેટર હિતેશ સરયા . માનવ મંદિર ના પૂજ્ય ભક્તિ રામ બાપુ ઉદ્યોગકાર ચિરાગ ભાઈ આચાર્ય
સત્યમ ઘકાણ હિંમત ટ્રાવેલસ ના ઓનર જાહિદ ભાઈ જાદવ .યુવા પત્રકાર ઈંદ્રિશ જાદવ સાહિર જીરૂકા સહિત ના ગણ માન્ય લોકો એ આવકારી તેની દેશ ભક્તિ ને સલામ કરી હતી


સંત કેરા આશીર્વાદ અને વાતાવરણ ની તાશિર . પાગલો ને સાજા કરી દે છે સાવરકુંડલા નાં માનવમંદિર માંથી માંથી વધુ એક મનો રોગી સાજા થઈ જતા કુટુંબ સાથે પોતીકા ઘરે વિદાય અપાઈ

દિલીપ જીરૂકા દ્વારા

સંત કેરા આશીર્વાદ અને વાતાવરણ ની તાશિર . પાગલો ને સાજા કરી દે છે
સાવરકુંડલા નાં માનવમંદિર માંથી માંથી વધુ એક મનો રોગી સાજા થઈ જતા કુટુંબ સાથે પોતીકા ઘરે વિદાય અપાઈ
પૂજ્ય ભક્તિ રામ બાપુ ની મહેનત રંગ લાવી રહી છે
30 થિ વધુ મનોરોગી ઓ પાગલ આશ્રમ માનવ મંદિર થી સાજા થઈ ઘર ગ્રહસ્તી માં પરત ફર્યા

સાવરકુંડલા નું માનવ મંદિર એટલે મનો રોગી ઓ નું ચિકિત્સાલય અહીં મનો રોગી દીકરી ઓ બહેનો ની સેવા ચાકરી કરી સાજા સારા થઈ જવાની તાશિર ધરાવે છે જેનો દાખલો આજ ફરી જૂવા મળ્યો હતો અહીં આજ હંસા બેન નામક મહિલા સંપૂર્ણ મનો રોગી નાં ભયંકર રોગ માંથી સાજા થઈ જતા તેમના પરિવાર ને ફરી સોંપી દેવામાં આવ્યા જેથી પરિવાર પર ખુશ ખુશાલ હતું ત્યારે અહીં માનવ મંદિર ની તાશિર છે અહીં ભક્તિ રામ બાપુ નાં આશીર્વાદ છે કે અહીં થિ 30 જેટલા પાગલો સાજા થઈ ઘરબાર સાંભળી રહ્યા છે જેમાં ડો. વકીલ સહિત અનેક ગણમાન લોકો અહીં આવી સાજા સારા થઈ હાલ ઠરી ઠામ થાય છે અહીં કેટલીક દીકરી ઓ તો સાજી થઈ ગઈ હતી અને જેનું કોઈ ન હતું તેને ભક્તિ રામ બાપુ એ કરિયાવર અર્પિ લગ્ન નાં તાંતણે પણ બાંધી આપી ત્યારે અહીં નું પાવન વાતાવરણ કહો કે પૂજ્ય ભક્તિ રામ બાપુ નાં આશીર્વાદ અહીં નાં દર્દી ઓ માટે સો ટકા ફાયદા કારક દર્દી ઓ ને સાબિત થયા છે અહીં ભક્તિ રામ બાપુ નાં માનવ મંદિર માં દીકરી ઓ જે મનો રોગી ઓ હતી તે સાજી સારી થઈ છે અને આજ ફરી આર્ક દર્દી સંપૂર્ણ સ્વસ્થ થઈ જતા બાપુ દ્વારા તેમના પરિવારો ને સોંપવામાં આવેલ જે થિ તેમનો પરિવાર પણ ખુશ ખુશાલ જાણતો હતો


બાબરામા શહેર અને તાલુકા યુવા ભાજપ દ્વારા અંખડભારત સ્મૃતિ દિવસની ઉજવણી કરાઈ ભવ્ય મશાલ યાત્રા નીકળી

બાબરામા શહેર અને તાલુકા યુવા ભાજપ દ્વારા અંખડભારત સ્મૃતિ દિવસની ઉજવણી કરાઈ
ભવ્ય મશાલ યાત્રા નીકળી મોટી સંખ્યામાં યુવા ભાજપ ના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા

બાબરામાં શહેર અને તાલુકા યુવા ભાજપ દ્વારા અંખડ ભારત સ્મૃતિ દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
જેમાં સ્વાતંત્ર્ય પર્વ ની પૂર્વ સંધ્યાએ અહીં ભવ્ય મશાળાયાત્રા યુવાભાજપ દ્વારા કાઢવામાં આવી હતી જેમાં માજી ધારાસભ્ય વાલજીભાઈ ખોખરીયા,શહેર ભાજપ પ્રમુખ લલિતભાઈ આંબલિયા,શહેર યુવા ભાજપ પ્રમુખ અંકુરભાઈ જસાણી, તાલુકા યુવા ભાજપ પ્રમુખ મહેસભાઈ જાવીયા,મહામંત્રી જગદીશ વાવડીયા,યાર્ડના ચેરમેન બીપીનભાઈ રાદડીયા,સહિત ના ભાજપ ના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હ


૭૨માં સ્‍વાતંત્ર્ય પર્વે ની અમરેલી જિલ્લા ની ઉજવણીલીલીયા ખાતે યોજવામાં આવી કેબિનેટ પ્રધાન  શ્રીકુંવરજીભાઇ બાવળીયાએ રાષ્‍ટ્રધ્વજ લહેરાવી સલામી આપી

૭૨માં સ્‍વાતંત્ર્ય પર્વે ની અમરેલી જિલ્લા ની ઉજવણીલીલીયા ખાતે યોજવામાં આવી કેબિનેટ પ્રધાન
શ્રીકુંવરજીભાઇ બાવળીયાએ રાષ્‍ટ્રધ્વજ લહેરાવી સલામી આપી

અમરેલી જિલ્લા કક્ષાની ઉજવણીમાં રંગારંગ સાંસ્‍કૃત્તિક કાર્યક્રમો રજૂ થયા

વિકાસકાર્યો માટે કલેકટરશ્રી આયુષ ઓકને રૂ.૨૫ લાખનો ચેક અર્પણ
તા.૧૫ ઓગષ્‍ટ, ૨૦૧૮ બુધવાર

૭૨માં સ્‍વાતંત્ર્ય પર્વની લીલીયા ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પાણી-પુરવઠા અને પશુપાલનમંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ રાષ્‍ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી. મંત્રીશ્રીએ, સ્‍વાતંત્ર્ય સેનાનીશ્રીઓને શાલ ઓઢાડી, સુતરની આંટી પહેરાવી વંદન કરી સન્‍માનિત કર્યા હતા.

આ પ્રસંગે પાણી-પુરવઠા અને પશુપાલનમંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ, રાષ્‍ટ્રની આઝાદી માટે લડનારા સ્‍વાતંત્ર્ય વીરોને યાદ કરી શ્રધ્ધાંજલી અર્પી પ્રજાજનોને ૭૨માં સ્‍વાતંત્ર્ય દિવસની શુભેચ્‍છા પાઠવી હતી.

રીપોર્ટ. .હનીફ કાતીયાર લીલીયા


દિલ્હીમાં જંતર મંતર ખાતે મનુવાદીઓએ બંધારણ નું પુસ્તક ફાડી અને સળગાવવાનો પડઘો બાબરા માં પડ્યો. બાબરા દલિત સમાજ દ્વારા રોષની લાગણી વ્યક્ત કરી પોલીસ ને ફરિયાદ કરવા આવેદન પાઠવાયું

રાજુ બસિયા બાબરા

દિલ્હીમાં જંતર મંતર ખાતે મનુવાદીઓએ બંધારણ નું પુસ્તક ફાડી અને સળગાવતા બાબરા દલિત સમાજ દ્વારા રોષની લાગણી વ્યક્ત કરી બાબરા પીએસઆઇ ને આવેદન પત્ર આપી ફરિયાદ દાખલ કરવા જણાવ્યું
દિલ્હીમાં કોઈ અજાણ્યા મનુવાદીઓ દ્વારા બંધારણ નું પુસ્તક સળગાવવામાં આવતા સમગ્ર દેશમાં દલિત સમાજ દ્વારા ભારે રોષ ની લાગણી વ્યક્ત કરી જવાબદાર સામે કડક પગલાં ભરવા માંગ કરી હતી
ત્યારે બાબરામાં દલિત સમાજના અગ્રણી જીવરાજભાઈ પરમાર,નાનજીભાઈ મારૂ, નરેશભાઈ મારુ,વિનુભાઈ મારુ,મુકેશભાઈ, યોગેન્દ્ર ભાઈ સહિતના અગ્રણીઓ દ્વાર બાબરા પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ એસ.વી.સરવૈયા ને આવેદન પત્ર પાઠવી ઝીરો નંબર થી ફરિયાદ દાખલ કરી દિલ્હી ખાતે મોકલવા જણાવ્યું હતું

 


બાબરામાં જુના તાપડીયા આશ્રમમાં પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો ભવ્ય પ્રારંભ ત્રિદિવસ મહોત્સવ માં સમસ્ત ગામના નગરજનો જોડાયા ભવ્ય પોથીયાત્રા નીકળી

રાજુ બસિયા બાબરા

બાબરામાં જુના તાપડીયા આશ્રમમાં પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો ભવ્ય પ્રારંભ ત્રિદિવસ મહોત્સવ માં સમસ્ત ગામના નગરજનો જોડાયા ભવ્ય પોથીયાત્રા નીકળી હતી

બાબરામાં આવેલ જુના તાપડીયા આશ્રમમાં આગામી ત્રણ દિવસ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ભવ્ય પ્રારંભ થયો છે અહીં વિવિધ દેવી દેવતાનની મૂર્તિઓ ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે
તેમજ અહીં ત્રણ દિવસ સુધી ભજન ભોજન અને ભક્તિ નો ત્રિવેણી સંગમ સર્જાયો છે
અહીં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં પણ આઝાદીનો રંગ જોવા મળ્યો હતો અહીં યજ્ઞ શાળામાં તિરંગા ની રંગોળી ભૂદેવો દ્વારા દોરવામાં આવી હતી

અહીં જુના તાપડીયા આશ્રમમાં બિરાજતા તાપડેશ્વર મહાદેવ ના મંદિર ની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા તેમજ યજ્ઞ
આચાર્ય શાસ્ત્રી મૌલિકભાઈ ત્રિવેદી અને જીતેન્દ્રભાઈ જોષી દ્વારા વિધિ વિધાન સાથે મહાદેવ ના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી રહ્યા છે


આજ રોજ ઉના ખાતે ત્રિકોણબાગ ખાતે રાષ્ટ્રીય દલિત મહાસંઘ યુવા મોરચા દ્વારા ધ્વજવંદન તેમજ ઉના થી ગાંધીનગર સુધી બાઈક રેલી ની સ્વાભિમાન સંઘર્ષ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું …

ધર્મેશ જેઠવા દ્વારા: આજ રોજ ઉના ખાતે ત્રિકોણબાગ ખાતે રાષ્ટ્રીય દલિત મહાસંઘ યુવા મોરચા દ્વારા ધ્વજવંદન તેમજ ઉના થી ગાંધીનગર સુધી બાઈક રેલી ની સ્વાભિમાન સંઘર્ષ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું …

આ બાઈક રેલી નું ઉના ખાતે થી આજે પ્રસ્થાન કરશે જે ઉના થી કીડીનાર, પ્રાંચી, તાલાલા, વેરાવળ અને કેશોદ સાંજે રાત્રી રોકાણ કરીને તા.૧૮/૦૮/૨૦૧૮ ના ગાંધીનગર ખાતે પહોંચશે…

આ કાર્યક્રમમાં જામનગરના પૂર્વ ધારાસભ્ય,કેશોદ ના ધારાસભ્ય હમીરભાઇ ધોરા, કોડીનાર પૂર્વ ધારાસભ્ય અને સાંસદીય સચિવ જેઠાભાઇ સોલંકી તેમજ સમગ્ર ગુજરાતમાંથી રાજકીય આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે…


બાબરા તાલુકા ના નાનીકુંડળ પ્રાથમીક એને માધ્યમીક શાળા દ્વારા ૧૫મીઓગસ્ટ ૨૦૧૮ નારોજ (૭૨) મા સ્વાતંત્રદિવસ નીદેશ ભરમા ઉજવણી કરવામા આવી

બાબરા તાલુકા ના નાનીકુંડળ પ્રાથમીક એને માધ્યમીક શાળા દ્વારા ૧૫મીઓગસ્ટ ૨૦૧૮ નારોજ (૭૨) મા સ્વાતંત્રદિવસ નીદેશ ભરમા ઉજવણી કરવામા આવીરહીસે તેરે બાબરા તાલુકા ના નાનીકુંડળ માપણ (૭૨)મા સ્વાતંત્રપર્વ ની ઉજવણી કરવામા આવી તેમા શાળા ના વિદ્યારથીયો ને પ્રાથમીક શાળા ના આચાર્ય તેમજ માધ્યમીક શાળા ના આચાર્ય તેમજ શાળાસ્ટાપ તેમજ બાબરા તાલુકા પંચાયત ના સદસ્ય મુકેશભાઈ ભાલીયા તથા નાનીકુડળ ના સરપંશ તેમજ ગ્રામજનો મોટી સંખ્યા મા ઉપથીત રયાહતા તેમજ
દેશભક્તિ ગીત અનૅ સાંન્કુતી કાયક્રમ અનૅ વૅશભુશા.
તેમજ શાળાના કેડેટ S.P.C ના વિદ્યાર્થી દ્વારા ધ્વજ ને સલામી આપી.રિપોર્ટર નારણભાઈ ભાલીયા નાનીકુડળ


અમરેલીની શીતલ આઈસ્ક્રીની ફેક્ટરી મા ભીષણ આગ.આગનું કારણ અકબંધ

અમરેલી : અમરેલીની શીતલ આઈસ્ક્રીની ફેક્ટરી મા ભીષણ આગ..

જીઆઇડીસી માં આવેલ ફેક્ટરી મા ભીષણ આગ..

અમરેલી પાલિકાના ફાયર ફાઇટર દ્વારા આગ બુજાવવા ની કામગીરી શરૂ..

ફેક્ટરી મા લાગેલી આગ બેકાબુ


error: Content is protected !!