(adsbygoogle = window.adsbygoogle || []).push({
google_ad_client: "ca-pub-7482154010129071",
enable_page_level_ads: true
});

window.dataLayer = window.dataLayer || [];
function gtag(){dataLayer.push(arguments);}
gtag('js', new Date());

gtag('config', 'UA-128615410-1');

Main Menu

Monday, August 13th, 2018

 

બ્રહ્મસમાજના અગ્રણી અને જિલ્લા ભાજપના આગેવાનના શરદ પંડ્યા નાં ઘરે કેન્દ્રીય કૃષિમંત્રી રૂપાલા અને  ભાજપના અગ્રણીઓ પધાર્યા

સાવરકુંડલા
રાજકારણમાં રહીને પારિવારિક સંબંધો અકબંધ જાળવવાના ધ્યેય રાખતા સાવરકુંડલા બ્રહ્મસમાજના અગ્રણી અને જિલ્લા ભાજપના આગેવાનના ઘરે કેન્દ્રીય કૃષિમંત્રી રૂપાલા અને  ભાજપના અગ્રણીઓ પધારતા ભાવભેર સન્માનિત કરીને અમરેલી જિલ્લાના રાજકારણની પળપળની માહિતી લઈને 2019 માટેના રાજકારણના ચોખઠાં ગોઠવવાની રણનીતિ ની સહવિશેષ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી
            સાવરકુંડલા ના યુવા અગ્રણી અને જિલ્લા ભાજપના મહામંત્રી પદે સેવા આપી ગયેલા સ્વભાવના સરળ ગણાતા બ્રહ્મસમાજના અગ્રણી શરદ પંડ્યા ના નિવાસસ્થાને કેન્દ્રીય કૃષિમંત્રી પુરુષોત્તમ રૂપાલા એ પધારીને મહેમાનગતિ માણી હતી સાથે સાંસદ નારણ કાછડીયા,જિલ્લા ભાજપના પ્રમુખ હિરેન હિરપરા,  પૂર્વ કૃષિમંત્રી વી.વી.વઘાસિયા, જિલ્લા ભાજપના મહામંત્રી કમલેશ કાનાણી, પાલિકાના પ્રમુખ વિપુલ ઉનાવા, જિલ્લા ભાજપના પીઢ આગેવાન દિનેશભાઇ પોપટ, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, સાવરકુંડલા યુવા ભાજપના પ્રમુખ અરવિંદ મેવાડા, જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ રામદેવસિંહ ગોહિલ, સહિતના જિલ્લા ભાજપના મોભીઓ સંગાથે યુવા ભાજપના કાર્યકારોથી લઈને પીઢ નેતાઓએ આગામી 2019 માટે અત્યારથીજ તૈયારી માં લાગી જવાની હાકલ કેન્દ્રીય કૃષિમંત્રી રૂપાલાએ કરી હતી સાથે શરદ પંડ્યાની મહેમાનગતિ માણીને શરદ પંડ્યાના સહપરિવાર સાથે અસલ કાઠિયાવાડી શૈલી માં રૂપાલા એ ખડખડાટ હાસ્યની છોળો ઉડાડી હતી

બાબરામાં નગરપાલિકા સંચાલિત બગીચાનું સોમવારે ખાતમુરત કેન્દ્રીય રાજ્ય મંત્રી પુરષોતમ રૂપાલા ના હસ્તે ભવ્ય લોકાર્પણ તેમજ પ્રતિમા નુ અનાવરણ કરાશે

રાજુભાઇ બસીયા દ્વારા : બાબરામાં નગરપાલિકા સંચાલિત અને દાતા પરિવાર ના આર્થિક સહકાર થી નિર્મિત પંચવટી ગાર્ડન નું અને સ્વ જૈતાભાઈ વાળા ની પ્રતિમા નું અનાવરણ આજરોજ કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલા ના વરદ હસ્તે કરવામાં આવશે આ તકે દાતા પરિવારનું ભવ્ય સન્માન પણ કરવામાં આવશે
બાબરામાં નગરપાલિકા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ની પંચવટી ગાર્ડન યોજના અંતર્ગત સ્વ જૈતાભાઈ રાણીગભાઈ વાળા ઉદ્યાન બનાવ્યું છે જેનું લોકાર્પણ આગામી સોમવારના રોજ સાંજ ના ૬ કલાકે મંત્રી પુરુષતમ રૂપાલા દ્વારા કરવામાં આવશે આ તકે સાંસદ નારણભાઇ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા, ડો ભરતભાઈ કાનાબાર,પૂજ્ય ઘનશ્યામ દાસ બાપુ,માજી ધારાસભ્ય વાલજીભાઈ ખોખરીયા, શહેર ભાજપ પ્રમુખ લલિતભાઈ આંબલિયા, તાલુકા ભાજપ પ્રમુખ નીતિનભાઈ રાઠોડ, ભુપેન્દ્રભાઈ બસિયા,પાલીકા પ્રમુખ ખીમજીભાઈ મારુ,સહિતના સ્થાનિક આગેવાનો અને બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહેશે
બાબરામાં નગરપાલિકા દ્વારા નગરજનો ને નવી સુવિધા પૂરી પાડવામાં આર્થિક સહયોગ આપવા બદલ વાળા પરિવાર નું ભવ્ય સન્માન પણ કરવામાં આવશે