Main Menu

Sunday, August 12th, 2018

 

ગીર સોમનાથ ના ઊના તાલુકાના મોટા ડેસર ગામ નો રૂંધાયો વિકાસ…..

ધર્મેશ જેઠવા દ્વારા:ગીર સોમનાથ ના ઉના તાલુકા નું 6500 ની આસપાસ વસ્તી ધરાવતું મોટુ ગામ એટલે કે મોટા ડેસર…ગામ માં વ્યવસ્થા ના નામે મીંડું ગ્રામ પંચાયત જ નથી.. શૌચાલય કૌભાંડ માં સરપંચ ને સસ્પેન્ડ કરાયા બાદ ના બે મહિના બાદ પણ પંચાયત નો ચાર્જ ઉપસરપંચ ને સોપાયો નથી… જેથી ગ્રામજનો ના કોઈ કામ થતાં નથી..અહીંની 2011 થી આવેલ માધ્યમિક શાળા માં આજુબાજુ ના 4 ગામના ધોરણ 9 અને 10 માં 190 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પણ માધ્યમિક શાળા નું બિલ્ડીંગ જ નથી… તેથી તેઓ અભ્યાસ કરે છે ગામ ની કન્યા શાળા માં.. ગામના 4 આંગણવાડી આવેલી છે જેમાંની એક જ આંગણવાડી જૂની કન્યા શાળા અને ગ્રામ પંચાયત ના ગંદકી થી ભરેલા વિસ્તારમાં આવેલી છે અન્ય 3 ભાડાના મકાનોમાં કહો કે એક પડાળીયા રહેણાંક ના મકાન માં ચાલે છે..ગામ આખું ગંદકી અને પાણી થી ભરેલું છે..

વિઓ… મોટા ડેસર માં પંચાયત ઘર જ નથી.કોમ્યુનિટી હોલ 10 વર્ષ થી જર્જરિત હાલત માં છે. હાલ જૂની કન્યા શાળા ના એક ઓરડામાં ગ્રામ પંચાયત નો ઓફિસ તરીકે કામચલાઉ ઉપયોગ કરવામાં આવે છે જેની આજુબાજુ ઉકરડા અને આજુબાજુ લોકો શૌચાલય પણ કરી જાય છે. ગામ ના સરપંચ ને શૌચાલય કૌભાંડ માં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાથી બે મહિના થયાં છતાં તેમનો ચાર્જ ઉપસરપંચ ને સોંપયો નથી.જેથી કોઈ વહીવટી થઈ શકતો નથી..ગ્રામજનો ના પ્રશ્નો નો નિકાલ આવતો નથી કે કોઈ કામ થતા નથી..અહીં ગામ માં માધ્યમિક શાળા માં ધોરણ 9 સને 10 નો અભ્યાસ તો ચાલે છે પણ વિદ્યાર્થીઓ માટે એ માઘ્યમિક શાળા નું મકાન નથી જેથી હાલ તેઓ ગામ ની પ્રાથમિક કન્યા શાળા ના 4 ઓરડાઓ માં બેસીને અભ્યાસ કરે છે .જેથી કન્યા શાળા માં ઓરડાની ઘટ રહેતા ના છૂટકે તેમને સવાર અને બપોર ની પાળી ચલાવવી પડે છે..અને નાના વિદ્યાર્થીઓ ને હાલાકી ભોગવવી પડે છે..તેમજ કન્યા શાળાનું આ મેદાન વરસાદ ના સમયે ગોઠણસમા પાણી માં ગરકાવ થઈ જાય છે.. કન્યા શાળા નો વિસ્તાર નિચાણ વાળો હોય અને જે તે સમયે એ બાબત નો ખ્યાલ હોવા છતાં તેને ઊંચી ના લેવામાં આવી જેના લીધે પાણી ભરવાની સમસ્યા સર્જાય છે..
ગ્રામ પંચાયત માં હાલ કોઈ પાસે વહીવટી ચાર્જ ના હોવાના લીધે અને ભારે વરસાદ ના લીધે સર્જાયેલ સમસ્યા ના નિવારણ થતાં નથી.. ઠેર ઠેર ગંદકી થી રોગચાળો ફાટી નીકળ્યા છે.. પાણી નિકાલ ની વ્યવસ્થા થઈ નથી. ગ્રામ પંચાયત નો વહીવટ સોંપયો ના હોવાથી ગ્રામજનો ના અને બીજા પ્રશ્નો ઉભા થયા છે. ગામ ની કુમાર શાળા માં પણ 4 ઓરડાઓ જર્જરિત હાલત માં છે .જેને પાડવાની મંજૂરી હજુ સુધી મળી નથી .શાળામાં ભણતાં વિદ્યાર્થીઓ ને નવા ઓરડાઓ ના મળતા અહીં પણ કુમાર શાળામાં બે પાળીમાં વિદ્યાર્થીઓ ભણવા આવવું પડે છે.. અહીં કુમાર શાળા આવવા માટે ચોમાસા દરમિયાન વોકળો નડે છે..માધ્યમિક શાળા ના ધોરણ 9 અને 10 નો અભ્યાસ પેલા અહીં જ ચાલતો હતો પણ કુમાર શાળા ના ઓરડાઓ માં પોપડા પડવાના લીધે કન્યા શાળા માં ખસેડેલ છે.. ધોરણ 9 અને 10 માં એક રૂમ માં 90 થી 95 વિદ્યાર્થીઓ ખીચોખીચ બેસીને અભ્યાસ કરે છે.. માઘ્યમિક શાળા માં વહીવટી શિક્ષક ની પણ ઘટ છે..
સરકાર શ્રી દ્વારા આ ગામ ના બાળકો ને વેઠવી પડતી મુશ્કેલી દેખાતી ના હોય તેવું લાગી રહ્યું છે..મોટા ડેસર અને આજુબાજુ ના 4 ગામ થી અભ્યાસ અર્થે આવતા બાળકોને ઘેટાં બકરા ની જેમ રૂમોમાં બેસાડીને અભ્યાસ કરવો પડે છે..પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને અભ્યાસ માટે સવાર નો સમય જ અનુકુળ પડે છે તેમ છતાં તેમને બીજી પાળી માં બપોર ના સમયે આવવું પડે છે.. ગ્રામ પંચાયત ને રાજીવ ગાંધી ભવન તો મળેલું પણ 2 વર્ષ થી તેનું કામ પણ કોઈ કારણસર અટકેલું છે…
4 આંગણવાડી તો છે પણ એક જ બિલ્ડિંગ જે પણ ગંદકી ની વચ્ચે… જેની બાજુમાં જ હાલ પૂરતી ગ્રામ પંચાયત ની ઓફિસ ચાલે છે..