Main Menu

Saturday, August 11th, 2018

 

બાબરા તાલુકામાં મામલતદાર શ્રી દ્વારા અપાયેલ ફરીયાદ આધારે વિવિધ ગુન્હાના સરકારી જમીન હડપ કરનાર ચાર આરોપીઓને જડપી પાડતી બાબરા પોલીસ

પંકજ ઇન્દ્રોડિયા બાબરા

બાબરા તાલુકામાં મામલતદાર શ્રી દ્વારા અપાયેલ ફરીયાદ આધારે વિવિધ ગુન્હાના સરકારી જમીન હડપ કરનાર ચાર આરોપીઓને જડપી પાડતી બાબરા પોલીસ

મ્હે. પોલીસ અધિક્ષક સાહેબશ્રી અમરેલીનાઓ ની સુચના તેમજ ના.પો.અધિ.સા. શ્રી અમરેલી વિભાગનાઓ તથા સર્કલ પો.ઇન્સ. સાહેબ શ્રી બાબરાનાઓના માર્ગદર્શન હેઠળ, બાબરા પો.સ્ટે.માં કલેક્ટર સાહેબની સુચના મુજબ મામલતદાર સાહેબ શ્રી એન.કે.ખીમાણી સાહેબે અલગ-અલગ ફરીયાદો આપેલ જેમાં,

(૧) બાબરા તાલુકામાં બાબરા ટાઉનમાં જામબરવાળા રોડ ઉપર આવેલ અતિ મોકાની સરકારી જમીનની ખોટી ચતુર્સીમા દર્શાવી સરકારી જમીનનું બનાવટી દસ્તાવેજ થી ખરીદ વેચાણ કરનાર ત્રણ આરોપી જેમાં આરોપી નં. (૧) હિંમતભાઇ મુળજીભાઇ ધોળકીયા તથા આરોપી નં.(૨) લખમણભાઇ મોહનભાઇ ભાતીયા તથા આરોપી નં.(૩) શારદાબેન વા/ઓ હિંમતભાઇ મુળજીભાઇ ધોળકીયા રહે.તમામ ખાખરીયા તા.બાબરા જી.અમરેલીવાળાઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(૨) બાબરા તાલુકામાં ગળકોટડી ગામે ૨૦૦૪ ની સાલમાં ફરજ બજાવતાં તલાટી કમ મંત્રી દ્વારા સરકારી જમીનને સરકારી રેકર્ડ સાથે ચેડા કરી આરોપી બચુભાઇ ભવાનભાઇ તલસાણીયાના નામે કરી અને સરકાર સાથે છેતરપીંડીં તથા વિશ્વાસઘાત કરી બાદમાં આ જમીનનું વેચાણ કરનારમાંના આરોપીઓ પૈકીઆરોપી બાબુભાઇ બચુભાઇ તલસાણીયા રહે.ચાંવડ તા.લાઠી જી.અમરેલીવાળાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આમ અમરેલી જીલ્લાના ભુમાફીયાઓ દ્વારા થતાં સરકારી જમીનનાં ગેરકાયદેસરનાં દબાણ દુર કરવાના હેતુથી જીલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ની સુચના તેમજ ના.પો.અધિ.સા. શ્રી અમરેલી વિભાગનાઓ તથા સર્કલ પો.ઇન્સ. સાહેબ શ્રી બાબરાનાઓના માર્ગદર્શન હેઠળ સદરહું કામગીરી બાબરા પો.સ્ટે. ના પો.સ.ઇ. એ.વી.સરવૈયા સાહેબ તથા એસ.એચ.નીમાવત સાહેબ તથા બાબરા પોલીસ સ્ટાફે જીલ્લાની વિવિધ શાખાઓના સહયોગથી કરેલ છે.


માળીયા હાટીના અમરાપુર ગામે બસ ટેશન ચોકમા બે સિંહ ચડી આવી ગાયનુ મારણ કર્તા ભય ફેલાયો…

(દિનેશ ગાંભવા માંગરોળદ્વારા)

** સિંહો ધુસ્યા ગામ મા

** કર્યું ગાય નુ મારણ

** રેહણાંકી વિસ્તારોમાં સિંહ ચડી આવ્યા

માળીયા હાટીના અમરાપુર ગામે બસ ટેશન ચોકમા બે સિંહ ચડી આવી ગાયનુ મારણ કર્તા ભય ફેલાયો સિંહને જંગલ તરફ હાંકી કાઢે તેવી ગામ લોકોની માગણી છે અમરાપુર ગામે વહેલી સવાર ના પાંચ વાગ્યાના સુમારે જંગલ વિસ્તાર માથી બે સિંહ બસ ટેશન ચોકમા ચડી આવી માધવ પ્રોવીઝન નામની દુકાન પાસે ગાયનુ મારણ કરી મિજબાની માણી જંગલમા નાશી જતા લોકોમા ભય ફેલાયો છે અમરાપુર ગામે છાસ વારે સિંહ ગામમા ધુસી લોકોના મુંગા પશુનુ મારણ કરી નાખેછે આજનો બનાવમા વહેલી સવાર ના મુશાફરો બસમા જવા માટે બસ ટેશન ઉપર આવતા સિંહ મારણ આરોગી રહીયો નજરે પડતા મુશાફરોમા ફફડાટ ફેલાયો હતો ઉપસ્થિત લોકોએ હાકલા પડકારા કર્તા સિહ મારણ છોડી જંગલ તરફ ચાલતી પકડી હતી ત્યાર બાદ સ્થાનિકો દ્રારા વન વિભાગને જાણ કર્તા તંત્ર દોડી આવી મારણ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી  સિંહોને વન વિભાગ જંગલ તરફ હાંકી કાઢે તેવી ગામ લોકો માંગ કરી રહીયા છે

બાઇટ જેશીગભાઇ બારડ વેપારી અમરાપુર

દિનેશ ગાંભવા
માંગરોળ


error: Content is protected !!