Main Menu

Friday, August 10th, 2018

 

બિનઅનામત ૫૮ જ્ઞાતિઓ માટે ગુજરાત સરકારે જાહેર કરી યોજનાઓ, જાણો જાહેરાતના મુદ્દાઓ

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા આજે બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની વિવિધ યોજનાઓ અંગે કરાયેલી જાહેરાતમાં ખાસ કરીને માત્ર ૩થી ૪ લાખ સુધીની આવક મર્યાદા પડકારરૂપ બને તેમ છે. રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષથી જ રાજ્યની ૫૮ જેટલી બિનઅનામત જ્ઞાતિઓના લગભગ ૧.૫ કરોડ લોકોને શૈક્ષણિક તેમજ સ્વરોજગાર માટે વિવિધ લાભો આપવાની જાહેરાત કરવામાં આવી છે.લોકસભાની ચૂંટણી પૂર્વે તમામ વિરોધને ડામી દેવા ભાજપ દ્વારા તૈયાર કરાયેલી યોજના પ્રમાણે આજે આ જાહેરાતો કરવામાં આવી છે. આ બિનઅનામત નિગમની વિવિધ યોજનાઓ અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર યોજીને આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, બંધારણીય અનામતને કોઇ નુકસાન ન થાય અને સવર્ણ સમાજને ન્યાય મળી રહે તેવા પ્રકારની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે. જેમાં ૬ મહિના જેટલા સમયથી આ યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.રાજ્ય સરકરે આ નિગમ મારફતે જાહેર કરેલી વિવિધ યોજનાઓમાં ધોરણ ૧૨માં ૬૦ ટકા કરતાં વધુ મેળવનાર વિદ્યાર્થીઓને લાભ મળશે. જ્યારે કુંટુંબની વાર્ષિક આવક ત્રણ લાખ કરતાં ઓછી હોય તેમને જ ટ્યુશન ફી અથવા રૂપિયા ૧૦ લાખ સુધીની લોન ૪ ટકાના સાદા વ્યાજે મળશે. એ જ રીતે વિદેશમાં અભ્યાસ કરવા રૂપિયા ૪.૫૦ લાખની આવક મર્યાદા હોય તેમને ૧૫ લાખ સુધીની લોન મળશે. તો ટ્યુશન સહાય માટે ધોરણ ૧૦માં ૭૦ ટકા મેળવનારને ધોરણ ૧૧-૧૨ માટે ૧૫ હજાર આપવામાં આવશે. હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફૂડ બીલ માટે દર મહીને રૂપિયા ૧૨૦૦ની સહાય આપવામાં આવશે. જ્યારે નીટ, જેઈઈ અને જીપીએસસી, યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટે રૂપિયા ૨૦ હજારની સહાય આપવામાં આવશે. તો ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓને પણ ટ્યુશન અને હોસ્ટેલના ફૂડ બીલમાં સહાયનો લાભ મળશે.સ્વરોજગાર લક્ષી યોજનાઓ માટે ૧૮ થી ૫૦ વર્ષના લોકોને ૧૦ લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. જેમાં ૪ ટકા સાદા વ્યાજે આ લોન આપવામાં આવશે. જ્યારે સ્નાતકોને અભ્યાસ પછી વ્યવસાયલક્ષી ઓફીસ કે લેબ, કલીનીક વગેરે માટે ૧૦ લાખની લોન આપવામાં આવશે. તેમાં બેન્કના ઊંચા વ્યાજ સામે સરકાર-નિગમ વ્યાજમાં ૫ ટકાની રાહત આપશે. આ બધામાં પાંચ વર્ષ પછી લોન-વ્યાજની રકમ ચુકવવાની રહેશે.જ્યારે યુવતીઓને તમામ સ્થળે મફત શિક્ષણ આપવામાં આવશે. આ પ્રસંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ યોજનાઓ માટે સરકારે નિગમને રૂપિયા ૬૦૦ કરોડનું બજેટ ફાળવેલું છે. જેમાં જરૂરિયાત પ્રમાણે તબક્કાવાર બજેટ વધારવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, બિનઅનામત વર્ગને શિક્ષણ તેમજ સ્વરોજગારી માટે આર્થિક મદદ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે.


બ્રેકીંગ ન્યૂઝ…..બાબરા તાલુકા વિસ્તારમાં સરકારી જમીન વેચી મારવાનું કૌભાંડ આવ્યુ સામે..

બ્રેકીંગ ન્યૂઝ…..

બાબરા તાલુકા વિસ્તારમાં સરકારી જમીન વેચી મારવાનું કૌભાંડ આવ્યુ સામે..

બાબરા તાલુકાના કુલ 25 ભુમાફિયાઓ વિરુધ્ધ મામલતદાર દ્વારા પોલીસ ફરિયાદ..

સમગ્ર કૌભાંડ તત્કાલીન તલાટી કમ મંત્રી સી.જી.કૈલા ની પણ સંડોવણી ખુલતા કુલ 26 વિરૂધ્ધ ફરિયાદ

કૌભાડીઓ દ્વારા સરકારી જમીન પર પેટ્રોલ પંપ ઉભો કરવામાં આવ્યો..

કેટલીક સરકારી જમીન બારોબાર વેચી દીધી હોવાનું પણ ખુલ્યું..

સરકારી રેકર્ડ સાથે ચેડાં કરી આચરવામાં આવ્યુ કૌભાંડ..

ચરખા, ગળકોટડી તેમજ બાબરા શહેરમાં આચરવામાં આવ્યુ કૌભાંડ

બાબરા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી…


વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સાવરકુંડલા શહેરમાં સિંહ વંદના અને મહારેલીનું આયોજન કરાયું. તમામ શાળા કોલેજ નાં બાળકો ઉપસ્થિતરહ્યા . એમડી ગ્રુપ નાં સહયોગ થી સમગ્ર કાર્યક્રમ ની શાનદાર ઉજવણી

વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સાવરકુંડલા શહેરમાં સિંહ વંદના અને મહારેલીનું આયોજન કરાયું.
  • તમામ શાળા કોલેજ નાં બાળકો ઉપસ્થિતરહ્યા
સાવરકુંડલા નાં રાજ માર્ગો પર બાળકો એ રેલી યોજી અને સિંહ બચાવવા ની પ્રતિજ્ઞા લીધી
સમગ્ર કાર્યક્રમ ને મનુ ભાઈ પીઠવડી ચેરીટેબલ ટ્રષ્ટ દ્વારા સ્પોન્સર કરાયો કરાયો
સાવરકુંડલા વન વિભાગ નોર્મલ રેન્જ તથા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ -થતા સુરત એમડી ગ્રુપ નાં સહયોગ થી વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં   સમગ્ર એશિયાખંડમાં ગીરનું ગૌરવ તથા સૌરાષ્ટ્રનું આભૂષણ ગણાતાં એવા તથા ગુજરાત રાજ્યનું રાજ્યપ્રાણી ગણાતાં એવા સિંહ અંગેની જાગૃતિ માટે સાવરકુંડલા શહેરમાં તમામ સરકારી, ખાનગી શાળાઓ, હાઈસ્કૂલો, કોલેજો, તથા માનવ મંદિરના વિધાર્થી ભાઈઓ – બહેનો દ્વારા સિંહ સંરક્ષણ માટે શહેરના જાહેર માર્ગો પર સિંહોના મહોરા પહેરી બેનરો, સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં જેમાં 5600 જેટલાં વિધાર્થીઓ બહોળી સંખ્યામાં  ઉપસ્થિત રહ્યા હતાં ઉપરાંત શાળા કોલેજના શિક્ષકો અને પ્રિન્સીપાલ પણ હાજર રહ્યા હતાં, સિંહ માટે લોકજાગૃતિ અંગેની મહારેલી કાઢવામાં આવી હતી. આ ઉપરાંત સાવરકુંડલાની બાજુમાં આવેલ માનવમંદિરમાં પણ ત્યાંના વિધાર્થીઓ દ્વારા સિંહના મહોરા પહેરીને રેલી કાઢવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિશ્વ સિંહ દિવસના સાવરકુંડલા તાલુકાના કન્વીનર શ્રી હાજી દિલાવરખાન પઠાણ, સહસંયોજક સતિષભાઈ પાંડે  અને મહેબુબખાન પઠાણ તથા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટની પુરી ટીમે વન વિભાગ નોર્મલ રેન્જના સાવરકુંડલાના આર.એફ.ઓ શ્રી ભાટીયા તથા સમગ્ર સ્ટાફની સાથે રહી આ કાર્યક્રમને સફળ બનાવવામાં ખુબ જ જહેમત ઉઠાવી હતી ત્યારે કાર્યક્રમ નાં
સહયોગી: ભગીરથભાઈ પીઠવડી વાળા એમ.ડી.ગૃપ –  સુરત દ્વારા સમગ્ર કાર્યક્રમ ને સ્પોન્સર કરવામાં આવ્યો હતો  અને બાળકો ને પ્રોત્સાહિત કર્યાં હતાં

ઉના ની મુખ્ય બજાર માં તહેવારો ના સમય માં ઉના પોલીસે ના પેટ્રોલિંગ થી વેપારી માં ખુશાલી ના માહોલ

(ધર્મેશ જેઠવા દ્વારા)

ઉના ની મુખ્ય બજાર માં તહેવારો ના સમય માં ઉના પોલીસે ના પેટ્રોલિંગ થી વેપારી માં ખુશાલી ના માહોલ
તહેવારો ના સમય માં ઉના ની મુખ્ય બજાર સમાન ટાવર ચોક. પોસ્ટ ઓફીસ. સોની બજાર.જે. પી. રોડ.આનંદ બજાર આવી મેઈન બજાર માં 100 નંબર માં ફરજ બજાવતા ધીરુભાઈ બાંભણીયા તથા ભરત ભાઇ રામ સાથે ટ્રાફિક પોઇન્ટ માં ફરજ બજાવતા પોલીસે ઉના ની બજાર માં મનમાં આવે તેમ પાર્કિંગ કરેલ મોટર સાયકલ તથા લારી વાળા ને તહેવારો નિમિતે વેપારી ને અડચણ ના થાય એવું પેટ્રોલિંગ કરેલ તેથી વેપારી માં ખુશી નો માહોલ છવાય ગયેલ.જો આવી રીતે પોલીસ મુખ્ય માર્ગ પર પેટ્રોલિંગ ચાલુ રાખેતો વેપારી માં હાશકારો અનુભવાશે.


વર્લ્ડ સિંહ દિવસ નિમિતે ગીરના રસ્તાઓ પર જોવા મળ્યો સિંહ…

(ધર્મેશ જેઠવા દ્વારા)

વર્લ્ડ સિંહ દિવસ નિમિતે ગીરના રસ્તાઓ પર જોવા મળ્યો સિંહ…

વર્લ્ડ સિંહ દિવસ નિમિત્તે સિંહો જોવા મળવાનો નજારો કોઈના મોબાઈલ કેમેરા માં કેદ થયેલ જે વાઇરલ થયેલ…

સિંહ જંગલ વિસ્તારમાં થી બહાર ના વિસ્તારમાં જોવા મળવા સામાન્ય છે

ત્યારે આવી જ રીતે માર્ગ ઉપર થી પસાર થતો સિંહ અહીં લોકોની નજરે ચડેલ…


સિંહોનાં હુમલાથી માનવમૃત્યું કરતા મનુષ્યોએ સિંહોની વધુ કરેલી હત્યા

– આજે વિશ્વસિંહ દિવસ:સિંહ એક ખાનદાન પ્રાણી

– દેશની શાન ગિરનાં સિંહોનાં સંરક્ષણ માટે વિશેષ કાળજી દાખવવાની જરૂ

સિંહને જંગલનો રાજા અને ખુંખાર પ્રાણી ગણવામાં આવે છે. પરંતુ સિંહોએ કરેલા હુમલાઓથી જેટલા માનવમૃત્યુ નિપજયા છે. તેના કરતા મનુષ્યએ વધારે સિંહોની હત્યાઓ કરી હોવાનું વનવિભાગના તારણમાં બહાર આવ્યું છે. આજે વિશ્વ સિંહ દિવસ છે  ત્યારે દેશની શાન સમાન ગિરનાં સિંહોના સરક્ષરણ માટે વધુ કાળજી દાખવવાની આવશ્યકતા હોવાનું જણાઈ આવે છે. સિંહ ખુંખારની સાથે એક ખાનદાન પ્રાણી પણ છે. કારણ કે સિંહ કયારેય માનવ પર હુમલો કરતો નથી. પરંતુ જ્યારે સિંહને પોતાનાં જીવનુ જોખમ લાગે અથવા તેને ડર લાગે કે મનુષ્ય પોતાના પર હુમલો કરશે તેવા સંજોગોમાં સિંહ માનવ પર હુમલો કરતો હોય છે. વનવિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે સિંહોએ આજદિન સુધી કરેલા માનવ મૃત્યુ કરતા અનેકગણા સિંહોને મનુષ્યએ ઈલેકટ્રીક શોર્ટ વડે, શિકાર કરી, તથા અન્ય કોઈપણ રીતે સિંહોની ક્રૂર હત્યાઓ નીપજાવી હોવાનું એક તારણમાં સામે આવ્યું છે. તાજેતરનાં વર્ષોની વાત કરીએ તો વિસાવદરના લાલપુર નજીક ધારી રોડ પર સિંહને મારીને ફેંકી દેવામાં આવ્યો, ત્યારબાદ આજવિસ્તારમાં લામધાર વીડીમાં ઈલેકટ્રીક શોર્ટ આપી સિંહનો મૃતદેહ ફેકી દેવામાં આવ્યો, ગીર ગઢડા તાલુકાના બેડીયા ગામમાં સિંહણની ઈલેકટ્રીક શોર્ટથી હત્યા નીપજાવી મૃતદેહને ફેકી દેવામાં આવ્યો, થોડા દિવસો પહેલા માળીયા હાટીના પંથકમાં સિંહની હત્યા નીપજાવી કોથળામાં મૃતદેહને બાંધીને ફેકી દેવામાં આવ્યો, વિસાવદરનાં મોટી મોણપરીમાં સિંહની હત્યા કરી તેનો મૃતદેહ નદીના પાઈપમાં છુપાવી દેવામાં આવ્યો, તાજેતરના જશાધાર જંગલ વિસ્તારની બોર્ડર પર સિંહ બચ્ચાની હત્યા કરવામાં આવી આ ઉપરાંત સાવરકુંડલા નજીક સિંહનો હત્યા કરી મૃતદેહ કુવામાં ફેંકવામાં આવ્યો આવા અનેક કિસ્સાઓમાં મનુષ્યએ સિંહોની હત્યા કર્યાનું ખુલ્યું છે.


error: Content is protected !!