Main Menu

Thursday, August 9th, 2018

 

પવિત્ર રક્ષાબંધનના દિવસે  ધારી સાધુ સમાજ તેજસ્વી તારલાઓને સન્માનિત કરાશે 

જીગ્નેશ ગિરી ગોસાઈ
પવિત્ર રક્ષાબંધનના દિવસે
——————————–
ધારી સાધુ સમાજ તેજસ્વી તારલાઓને સન્માનિત કરાશે
દસમી થી સ્નાતક, અનુસ્નાતક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનું સમાજનું આયોજન સાથે સાધારણ સભા
—————————————-
ધારી તાલુકા સાધુસમાજ દ્વારા ધોરણ દસથી લઈ સ્નાતક અને અનુસ્નાતક સ્તરના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા માટે રક્ષાબંધનના પવિત્ર દિવસે સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે
                                       ધારી તાલુકા સમસ્ત સાધુસમાજ રામાનંદી, દશનામી અને માર્ગી આમ ત્રણેય સમાજના સહયારા સંગઠન દ્વારા આગામી પવિત્ર રક્ષાબંધનના દિવસે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનું આયોજન કરાયુ છે જેમાં ધોરણ દસથી સ્નાતક અને અનુસ્નાતક સ્તરના તેજસ્વી વિદ્યાર્થીઓ અને જેમને ડીસ્ટ્રિક્ષન એટલે કે ૭૦% થી માર્કસ વધુ મેળવેલા હોય તેવા વિદ્યાર્થીઓને સમાજ હૃદયથી સ્પર્શ કરવા જઈ રહ્યો છે
                                    સાધુસમાજના આવા છાત્રોએ આગામી ૧૫ ઓગષ્ટ પહેલાં પોતાની માર્કશીટની ઝેરોક્ષ નકલ સીતારામ બચત અને ધિરાણ મંડળી ખોડીયાર માર્કેટ, મારૂતિ વોચ બગીચા સામે અને ખોડીયાર ધારી તાલુકા સમસ્ત સાધુસમાજ રામાનંદી, દશનામી અને માર્ગી આમ ત્રણેય સમાજના સહયારા સંગઠન દ્વારા આગામી પવિત્ર રક્ષાબંધનના દિવસે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનું આયોજન કર બગીચા સામે જમા કરાવી આપવાનું સાધુસમાજે જણાવ્યું છે સાથોસાથ સમાજની સાધારણ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમજ સન્માનિત થનાર વિદ્યાર્થીઓ પોતાના વાલી સાથે જ કાર્યક્રમમાં જોડાય તેવી અપીલ કરાઈ છે.

રાજુલાનાં માથાભારે ઇસમ શિવા ઉર્ફે શિવરાજ ધાખડા પાસા હેઠળ ગોધરા જેલમાં ધકેલાયો અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા અમરેલી જીલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો ઉપર કડક હાથે કાર્યવાહી

તા.૦૯/૦૯/૨૦૧૮

અમરેલી એલસી બી કચેરી ની માહિતી મુજબ .

*રાજુલાનો માથાભારે ઇસમ શિવા ઉર્ફે શિવરાજ ધાખડા પાસા હેઠળ ગોધરા જેલમાં ધકેલાયો*

💫 પોલીસ અધિક્ષકશ્રી અમરેલી દ્વારા અમરેલી જીલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો ઉપર કડક હાથે કાર્યવાહી કરવા તેમજ શરીર-સબંધી ગુન્હાઓ કરવાની ટેવ વાળા અને ઘાતક હથિયારો સાથે નિર્દોષ નાગરીકો ઉપર દાદાગીરી કરનાર તથા ધાક-ધમકી આપી ઇજાઓ કરી જાહેર વ્યવસ્થા‍ ખોરવતા અને ભયનું સામ્રાજ્ય ફેલાવી આંતક મચાવતાં માથાભારે ઇસમો સામે પાસા-તડીપાર જેવા સખ્ત પગલા લઇ ગુન્હેગારોને કાયદાનું ભાન થાય અને અમરેલી જિલ્લાના નાગરીકોને સુખ શાંતિનો અહેસાસ થાય અને નિર્ભયપણે રહી શકે તે માટે પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સશ્રી. આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા અમરેલી જીલ્લામાં આવી ગુન્હાહિત તથા હિંસાત્મક પ્રવૃતિ કરતાં માથાભારે અને ભયજનક ઇસમો અંગેની માહિતી એકઠી કરી તે પૈકીના રાજુલામાં રહેતા શિવરાજ ઉર્ફે શિવા વાલાભાઇ ધાખડા વિરૂધ્ધા પુરતા પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્તા તૈયાર કરી, પોલીસ અધિક્ષકશ્રી અમરેલી મારફતે જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી અમરેલીનાઓ તરફ મોકલી આપતાં આવા ભયજનક વ્યક્તિની સમાજ વિરોધી અસામાજીક પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં જીલ્લા મેજીસ્ટ્રેરટશ્રી અમરેલીનાઓએ શિવરાજ ઉર્ફે શિવા વાલાભાઇ ધાખડા, રહે.રાજુલા વાળા વિરૂધ્ધ પાસાનું વોરંટ ઇસ્યુ કરતાં *પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબની* સુચના મુજબ એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સશ્રી. આર.કે.કરમટા તથા એલ.સી.બી. સ્ટાફે શિવરાજ ઉર્ફે શિવા વાલાભાઇ ધાખડા, રહે.રાજુલા વાળાને અમરેલી મુકામેથી પકડી પાડી પાસા વોરંટની બજવણી કરી, પુરતા પોલીસ જાપ્તા સાથે ગોધરા સબ જેલ ખાતે અટકાયતમાં રહેવા સારૂ મોકલી આપવા તજવીજ કરેલ છે.

*કુખ્યાત આરોપી શિવરાજ ઉર્ફે શિવા વાલાભાઇ ધાખડાનો ગુન્હાહિત ઇતિહાસઃ-*

શિવરાજ ઉર્ફે શિવા વાલા ધાખડા, રહે.રાજુલા વાળા વિરૂધ્ધ માં છેલ્લા ત્રણ વર્ષમાં નીચે મુજબના ગુન્હાઓ રજી. થયેલ છે.

(૧) રાજુલામાં ફટાકડાની દુકાનમાંથી રોકડ રકમ તથા વીંટીની લુંટ (ર) રાજુલામાં છેડતી તથા મારા-મારી (૩) રાજુલામાં ખુનની કોશીશ તથા ગુનાહિત ધમકી. (૪) સાવરકુંડલા થી અમરેલી રોડ ઉપર ફાયરીંગ તથા ખુનની કોશીશ વિગેરે મળી કુલ-૨૧ જેટલા ગુન્હાઓ આરોપી શિવા ધાખડા વિરૂધ્ઘ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ છે.

💫આમ, પોતાની દાદાગીરી, ધાક ધમકી, હથિયારો બતાવી હિંસાત્મક પ્રવૃતિ કરતાં અને ગુન્હાહિત ઇતિહાસ ધરાવતાં ઇસમ સામે પાસા તળે કાર્યવાહી કરી જેલ હવાલે કરી અને આવા અસામાજીક પ્રવૃતિ કરતાં ઇસમો સામે ચેતવણીરૂપ કામગીરી કરેલ છે.

*ઉપરોકત કામગીરી અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.*


બાબરા તાલુકામાં પાકવિમો,પશુપાલકો ને ઘાસચારો, અને જમીન નો ફરિવાર રી સર્વે કરવા સ્થાનિક ધારાસભ્ય દ્વારા મામલતદાર ને આવેદન પત્ર આપી રજુવાત કરાઇ 

રાજુ બસિયા બાબરા
બાબરા તાલુકામાં પાકવિમો,પશુપાલકો ને ઘાસચારો, અને જમીન નો ફરિવાર રી સર્વે કરવા ધારાસભ્ય વીરજી ઠુંમર દ્વારા મામલતદાર ને આવેદન પત્ર આપી રજુવાત કરી.
મગફળી કાંડમાં નાફેડ ના ચેરમેન વાઘજી બોડા રાજ્ય ના ખેડૂતો ની માફી માંગે વીરજી ઠુંમર
——————/–/////————————————–
બાબરા તાલુકાના ખેડૂતોને અને પશુપાલકો ની વિવિધ માંગણી મુદ્દે લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા બાબરા મામલતદાર એન.કે.ખીમાણી ને આવેદન પત્ર પાઠવી યોગ્ય રજુવાત કરી છે
    બાબરા તાલુકામાં ખેડૂતો ને પાકવિમો ની ચૂકવણીમાં અને જમીન માપણીમાં રાજ્ય સરકાર દ્વારા ખુબજ અન્યાય થયો છે ત્યારે અહીંના તમામ ખેડૂતોને પૂરતો પાકવિમો મળે તેમજ ખેતીની જમીન ની માપણી ફરીવાર કરવામાં આવે તેવી માંગ ધારાસભ્ય દ્વારા કરવામાં આવી હતી તેમજ તાલુકામાં ઓછા વરસાદ ના કારણે અછત જેવી સ્થિતિ નું નિર્માણ થયું છે જેના કારણે પશુપાલન નો વ્યવસાય કરતા માલધારી ને ભારે મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે  રાજ્ય સરકાર દ્વારા અહીં માલધારીઓ ને રાહત દરે ઘાસચારો નું વિતરણ કરવામાં આવે તેવી માંગ કરી હતી
      લાઠી વિધાનસભા ના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા બાબરામાં મામલતદાર ને આવેદન પત્ર પાઠવી પાકવિમાની ચુકવણી અને જમીન નો ફરી રી સર્વે તેમજ પશુપાલકો ને ઘાસચારો નું વિતરણ કરવામાં આવે તેવી માંગ સાથે મામલતદાર એન.કે.ખીમાણી ને આવેદનપત્ર પાઠવી માંગ કરવામાં આવી હતી
    આ તકે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર,જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન મીનાબેન કોઠીવાળ, પાલીકા પ્રમુખ ખીમજીભાઈ મારુ,ઉપ પ્રમુખ વનરાજભાઈ વાળા,તાલુકા પંચાયત પ્રમુખ ધીરુભાઈ વહાણી,પ્રભાતભાઈ કોઠીવાળ,જસમતભાઈ ચોવટીયા, બાબુભાઇ કારેટિયા,બીપીનભાઈ વસાણી, સહિત બાબરા શહેર અને તાલુકાના કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હતા
આ તકે વિરજીભાઈ ઠુંમર દ્વારા નાફેડ ના ચેરમેન વાઘજી બોડા ના રાજીનામાં પર પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે વાઘજી બોડા કોંગ્રેસના કાર્યકતા નથી એટલે તેણે નાફેડના ચેરમેન તરીકે રાજીનામુ આપી રાજ્ય ના ખેડૂતો ની માફી માંગવી જોઈએ

માંગરોળ સામાજિક વનિકરણ વિભાગ દ્વારા ૬૯માં વન મહોત્સવની ઉજવણી કરાઈ ધારાસભ્ય સહિત અધિકારી ઓ ની ઉપસ્થિતિ

 

દિનેશ ગંભવા દ્વારા

 

માંગરોળ સામાજિક વનિકરણ વિભાગ દ્વારા ૬૯માં વન મહોત્સવની ઉજવણી I.T.I શીલ મુકામે રાખવામાં આવેલ હતી. જેમાં કેશોદ ધારાસભ્ય દેવાભાઇ માલમ, માંગરોળ પુર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા,મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી ,શીલ ગામનાં સરપંચ, પુર્વ સરપંચ રામજીભાઈ,I.T.I સ્ટાફ ગણ વનવિભાગના કર્મચારી,તેમજ સંજીવની નેચર ફાઉન્ડેશન ના ટ્રસ્ટી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું સામાજિક વનિકરણ દ્વારા ૨૫૦ રોપાઓનું વિતરણ તેમજ વાવેતર કરવામાં આવ્યું 🌳🌳


કેશોદ નગરપાલિકા ને સ્વરછ ભારત મિશન અંતર્ગત ફાળવાયેલા વાહનોનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ થયુ….

(દિનેશ ગંભવા દ્વારા )

કેશોદ નગરપાલિકા ને સ્વરછ ભારત મિશન અંતર્ગત ફાળવાયેલા વાહનોનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ થયુ….

કેશોદ નગરપાલિકા ને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સરકાર દ્વારા શહેર ને સુંદર અને સ્વચ્છ રાખવા માટે ત્રણ ટ્રેકટર અને ચાર મેઝીક વાન ફાળવણી કરવામાં આવેલ છે જે વાહન કેશોદ નગરપાલિકા પ્રમુખ યોગેશભાઈ સાવલિયા અને ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિત ના શહેર ના મહાનુભાવો ની હાજરીમાં  આ વાહન નું શ્રીફળ વધારી અને ત્યારબાદ વાહનો ને લોકહિત માટે લીલીઝંડી આપી  શહેર ની સ્વચ્છતા માટે રવાના કરાયા હતા

આ પ્રસંગે નગરપતિ યોગેશભાઈ સાવલિયા એ જણાવ્યું હતું કે સરકારે કેશોદ નગરપાલિકા ને વાહનો ની ભેટ આપતાં હવે આ વાહનો ના માધ્યમથી અત્યારથીજ શહેર ને સ્વચ્છ રાખવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને શહેરના દરેક વિસ્તારમાં આ વાહનચાલકો દ્વારા કચરો એકઠો કરી શહેર ને  સ્વચ્છ અને સુંદર રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું