Main Menu

Wednesday, August 8th, 2018

 

દીવ મલાળા ના દરિયા કિનારે ડૂબ્યો 23 વર્ષ નો યુવાન મિત્રો સાથે દરિયા કિનારે ગયેલ અને દરિયા માં અચાનક એકલો નાવા પડ્યોતો યુવાન

દીવ બ્રેકિંગ…

દીવ મલાળા ના દરિયા કિનારે ડૂબ્યો 23 વર્ષ નો યુવાન

મિત્રો સાથે દરિયા કિનારે ગયેલ અને દરિયા માં અચાનક એકલો નાવા પડ્યોતો યુવાન વધુ વાંચો


બ્રેકીંગ ન્યૂઝ… દીવ મલાળા ના દરિયા કિનારે ડૂબ્યો ૩૩ વર્ષ નો યુવાન

(ધર્મેશ જેઠવા દ્વારા)

બ્રેકિંગ ન્યૂઝ …

દીવ મલાળા ના દરિયા કિનારે ડૂબ્યો ૩૩ વર્ષ નો યુવાન

મિત્રો સાથે દરિયા કિનારે ગયેલ અને દરિયા માં અચાનક એકલો નાવા પડ્યોતો યુવાન

મૂળ દીવ ના માલાળા નો અને યુ.કે. રિટર્ન યુવાન ડૂબ્યો ચોમાસા દરમ્યાન બનેલ ખૂંખાર દરિયા મા

દીવ જિલ્લા એસ.પી. પોલીસ ટીમ અને ફાયર ની ટીમ પહોંચી ઘટના સ્થળે.


લીલીયામોટા મા ગટર ના ઊભરાતા પાણી અને ગંદકી થી લીલીયા ની જનતા ત્રાહિમામ. … .મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ

  • અમરેલી. લીલીયામોટા મા ગટર ના ઊભરાતા પાણી અને ગંદકી થી લીલીયા ની જનતા ત્રાહિમામ. …
    .મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ ..
    ( હનીફ કાતીયાર દ્વારા )
    લીલીયામોટા મા ઘણા સમય થી ભુગઁભ ગટર લાઈન પશ્ર્ને આજે ચેમ્બર ઓફ કોમર્સ અને ધારાસભ્ય પ્રતાપ દુધાત ની આગેવાની મા મામલતદારને આવેદનપત્ર આપવા મા આવ્યુ હતુ. .
    જેમા લીલીયા ની ગટર લાઈન ધણા સમય થી બ્લોક થયજવાથી ગટર નુ પાણી રોડ પર વહીરહ્યુછે અતી દુગઁધ મારતુ આ પાણી થી લોકો મા રોગચાળો ફાટી નીકળવાના ભયે ધારાસભ્ય પ્રતાપ દુધાત સાથે લીલીયા ચેમ્બર ઓફ કોમર્સ અને લીલીયા ની જનતા વિશાળ શંખ્યા મા જોઙાયા હતા આ અંગે અગાઉ પણ ત્રણ દિવસ ગામ બંધ રાખી અનેક વખત રજુઆત કરી હોવા છતાંય પણ જવાબદાર અધિકારીઓ કે તંત્ર દ્વારા આજ દિવસ સુધી કોઈ કાયમી નીકાલ આવે તેમનથી તો આ અંગે સત્વરે ઘટતુ કરવા મા આવે તેવી લીલીયા ની જનતા એ માંગ કરી હતી ધારાસભ્ય પ્રતાપ દુધાતે તા 13 8 સુધીમા યોગ્ય નીકાલ નહી આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી

વિશ્વ સિંહ દિવસ નિમિત્તે 12 લાખ વિદ્યાર્થીઓ સિંહો નાં મહોરા પહેરી સિંહ સંરક્ષણ ની પતિજ્ઞા લેશે અમરેલી જીલા નાં પણ સાવરકુંડલા શહેરમાં  મહારેલીનું આયોજન  સાવરકુંડલા નું ગૌરવ સુરત નાં ઉદ્યોગકાર અને સિંહ પ્રેમી  ભગીરથ પીઠવડી દ્વારા  સમગ્ર કાર્યક્રમ નું અનુદાન 

વિશ્વ સિંહ દિવસ નિમિત્તે 12 લાખ વિદ્યાર્થીઓ સિંહો નાં મહોરા પહેરી સિંહ સંરક્ષણ ની પતિજ્ઞા લેશે અમરેલી જીલા નાં પણ સાવરકુંડલા શહેરમાં  મહારેલીનું આયોજન
સાવરકુંડલા નું ગૌરવ સુરત નાં ઉદ્યોગકાર અને સિંહ પ્રેમી  ભગીરથ પીઠવડી દ્વારા  સમગ્ર કાર્યક્રમ નું અનુદાન
રાજ્ય સરકાર નાં સિંહ બચાવો અભિયાન અંતર્ગત રાજ્ય નાં 12 લાખ વિદ્યાર્થીઓ સિંહ સંરક્ષણ ની પ્રતિજ્ઞા લઇ ઠેર ઠેર રેલી યોજી સિંહ દીવસ ની ઉજવણી કરશે ત્યારે સિંહ દિવસ ની ઉજવણી નાં ભાગ રૂપે  સાવરકુંડલા વન વિભાગ નોર્મલ રેન્જ તથા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ – સાવરકુંડલા દ્વારા સમગ્ર એશિયાખંડમાં ગીરનું ગૌરવ તથા સૌરાષ્ટ્રનું આભૂષણ ગણાતાં એવા સિંહ અંગેની જાગૃતિ માટે સાવરકુંડલા શહેરમાં તમામ સરકારી, ખાનગી શાળાઓ, હાઈસ્કૂલો, કોલેજો, આઈટીઆઈ, અધ્યાપન મંદિરના વિધાર્થી ભાઈઓ – બહેનો દ્વારા સિંહ સંરક્ષણ માટે શહેરના જાહેર માર્ગો પર સિંહોના મહોરા પહેરી બેનરો, સુત્રોચ્ચાર કરી બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી મહારેલી કાઢીને લોકજાગૃતિ લાવવામાં આવશે . અને સાવરકુંડલા નાં રાજ માર્ગો પર આ રેલી સિંહ જાગૃતિ સિંહ બચાવો સહિત નાં વિશાળ બેનરો સાથે ફરશે જેમાં હર વર્ષ ની માફક સાવરકુંડલા નાં નાં પીઠવડી નાં વતની સુરત નાં ઉદ્યોગકાર સિંહ પ્રેમી ભગીરથ પીઠવડી દ્વારા સમગ્ર કાર્યક્રમ ને અનુદાન કરાયુ છે

ગીર ગઢડા તાલુકા ના જામવાળા પાસે આવેલ સુપ્રસિધ્ધ જમજીર નો ધોધ નજીક મોત સાથે રમત નો ખેલ

ગીર ગઢડા તાલુકા ના જામવાળા પાસે આવેલ સુપ્રસિધ્ધ જમજીર નો ધોધ નજીક મોત સાથે રમત નો ખેલ

(સુરેશ જોશી દ્વારા)

ગીર ગઢડા તાલુકા ના જામવાળા પાસે આવેલ સુપ્રસિધ્ધ જમજીર ધોધ મા અકસ્માત પડી જતાં મોત ની ઘટના વારંવાર બની રહેછે. ત્યારે ધોધ ની ઉપરની સાઈડમાં પથ્થર ના ધસારા ને કારણે કુદરતી રાઇડર્સ બની હોવાથી કેટલાક પ્રવાસીઓ જીવના જોખમે આ રાઈડસ મા પાણીના ભારે પ્રવાહ મા નાતા હોય તેવો ફોટો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં મોત ના ડર વગર એક મહિલા કુદરતી રાઈડ્સ નો આનંદ માણી રહી છે. ધોધ ની બિલકુલ બાજુ મા મોત નુ કારણ બની શકે છે.


રાજુલા-જાફરાબાદમાં મેડિકલ કોલેજ આપવા માજી ધારાસભ્યએ માંગ કરી

ઔદ્યોગિક એકમોથી ધમધમતા રાજુલામા શિક્ષણની આ મહામૂલી સુવિધા આપવા રજુઆત

રાજુલા જાફરાબાદ શહેર આસપાસ ઔદ્યોગિક એકમો ધમધમી રહ્યા છે. ત્યારે આ વિસ્તારને મેડિકલ કોલેજ આપવા માંગ ઉઠી છે. અહીના પુર્વ ધારાસભ્ય હિરાભાઇ સોલંકી દ્વારા સરકારમા રજુઆત કરવામા આવી છે.

રાજુલાના માજી ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ સરકારમાં રજુઆત કરતા જણાવ્યું હતું કે રાજુલા જાફરાબાદ અતિ ધમધમતો વિસ્તાર છે. અહીં સામાન્ય પ્રવાહની કોલેજ અને સાયન્સ સ્કૂલ કાર્યરત સરકારે કરી છે. ત્યારે હવે બીએસસી કોલેજ અને મેડિકલ કોલેજ શરૂ થાય તે અતિ જરૂરી છે. ૧૨ વિજ્ઞાન પ્રવાહ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓને મહુવા, ભાવનગર કે રાજકોટ જવું પડે છે. આથી અહીં આ શિક્ષણ મળી રહે તે અતિ જરૂરી છે. તાકીદે ઘટતી કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજુલા જાફરાબાદ પંથકમા અનેક નાના મોટા ઉદ્યોગો પણ કાર્યરત છે. આ ઉપરાંત અહી સરકારી હોસ્પિટલ પણ આવેલી છે. અને દિવસે દિવસે વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી રહી છે. ધો. 12 પછી રાજુલા- જાફરાબાદની આસપાસનાં વિસ્તારનાં વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે બહાર ગામ જવું પડે છે. ત્યારે દરિયાકાંઠા વિસ્તારમા આ સુવિધા આપવામા આવે તે જરૂરી છે. કોલેજ બનવાથી અહી રોજગારી પણ ઉભી થશે અને શહેર તેમજ તાલુકાઓએ સારી એવી રેવન્યુ પણ મળી રહી તેમ છે. ત્યારે આ પ્રશ્ને સરકાર દ્વારા યોગ્ય વિચારણા કરવામા આવે તેવી માજી ધારાસભ્ય હીરાભાઇ સોલંકી દ્વારા માંગણી કરવામા આવી છે.


ખેતલીયાદાદા આસ્થા મંડળ દ્વારા  — ધારીમાં ઉજવાશે ભીખુદાદા ભાવવંદના મહોત્સવ  ત્રણ દિવસીય ધાર્મિક કાર્યક્રમો સાથે ખોડીયાર માતાજીની ગામ સમસ્ત લાપસીનું આયોજ

જીગ્નેશગિરી ગોસાઈ
ખેતલીયાદાદા આસ્થા મંડળ દ્વારા
—————————————-
ધારીમાં ઉજવાશે ભીખુદાદા ભાવવંદના મહોત્સવ
ત્રણ દિવસીય ધાર્મિક કાર્યક્રમો સાથે ખોડીયાર માતાજીની ગામ સમસ્ત લાપસીનું આયોજન
—————————————-
ધારીમાં કાર્યરત ખેતલીયા દાદા આસ્થા મંડળ દ્વારા શેઠ ભીખુદાદાની પાંચમી પુણ્યતિથિનું ભવ્ય ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે ૧૦, ૧૧ અને ૧૨મી એમ ત્રણ દિવસના કાર્યક્રમમાં ગળધરા ખોડીયાર માતાજીની ગામ સમસ્ત લાપસી પણ કરવામાં આવી રહી છે
                                ખેતલીયાદાદાના પરમ આરાધક, સર્વ ધર્મના પરમ ઉપાસક, માનવસેવા, ગૌસેવક અને પ્રખર જીવદયાપ્રેમી એવા ભજન-ભોજનની જ્યોતને સદાય પ્રજ્વલિત રાખનાર એવા શેઠ ભીખુદાદાએ જીવન પર્યત મૂંગા અબોલજીવોને ઘાસચારો, ચણ, રોટલા નાંખવાનું સદ્કાર્ય નિરંતર કર્યું હતું જે કાર્ય આ તિથિ ઉત્સવ દરમ્યાન જોરશોરથી કરાશે તેઓએ ધારીની પાવન ભૂમિને ત્યજી એના પાંચ વર્ષ પુરા થયા છે તેમની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે ખેતલીયાદાદા આસ્થા મંડળ દ્વારા ભીખુદાદા ભાવવંદનાનું ત્રણ દિવસીય ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૧૦મીના રોજ નવીવસાહત ખાતે રેલ્વેટ્રેકને અડકીને બિરાજમાન બાલકેશ્વર મહાદેવ મંદિરમાં વર્ષોથી કાર્યરત રાધાકૃષ્ણ મહિલા સત્સંગ મંડળ દ્વારા સાંજના ૪ કલાકે સત્સંગ કરાશે તેજ દિવસે રાત્રે ૯:૩૦ કલાકે સેવક સમુદાય સત્સંગ મંડળ દ્વારા પણ સત્સંગની જમાવટ કરવામાં આવશે ૧૧મીના રોજ સાંજના ૪ કલાકે સ્થાનિક જૈન મહિલા મંડળ દ્વારા નવકાર મંત્રના જાપ અને સ્તવન કરાશે તેજ રાત્રીના ૯ કલાકે શ્રી રામચરિત માનસ સુંદરકાંડ ધૂન મંડળ ધોરાજી દ્વારા ધૂન – ભક્તિભજન – હનુમાન ચાલીસા પાઠ કરાશે ૧૨મીના રોજ પૂજ્ય ભીખુદાદાની સંકલ્પ અને આજ્ઞા અનુસાર સવારે ૧૧ કલાકે લોહાણા મહાજન વાડીમાં ગામની આરાધ્ય દેવી ગળધરા ખોડીયાર માતાજીની ગામ સમસ્ત લાપસી દાતા ભારતીબાળા રમેશભાઈ ઠાકર ( સુડાવડ વાળા ) ના સહયોગથી કરવામાં આવશે અને રાત્રીના ૮ કલાકે ભવ્ય બીજનું આયોજન કરવામાં આવશે જેમાં મુન્નાદાદા શેઠ ભક્તોને આશિર્વાદ આપશે સમગ્ર તિથિ કાર્યક્રમને પાર પાડવા ખેતલીયા દાદા આસ્થા મંડળ જહેમત ઉઠાવી રહ્યું છે

સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવેની બિસ્માર હાલત;પ્રથમ વરસાદે પોલ ખોલી ઠેર- ઠેર ગાબડાં:વાહન ચાલકોને મુશ્કેલી

સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવેની બિસ્માર હાલત;પ્રથમ વરસાદે પોલ ખોલી ઠેર- ઠેર ગાબડાં:વાહન ચાલકોને મુશ્કેલી

ધૂળની ડમરીઓ ઉડવાને કારણે ખેતીના પાકને પણ નુકશાન

સોમનાથ અને ભાવનગર નેશનલ હાઈ-વે સામાન્ય વરસાદ બાદ બિસ્માર બન્યો છે. નેશનલ હાઈવે પર મોટા ખાડા પડતા વાહન ચાલકોની મુશ્કેલી વધી છે. નેશનલ હાઈવનું કામ હજી પુરૂ નથી થયું ત્યા રસ્તાએ વહીવટી તંત્રની પોલ ખોલી છે. નેશનલ હાઈવે પર પડેલા મસ મોટા ખાડાના કારણે રસ્તા પરથી રસાર થતાં વાહનો ચાલકો સહિત સ્થાનિક રાહદારીઓ રોષે ભરાયા છે. હાઈવે પર મોટા પ્રમાણમાં વાહનોની અવર જવર રહે છે. જેથી અહીં અકસ્માતનો ભય સતત સતાવે છે. ખરાબ રસ્તાના કારણે રિક્ષા ચાલકોની પણ મુશ્કેલી વધી છે. નેશનલ હાઇવે પર આવેલા  ગ્રામજનોનું કહેવુ છે કે, ધૂળની ડમરી ઉડવાના કારણે પાકને પણ નુકસાન થાય છે. ત્યારે નેશનલ હાઈવેને ફરીવાર બનાવવામાં આવે તેવી માગ સ્થાનિક ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે.


ઉના BSNL ના ધાંધિયા યથાવત..

ઉના BSNL ના ધાંધિયા યથાવત..
ઉના અને ગિરગઢડા માં છેલ્લા 10 દિવસ થી કનેક્ટિવિટી બંધ….

મામલતદાર ઓફીસ ના તમામ રૂટિન કામો જેવા કે જીસ્વાંન,મહેસુલી ,સહિત ના તમામ કામો બંધ…

પુરવઠા,ઇ ધરા,આધારકાર્ડ,રેશનકાર્ડ માટે સમગ્ર તાલુકા માંથી આવતા લોકો હેરાન…
ઉના પ્રાંત દ્વારા BSNL ને નોટિસ ફટકરાઈ….


રાજુલા એન.એસ.યુ.આઈ દ્વારા નાયબ કલેકટર સાહેબને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરી

રાજુલા એન.એસ.યુ.આઈ દ્વારા નાયબ કલેકટર સાહેબને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરી

ડુંગર રોડ ઉપર સરકારી કુમાર છાત્રાલય અને આદર્શ નિવાસી છાત્રાલયની રાજુલા એન.એસ.યુ.આઈ દ્વારા ઓચિંતી મુલાકાત લેતા પીવાના પાણીનું ફિલ્ટર છેલ્લા ઘણા સમયથી બંધ હોવાનું જાણવા મળેલ અને બંધ ફિલ્ટરને કારણે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ ટાંકાનું પાણી બાથરૂમના નળ માંથી પીવા મજબૂર બન્યા છે અને છાત્રાલયના રસોડામાં તપાસ કરતા બગડેલા ઈયળુ વાળા શાકભાજી જોવા મળ્યા અને અગાઉ ઘણીવાર શાકમાં પણ ઈયળૂ નીકળેલ જેની વિદ્યાર્થીઓ દ્વારા સંચાલકને જાણ કરતા સંચાલક દ્વારા ઉદ્ધતાઈથી એવું કહેવામાં આવ્યું કે “તમે છાત્રાલયમાં ભણવા આવો છો નહીં કે સારું જમવા” તો આવા ગેરજવાબદાર સરકારી અધિકારી સામે તંત્ર દ્વારા ત્વરિત પગલાં લેવા અને વિદ્યાર્થીઓના રૂમના દરવાજા તૂટેલા છે અને અમુક રૂમમાં દરવાજા છે જ નહીં.
અને છાત્રાલયમાં ગંદગી ના થર જામ્યા છે અને છાત્રાલયમાં એટલી દુર્ગંધ આવે છે કે અંદર ઉભું રહેવું પણ મુશ્કેલ છે અને વિદ્યાર્થીઓની રૂમમાં દરવાજાના અભાવે રખડતા કૂતરા એમના પલંગ પર સુતા જોવા મળે છે અને છાત્રાલય રખડતા કૂતરાઓનો અડ્ડો બની ગયો છે.
અને વિદ્યાર્થીઓનું બહાર આવા જાવાનું રજીસ્ટર પણ પાળવામાં આવતું નથી જો આ બધી સમસ્યા નું તંત્ર દ્વારા ટૂંક સમયમાં કોઈ ઉકેલ લાવવામાં આવશે નહીં તો એન.એસ.યુ.આઈ દ્વારા વિદ્યાર્થીઓના હિત માટે આગામી સમયમાં ઉગ્ર વિરોધ કરી આંદોલન કરવામાં આવશે અને તેની બધી જવાબદારી સરકારી તંત્રની રહેશે.
આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ઝોન એન.એસ.યુ.આઈના પ્રવક્તા યોગેશ ગોસ્વામી,રાજુલા તાલુકા એન.એસ.યુ.આઈ પ્રમુખ કરણ કોટડીયા,શહેર પ્રમુખ રવિરાજભાઈ ધાખડા,ઉપપ્રમુખ રમેશ લાખણોત્રા,હિતેશ સોલંકી,સિદ્ધાંત જીવાણી,કાનાદાદા પંડ્યા યાસીન ઝાલોરી,દિપક વાળા, ઋત્વિક રાઠોડ,આદિલ જુનેજા એ ઉપસ્થિત રહી આવેદનપત્ર આપ્યુ હતું…


error: Content is protected !!