Main Menu

Sunday, August 5th, 2018

 

ડુંગર ગામે આવેલ એસ બી આઈ બેંક નો વહીવટ અધર તાલે થતાં ગ્રાહકો પરેશાન

(શાહિદ ભટ્ટી વિક્ટર દ્વારા)

ડુંગર ગામે આવેલ એસ બી આઈ બેંક નો વહીવટ અધર તાલે થતાં ગ્રાહકો પરેશાન

રાજુલા ના ડુંગર ગામે આવેલ એસ બી આઈ બેંક માં છેલ્લા કેટલાંય સમય થી મેનેજર અને સ્ટાફ ની મનમાની અને મનસ્વી વર્તન થી અરજદારો તોબા પોકારી ઊઠ્યા છે
રાજુલા તાલુકા ના ડુંગર ગામે આવેલ એસ બી આઈ શાખા ની બેંક માં મેનેજર અને સ્ટાફ ના મનસ્વી વર્તન અને ઘર ની ધોરાજી ચાલતી હોય તેમ મનમાની કરતા અહીં ના તમામ ખાતેદારો તોબા પુકારી ઊઠ્યા છે અહીં આવેલ 25થી પણ વધુ ગામો માં માત્ર ને માત્ર એકજ એસ બી આઈ ની શાખા આવેલ છે તેમાં અહીં આવેલ વીસ જેટલી શાળા ઑ ના વિધાર્થીઓ તેમજ ખેડૂત ખાતેદારો તેમજ વેપારી વર્ગ અને સામાન્ય લોકો પણ પોતાના ખાતા અહીં ધરાવે છે પરંતુ અહીં માત્ર ચાર થી પાંચ કર્મચારીઓ થી ગાડું ગબડાવા માં આવે છે જેને લય ને ખાતેદારો ને હાલાંકિ નો સામનો કરવો પડી રહ્યો છે અહીં ખાતું ખોલવામાં પણ અનેક ધરમ ના ધક્કા ખાવા પડે છે અહીં ખાતા ધરવાતા લોકો પોતાની કમાણી ની ની મૂડી બચાવીને ખાતા માં જમા તો કરાવે છે અહીં શાખા પણ સિક્યુરિટી ગાર્ડ વિહોણી છે જેને લઈ ને અહીં કઈ બનાવ બને તો લોકો ની મૂડી નું રખોપું કોન અને કોના ભરોસે તેવા સવાલો ઉઠવા પામ્યા છે અહીં લોકો પોતાના દાગીના પર ગોલ્ડ લોન અને લોકર માંથી લઈ જવા માટે અલગ ચેમ્બર હોવા છતાં બેંક પરિસર માંજ જાહેર માં આપવા માં આવે છે અને તેનો લાભ પણ અસામાજિક તત્વો લઈ ને ભવિષ્ય માં લૂંટ જેવા બનાવોને આમંત્રણ આપવા સમાન છે જે ગ્રાહકો સાથે અયોગ્ય છે અને જે પ્રમાણે ખાતા ધારકો પાસે થી જુદી જુદી રીતે ભાડું ટેક્ષ ઉઘરાવાય છે તેટલી સુવિધા તો આપતી નથી અને આના થી વધુ દુવિધા નો સામનો કરવા નો વારો આવે છે ત્યારે આ અંગે યોગ્ય કરવા ખાતા ધારકો વતી અરજદાર એવા રફીક ભાઈ આઈવા દ્વારા ઉચ્ચ કક્ષા યે યોગ્ય કરવા રજુવાત કરી છે ….


રાજુલા ના ડુંગર રોડ ઉપર સરકારી કુમાર છાત્રાલય અને આદર્શ નિવાસી છાત્રાલયની રાજુલા એન.એસ.યુ.આઈ દ્વારા ઓચિંતી મુલાકાત લેતા ચોંકાવનારી વિગતો બહાર આવી

(રમેશ લાખણોત્રા દ્વારા)

રાજુલા ના ડુંગર રોડ ઉપર સરકારી કુમાર છાત્રાલય અને આદર્શ નિવાસી છાત્રાલયની રાજુલા એન.એસ.યુ.આઈ દ્વારા ઓચિંતી મુલાકાત લેતા પીવાના પાણીનું ફિલ્ટર છેલ્લા ઘણા સમયથી બંધ હોવાનું જાણવા મળેલ અને બંધ ફિલ્ટરને કારણે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ ટાંકાનું પાણી બાથરૂમના નળ માંથી પીવા મજબૂર બન્યા છે અને છાત્રાલયના રસોડામાં તપાસ કરતા બગડેલા ઈળુ વાળા શાકભાજી જોવા મળ્યા અને અગાઉ ઘણીવાર શાકમાં પણ ઈ ળૂ નીકળેલ જેની વિદ્યાર્થીઓ દ્વારા સંચાલકને જાણ કરતા સંચાલક દ્વારા ઉદ્ધતાઈથી એવું કહેવામાં આવ્યું કે “તમે છાત્રાલયમાં ભણવા આવો છો નહીં કે સારું જમવા” તો તંત્ર દ્વારા આવા ગેરજવાબદાર સરકારી બાબુઓને ઘરભેગા કરવા જરૂરી છે અને વિદ્યાર્થીઓના રૂમના દરવાજા તૂટેલા છે અને અમુક રૂમમાં દરવાજા છે જ નહીં.
અને છાત્રાલયમાં ગંદગી ના થર જામ્યા છે અને છાત્રાલયમાં એટલી દુર્ગંધ આવે છે કે અંદર ઉભું રહેવું પણ મુશ્કેલ છે અને વિદ્યાર્થીઓની રૂમમાં દરવાજાના અભાવે રખડતા કૂતરા એમના પલંગ પર સુતા જોવા મળે છે અને છાત્રાલય રખડતા કૂતરાઓનો અડ્ડો બની ગયો છે.
અને વિદ્યાર્થીઓનું બહાર આવા જાવાનું રજીસ્ટર પણ પાળવામાં આવતું નથી જો આ બધી સમસ્યા નું તંત્ર દ્વારા ટૂંક સમયમાં કોઈ ઉકેલ લાવવામાં આવશે નહીં તો એન.એસ.યુ.આઈ દ્વારા વિદ્યાર્થીઓના હિત માટે આગામી સમયમાં ઉગ્ર વિરોધ કરી આંદોલન કરવામાં આવશે અને તેની બધી જવાબદારી સરકારી તંત્રની રહેશે.
અને આ ઓચિંતી મુલાકાતમાં અમરેલી જિલ્લા એન.એસ.યુ.આઈના મહામંત્રી રોહન ગોસ્વામી,રાજુલા નગરપાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન રાહુલભાઈ ધાખડા, સૌરાષ્ટ્ર ઝોન એન.એસ.યુ.આઈના પ્રવક્તા યોગેશ ગોસ્વામી,રાજુલા તાલુકા એન.એસ.યુ.આઈ પ્રમુખ કરણ કોટડીયા,શહેર પ્રમુખ રવિરાજભાઈ ધાખડા,રાજુલા તાલુકા ઉપપ્રમુખ રમેશભાઈ લાખણોત્રા, હિતેશ સોલંકી, અને કાનાદાદા પંડિયાએ મુલાકાત લઈને વિદ્યાર્થીઓની સમસ્યાઓ સાંભળી અને રૂબરૂ જોઈને વિદ્યાર્થીઓને સાથે રાખી જોરદાર લડત આપીશું એવી ખાતરી આપી….


બીગ બ્રેકીંગ ન્યુઝ….  કેશોદ શહેરના ખેડુતોએ માજી કૃષિ મંત્રીને પાક વિમા બાબતે કરી રજુઆત

(દિનેશ ગંભવા દ્વારા)

બીગ બ્રેકીંગ ન્યુઝ….

કેશોદ શહેરના ખેડુતોએ માજી કૃષિ મંત્રીને પાક વિમા બાબતે કરી રજુઆત

ગત વર્ષના પાક વિમામાં કેશોદ શહેરમાં માત્ર છ ટકા પાક વિમો મંજુર કરવાના વિરોધમાં કરી રજુઆત

માજી કૃષિ મંત્રીશ્રી ચીમનભાઇ સાપરીયાને કેશોદમાં રૂબરૂ લેખિતમાં કરી રજુઆત

કેશોદ તાલુકાના ગામોમાં ગત વર્ષનો પાક વિમો સરેરાશ પચ્ચાસ ટકાથી વધારે થયોછે મંજુર

કેશોદ શહેરી વિસ્તારમાં માત્ર છ ટકા પાક વિમો મંજુર થતા ખેડુતોમાં રોષ

આ બાબતે યોગ્ય કાર્યવાહી નહી થાય તો ખેડૂતોએ આત્મ વિલોપન કરવાની આપી ચિમકી

આ પ્રશ્નનો હલ નહી થાય તો આગામી ચૂંટણીમાં ભાજપની વિરૂદ્ધમાં જવાની પણ ખેડુતોએ આપી ચિમકી


માંગરોળ તાલુકાના બુધેચા ગામે વિદ્યાર્થીનીઓનું ચક્કાજામ : માંગરોળ આવતી બસોને ગામમાં જ રોકી દેવાઈ

(દિનેશ ગંભવા દ્વારા)

માંગરોળ તાલુકાના બુધેચા ગામે વિદ્યાર્થીનીઓનું ચક્કાજામ : માંગરોળ આવતી બસોને ગામમાં જ રોકી દેવાઈ

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે બુધેચા તેમજ આજુબાજુ ગામના વિધાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે આ રૂટની બસો રોજ સવારે ખૂબજ મોડી આવે છે પરિણામે વિધાર્થીની ઓ ને શાળા સંચાલકો નો ઠપકો સાંભળવો પડે છે.
વિદ્યાર્થીનીઓ ના જણાવ્યા મુજબ તેવો રોજ સવારે શાળાએ પહોંચે છે ત્યારે શાળાના બે તાસ પૂર્ણ થઈ ગયા હોય છે જેને લીધે વિદ્યાર્થીઓનું અભ્યાસ બગડે છે.

આ બાબતે વિધાર્થીની ઓ દ્વારા તંત્ર ને વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નિર્ણય લેવામાં ન આવતા વિદ્યાર્થીનીઓ રણચંડી બની હતી અને ત્યાં થી મોડી આવતી બસો ને જ ચક્કાજામ કરી રોકી દેવામાં આવી હતી અને અમારી માંગે પુરી કરોના નારા સાથે વાતાવરણ ગુંજાવી દીધું હતું.

વિધાર્થીનીઓ એ બસોનો ચક્કાજામ કરતા માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય બાબુભાઇ વાજા તેમજ ડેપો મેનેજર સહિતનો કાફલો પણ દોડી ગયો હતો અને મેનેજરે તાત્કાલિક પ્રશ્ન હલ કરી નાખવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.


બ્રેકિંગ ન્યૂઝ…. ઊના ભાવનગર નેશનલ હાઈવે પર કાર ચાલકે કાબુ ગુમાવતા બે ના મોત

(ધર્મેશ જેઠવા દ્વારા)

બ્રેકિંગ ન્યૂઝ…

ઊના ભાવનગર નેશનલ હાઈવે પર કાર ચાલકે કાબુ ગુમાવતા બે ના મોત પાચ ગંભીર ઊના ભાવનગર નેશનલ હાઈવે અકસ્માત ના કારણે ચક્કાજામ.

અકસ્માત ની ધટના ની 20મિનીટ વિતવા છતા પણ 108કે પોલીસ પહોંચી નથી

આ તમામ લોકો મહુવા તથા ભાવનગર ગામના રહેવાસી….


બ્રેકિંગ ન્યૂઝ… દીવ ખાતે વણાંકબારા જેટી ઉપર સત્યમ સાગર નામની બોટ દરિયામાં ઉતારતી વખતે બન્યો બનાવ…

(ધર્મેશ જેઠવા દ્વારા)

બ્રેકિંગ ન્યૂઝ…

દીવ ખાતે વણાંકબારા જેટી ઉપર સત્યમ સાગર નામની બોટ દરિયામાં ઉતારતી વખતે બન્યો બનાવ…

જેટી ઉપર થી દરિયામાં બોટ ઉતારવા માટે ની મોટી ક્રેન જેટી નો ભાગ બેસી જતા ખાડી માં પડી….

ક્રેન ચલાવનાર ની સમય સુચકતા થી તેનો ચલાવનાર થયો બચાવ…

ડેપ્યુટી કલેક્ટર, ફિશરીઝ ઓફિસર તેમજ અન્ય અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા..


બ્રેકીંગ….. અમરેલી-ધંધુકા બરવાળા વચ્ચે અમરેલી એલ.સી.બી.ની સુમો અને ટ્રક વચ્ચે અકસ્માત….

બ્રેકીંગ…..
અમરેલી-ધંધુકા બરવાળા વચ્ચે અમરેલી એલ.સી.બી.ની સુમો અને ટ્રક વચ્ચે અકસ્માત….
એલ.સી.બી. પી.આઈ.ચેતન ગૌસ્વામી, અને પી.એસ.આઈ.ડી.કે વાઘેલા ને થઈ ગંભીર ઇજા….
અન્ય 2 પોલીસ કર્મીઓને પણ ઇજા…..
બન્ને પોલીસ અધિકારીને ધંધુકાથી અમદાવાદ કરાયા રીફર…..
ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર….
પોલીસ દ્વારા દ્રાઈવર ની શોધખોળ ચાલુ….
વહેલી સવારની અકસ્માત ની ઘટના…


આજે વર્લ્ડ ફ્રેન્ડશીપ ડે .ગીર ના સિંહ પણ પોતાના સિંહ મિત્રો વિના રહી નથી શકતા

સતત સાથે દિવસો વિતાવતા કેટલાક સિંહો ની મિત્રતા જગ જાહેર છે જે કદાચ મનુષ્યો માટે દ્રષ્ટાંત છે

ગીરમાં સાવજો પણ મિત્રો વિના રહી નથી શકતા અને તેની દોસ્તી પણ જગ મશહુર છે તેવા કેટલાક સિંહો ની દાસ્તાન જોઈ એ તો અમરેલી ના રેવન્યુ તેમજ બૃહદ ગીર વિસ્તાર માં કેટલાક સિંહો ની જોડી તેમના નામ સાથે જગમશહુર છે તેમાં ખાસ કરી ને સાવરકુંડલા વિસ્તાર અને ક્રાક્ચ આસપાસ ત્રણ સિંહો ની દોસ્તી એ ખાસ આકર્ષણ જમાવ્યું છે અહી જુના સાવર આસપાસ ત્રણ સિંહો નો કાયમી પડાવ છે અને લોકો તેને તરખા ના નામથી બોલાવે છે તે તરખા નામના સિંહો જ્યાં જાય ત્યાં સતત સાથે જ હોય છે અને મારણ સહીત ની પ્રક્રિયા સાથે કરે છે અને  અહી આસપાસ તે તેમની દોસ્તી માટે જાણીતા છે ત્યારે  સામાન્ય રીતે સિંહણ ગ્રુપ માં રહે છે અને તે  થીવધુ સિંહો ના ટોળા માં જ રહે છે ત્યારે સિંહ માત્ર એક હોય અને તે સાવ એકલો જ રહેવાનું પસંદ કરે છે પરંતુ અહી અમરેલી ના રેવન્યુ વિસ્તાર માં વસતા સિંહો ને એકલું રહેવું પસંદ નથી અને બે અથવા ત્રણ ના જુંડ માં આ નર સિંહો જુવા મળી રહ્યા છે ત્યારે આસપાસ ના લોકો જેનો સતત સિંહો સાથે પનારો છે  ગ્રામ્ય જનો માલધારી ઓ વન કર્મી ઓ એ આ તમામ સિંહો મિત્રો ના નામ પાડી દીધા છે જેમાં ગઢિયા પાતળા ના માં બે કદાવર સિંહો ભીમ અને અર્જુન ની દોસ્તી મશહુર છે તેવીજ રીતે ધારી ના સરસીયા રેંજ માં સાઈરામ અને આશારામ નામક ને કદાવર સિંહો છે જે બને બાપ દીકરા છે પરંતુ સતત સાથે જ અનેમીત્ર ની જેમ રહે છે જેથી આસપાસ ના લોકો એ આ બને સિંહો ના નામ સાઈરામ આશારામ  રાખી દીધું છે જે ઘણીજ રમુજ ફેલાવે છે ત્યારે અહી અમૃતવેલ પંથક માં પણ બે સિંહો તેમજ મીતીયાળા થી કૃષ્ણગઢ આસપાસ બે  સિંહો ની દોસ્તી મશહુર છે તેમજ હાથસણી આસપાસ ખંભાલીયા માં બે સિંહો ની દોસ્તી મશહુર છે ત્યારે ખાસ આકર્ષણ સાવરકુંડલા ના અભરામ પરા પંથક માં આજ થી પાંચ વર્ષ પહેલા હતું અહી બે નર સિંહો ડી દોસ્તી ખુબ પ્રચલિત હતી જેમાં એક સિંહ નું નામ લાદિન અને બીજા સિંહ નું નામ બાવલો હતું જે સિંહો ની દોસ્તી ખુબ જોરદાર હતી અને આ બને સિંહો જીવ્યા ત્યાં સુધી સાથે રહ્યા હતા ત્યારે સાવરકુંડલા ના સિંહ ડુંગર આસપાસ એક એકલો સિંહ  રહેતો જે સિંહ નું નામ અહી ના સ્થાનિક સિંહ પ્રેમી સ્વ .સુરિક ભાઈ ચાંદુ એ જળકટો રાખવા માં આવ્યું હતું જે સિંહ ની અને સ્વ શ્રી સુરીક ભાઈ ની દોસ્તી આ વિસ્તાર માં ખુબ જાણીતી હતી સુરિક ભાઈ તે વિસ્તાર માં માત્ર પોતાની મારુતિ લઇ ને જાય અને તેસિંહ તુરત મારુતિ નો અવાજ સાંભળી તેની કાર પાસે ગમે ત્યાં થી આવી બેસી જતો અને સુરિક ભાઈ સાથે જાણે વાતો કરતો હોય તેમ કુતરા ની જેમ તેની આસપાસ ફર્યા કરતો ક્યારે પણ તેમને સુરિક ભાઈ સામેગુસો નથી કર્યો જેનું કારણ સ્વ . સુરિક ભાઈ તેમને રોજ બરોજ માત્ર પાણી પીવરાવતા પોતાના મિત્ર હીરપરા ભાઈ ની વાડી માં સુરિક ભાઈ મારુતિ લઇ આવે અને હાલ બેટા એક કહે કે તુરંત આ જળકટો નામક કદાવર સિંહ આવે અને દસ ફૂટ ના અંતર માં બેસી જાય જેથી સ્વ સુરિક ભાઈ પાણી ની ડોલ લે અને કુવા માંથી પાણી સીચી નાની એવી કુંડી ભરી દુર જાય અને કહે પીય લે બેટા તરસો હશે મારો સાવજ પીય લે પાણી અને તરતજ આ સિંહ પાણી પીવા આવી જતો જે દોસ્તી વર્ષો સુધી કાયમ રહી હતી અને સુરિક ભાઈ ના મૃત્યુ બાદ પણ તે મહિના ઓ સુધી ગમે તે ગાડી આવે તો તેની પાસે જઈ ચડતો અને બાદ માં આસપાસ ગંધ લઇ પછી ચાલ્યો હતો આ વર્ષો સુધી બન્યું હતું નું સ્થાનિક અભરામ પરા ના રહીશ કમલેશ ભાઈ નસીતે જનાવ્યુહ્તું ત્યારે સિંહો ની મિત્રતા પણ જોર દાર હોય છે અને એકલા રહેતા નર સિંહો જયારે બીજા સિંહો સાથેહોય તો પણ આધિપત્ય માટે બે સિંહો ભગા થતાજ લડી પડતા હોય છે ત્યારે અહી સાવરકુંડલા ના રેવન્યુ તેમજ અમરેલી ના જંગલ વિસ્તાર ,માં ઘણા સિંહો ની દોસ્તી મશહુર છે તેમજ સિંહણો ની દોસ્તી ખુબ ઓછી પ્રકાશ માં આવી લીલીયા ના એકાદ કિસ્સા ને બાદ કરતા સિંહણ માં દોસ્તી ઓછી હોય છે પરંતુ માત્રુ પ્રેમ સિંહનો માં જાજો હોય છે અહી લીલીયા પંથક માં બે સિંહણો પણ દોસ્તી માટે જાણીતી છે અને  સતત આ બને સિંહનો સતત સાથેજ જુવા મળી રહી છે તેવીજ રીતે અહી અમરેલી ના બૃહદ ગીર માં જાય વીરુ નામક સિંહો ની જોડી મશહુર હતી જયારે એક સમયે જય  નામક સિંહ ને કોઈ તકલીફ થતા તેને પાંજરે પૂર્યો હતો ત્યારે સતત આ પાંજરા ની આસપાસ જ તેમનો ભેરુ વીરુ રહ્યો હતો અને જ્યાં સુધી જય ને છોડયો ન હતો ત્યાં સુધી તે રીંગ પાંજરા ની આસપાસ જ રહ્યો હતો તેમજ હાલ માં જસાધાર રેંજ માં પણ એક પુછડે બાંડો સિંહ અને એક ભુરીયા સાવજ ની જોડી આકર્ષણ નું કેન્દ્ર છે અને આ ભૂરિયો સિંહ ગમે તેની પાછળ દોડે તેવો ખારીલો છે.

ત્યારે આજ દોસ્તી દિવસ નિમિતે સિંહો ની દોસ્તી ને પણ વંદન છે . ક્યુકી હર એક દોસ્ત જરૂરી હોતા હે


error: Content is protected !!