Main Menu

Saturday, August 4th, 2018

 

બાબરા તાલુકાની સંકલનની બેઠકમાં હોબાળો.. કોંગ્રેસ ના આગેવાનો દ્વારા હોબાળો મચાવ્યો ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ની ઉપસ્થિતીમાં હોબાળો મચ્યો 

રાજુ બસિયા બાબરા
બાબરા તાલુકાની સંકલનની બેઠકમાં હોબાળો.. કોંગ્રેસ ના આગેવાનો દ્વારા હોબાળો મચાવ્યો ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ની ઉપસ્થિતીમાં હોબાળો મચ્યો
જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન, તાલુકા પંચાયત પ્રમુખ ઉપ પ્રમુખ સહિત ના કોંગ્રેસના આગેવાનો દ્વારા હોબાળો મચાવ્યો
પ્રાન્ત અધિકારી દ્વારા કોંગ્રેસના જવાબદાર આગેવાનો ને સંકલન ની બેઠક બહાર જવાનું જણાવતા વાતાવરણ ગરમાયુ
————————-/—————–//////–//-//——
    બાબરામાં બીઆરસી ભવન ખાતે પ્રાન્ત અધિકારી ના અધ્યક્ષ સ્થાને અને ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ની ઉપસ્થિતિમાં તાલુકાની સંકલન બેઠક યોજાઇ હતી આ બેઠકમાં તાલુકાના વિવિધ પ્રકારના લોક પ્રશ્નો રજૂ થતા હોય છે અને તેનો સ્થળ પર નિકાલ કરવામાં આવતો હોય છે
     આ સંકલન બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી,મામલતદાર, સહિત દરેક સરકારી કચેરી ના વડા સહિત તાલુકાના અપેક્ષિત આગેવાનો અને અરજદારો ઉપસ્થિત રહેતા હોય છે
ત્યારે આજની આ બેઠકમાં લાઠી પ્રાન્ત અધિકારી વી.સી બોડાણા દ્વારા કોંગ્રેના   જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના ચેરમેન સહિત તાલુકાના અગ્રણી આગેવાનો અને સરપંચો ને મિટિંગ બહાર જવાનું કહેતા તાલુકા કોંગ્રેસના અગેવાનોમાં  રોષ ફેલાયો હતો
 અને સંકલન સમિતિની બેઠકમાં લોક પ્રશ્નો સાંભળવામાં નહી આવતા હોવાનો આક્ષેપ પણ સ્થાનિક કોંગ્રેસ ના આગેવાનો દ્વારા કરવામાં આવ્યો હતો   તાલુકા પંચાયતના પ્રમુખ ધીરુભાઈ વહાણી,ઉપ પ્રમુખ કિશોરભાઈ દેથળીયા,જિલ્લા કોંગ્રેસ અગ્રણી પ્રભાતભાઈ કોઠીવાળ, પાલીકા ઉપ પ્રમુખ વનરાજભાઈ વાળા સહિત તાલુકા પંચાયત સભ્યો નગરપાલિકા ના સભ્યો કોંગ્રેસના અગ્રણીઓ અને સરપંચો બહાર નીકળી પ્રાન્ત અધિકારી ના નિર્ણય ને ગેરવ્યાજબી ગણાવી સત્તાધારી પક્ષના તરફેણમાં કામ કરતા હોવાનું જણાવ્યું હતું
જિલ્લા કોંગ્રેસ અગ્રણી પ્રભાતભાઈ કોઠીવાળ દ્વારા જણાવ્યું હતું કે તંત્ર ને સંકલન ના અર્થ ની ખબર નથી માત્ર સત્તાધારી પક્ષ ના આદેશ અનુસાર કામ કરવામાં આવી રહ્યું છે
જ્યારે આ બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા પણ દુઃખ વ્યક્ત કરી આવતી સંકલન બેઠકમાં જવાબદાર કોંગ્રેસ ના આગેવાનો ને ઉપસ્થિત રાખવા જરૂરી સૂચના આપી હતી

error: Content is protected !!