Main Menu

Friday, August 3rd, 2018

 

અમરેલી બ્રેકીંગ…મગફળીનો પાક નિષ્ફળ જતા દેવાદાર બનેલ ખેડૂતે દવા પી જિંદગી ટૂંકાવી…..

અમરેલી બ્રેકીંગ……

મગફળીનો પાક નિષ્ફળ જતા દેવાદાર બનેલ ખેડૂતે દવા પી જિંદગી ટૂંકાવી…..

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વાઘવાડી ના ખેડૂતે અપૂરતા વરસાદથી પાક નિષ્ફળ જતા કર્યો આપઘાત….

ઝેરી દવાપી ને વાડીએ પડેલા ખેડૂતને પ્રથમ અમરેલી બાદ રાજકોટ સારવાર દરિમયાન થયું મોત….

અપૂરતા વરસાદથી ખેડૂતે ઝેરી દવા પીને જિંદગી ટૂંકાવાવનો ઓણસાલ સાલનો પ્રથમ કિસ્સો…..


એક વર્ષના સિંહબાળને તુરંત બીજી સિંહણે અપનાવી લીધું

  • ચાર સિંહોના ગૃપમાં સિંહબાળનો સમાવેશ મૃત સિંહણના બાળકો

હોઈમોકરોટીઝ નામક બિમારીને કારણે અમરેલી બહુદ ગીરની રેડિયો કોલર સિંહણનું મોત નિપજયા બાદ તે રાજલક્ષ્મી સિંહણ ત્રણ સિંહબાળને છોડીને ગઈ છે. જે સિંહબાળો એક વર્ષના છે અને અહીં સાવરકુંડલા તાલુકાના ધોબાના રેવન્યુ વિસ્તારમાં માતા-પિતા વિના વીહરી રહ્યા હતા ત્યારે આ માતા વિનાના બાળકોની વહારે અન્ય એક સિંહણ આવી અને આ અન્ય સિંહણ દ્વારા આ એક વર્ષીય સિંહ બાળોને પોતે તેમના ગૃપ સામેલ કરી દેતા વનવિભાગને પણ હાશકારો થયો છે સાવરકુંડલા વનવિભાગના અધિકારી કપિલ ભાટીયા સતત આ ગૃપ માથે દિન-રાત નજર રાખી રહ્યા હતા અને સમય આવતા જ મા વિનાના સિંહબાળોને અન્ય ગૃપમાં સ્થાઈ કરી દેતા આ રેડિયો કોલરના સિંહ બાળોને હવે માં મળી ગઈ હતી અને અન્ય સિંહણે પણ આ બાળકો પર પોતાનું માતૃત્વ છલકાવી તેને સાથે રાખી લીધા હતા. જે માત્ર સિંહ કુલમાં જ શકય બને છે. જેમાં એક સિંહણના બાળકોને બીજી સિંહણ તુરંત સ્વીકારી પોતાની ઉદારતા દાખવે છે અને સાવ નાના-નાના બાળકો હોય તોતે સિંહણ તે અન્ય સિંહો બાળકોને પોતાનું સ્તનપાન પણ કરાવે છે. જે સિંહોની તેમના કુળની ખાનદાની છે. જે ખાનદાનીના દર્શન ધોબામાં જોવા મળી રહ્યા છે. આ સિંહણ આ બાળકોને તમામ શિકાર કેમ કરવો સહિતની કળા શીખવશે.


ઝેર ભેળવેલા કૂતરાંની લાશ ખાતા દીપડી-બે બચ્ચાનાં મોત

વન્યપ્રાણીની રક્ષામા વનતંત્રની ફરી ઘોર બેદરકારી છતી થઇ

ગીરપુર્વની સરસીયા રેંજમા ધારીથી ચાર કિમી દુર અમરેલી રોડ પર ગઇસાંજે એક દિપડી અને બે દિપડાના મૃતદેહ એક કુતરાના મૃતદેહ નજીકથી મળી આવતા તંત્ર દોડતુ થઇ ગયુ હતુ. વનવિભાગે ચારેય મૃતદેહ કબજે લઇ મોતનુ કારણ જાણવા મથામણ શરૂ કરી હતી. પ્રથમ દ્રષ્ટિએ કોઇએ મરેલા કુતરાની લાશ પર ઝેરી પદાર્થ ભેળવી દેતા તે લાશ ખાવાથી દિપડી અને દિપડાના મોત થયાનુ જણાયુ હતુ. જો કે તંત્ર પીએમ રિપોર્ટની રાહ જોઇ રહ્યું છે.લીંબડીયા નેરા તરીકે ઓળખાતા વિસ્તારમાથી એકસાથે એક દિપડી અને તેના બે બચ્ચાના મૃતદેહ મળ્યાં હતા. અહી મધુભાઇ વેકરીયાની વાડી નજીક એક દિપડીનો મૃતદેહ પડયો હોવાની તંત્રને માહિતી મળતા સ્થાનિક સ્ટાફ ત્યાં દોડી ગયો હતો. દિપડીના આ મૃતદેહથી દસ ફુટ દુર દિપડા (પાઠડુ)નો મૃતદેહ મળ્યો હતો. જયારે એક પાઠડાનો મૃતદેહ વાડીના શેઢા પર પડયો હતો. થોડે દુર એક શ્વાનનો મૃતદેહ પણ પડયો હતો. સ્થાનિક આરએફઓ ઓડેદરા સ્ટાફ સાથે અહી દોડી ગયા હતા. વેટરનરી ડોકટરની મદદથી આ ત્રણેય મૃતદેહના પોસ્ટમોર્ટમ કરાયા હતા.

વનવિભાગે પ્રથમ તબક્કે એવુ અનુમાન લગાવ્યું હતુ કે કોઇએ કુતરાના મૃતદેહ પર ઝેરી પદાર્થ ભેળવ્યો હશે અને આ લાશ ખાવાથી ઝેરી અસર થતા દિપડી અને તેના બે બચ્ચાના મોત થયા હતા. જો કે અંતિમ કારણ તો ચારેય મૃતદેહના પીએમ રિપોર્ટ અને એફએસએલ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે. ધારીનો રેવન્યુ વિસ્તાર વન્યપ્રાણી ઓનુ ઘર છે. ત્યારે વન્યપ્રાણીની સુરક્ષામા તંત્ર નિષ્ફળ સાબિત થયુ છે. એવુ માનવામા આવે છે કે આ દિપડી અને તેના બચ્ચાનુ મોત આશરે બે દિવસ પહેલા થયુ હતુ અને તંત્રને છેક ગઇકાલે સાંજે જાણ થઇ હતી. મસમોટો સ્ટાફ હોવા છતા બે દિવસ સુધી કોઇને જાણ થઇ ન હતી.


મગફળી કૌભાંડ : પરેશ ધાનાણી – લલિત વસોયા દ્વારા ધરણા વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ : ગોડાઉન બહાર આંદોલનના મંડાણ કરતા દોડધામ : ચુસ્ત પોલીસ બંદોબસ્ત

જ્યાં સુધી જેતપુરના પેઢલાના મગફળી કૌભાંડની સઘન તપાસ ન થાય ત્યાં સુધી ધરણા યથાવત : 

જેતપુરતાલુકાના પેઢલા ગામમાં મગફળી કૌભાંડ મુદ્દે વિપક્ષીના નેતા પરેશભાઈ  ધાનાણીએ ધરણા શરૂ કર્યા છે. આજે સવારે ૯.૩૦ વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, ધોરાજીના ધારાસભ્ય લલીતભાઈ વસોયા, રાજકોટ જિલ્લા કોંગ્રેસી પ્રમુખ, જીલ્લા  પંચાયતના સભ્યો સહિતના આગેવાનો અને કાર્યકરો ગોડાઉન સામે જ્યાં સુધી તમામ મામલાની સઘન તપાસ ન થાય ત્યાં સુધી ઉપવાસ ઉપર ઉતરી ગયેલ છે.  મગફળી કૌભાંડ હાલ સુધી વેપારીઓ અને અધિકારીઓ સુધી સીમીત હતુ પરંતુ  આજરોજ કોંગ્રેસે આ મામલે ઉપવાસ આંદોલનથી ઝંપલાવતા રાજકીય રંગ આવી ગયો છે.  જો કે બધા વચ્ચે વેપારીઓનો મરો થઈ જશે કેમ કે વેપારીઓએ કરોડો રૂપિયા ઉછીના તેમજ વ્યાજે લઈ મગફળી ખરીદ કરવા માટે આપેલ છે છતા તેને સમયસર હજુ મગફળી મળી નથી ગઈકાલે વેપારીઓએ પોલીસ સમક્ષ નિવેદન આપતા જણાવેલ કે અમોને જો તાત્કાલીક મગફળી અથવા રૂપિયા પરત નહિ મળે તો અમારે આર્થિક સંકળામણના કારણે આપઘાત કરવાનો વારો આવે તેવી પરિસ્થિતિ સર્જાય છે. હાલ તમામ મગફળીની તપાસ થઈ ગયેલ છે અને તેમા કૌભાંડ આચરાયાનું પણ  જાહેર થઈ ગયુ છે તો પછી કાર્યવાહી કાયદાકીય રીતે કરવામાં આવે અને વેપારીઓને મગફળી તાત્કાલીક આપી દેવામાં આવે તેવી વેપારીઓ માંગ કરી રહ્યા છે.જેતપુર તાલુકાના પેઢલા ગામમાં મગફળી કૌભાંડ ખુલ્યા બાદ આજે વિપક્ષના નેતા પરેશભાઇ ધાનાણી, ધારાસભ્ય લલિતભાઇ વસોયા સહિતનાએ ધરણાના મંડાણ કર્યા છે અને જયશ્રી ઇન્ટરનેશનલ ગોડાઉન બહાર ધરણા શરૂ કરતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સૌરાષ્ટ્રમાં ટેકાના ભાવે ખરીદી કરવામાં આવેલી મગફળીમાં અનેક ગેરરીતિ સામે આવી છે. તાજેતરમાં જેતપુરના પેઢલા ગામે જયશ્રી ઇન્ટરનેશનલ ગોડાઉનમાં ટેકાના ભાવે ખરીદી કરીને રાખવામાં આવેલી મગફળીમાં માટી અને પથ્થર હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે વિપક્ષે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. જયારે સરકાર તરફથી એવો બચાવ કરવામાં આવી રહ્યો છે કે આ મામલે જે પણ લોકો દોષિત હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ એસ.પી. અને કલેકટર આ મામલે તપાસ કરી રહ્યા છે. બીજી તરફ વિપક્ષના નેતા પરેશ ધાનાણી પેઢલા ગામે ધરણા પર બેસીને વિરોધ કરશે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ધરણાને પગલે પોલીસે જેતપુરના પેઢલા ગામ ખાતે આવેલા જયશ્રી ઇન્ટરનેશનલ ગોડાઉન ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ ધરણામાં જેતપુરના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા પણ જોડાશે. મગફળી કૌભાંડને લઈને સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે ત્યારે કોંગ્રેસ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં કૌભાંડને ચૂંટણી મુદ્દો બનાવે તેવી શકયતા છે. જેતપુરના પેઢલા ગામે સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરીને જયશ્રી ઇન્ટરનેશનલ નામના ગોડાઉનમાં સંગ્રહ કરી રાખી હતી. આ દરમિયાન આજે એટલે કે ૩૧ જુલાઇએ ટેકાના ભાવેથી સરકારે ખરીદેલી મગફળી વેપારીઓને વેચવાની છેલ્લી તારીખ હતી, આથી જૂનાગઢ, કેશોદ, ગોંડલ, જેતપુર અને ઉપલેટા સહિતાના શહેરોના વેપારીઓ આ મગફળી ખરીદવા માટે પહોંચ્યા હતા. પરંતુ મગફળીની બોરીઓ ખોલતા જ તેમાં ધૂળ અને માટી નીકળી હતી. પહેલા સરકાર ખેડૂતો પાસેથી ઓછા ભાવે એટલે કે ટેકાના ભાવે મગફળી ખરીદે છે. બાદમાં તેને વિવિધ ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવે છે. સંગ્રહ કરેલી આ મગફળી બાદમાં વેપારીઓને વેચવામાં આવે છે. આ આખી પ્રોસેસ દરમિયાન લેભાગુ તત્વો લાભ ઉઠાવવા માટે મગફળીની બોરીઓમાં ધૂળ અને માટી ભેળવી દે છે, અને તેટલી મગફળી બીજે કયાંક સગેવેગ કરી દે છે. ધૂળ અને કાંકરાને કારણે વેપારીઓ પણ આ મગફળી ખરીદતા નથી, અંતમાં સરકારને લાખો-કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડે છે. અત્યાર સુધી કયા કયા કૌભાંડ  બહાર આવી ચૂકયા છે ?

ગોંડલઃ ૨ ફેબ્રુઆરી, ૨૮ કરોડની મગફળી બળીને ખાખ રાજકોટઃ ૧૪ માર્ચ , ૧૭ કરોડના બારદાન બળીને ખાખ શાપરઃ ૬ મે, ૪ કરોડથી પણ વધુની મગફળી બળીને ખાખ જેતપુરઃ ૩૧ જુલાઈ, મગફળીની ખરીદીનું કૌભાંડ.


સંકલન ફરિયાદ સમિતિ બેઠક

સંકલન ફરિયાદ સમિતિ બેઠક આવતીકાલે તા, 04|08|2018 શનિવાર પ્રાંત ઓફિસ લાઠી 11:00 કલાકે બાબરા બપોરના 3:00 કલાકે સી આર સી ભવન તાલુકા પંચાયત પાસે હું હાજર રહીશ સરકારી વિભાગના પ્રશ્નો હોય તેમણે લેખિતમાં રાખીને મળી શકશે વિરજીભાઈ ઠુમ્મર ધારાસભ્ય અધિકારી ઓની હાજર રહેવા જણાવેલ છે આપની જાણ માટે મહિનામાં દર પ્રથમ શનીવારે આ બેઠક યોજાશે


રીલાયન્સ જીયો-એસબીઆઇ વચ્ચે ડીજીટલ ભાગીદારી : ગ્રાહકોને મળશે અનેક પ્રકારના લાભો

રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પોતાની દુરસંચાર સહયોગી કંપની જીયોનું એસબીઆઇ સાથે ડીજીટલ ભાગીદારી સંદર્ભે એમઓયુ કર્યા છે, આનાથી ગ્રાહકોને સીધો ફાયદો થશે. આ ભાગીદારીથી ગ્રાહકોને અઢળક ફાયદો છે. જીયો પેમેન્ટ બેન્ક જ નહીં અન્ય લાભો મળશે. માયજીયો એપ્લીકેશન ઉપર એસબીઆઇ અને જીયો પેમેન્ટસ બેંકની નાણાકીય લેવા પણ અપાશે. બંને કંપનીના ગ્રાહકોને જીયો પ્રાઇમનો લાભ મળશે, જીયોના ફોન એસબીઆઇ ગ્રાહકો માટે વિશેષ ઓફર્સ માટે ખાસ ઉપલબ્ધ રહેશે.


SC/STને પ્રમોશન આપવા માટે મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં કરી ધારદાર રજુઆત

સરકારી નોકરીમાં બઢતીમાં મળનાર આરક્ષણ અંગે સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે સુનાવણી થઈ રહી છે. સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેન્ચ આ મામલે સુનાવણી કરી રહી છે. ચર્ચાની શરૂઆતમાં એટર્ની જનરલ કે કે વેણુગોપાલે કહ્યું કે, નાગરાજ મામલે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચના ચુકાદાની સમીક્ષા કરવાની જરૂર છે.

અત્રે નોંધનીય છે કે, બંધારણીય બેન્ચ સરકારી નોકરીઓમાં પ્રમોશન માટે ક્રિમી લેયર માટે SC/ST આરક્ષણના મુદ્દે પોતાના 12 વર્ષ જુના નિર્ણયની સમીક્ષા કરી રહ્યા છે. સાત જ્જોની બંધારણીય બેન્ચ પોતાના જ નિર્ણયમાં ફેરફાર કરવો કે નહીં તેના પર પુન:વિચાર કરી રહી છે.

શુક્રવારે સુનાવણી દરમિયાન કોર્ટે સરકારને પૂછ્યું કે, SC/ST આરક્ષણના મુદ્દા પર કોર્ટના 12 વર્ષ જુના ચુકાદા પર સમીક્ષાની શા માટે જરૂર પડી છે. જેના પર કેન્દ્ર સરકાર તરફથી AGએ કહ્યુંકે, 12 વર્ષ જૂનો 2006નો એમ નાગરાજ ચુકાદો SC/STના પ્રમોશનમાં અવરોધ રૂપ બની રહ્યું છે. AGએ સાથે જ કહ્યું કે, એક વખત જેમને SC/STના આધાર પર નોકરી મળી ચુકી છએ તેમને ફરી પ્રમોશનમાં આરક્ષણ આપવા માટે ડેટાની જરૂર કેમ થઈ રહી છે. જો કે અગાઉ સુપ્રીમ કોર્ટે જ સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારને SC/ST અધિકારીઓને પ્રમોશનની પરવાનગી આપી દીધી હતી.


સાવરકુંડલા મુસ્લિમ સમાજના અગ્રણી હાજી ડો. ગફારભાઈ જાદવના પુત્ર અને પુત્રવધુ મો.મુસ્તુફા હજજે બયતુલ્લાહ ની મુબારક સફરે રવાના થતા મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા શાલ ઓઢાડીને સન્માનિત કરીને મુબારક સફર આસન બની રહે દુઆએ ખૈર કરેલ હતી

સાવરકુંડલા
સાવરકુંડલા મુસ્લિમ સમાજના અગ્રણી હાજી ડો. ગફારભાઈ જાદવના પુત્ર અને પુત્રવધુ મો.મુસ્તુફા અને રજીયાબાનું હજજે બયતુલ્લાહ ની મુબારક સફરે રવાના થતા મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા શાલ ઓઢાડીને સન્માનિત કરીને મુબારક સફર આસન બની રહે દુઆએ ખૈર કરેલ હતી જુમ્મા મસ્જિદના પેશઇમામ હાફિઝ સાદિક સાહેબે હજજે બયતુંલ્લાહ ની મુબારક સફર આસન રહે તેવી દિલી દુઆઓ પાઠવી હતી સાવરકુંડલા સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ ઈરફાન કુરેશીએ મો મીઠા કરાવીને શુભેચ્છા પાઠવી હતી તો મો.મુસ્તુફા હાજી ગફારભાઈ જાદવ ને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં મુન્નાભાઈ કાદરી, ડો.અનસ વ્હોરા, ઉસમાનખાન પઠાણ, રફીકભાઈ કુરેશી નગરસેવક જાહીદ ચૌહાણ, હાજી નાસીરકાકા કુરેશી, મહેબૂબ કાદરી, એ.બી.પી.અસ્મિતાના રિપોર્ટર ફારૂક કાદરી  v tv ના રિપોર્ટર દિલીપ જીરૂકા એ સન્માનિત કર્યા હતા…