Main Menu

August, 2018

 

દેવળીયા સફારી પાર્કમા પ્રવાસીના બાળકોને મનોરંજન માટે બનાવેલ બાલ કીડા ગણમા કપી રાજના ધામાથી  પ્રવાસીઓ પરેસાન કપી રાજને જંગલમા ખસેડવા પ્રવાસી ઓની માગણી 

દિનેશ ગંભવા:  દેવળીયા સફારી પાર્કમા પ્રવાસીના બાળકોને મનોરંજન માટે બનાવેલ બાલ કીડા ગણમા કપી રાજના ધામાથી  પ્રવાસીઓ પરેસાન કપી રાજને જંગલમા ખસેડવા પ્રવાસી ઓની માગણી
** કપીરાજ નુ રાજ

** દેવળીયા સફારી પાર્ક મા કપીરાજ નુ રાજ

** પ્રવાસીઓ માટે આ બનાવેલ પાર્ક જાણે વાનરપાર્ક હોય તેવા દ્રશ્યો નજરે જોવા મળે છે

** બાળકો તેમજ પ્રવાસીઓ આ પાર્કમાં નથી શાંતીથી આનંદ માણી સકતા

** બાલકીડા ગણ મા પણ કપીરાજ કરે છે દાદાગીરી

દેશ વિદેશમા પ્રવાસન ક્ષેત્રે ગુંજતુ સાસણ ગીર  સાસણ ગીરની મુલાકાતે દરોજ હજારોની સંખ્યામા
પ્રવાસીઓ આવેછે સાસણ ગીરની મુલાકાત લય સિંહ દર્શન માટે દેવળીયા સફારી પાર્કમા આવેછે દેવળીયા સફારી પાર્કમા પ્રવાસીઓના બાળકોને પુરતુ મનોરંજન મળી રહે તેવા હેતુથી ગાર્ડન અને બાલ કીડાગણ બનાવવામા આવેલ છે બાળકોને મનોરંજન મળી રહેવાની  જગ્યાએ કપીરાજનુ ટોળુ મનોરંજન માણેછે બાલ કીડાગણમા કપી રાજ પડીયા પાથરીયા રહેતા હોવાથી પ્રવાસીઓના બાળકોને બાલ કીડાગણમા મનોરંજનનો લાભ મળતો નથી તેમજ વન્ય પ્રાણી  કપીરાજ અલગ મીજાજના પ્રાણી હોવાથી બાળકો ઉપર હુમલો કરે તેવા ભયના કારણે પ્રવાસી ઓમા ફફડાટ ફેલાયેલો જોવા મળેછે પ્રવાસીની સુરક્ષાને ધ્યાને રાખી વન તંત્રના જવાબદાર અધિકારીઓ દ્રારા કપી રાજને જંગલ તરફ હાકી કાઢવા જોયે તેવી  પ્રવાસીઓ માંગ કરી રહીયાછે જન્માષ્ટમીના તહેવારને લયને પ્રવાસીઓ ઉમટી પડે તેવી સંમભાવના સેવાઇ રહીછે

 


બ્રેકીંગ ન્યુઝ… જુનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

 

દિનેશ ગાંભવા:જુનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

કેશોદ મેઘરાજાનું આગમન લોકોમાં ખુશીનો માહોલ અડધી કલાકમાં પોણો ઈંચ વરસાદ

ખેડુતોને મગફળીમાં પીયતના સમયે મેઘરાજાનું આગમન થતા ખેડુતોમાં ખુશીનો માહોલ

ખેડુતોમાં આનંદની લાગણી સાથે જન્માષ્ટમીની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરશે

હાલમાં મેઘરાજાનું આગમન યથાવત વરસાદ અચાનક ખેચાતા ધરતીપુત્રો ના સ્વાસ અધ્ધરતાલ ચડીયા હતા

જ્યારે સવાર થી વાતાવરણ વરસાદી માહોલ બન્યો હતો અને વરસાદ વરસતા ધરતીપુત્રો મા ખુશી જોવા મળી હતી

 


બાબરા નજીક ઠડાપીણા ભરેલ મીની ટ્રકનુ ટાયર ફાટતાં ટ્રક પલટી.. 

બાબરા નજીક ઠડાપીણા ભરેલ મીની ટ્રકનુ ટાયર ફાટતાં ટ્રક પલટી..

મીની ટ્રકમા ભરેલ ઠંડાપીણા ની રોડ પર રેલમછેલ..

કાચની બોટલો રોડ પર ફુટતા ચારે તરફ કાચ ના ટુકડા ઉડ્યા..

આજુ બાજુ ના રેહવાસી તેમજ દુકાનદારો આવ્યો મદદે, ટ્રક સવાર બે લોકોનો બચાવ …


બ્રેકીંગ….હાર્દિક પટેલ ના સમર્થનમાં રાજુલા તાલુકા ના ચૌત્રા ગામે પાસ ના નેતા હેમલ વસોયા ની આગેવાની નીચે પાટીદાર સમાજ એક દિવસ ના પ્રતીક ઉપવાસ મા જોડાયા

હાર્દિક પટેલના સમર્થનમાં રાજુલામાં ચોત્રા ગામ મુકામે પાસ નેતા હેમલ વસોયા ની આગેવાની હેઠળ પાસના કાર્યકરો બેઠા પ્રતીક ઉપવાસ ઉપર….. જેમાં સહ કન્વીનર નીતિન સાવલિયા પણ જોડાયા

જયસરદાર જય પાટીદાર તેમજ રામધૂન બોલાવી સૂત્રોચ્ચાર કર્યા….

હાર્દિક પટેલ તેમજ અલ્પેશ કથીરિયાના સમર્થનમાં ઉપવાસ ઉપર બેઠા…..

હાર્દિક પટેલ તેમજ અલ્પેશ કથીરિયાના સમર્થનમાં ઉપવાસ ઉપર બેઠા…..


દેલવાડા મા ગૌરી વ્રત ની કરવામાં આવી ઉજવણીઆવો જ એક તહેવાર અને વ્રત મહિલાઓ બોળચોથ નું પર્વ નિમિતે ઉપવાસ કરી ગૌ માતા નુ પુજન કરતી હોય છે. 

ધર્મેશ જેઠવા :દેલવાડા મા ગૌરી વ્રત ની કરવામાં આવી ઉજવણી દેલવાડા આજે પણ ગામડાઓ ના લીધે હિન્દૂ સંસ્કૃતિ ની જાળવણી થાય છે .. અને અમુક તહેવારો પરંપરાગત ઉજવાય છે.. આવો જ એક તહેવાર અને વ્રત મહિલાઓ બોળચોથ નું પર્વ નિમિતે ઉપવાસ કરી ગૌ માતા નુ પુજન કરતી હોય છે.  વધુ વાંચો


જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે આવેલ નાગદેવતા નું મંદિર મા આજે નાગપપાંચમ નો મેળો…

જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે આવેલ નાગદેવતા નું મંદિર મા આજે નાગપપાંચમ નો મેળો
આજે નાગપપાંચમ ના દિવસે મંદિર ના બાજુમાં આવેલા તળાવ માંથી આરતી સમયે નાગદેવતા દર્શન આપે છે.
તળાવ મા બારેમાસ ભરાયેલું રહે છે. સાક્ષાત નાગદેવતા વસવાટ કરે છે.
શ્રાવણ માસ એટલે લોકો ના મનને પ્રફુલ્લિત કરી દે એવા ઉત્સવો માસ ઉત્સવો ની સાથોસાથ આઘ્યાત્મિકતા થઈ નીતરતો માસ સમગ્ર સૌરાષ્ટ્ર મા બોળ ચોથ થઈ લઈ છે ક પારણા નોમ સુધી ઉત્સવ ચાલે છે. રાજુલા તેમજ જાફરાબાદ માં લોક મેળા નુ ભવ્ય આયોજન થાય છે. અને આજે નાગપપાંચમ ના દિવસે દર વર્ષે ની પરંપરા મુજબ લોકમેળા નુ આયોજન કરવામાં આવે છે. અને આજના દિવસ ની આરતી મા નાગદેવતા ની હાજરી હોય છે. અને આજના દિવસે કાઈ પણ મનની ઈચ્છા હોય તે પુરી થાય છે. આ મેળામાં આજુબાજુ તથા દુરદુર થઈ ભક્તો શ્રી લુણસાપુરીયા દાદા ના દર્શન કરવા આવે છે. અને દર્શન કરી ને ધન્યતા અનુભવે છે.


કેડિલા ફાર્મા કંપનીના માલિકનો ઘરેલૂ વિવાદ પહોંચ્યો પોલીસ સ્ટેશન

અમદાવાદ : કેડીલાનાં માલિક રાજીવ મોદી પર પત્નીએ માર મારવાનો અને શારીરિક માનસિક ત્રાસ આપતાં હોવાનો આરોપ લગાવ્યો છે. રાજીવ મોદીની પત્નીએ પતિ વિરુદ્ઘ સોલા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસે રાજીવ મોદીનાં નિવાસસ્થાને પહોંચીને વધુ તપાસ કરી હતી. ત્યાર બાદ રાજીવ મોદીને પોલીસ સોલા પોલીસ સ્ટેશન અકિલા વધુ તપાસ માટે લઈ આવી હતી. મહત્વનું છે કે નાના-મોટા ઝઘડાઓ તો માત્ર સામાન્ય પરિવારમાં જ થાય છે એવું નથી. મોટાં મોટાં પરિવારોમાં પણ ઘરેલુ હિંસાનાં બનાવો બનતા હોય છે. તેવી જ રીતે દેશની એક જાણીતી કેડીલા કંપનીનાં માલીક રાજીવ મોદીની પત્નીએ વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલ બંગલામાં પોતાનાં પતિએ માર માર્યો હોવાની ફરીયાદ સોલા પોલીસ સ્ટેશનમાં કરતાં ભારે ઉહાપોહ મચી ગયો છે. જો કે અગત્યની બાબત તો એ છે કે કેડિલાનાં માલિકની પૂછપરછ બાદ તેઓની ધરપકડ થવાની શકયતા સેવાઇ રહી છે.


રાજુલા તાલુકાના વિકટર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં નવા બિલ્ડિંગનું કામ ચાલુ કરવા‌ તથા MBBS ડોક્ટરની નિમણૂંક કરવા અજય શિયાળ અને રણછોડ બાંભણિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

રાજુલા તાલુકાના વિકટર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં નવા બિલ્ડિંગનું કામ ચાલુ કરવા‌ તથા MBBS ડોક્ટરની નિમણૂંક કરવા અજય શિયાળ અને રણછોડ બાંભણિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

રાજુલા તાલુકાનું વિકટર ગામ નેશનલ હાઈવે પર આવેલું ગામ છે તેમજ હાલમાં વરસાદી માહોલ તથા ગંદકીના પાણીજન્ય રોગો તથા રોગચાળો ફેલાવાની ભીતિ રહેતી હોય છે રોગ આથી આ ગામમાં આરોગ્ય માટે હોસ્પિટલમાં ડોક્ટર હોવાં ખૂબ જરૂરી છે પરંતુ વિકટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હાલમાં ફક્ત એક જ ડોક્ટર છે અન્ય સ્ટાફ છે અંદાજિત ૬ માસથી કાયમી MBBS ડોક્ટરની નિમણૂંક કરવામાં આવી નથી તેમજ સરકારશ્રી દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં નવા બિલ્ડિંગની મંજૂરી આપી દીધી છે પરંતુ આજદિન સુધી બાંધકામ ચાલુ કરવામાં આવ્યું નથી આથી વિકટરનાં જાગૃત યુવા આગેવાન અને સામાજિક તથા શૈક્ષણિક પ્રશ્નો માટે લડતા રણછોડભાઈ બાંભણિયા અને અજયભાઈ શિયાળ દ્વારા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી કે વિકટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં MBBS ડોક્ટરની કાયમી નિમણૂંક કરવામાં આવે અને સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં નવા બિલ્ડિંગ નું કામ જેમ બને તેમ વહેલી તકે ચાલુ કરવામાં આવે જેથી વિકટર તથા આસપાસના ગામોના લોકોને લાભ મળી રહે કારણકે આ આરોગ્ય કેન્દ્રમાં ૯ જેટલા ગામોનો સમાવેશ કરવામાં આવે છે


પાસપોર્ટ સેન્ટરો ૬ શહેરોમાં ખુલશે

પાસપોર્ટ સેન્ટરો ૬ શહેરોમાં ખુલશે કેન્દ્રીય મંત્રી એમ. જે. અકબરે જાહેરાત કરતાં કહ્યું છે કે ગાંધીનગર, અમરેલી, સાબરકાંઠા, બારડોલી, પાટણ અને સુરેન્દ્રનગરમાં પાસપોર્ટ સેન્ટર ખુલશે આ અગાઉ ૧૪ પાસપોર્ટ સેન્ટરોને મંજૂરી આપી છે


અમરેલી : બાબરા તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેનની વરણીમાં હોબાળો… કોંગ્રેસની આંતરિક જુથબંધી આવી સામે.. કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર નો થયો વિરોધ..

રાજુ બસિયા બાબરા

અમરેલી : બાબરા તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેનની વરણીમાં હોબાળો…

કોંગ્રેસની આંતરિક જુથબંધી આવી સામે..

કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર કુલદીપ બસિયા નો થયો વિરોધ..

મેન્ડેટ નો અનાદર કરી કોંગ્રેસના સભ્યોએ ગીતાબેન ખાત્રોજા ની કરી નિમણૂંક.

તાલુકા પંચાયતની બેઠકમાં હોબાળો થતા માહોલ ગરમાયો..

કુલદીપ બસીયાએ આપી કાનુની કાર્યવાહી ની ચીમકી..


error: Content is protected !!