Main Menu

Wednesday, July 25th, 2018

 

ટ્રક હડતાલ યથાવતઃ રાજુલામાં ૧૫૦૦ ટ્રકોના પૈડા થંભી ગયા

ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશનો દ્વારા માંગણીઓ પુર્ણ કરવા રજૂઆત

ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશન દ્વારા ર૦ મીથી વિવિધ માંગણીઓ ઉકેલવાની માંગણી સાથે ટ્રક હડતાલના મંડાણ કર્યા છે. આ હડતાલના કારણે કરોડો રૂપિયાનું ટર્ન ઓવર ઠપ્પ થયું છે.

રાજૂલા : ભારત સરકારના અને ગુજરાત સરકારના વિવિધ કાયદોને કારણે ટ્રક માલિકોને પડતી હાલાકી બંધ કરવાની માંગણી સાથે છેલ્લા પ થી ૬ દિવસથી ચાલી રહેલી હડતાલને કારણે ટ્રકોના પૈડા થંભી જવાથી રાજૂલા વિસ્તારના આશરે ૧પ૦૦ જેટલા ટ્રકો બંધ થઇ જતા ટ્રક માલિકો અને ટ્રક ડ્રાઇવરો અને હેલ્પરોની હાલત કફોડી થઇ જવા પામેલ છે. રાજૂલા વિસ્તારમાં પીપાવાવમાં પ૦૦ જેટલા ટ્રકો તથા અલ્ટ્રાએકમાં ૧૦૦૦ જેટલા ટ્રકો છે. જે દેશભરમાં આપવામાં આવેલ બંધના એલાનમાં જોડાઇ જતા રોજના ટેક્ષના ૪પ૦ અને ડ્રાઇવર હેલ્પરના પ૦૦ મળીને પર ડે ૧૦૦૦ રૂપિયા ટ્રકો પડયા રહેતા તેના માલીકો ઉપર ડેમરેજ ચડી રહ્યું છે. જેથી આ હિસાબે લાખોનું નુકશાન થાય છે. ઉપરાંત ભાડા નહી મળતા હોય માલીકો પણ આર્થિક સંકડામણમાં મુકાઇ ગયેલ છે. પીપાવાવ પોર્ટના ટ્રાન્સ્પોટર અને ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશનના પ્રમુખ એવા જીકારભાઇ વાઘ (યાદવ) જણાવેલ છે કે, અમારી માંગણીઓમાં રોજે-રોજ જે ડીઝલ્સના ભાવો વધે છે. તેના બદલે છ માસીક કરવા, તથા ટોલ ટેક્ષમાં રાહત આપવી તથા થર્ડ પાર્ટી અને ઇન્સ્યોરસ ઉપરથી જીએસટી નાબુદ કરવો સહિતના પ્રશ્ને રજૂઆત કરી છે. આમ ઉપર મુજબની માગણીઓ સંતોષાઇ તેવી માંગણી સાથે ઓલ ઇન્ડીયા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશનની હડતાલમાં રાજૂલાના ટ્રક માલીકો અને ટ્રાન્સ્પોર્ટરો જોઇ જતા રાજૂલાના ઉદ્યોગ અને દુકાનદારોને પણ ખૂબ જ નુકશાન થઇ રહેલ છે.


સાસણ ગીરમાં 15 જેટલા સિંહબાળનો જન્મ

સાસણ ગીરમાં 15 જેટલા સિંહબાળનો જન્મ: સિઝન પૂર્ણ થતાં 50 જેટલા સિંહ બાળના જન્મનું વન વિભાગનું અનુમાન: ગુજરાત અને દેશના ગૌરવ સમાન એશિયાટિક લાયનની સંખ્યામાં નોંધપાત્ર વધારો. સિંહ પ્રેમીઓમાં ખુશીનો માહોલ


રાજુલા ના ખેરા ગામ પાસે દરિયાઈ વિસ્તાર માંથી ફ્લેમિંગો ના શિકાર કરતા શિકારી ઓને પકડી પાડી 1,20,000 નો દંડ વસુલ કરતું વન વિભાગ ..

ખાંભા
દશરથસિંહ રાઠોડ
રાજુલા ના ખેરા ગામ પાસે દરિયાઈ વિસ્તાર માંથી ફ્લેમિંગો ના શિકાર કરતા શિકારી ઓને પકડી પાડી 1.20.000 નો દંડ વસુલ કરતું વન વિભાગ ..

પ્રાપ્ત વિગત અનુસાર રાજુલા નાં ખેરા ગામે દરિયાઈ વિસ્તાર માંથી બાતમી ના આધારે તા.૨૨/૦૭/૧૮ ફ્લેમીન્ગોનો શિકાર કરતા ૬ શિકારીઓ રંગે હાથે વન વિભાગે પકડી પાડ્યા હતા અને વન વિભાગ ને એક મોટી સફળતા મળી હતી જેમાં એક સગીર સહિત છ જેટલા શિકારી ઓ આ દરિયાઈ વિસ્તાર માં ફેલેમીંગો પક્ષી ના શિકાર કરતા રાત્રી દરમિયાન વન વિભાગે બાતમી ના આધારે પકડી પડ્યા હતા જેમાં જીવરાજ જેઠુર શિયાળ (ઉ.વ 18), ડાયા રૂડા ગુજરીયા ( ઉ.વ.40),ધનસુખ છગન શિયાળ (ઉ.વ.20),જીવન નથુ ગુજરીયા (ઉ.વ.18),રમેશ ભગવાન શિયાળ (ઉ.વ.20)ને પકડી પાડી વન વિભાગ દ્વારા ઊંડાણ પૂર્વક તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે છેલ્લા ૨૫ દિવસ માં આ શિકારી ઓએ ૧૩ જેટલા ફેલેમીંગો પક્ષી નો શિકાર કરેલ છે. જેને વન વિભાગ દ્વારા ૨૦૦૦૦ હજાર લેખે ૬ આરોપીઓને ૧. ૨૦ લાખનો દંડ કરવામાં આવ્યો.


જાફરાબાદ તાલુકા ના લોર ના વિદ્યાર્થી ઓ આંઠ થી પાંચ કિમી ચાલી ને એસ એસ સી નું મહત્વ શિક્ષણ લેવા જઈ રહ્યા છે

ખાંભા

દશરથસિંહ રાઠોડ

ઝડપી  ફાસ્ટ ડીજીટલ યુગ માં પણ જાફરાબાદ ના લોર ના વિદ્યાર્થી ઓ આંઠ થી પાંચ કિમી ચાલી ને એસ એસ સી નું મહત્વ શિક્ષણ લેવા જઈ રહ્યા છે જેનું કારણ છે અહી ના ગામો માં બસ ની સુવિધા સમય સર ઉપલબ્ધ જ નથી અહી લોર પિચડી માણસા એભલવડ સહીત ના પાંચ થી વધુ ગામો વચે એક સરકારી શાળા હાઈસ્કુલ આવેલીચે જેમાં ૮ થી ૧૦ એટલે કે એસ એસ સી સુધી નો અભ્યાસ અહી સરકારી શાળા માં જ થાય છે પરંતુ અહી ફાસ્ટ ડીજીટલ યુગ માં પણ અહીના ૧૨૪ બાળકો ને રોજ સ્કુલે ચાલી ને આવવું પડે છે તે નરી વાત્વિકતા અને અને તેનું કારણ છે અહી એક પણ સરકારી બસ ની સુવિધા જ નથી

અમરેલી જીલ્લા જાફરાબાદ તાલુકા ના લોર ગામ માં એસ એસ સી ના વિધાર્થી ઓ એસટી બસ ના વાંકે હેરાન પરેશાન છે અને એસ એસ સી નું મહત્વ નું ભણતર બગડી રહ્યું છે અહી લોર ગામ માં એક માત્ર સરકારી હાઇસ્કુલ છે જેમાં આજુબાજુ પાંચ થી છ ગામો ના ૮ થી ૧૦ સુધીના વિદ્યાર્થી ઓ પોતાનું ભાવીઘડી રહ્યાછે જે હાઇસ્કુલ માં તેમને પારવાર મુશ્કેલી નો સામનો કરવો પડી છે અહી પાંચ ગામ વચે એક સરકારી સ્કુલ છે જે સ્કુલ સુધી પહોચવા કોઈ સરકારી બસ ઉપલબ્ધ નથી જેટી બાળકો ને પાંચ થી લઇ આંઠ કિમી ચાલી ને આવવું પડે છે જેથી સમય બગડી રહ્યો છે અને ભણતર પણ હાલ બાળકો નું બગડી રહ્યું છે તો ચોમાસા ના કારણે હાલ નદી નાળા ઓ માં પણ અચાનક પુર આવી જાય છે તો બાળકો ને ઘર તરફ પાછા ફરવું પડે છે અથવા જીવ ના જોખમે શાળા એ અભ્યાસ માટે ચાલી ને પલળી ને પહોચવું પડે ત્યારે શાળા ની વિદ્યાર્થી ની રીધી મકવાણા જણાવે છે કે અમારે ભણતર એસ એસ સી નું છે અને સરકારી બસ કે કોઈ વાહન નથી એટેલે અમારે ચાલી ને આવવું પડે છે પાંચ કિમી દુર થી અને વરસાદ ના કારણે અમને તકલીફ પડી રહી છે

ત્યારે લોર ગામ ના નાગરિક ડી ડી વરુ જણાવે છેકે તેની અનેકો માંગણી હોવા છતાં તે માંગ પૂરી થતી નથી અને બાળકો નો અઅભ્યાસ તેમજ દર્દી ઓ ને હાલાકી પડી રહી છે જેઠીનિયમિત બસ મળે તે જરૂરી છે નહીં તો આંદોલન નો માર્ગ પણ અપનાવી અમે બાળકો નું ભણતર બગડતા અટકાવી શુ નું તે જણાવે છે અહીં અહીના વિધાર્થી ઓ પરેશાન છે અને આંઠ કિમી ચાલી ને પણ અભ્યાસ માટે શાળા માં અહી આવી રહ્યા છે તે થી તુરંત સરકાર અહીં ઘટનું કરે તે જરૂરી છે વધુ વાંચો


error: Content is protected !!