Main Menu

Thursday, July 12th, 2018

 

સિનિયર કક્ષાનાં ૨૧ આઇએએસ અધિકારીઓની બદલીઃ વિજય નહેરા અમદાવાદના નવા મ્‍યુનિ.કમિશ્નરઃ અજય ભાદુ વડોદરાના મ્‍યુનિ. કમિશ્નરઃ મુકેશ કુમાર એજ્‍યુકેશન વિભાગના (પ્રાઇમરી) વિભાગના સેક્રેટરી પદેઃ એ.એમ.તીવારી નવા ગૃહસચિવ

ગાંધીનગર : સિનિયર કક્ષાનાં ૨૧ આઇએએસ અધિકારીઓની બદલી થઇ છે, જેમાં પ્રોસ્‍ટીંગ વિહોણા રાજકોટના પુર્વ મ્‍યુનિ. કમિશ્નર વિજય નહેરા અમદાવાદના  મ્‍યુનિ.કમિશ્નર જયારે અજય ભાદુ વડોદરાના મ્‍યુનિ. કમિશ્નર તથા અમદાવાદ મ્‍યુ.કમિશ્નર મુકેશ કુમારને એજ્‍યુકેશન વિભાગના (પ્રાઇમરી) વિભાગના સેક્રેટરી તરીકે બદલવામાં આવ્‍યા છે આ સિવાઇ જેમની બદલી થઇ છે તેમાં જીએસએફસીલી (વડોદરા)ના મેનેજીંગ ડીરેકટર એ.એમ.તીવારી નવા ગૃહસચિવ તરીકે નિવૃત થતા એમ.એસ.ડાગુંરના સ્‍થાને મુકવામાં આવ્‍યા છે. ડો.ટી નટરાજને મેનેજીંગ ડાયરેકટર સ્‍ટેટ પેટ્રોલીયમ લીયમ કોર્પો.લીના એમ.ડી.તરીકે, જયારે અરવિંદ અગ્રવાલને (ફોરેસ્‍ટ) વિભાગને એડીશ્‍નલ ચીફ સેક્રેટરી (ફાયનાન્‍સ)સપૂર્ણ હવાલો, નિવૃત થતા એમ.એસ. ડાગુરને  ડીસ્‍પોઝલ ઓફએનર્જી, એનર્જી અને પેટ્રો કેમીકલ વિભાગના એડીશ્નલ ચીફ સેક્રેટરી સુજીત ગુલાટીને ગુજરાત સ્‍ટેટ ફર્ટીલાઇઝર અને  કેમીકલ્‍સલી (વડોદરા) ખાતે, ફુડ સિવીલ સપ્‍લાઇઝ વિભાગના એડીશ્‍લ ચીફ સેક્રેટરી શ્રીમતી સંગીતા સીંઘને ફુલ ફલેજ તરીકે જીએડી વિભાગમાં,લેબર વિભાગના ડો.રાજીવ કુમાર ગુપ્તાને (ફોરેસ્‍ટ) વિભાગમાં, પંચાયત વિભાગના પ્રિન્‍સીપલ સેક્રેટરી રાજગોપાલને પેટ્રોકેમીકલ્‍સ વિભાગમાં,પોર્ટ અને ટ્રાન્‍સપોર્ટ વિભાગના વિપુલ મિત્રાને લેબર વિભાગમાં,કમિશ્નર ઓફ કોટેજ એ.કે. રાકેશને પંચાયત, રૂરલહાઉશીંગ અને રૂરલડેવલોપમેન્‍ટ, પ્રાયમરી એજ્‍યુકેશન વિભાગના પ્રિન્‍સીપલ સેક્રેટરી શ્રીમતી સુનયના તોમરને પોર્ટસ અને ટ્રાન્‍સપોર્ટ,કોટેજ અને રૂરલ ઇન્‍ડસ્‍ટ્રીના સંદીપ કુમારના એ.કે.રાકેશના સ્‍થાને કોટેજ અને રૂરલ ઇન્‍ડસ્‍ટ્રીમાં,વડોદરાના મ્‍યુનિ.કમિશ્નર વિનોદ રાવને (એગ્રીકલ્‍ચલર),ડેવલપમેન્‍ટ કમિશ્નર મનોજ અગ્રવાલને સામાજીક ન્‍યાય, સેટલમેન્‍ટ કમિશ્નર એન.પી.ઠક્કરને ડેવોલોપમેન્‍ટ કમિશ્નર પદે, સામાજીક ન્‍યાયના કમલ દયાનીને ફુડ અને સિવીલ સ્‍પલાયઝ,લોચન શહેરાને (હાઉસીગ અને નિર્મલ ગુજરાત) શ્રીમજી અંજુ શર્માને શૈક્ષણિ વિભાગનો ઓવરઓલ ચાર્જ, મેરીટાઇમ બોર્ડના અજય ભાદુને વડોદરા મ્‍યુનિ. કમિશ્નર, મોહમદ સાહીદને ગુજરાત મેરીટાઇમ બોર્ડ (ગાંધીનગર) તથા લાબી તાલીમમાંથી પરંત ફર્યા બાદ પોસ્‍ટીંગ વગરના રાજકોટના પૂર્વ મ્‍યુનિ.કમિશ્નર વિજય નહેરાને અમદાવાદના મ્‍યુનિ.કમિશ્નર પદે મુકવામાં આવ્‍યા છે.


ખાંભા – સાવર કુંડલા રોડ લાપળા પાસે ખાનગી ટ્રાવેલ્સ નો વૃક્ષ સાથે અકસ્માત થયા બાદ અન્ય બે બસ નો અકસ્માત થતા.ખાંભા સાવર કુંડલા રોડ બે કલાક સુધી બંધ થતા રોડ પર ચક્કાજામ થઇ ગયો હતો

ખાંભા
દશરથસિંહ રાઠોડ

ખાંભા – સાવર કુંડલા રોડ લાપળા પાસે ખાનગી ટ્રાવેલ્સ નો વૃક્ષ સાથે અકસ્માત થયા બાદ અન્ય બે બસ નો અકસ્માત થતા.ખાંભા સાવર કુંડલા રોડ બે કલાક સુધી બંધ થતા રોડ પર ચક્કાજામ થઇ ગયો હતો

આજે સવારે ખાંભા સવાર કુંડલા રોડ લાપાળા પાસે સાવર કુંડલા રોડ પર તંત્ર ની બેદરકારી થી બે અલગ અલગ અકસ્માત થતા બે કલાક સુધી વાહન વ્યવહાર ઠપ્પ થઈ જતા રોડ પર ચક્કાજામ થયો હતો પેહલા સવાર માં અમદાવાદ રૂટ ની જલારામ ટ્રાવેલ્સ નો પીપર ના ઝાડ સાથે અકસ્માત.મુસાફરો નો ચમતકારીક બચાવ થયો હતો.અને પાંચ વ્યક્તિ ને નાની મોટી ઇજા થયેલ હોવાનું જાણવા મળેલ હતું.ત્યાર બાદ આજ રોડ પર અગિયાર વાગે અન્ય એક ત્રિમૂર્તિ ટ્રાવેલ્સની બસ બાજુ ની સાઈડ માં ઉતરી જતા બે કલાક સુધી રોડ બંધ થઇ જતાં વાહન વ્યવહાર ઠપ્પ થઇ જતાં વાહનો ની કતારો લાગી હતી આ જગ્યા પર એક જ મહિના મા નાના મોટા થી છ કરતા વધારે અકસ્માત .વળાક મા ખાડો હોવાથી વારંવાર અકસ્માત થતો હોય છે અનેક વાર રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા આ રોડ પર નો ખાડો બુરવા માં આવતો નથી જેના કારણે વાહન ચાલકો આ જગ્યા પર વરમવાર અકસ્માત સર્જાય છે અને કોઈ મોટો અકસ્માત સર્જાય અને કોઈ નો જીવ હોમાય તે પહેલાં યોગ્ય કરવા વાહન ચાલકો માં માંગ ઉઠવા પામી છે


અમરેલી જિલ્લામાં સવારે ૬ થી સાંજે ૪ વાગ્યા સુધીમાં વરસાદ ના આંકડા….

અમરેલી-અમરેલી જિલ્લામાં સવારે ૬ થી સાંજે ૪ વાગ્યા સુધીમાં વરસાદ ના આંકડા….

અમરેલી – 43 મી.મી.

બાબરા – 00 મી.મી.

જાફરાબાદ- 28 મી.મી.

લીલીયા-34 મી.મી.

સાવરકુંડલા-66 મી.મી.

વડિયા-35 મી.મી.

બગસરા-40 મી.મી.

ધારી – 33 મી.મી.

રાજુલા – 14 મી.મી.

લાઠી – 05 મી.મી.

ખાંભા – 23 મી.મી.

ધારી શહેર અને જંગલ વિસ્તારમાં વરસાદ….

સાવરકુંડલા માં ધોધમાર વરસાદ ની શરૂઆત….

અમરેલી શહેર માં વરસાદ ને પગલે રોડ પાણી પાણી….

ધોધમાર વરસાદ થી ખેતરો મા ભરાયા પાણી…

શેત્રુજી નદીનો ચેકડેમ છલકાયો, નદીમાં પુર ની શરૂઆત..


બ્રેકીંગ…. રાજુલા શહેર માં ધોધમાર દોઢ ઇંચ વરસાદ.

બ્રેકીંગ
અમરેલી : રાજુલા શહેર માં ધોધમાર દોઢ ઇંચ વરસાદ….

શહેર ની હવેલી ચોક માં પાણી ભરાયા…….

ઘાણો નદી માં પુર આવ્યું……

રાજુલા ગ્રામીણ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ થી અનેક ગામડા માં ભરાયા પાણી……

દાતરડી ગામ મા સાડા ત્રણ ઇંચ વરસાદ…….

નાનકડા ગામ માં પાણી ઘુસ્યા……

અનેક રસ્તા પર જળબંબાકાર ની સ્થિતિ સર્જાય……


અમરેલી : રાજુલા ના હિંડોરણા ચોકડી ની ઘટના……… ક્રિષ્ના ટાયર્સ ના કારખાના માં લાગી ભીષણ આગ……… મુશળધાર વરસાદ વચ્ચે લાગી આગ

જયદેવ વરૂ

બ્રેકીંગ
અમરેલી : રાજુલા ના હિંડોરણા ચોકડી ની ઘટના………

ક્રિષ્ના ટાયર્સ ના કારખાના માં લાગી ભીષણ આગ………

મુશળધાર વરસાદ વચ્ચે લાગી આગ

કારખાના આસપાસ મચી અફડા તફડી………

સ્થાનિક લોકો દ્વારા આગ પર કાબુ મેળવવા ના પ્રયાસ………

શોટ સર્કિટ ના કારણે આગ લાગી હોવાનુ સ્થાનિક લોકો નું અનુમાન…….


બ્રેકીંગ…. અમરેલી-ધારીના ખાડીયા વિસ્તારમાં ઇલેક્ટ્રિક શોકથી 2 બળદ ના મોત….

બ્રેકીંગ….
અમરેલી-ધારીના ખાડીયા વિસ્તારમાં ઇલેક્ટ્રિક શોકથી 2 બળદ ના મોત….
વાડી એથી બળદગાડું લઈને આવતા ખેડૂતનો આબાદ બચાવ……
બન્ને બળદ ના મોત થતા પી.જી.વી.સી.એલ.તંત્ર થયું દોડતું…..


જાફરાબાદમાં નેશનલ હાઈ-વેને લઈને ખેડૂતોને વ્‍યાપક નૂકશાન

અમરેલી,
જિલ્‍લા પંચાયત બાંધકામ ચેરમેન ટીકુભાઈ વરૂની ફરિયાદ
જાફરાબાદ તાલુકામાંથી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે રોડ 7 થી 8 ફૂટ ઉંચો લેતા અને જે જગ્‍યાએ મોટા પાઈપ નાખવાના હોય તે જગ્‍યાએ નાના પાઈપ નાખતા પાણીનો પૂર્ણ નિકાલ ન થતા હેમાળ, ટીંબી, શેલણા સહીત ગામોનાં ખેડૂતોનાં ખેતરના પાકમાં પાણી ભરાતા મોટા પ્રમાણમાં નૂકશાન થયેલ છે. તો તેનો તાકીદે સર્વે કરાવી સરકાર અથવા નેશનલ હાઈવે રોડ ઓથોરીટી પાસે ખેડૂતોને નૂકશાનનું વળતર ચૂકવવા બાંધકામ સમિતિનાં ચેરમેન ટીકુભાઈ વરૂએ કલેકટરને પત્ર પાઠવીને માંગ કરેલ છે.

શેત્રુંજી નદી આસપાસ 3પ જેટલા સિંહોનો વસવાટ હોવાથી સુરક્ષા વધારવી જરૂરી હતી વનવિભાગે સિંહોની સુરક્ષા માટે ટેકરા બનાવ્‍યા

શેત્રુંજી નદી આસપાસ 3પ જેટલા સિંહોનો વસવાટ હોવાથી સુરક્ષા વધારવી જરૂરી હતી
વનવિભાગે સિંહોની સુરક્ષા માટે ટેકરા બનાવ્‍યા સિંહપ્રેમીઓની સિંહોની સુરક્ષા મામલે થયેલ રજુઆત બાદ વનવિભાગ સક્રીય 3 વર્ષ પહેલાં નદીમાં ઘોડાપુર આવતાં અંદાજિત 9 સિંહો પુરમાં તણાઈ ગયા હતા
અમરેલી,
અમરેલી જિલ્‍લામાં ખાસ કરીને શેત્રુંજી નદી કાંઠાના વિસ્‍તારોમાં જે અમરેલીનો બૃહદગીર વિસ્‍તાર છે તેમાં મોટી સંખ્‍યામાં સિંહોનું વિચરણ છે અને ગરમીને કારણે સિંહો શેત્રુંજી નદીમાં જ બેસી રહેછે અને અહીનાં ઠંડા વિસ્‍તારમાં જ તેનો કાયમી નિવાસ છે. ત્‍યારે ચોમાસામાં સિંહોને અહીથી દુર કરવા જરૂરી છે પરંતુ સિંહોને આ વિસ્‍તાર છોડવો ન હોય તેમ અહી જ પડયા અને પાથર્યા રહેતા હોવાથી વનવિભાગ અમરેલી ઘ્‍વારા અહી નદીમાં આસપાસ પુર આવે તો સિંહોની સલામતી માટે અમરેલી રેન્‍જ ઘ્‍વારા માઉન્‍ટ બનાવી નવતર પ્રયોગ કરાયો છે.
અમરેલી અને લીલીયા વિસ્‍તારમાંથી પસાર થતી શેત્રુંજી નદીના પટ્ટમાં આશરે 3પ જેટલા સિંહ પરિવારો વિચરણ કરી રહૃાા છે. આ નદીનો પટ્ટ સિંહોનું કાયમી રહેઠાંણ બની ગયું છે. ઉપરાંત બાવળોની ઝાડીઓમાં પણ સિંહોની અવર-જવર કાયમી હોય છે. ત્‍યારે ચોમાસા દરમિયાન સિંહોની સલામતી જોખમાય નહી એ માટે વનવિભાગ ઘ્‍વારા ખાસ આયોજન કરી માઉન્‍ટ બનાવવાનો નવતર પ્રયોગ કરવામાં આવ્‍યો છે. અમરેલી જિલ્‍લાનાં શેત્રુંજી નદીમાં 3 વર્ષ પહેલા પુરપ્રકોપના કારણે હજારો પશુઓ તણાઈ મોતને ભેટયા હતા. જેમાં આશરે 9 જેટલા સિંહોના પણ મૃત્‍યુ થયા હતા. ત્‍યારે અમરેલી વન વિભાગ ઘ્‍વારા આ વિસ્‍તારોમાં સિંહોની સલામતી માટે ચાર જેટલા માઉન્‍ટ બનાવવામાં આવ્‍યા છે અને ત્રણ વનવિભાગની ટુકડી સતત ખેદરેખ રાખી રહી છે. ત્‍યારે પર્યાવરણપ્રેમીઓની સિંહો બચાવવાની માંગણી સાકાર થઈ છે.
સ્‍થાનિક પ્રકૃતિની સંસ્‍થા સાથેજોડાયેલા લોકોની અનેક રજુઆત હતી કે, ગત ર01પમાં અમરેલીમાં થયેલ જળહોનારતતથી 10 ઉપરાંતના એશિયાટીક સિંહો શેત્રુંજી નદીમાં આવેલ પુરનાં કારણે મોતને ભેટયા હતા. જેથી ચોમાસા દરમિયાન સિંહોને અહીથી સ્‍થળાંતર કરવા અથવા તેમની સેફટી માટે ઊંચા સિમેન્‍ટ કોન્‍ક્રેટનાં ઓટલા-માઉન્‍ટ બનાવવા જેથી અનાયાસે આવેલ પુરમાં સિંહો તે નદી આસપાસનાં ઓટલા પર ચડી બેસે જેથી સિંહો સેઈફ રહી શકે. તેથી હાલ વન વિભાગ ક્રાંકચ બૃહદ ગીર ઘ્‍વારા અહી રેન્‍જ ઘ્‍વારા માઉન્‍ટ બનાવી નવતર પ્રયોગ કરાયો છે. જેથી કદાચ સિંહો સહિતના વન્‍ય જીવો ઓચિંતા આવેલ પુરમાં બચી શકે તેવી પ્રર્યાવરણ પ્રેમીની માંગણીઓ પર સિંહો માટે પ્રિમોન્‍સુન પ્‍લાન મુજબ ટેકરા બનાવ્‍યા છે જે વનવિભાગના અધિકારીઓએ જણાવ્‍યું હતું કે, અમરેલી રેન્‍જના લીલીયા ક્રાંકચના શેત્રુંજી નદીના વિસ્‍તારોમાં સિંહોની સલામતી માટે પ્રિ મોન્‍સુન પ્‍લાનમાં માઉન્‍ટ બનાવાયા છે. ત્‍યારે આ સિંહો બચાવવાનાં નવતર પ્રિ મોન્‍સુન પ્‍લાનના નવતર પ્રયોગથી ચોમાસામાં આવતા પુરથી સિંહોને બચાવવામાં કેટલો કારગત નિવડે છે તે તો આવનારો સમય જ બતાવશે.

ખાંભા ના નવા માલકનેશ માં વાડી ની ઓરડી માં સુતેલી દીકરી ને બચાવવા જતા વચ્ચે પડેલ દીકરી ની માં પર દીપડા નો હુમલો.મહિલા ને સારવાર અર્થ ખાંભા હોસ્પિટલ ખસેડાય ..

ખાંભા
દશરથસિંહ રાઠોડ

ખાંભા ના નવા માલકનેશ માં વાડી ની ઓરડી માં સુતેલી દીકરી ને બચાવવા જતા વચ્ચે પડેલ દીકરી ની માં પર દીપડા નો હુમલો.મહિલા ને સારવાર અર્થ ખાંભા હોસ્પિટલ ખસેડાય ……
પ્રાપ્ત વિગત અનુસાર ખાંભા તાલૂકા ના નવા માલકનેશ ગામ ની માલિકીની વાડી માં એક પરિવાર રહેતો હોય અને ઓરડી મા કોમલ બેન અને તેમની દીકરી સુતેલા હોય ત્યારે રાત્રી ના બે વાગ્યા ની આસ-પાસ એક દીપડા આ એ સુતેલ દીકરી પર હુમલો કરવા જતાં વચ્ચે પડેલ દીકરી ના માં કોમલબેન ઉપર હુમલો કરતા કોમલબેન ધીરુભાઈ મકવાણા ને માથા ના ભાગે દીપડા એ મોઢું મારી ઢસડી ગંભીર ઇજા કરતા અને રાડારડ કરતા ઓસરી માં સુતેલ તેમના પતિ જાગી જતા કોમલબેન છોડી દીપડો નાસી છૂટ્યો હતો અને મહિલા ને 108 ની મદદ થી ખાંભા દવાખાને ખસેડલ હતા બાદ માં વન વિભાગ ને જાણ થતાં ઘટના સ્થળે પોહચી ગયેલ હતો


ખાંભા – સાવર કુંડલા રોડ લાપળા પાસે ખાનગી ટ્રાવેલ્સ નો વૃક્ષ સાથે અકસ્માત .બસ મા બેઠેલ મુસાફરો નો ચમત્કારિક બચાવ.

ખાંભા
દશરથસિંહ રાઠોડ

ખાંભા – સાવર કુંડલા રોડ લાપળા પાસે ખાનગી ટ્રાવેલ્સ નો વૃક્ષ સાથે અકસ્માત .બસ મા બેઠેલ મુસાફરો નો ચમત્કારિક બચાવ.

આજે સવારે ખાંભા સવાર કુંડલા રોડ લાપાળા પાસે સાવર કુંડલા રોડ પર તંત્ર ની બેદરકારી થી વધુ એક અકસ્માત અમદાવાદ રૂટ ની જલારામ ટ્રાવેલ્સ નો પીપર ના ઝાડ સાથે અકસ્માત.મુસાફરો નો ચમતકારીક બચાવ થયો હતો.અને પાંચ વ્યક્તિ ને નાની મોટી ઇજા થયેલ હોવાનું જાણવા મળેલ હતું.કોઈ જાનહાની ટરી હતી.આ જગ્યા પર એક જ મહિના મા નાના મોટા થી છ કરતા વધારે અકસ્માત .વળાક મા ખાડો હોવાથી વારંવાર અકસ્માત થતો હોય છે અનેક વાર રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા આ રોડ પર નો ખાડો બુરવા માં આવતો નથી જેના કારણે વાહન ચાલકો આ જગ્યા પર વરમવાર અકસ્માત સર્જાય છે અને કોઈ મોટો અકસ્માત સર્જાય અને કોઈ નો જીવ હોમાય તે પહેલાં યોગ્ય કરવા વાહન ચાલકો માં માંગ ઉઠવા પામી છે .


error: Content is protected !!