Main Menu

Tuesday, July 10th, 2018

 

અમરેલી ના યુવાને નવો ચીલો ચિતર્યો . પોતાના જન્મ દિવસે ગરીબ યતિમ ને વિમાન માં બેસાડી સફર કરાવી વિમાન માં જ ગરીબ બાળકો સાથે જન્મ દિવસ ઉજવ્યો

અમરેલીબ્યુરો . કેતન બગડા દ્વારા

અમરેલી ની ભાગોળે જન્‍મ પ્રાપ્ત કરી અમરેલી માટે નાની વય થી જ કંઈક કરી છૂટવાની ભાવના ધરાવતા યુવા કોમનમેન એવા નાસીર ટાંક નો આજ જન્‍મ દિવસ અને જન્મ દિવસ ને ગરીબ બાળકો માટે સમર્પિત કર્યો
. અમરેલી માં ચાલતી અનેક સેવાકીય પ્રવૃત્તિ ના સંચાલકોઅને સંગઠનો સાથે જોડાયેલ આ આગેવાન અમરેલી પર કોઈ કુદરતી આફત કે પડકારો આવે તો એ જગ્‍યા પર આ નવ યુવાન પેહલા નજરે ચડે ના માત્ર ધન થી પણ તન,મન,ધન ત્રણેય પ્રકારે લોક ઉપયોગ માં જોતરાય જતા આ નવ યુવાન ની અમરેલી ના છેવાડા ના લોકો સુધી ચાહના જુવા મળે છે. નાસિર ટાંક ગરીબો ના બેલી તરીકે પણ ઓળખાય છે ત્‍યારે અમરેલી ના પનોતા પુત્ર અને ગુજરાત વિધાનસભા ના વિપક્ષી નેતા એવા સન્‍માનીય પરેશભાઈ ધાનાણી ના સારથી માનવા માં આવે છે. યુવાનો માટે અબાલ વૃદ્ધ સહુ કોઈ માટે હકારાત્‍મક કાર્યઠ્ઠમો આપવા માટે જાણીતા છે.ત્‍યારે લાખો લોકો ના આશીર્વાદ મેળવી નવી ક્ષિતિજો સરકરતા યુવાનો ના હદય સમ્રાટ આજ તદ્યન અલગ પ્રકારે પોતાનો જન્‍મ દિવસ અન્‍ય ના ચેહરા પર સ્‍મિત રેલાવી ઉજવી એક નવોજ ચીલો ચિતર્યો છે
આજે મસ મોટી હોટલો માં પાર્ટી કરવા ને બદલે યતીમ દીકરી અને ચા ની લારી પર કામ કરતા મજૂરી કરતા બાળકો ને વિમાન માં બેસાડી ભાવનગર દીવ સુધી ચક્કર મરાવે છે અને ત્યાં પ્લેન માં જ તેનો જન્મ દીવસ ઉજવે છે ત્યારે આ ગરીબો પ્રત્યે નું વ લણ
તેમને દુુુુઆ  થિ ભરી દે છે

કુંડલા ના પાગલ આશ્રમ માં પણ ભક્તિ રામ બાપુ ના આશીર્વાદ લઇ અહીં ના પાગલ ને જમાડી અનોખો જન્મ દિવસ નાસીર ટાંક ઉજવી
સમાજ માં એક નવીનતમ ચીલો ચીતરે છે . અને કાયમ ગરીબો સાતજે પોતાનો જન્મ દિવસ ઉજવશે નું નાસીર ભાઈ જણાવે છે .


ડો ભરત કાનાબારની આગેવાનીમાં સીએમને અમરેલી જિલ્‍લામાં ઉભી થયેલ રેતીની સમસ્‍યા દૂર કરવા રજૂઆત

ડો ભરત કાનાબારની આગેવાનીમાં સીએમને
અમરેલી જિલ્‍લામાં ઉભી થયેલ રેતીની સમસ્‍યા દૂર કરવા રજૂઆત
શેત્રુંજી સિવાયની અન્‍ય નદીમાં લીઝ ફાળવો
અમરેલી, તા. 9
અમરેલી જિલ્‍લામાં રેતી ઉપાડવા માટે છેલ્‍લાં ઘણાં જ સમયથી લીઝ આપવાની કામગીરીઅટકી પડી છે. જેને લઈ અમરેલી જિલ્‍લામાં ગરીબ અને શ્રમિક વર્ગને રોજીરોટી મળતી ન હોય, જેથી અમરેલી જિલ્‍લા વિશ્‍વકર્મા કારીગર મંડળનાં હોદ્યેદારોએ અમરેલી જિલ્‍લા ભાજપનાં પૂર્વ પ્રમુખ અને જાણીતા તબીબ ડો. ભરતભાઈ કાનાબારને રજૂઆત કરતાં તેઓ આ વિશ્‍વકર્મા કારીગર મંડળનાં હોદ્યેદારો તથા ભાજપનાં આગેવાનો સાથે રાજયનાં મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ખાણ ખનિજ વિભાગનાં કમીશ્‍નર રૂપસીંગ સાથે મુલાકાત કરી હતી.
ડો. કાનાબારે મુખ્‍યમંત્રી તથા ખાણ ખનિજ વિભાગનાં કમિશ્‍નરને રજૂઆત કરતાં જણાવ્‍યું હતું કે, શેત્રુંજીનાં ઈકોઝોનનાં પ્રશ્‍નનો નિકાલ ના આવે ત્‍યાં સુધીનાં  વચ્‍ચગાળામાં અમરેલી જિલ્‍લાની નાની-નાની અન્‍ય નદીનાં પટ્ટમાંથી રેતી ઉપાડવાની મંજુરી આપવા માટે તાત્‍કાલિક કાર્યવાહી કરવા પણ ડો. ભરતભાઈ કાનાબારે વિનંતી કરી હતી. આ કાર્યક્રમમાં ડો. કાનાબાર સાથે યુવા ભાજપનાં પૂર્વ મહામંત્રી દિપકભાઈ વઘાસીયા, પૂર્વ કોષાઘ્‍યક્ષ જયેશભાઈ ટાંક, જિલ્‍લા કોન્‍ટ્રાકટર એસોસીએશનનાં પ્રમુખ હસુભાઈ સતાણી, તેમજ વિશ્‍વકર્મા કારીગર મંડળનાં ભાવેશભાઈ પરમાર, કનુભાઈ ટાંક, વિજયભાઈ ચોટલીયા, વિગેરે પણ મુખ્‍યમંત્રીને મળી રજૂઆત કરી હતી.

error: Content is protected !!