Main Menu

Wednesday, July 4th, 2018

 

મંત્રીમંડળમાં નવા વરાયેલા મંત્રી કુવરજી બાવળીયાને પાણીપુરવઠા, પશુપાલન અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના ખાતા ફાળવાયા : આર.સી. ફળદુ અને પરબતભાઇ પટેલને પણ વધારાના ખાતાની થઈ ફાળવણી

મંત્રીમંડળમાં નવા વરાયેલા મંત્રી કુવરજી બાવળીયાને પાણીપુરવઠા, પશુપાલન અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના ખાતા ફાળવાયા : આર.સી. ફળદુ અને પરબતભાઇ પટેલને પણ વધારાના ખાતાની થઈ ફાળવણી

ગાંધીનગર : ગુજરાતના રાજયપાલ ઓ.પી. કોહલી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સલાહ થી કુવરજીભાઇ મોહનભાઇ બાવળીયાની મંત્રી તરીકે નિયુકતિ કરીને આજે તેમને પાણીપુરવઠા, પશુપાલન અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના ખાતા ફાળવાયા છે. ઉપરાંત મંત્રીઓના વિષયની ફાળવણીમા ફેરફાર પણ કરાયો છે. જેમાં મંત્રી આર.સી. ફળદુને કૃષિ, ગ્રામવિકાસ, મત્સ્યોધ્યોગ અને વાહન વ્યવહાર તથા રાજય મંત્રી પરબતભાઇ પટેલને જળ સંપત્તિ (સ્વતંત્ર હવાલો) અને પાણી પુરવઠા વિભાગના ખાતાઓ સોપવામા આવ્યો છે.


હાલ વાતાવરણની ગતિવિધી અંદાજ વગરની

હાલ વાતાવરણની ગતિવિધી અંદાજ વગરનીઃ હાલ માં મોસમની ગતિવિધિ અંદાજ વગરની ચાલી રહી છેઃ ચોમાસુ રેખા હિમાલયની તળેટીમાં હોવા છતાં અરબી સમુદ્રના કરંટના લીધે છુટોછવાયો વરસી જાય છેઃ આજે પણ સૌરાષ્ટ્રના દરિયાઈપટ્ટીના વિસતારોમાં શકયતા રહેલી છેઃ દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ પડી શકે છેઃ    ૧૦મી જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્ર- ગુજરાતના તમામ ભાગોમાં વરસાદ પડી જાય તેવા હાલના અનુમાન છે


અમરેલી જિલ્‍લામાં મેઘમહેર ખેડૂતોમાં ખુશીની લહેર સમગ્ર જિલ્‍લામાં વાવણી કાર્ય પૂરજોશમાં

તસ્વીર . દિનેશ ભાઈ આહીર બોરડી

અમરેલી જિલ્‍લામાં મેઘમહેર

ખેડૂતોમાં ખુશીની લહેર

સમગ્ર જિલ્‍લામાં વાવણી કાર્ય પૂરજોશમાં

અમરેલી તા.૪ જુલાઇ, ૨૦૧૮ મંગળવાર

અમરેલી જિલ્‍લામાં સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતોમાં હર્ષની લાગણી ઉભી થઇ છે. સંતોષકારક વરસાદ થવાથી ખેડૂતોએ વાવણીનું કાર્ય ઉમળકાભેર ઉપાડી લીધું છે. વરસાદનો આનંદ શહેરીજનો અને ગ્રામ્યજનો પણ માણી રહ્યા છે. એકદંરે જિલ્‍લામાં તા.૪ જુલાઇ-૨૦૧૮ના રોજ સવારે ૭ સુધીમાં ૯૦૧ મીમી વરસાદ નોંધાયો છે. સાર્વત્રિક વરસાદ હોવાથી વરસાદના કારણે સમગ્ર જિલ્‍લાના નદીનાળાઓમાં નવા નીરની આવક થઇ છે. આપત્તિ વ્‍યવસ્‍થાપન શાખાના અહેવાલ મુજબ, મોસમનો સૌથી વધુ વરસાદ અનુક્રમે લીલીયા, જાફરાબાદ, બગસરા અને સાવરકુંડલા તાલુકામાં નોંધાયો છે.


રાજુલા ના કથીવદર ગામે તારીખ ૫/૭/૨૦૧૮ ના રોજ સવૅ રોગ નિદાન કેમ્પ નુ આયોજન.

આતાભાઇ વી વાઘ.

કથીવદરતારીખ ૫/૭/૨૦૧૮ ના રોજ રાજુલા ના કથીવદર. ગામે સવૅ રોગ. નિદાન. કેમ્પ. નુ આયોજન. મહુવા ના હનુમંત હોસ્પિટલ ના અનુભવી ડોકટર દ્વારા તપાસ કરવા માઆવશે. અને જો દદી ને કોઇ ઓપરેશન ની જરુર જણાશે તો રાહાત દરે ઓપરેશન પણ કરવા મા આવશે . આ આયોજન કથીવદર પ્રા. શાળા મા રાખવા મા આવેલ છે. સમય સવાર. ના . ૧૦. ૦૦થી બપોર. ના. ૧૨. ૩૦. સુધી. તો દરેક વહાલા ભાઇ બહેનો એ વહેલા સર પોતા નુ નામ લખાવી લેવા વિનંતી તેમ આતાભાઇ. વી. વાઘે જણાવેલ છ. . .


એસ.પી.આંતરીપ સુદ ની ટીમનો સપાટો….. રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.એ જુગારધામ ઝડપી પાડ્યું….. 7 પત્તાપ્રેમીઓ પોણા બે લાખના મુદ્દામાલ સાથે જેલના સળીયા પાછળ ધકેલાયા…. રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ની અનૈતિક પ્રવૃતિઓ સામે લાલ આંખ….

*જસદણ તાલુકાના શિવરાજપુર ગામની પાંચ ટોબરા નામની સીમ માંથી જુગારનો અખાડો પકડી પાડતી*

_*રાજકોટ ગ્રામ્ય ક્રાઇમ બ્રાન્ચ*_

રાજકોટ ગ્રામ્ય જીલ્લાનાં પોલીસ અધિક્ષક શ્રી અંતરિપ સૂદ સાહેબે પ્રોહી-જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય જે અંતર્ગત ઇન્ચા.પો.ઇન્સ. જે.એમ.ચાવડા તથા સ્ટાફના માણસો એ ચોક્કસ બાતમી આધારે શિવરાજપુર ગામની પાંચ ટોબરા ધાર નામની સીમ વિસ્તારમાં ખલીલભાઇ સાલેભાઇ કથીરી રહે. જસદણ જી.રાજકોટ વાળાને ધનશ્યામભાઇ કાબાભાઇ વાઘાણી રહે.શીવરાજપુર વાળાની કબ્જા ભોગવટા તેમજ દેખરેખની વાડીમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતા કુલ સાત ઇસમોને તીન પતીનો હારજીતનો જુગાર રમતા કુલ રોકડા રૂપીયા ૯૨,૭૮૦/- તથા મોબાઇલ ફોન નંગ ૫ કિ.રૂ. રૂ.૩૦૦૦/- તથા મો.સા. નંગ-૩ કિં.રૂ.૭૫,૦૦૦/- મળી કુલ મુદામાલ કિ.રૂ.૧,૭૦,૭૮૦/- સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ કામગીરીમાં એલ.સી.બી. શાખાના ઇન્ચા.પો.ઇન્સ. જે.એમ.ચાવડા
પો.સબ.ઇન્સ. એમ.આર. ગોંડલીયા
એ.એસ.આઇ. મહમદભાઇ ચૌહાણ, પો.હેડ. કોન્સ. મહેશભાઇ જાની,
કરશનભાઇ કલોતરા,
રવિદેવભાઇ બારડ,
મહિપાલસિંહ જાડેજા,
બ્રિજરાજસિંહ જાડેજા
રહીમભાઇ દલ, બાલકૃષ્ણ ત્રીવેદી
મયુરસિંહ જાડેજા, રસીકભાઇ જમોડ, ભાવેશભાઇ મકવાણા રોકાયેલ હતા.


error: Content is protected !!