Main Menu

Tuesday, July 3rd, 2018

 

પીપાવાવ ધામ જમીન મૂક્તિ આંદોલન ૭૦મા દિવસે ધોધમાર વરસાદ પણ ચાલુ, આંદોલનકારીઓને ન્યાય મળે તે માટે ગુજરાત ભરના કોળી સમાજના યુવાનો સરકાર સામે અસહકાર આંદોલન ચલાવશે*

*પીપાવાવ ધામ જમીન મૂક્તિ આંદોલન ૭૦મા દિવસે ધોધમાર વરસાદ પણ ચાલુ, આંદોલનકારીઓને ન્યાય મળે તે માટે ગુજરાત ભરના કોળી સમાજના યુવાનો સરકાર સામે અસહકાર આંદોલન ચલાવશે*

રાજુલા તાલુકાના પીપાવાવ ધામના સરપંચ તથા ગ્રામજનો છેલ્લા ૭૦ દિવસથી સતત ધોમધખતા તાપ હોય કે ધોધમાર વરસાદ હોય અવિરત રાજુલા પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ‌‌‌ કંપની અને ભૂમાફિયાઓના કબજામાંથી ગામની જમીન મૂક્ત કરાવવા અને સરકારી નિયમો મુજબ ગ્રામજનોને રોજીરોટી માટે જમીન ભાડાપટ્ટે ફાળવવામાં આવે તે માટે ગ્રામજનો આંદોલન કરી રહ્યા છે પણ તંત્ર દ્વારા ફક્ત ૭ દબાણો દૂર કરી ફક્ત ઔપચારિકતા જ પૂર્ણ કરવામાં આવી તંત્ર દ્વારા જે દબાણો પર કબજો લઈ લેવાની વાત કરવામાં આવે છે તે દબાણો દૂર કરેલી જગ્યા પર હજુ પણ રાજકીય વગ ધરાવતા ભૂમાફિયાઓ બેરોકટોક ઝીંગા ફાર્મ ચલાવી રહ્યા છે છતાં પણ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી તંત્રના અધિકારીઓ દબાણ દૂર કરવાના દાવાઓ કરી રહ્યા છે જ્યારે સોશ્યલ મીડિયા પર ઝીંગા ફાર્મ ચાલુ હોય અને ઝીંગાઓને ખોરાક નાખતા વિડિયો તથા ફક્ત ઉપર ઉપર થી પાળા તોડવામા આવેલા ના વિડિયો વાઇરલ થઇ રહ્યા છે તેમજ અંગે આંદોલનકારીઓ દ્વારા નાયાબ કલેકટર સાહેબને મૌખિક રજૂઆતો કરી વિડિયો દેખાવામાં આવતા નાયબ કલેકટર સાહેબે આંદોલનકારીઓને કહ્યું કે હમારા પર વિશ્વાસ ના હોય તો તમે જાતે જ પોતાના ખર્ચે દબાણ દૂર કરી લ્યો પરંતુ આ ગ્રામજનોને આ ભૂમાફિયાઓ તેમની ગામની જમીન પર ચાલવા નથી દેતા ત્યાં આંદોલનકારીઓ દબાણ કેવી દૂર કરવાનાં અને જ્યારે ગામના લોકો આ જમીન પર કબજો લેવા ગયાં હતાં ત્યારે આ જ અધિકારીઓ અને પોલીસ તંત્ર દ્વારા અટકાવીયા હતાં ૭૦ દિવસથી ગરીબ પરિવારોના લોકો રોજીરોટી માટે લડી રહ્યા છે છતાં પણ આ સરકારને શરમ નથી આવતી આંદોલનો એ લોકશાહી અને સરકાર માટે શરમ વાત કેહવાય પણ પરંતુ આ સરકારને ક્યાં આંદોલનો ફર્ક પડે પીપાવાવ ધામના આંદોલનકારીઓની મક્કમતાને દાદ આપવી પડે કે પોતાના ઘરમાં મુઠ્ઠી ભરી નથી ધરના અમુક લોકો પેટીયું રળી સાંજે ઘરે આવે ત્યારે ઘરનો ચૂલો સળે છે તો પણ આવી પરિસ્થિતિમાં પોતાની આવનારી પેઢી માટે આંદોલન કરી રહ્યા છે તેમણે તો પોતાની જીંદગી નાખી છે બહાર ગામ ભટકી ભટકીને પણ પોતાના બાળકોના શિક્ષણના માટે આજે પણ રાજુલા પ્રાંત કચેરી બહાર આજ ન્યાય મળશે કાલ ન્યાય મળશેની રાહ જોઈને બેઠા છે આ ગરીબ પરિવારો આજે પણ સરકાર પાસે પોતાના હક્ક અધિકાર માટે ઝઝુમી રહ્યા છે ત્યારે આંદોલનકારીઓની વેદના જોઈને ગુજરાત ભરના કોળી સમાજના યુવાનો રોષે ભરાયાં હતાં અને વિવિધ ૪૩ સ્થળો પર તાલુકા અને જિલ્લા કક્ષાએ આવેદનપત્ર આપી સરકારને તાકિદ કરી હતી જો પીપાવાવ ધામના ગામજનોને વહેલી તકે ન્યાય નહીં મળે તો *હવે હદ થઇ છે* ના નારા સાથે સમગ્ર ગુજરાતમાં સરકાર સામે અસહકાર આંદોલન ચલાવવામાં આવશે તેવું યુવા કોળી સમાજ ગુજરાત દ્વારા આવેદનપત્રમાં જણાવ્યું હતું આ સરકાર સામે આંદોલન કરવામાં કોળી સમાજ જ બાકી હતો પરંતુ આગામી સમયમાં સરકાર તેમની માંગણી નહીં સ્વીકારાય તો તે પણ સરકાર સામે આંદોલન કરશે પીપાવાવ ધામના આંદોલનકારીઓ ધોધમાર વરસાદમાં પણ આંદોલન ચલાવી રહ્યા છે આંદોલનના મંડપમાં પાણી ભરાયું હતું છતાં પણ કોઈ છત્રી તો કોઈ રેઈનકોટ અને ધણાં લોકો પ્લાસ્ટિકના કાગળનો સહારો લઈ વરસાદમાં પણ આંદોલન છાવણીમાં બેસ્યા હતા આવાં ધોધમાર વરસાદમા પણ આંદોલનકારીઓની સાથે રહ્યા એવા અશોકભાઈ ભાલિયા ભાણાભાઈ ગુજરીયા પીપાવાવ ધામના સરપંચ હંસાબેન ગુજરીયા મુકેશભાઈ કામ્બડ સહિત લોકો વરસાદી માહોલ વચ્ચે પણ આંદોલન ચાલુ રાખ્યું હતું


રાજુલા તાલુકા ના ડુંગર ગામે “યંગ મુસ્લીમ એજ્યુકેશન ગ્રૂપ દ્રારા વાર્ષિક ઈનામી વિતરણ કાર્યક્રમ નુ આયોજન કરવા માં આવ્યુ…રાજુલા ના ધારાસભ્ય અમરીશભાઈ ડેર ઉપસ્થિત રહ્યા

તસ્વીર . બશિર દલ

.રાજુલા તાલુકા ના ડુંગર ગામે “યંગ મુસ્લીમ એજ્યુકેશન ગ્રૂપ દ્રારા વાર્ષિક ઈનામી વિતરણ કાર્યક્રમ નુ આયોજન કરવા માં આવ્યુ…

.ડુંગર મુકામે સી.જે.એન.મહેતા હાઈસ્કુલ મા ઈનામી વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો..

આ આયોજન માં મુખ્ય મહેમાન રાજુલા ના ધારાસભ્ય અંબરીશભાઈ ડેર નુ સ્વાગત કરી યંગ મુસ્લીમ એજ્યુકેશન ગ્રૂપ ના તમામ સભ્યો હાજર રહીને બાળકો ને ઈનામ વિતરણ કરવા માં આવ્યા હતા..

 


બ્રેકીંગ ન્યૂઝ … જૂનાગઢ ના ભાજપના દિગ્ગજ નેતા અને સોરઠના સિંહ સમા નારસીભાઈ પઢીયાર નું નિધન

બ્રેકીંગ ન્યૂઝ …

જૂનાગઢ ના ભાજપના દિગ્ગજ નેતા અને સોરઠના સિંહ સમા નારસીભાઈ પઢીયાર નું નિધન

લાંબી બીમારી બાદ આજે 87 વર્ષ ની ઉંમરે વહેલી સવારે અવસાન

જનસંઘના વખતના પાયાના પથ્થર સામ નેતાની વિદાય થી જૂનાગઢ ને પડી મોટી ખોટ

સ્વ. નારસીભાઈ પઢીયારે કટોકટી વખતે મિસા ના કાયદા માં જેલવાસ ભોગવેલો

શંકરસિંહ વાઘેલા સાથે રાજપા માં ગયા પછી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે પુનઃ ભાજપમાં જોડાયા હતા

સ્વ. નારસીભાઈ પઢીયાર ના પુત્ર યોગેન્દ્રસિંહ પઢીયાર ભાજપ માં સક્રિય અને યાત્રાધામ બોર્ડ ના છે ડાયરેક્ટર

સ્વ. નારસિંહ ભાઈ પઢીયારની સ્મશાનયાત્રા મંગળવારે બપોરે 4 વાગ્યે તેમના નિવાસસ્થાને થી પ્રભુપ્રસાદ એપાર્ટમેન્ટ એગ્રીકલ્ચર યુનિવર્સિટી જૂનાગઢ ની નીકળશે.

સ્મશાન યાત્રામાં ગુજરાત ભાજપના મોટા નેતાઓ તેમજ મંત્રીઓ હાજરી આપશે


રાજુલા જાફરાબાદ ના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા .કોળી સમાજ માં મોભી નેતા ને ભાજપ પ્રવેશ અંગે અભિનંદન પાઠવાયા.

સંજીવ જોશી દ્વારા

કોળી સમાજના હોનહાર એવા કુંવરજીભાઇ બાવળીયા સાહેબ નું ભાજપમાં ભવ્ય સ્વાગત કરીએ છીએ
લાખ લાખ અભિનંદન તેઓ ખૂબ

 

પ્રગતિ કરે તેવી શુભ કામના   રાજુલા ના પૂર્વ ધારાસભ્ય       હીરાભાઈ સોલંકી દ્વારા
આપવામાં આવી હતી


કોળી સમાજ નાં દિગ્ગજ નેતા કુંવરજી ભાઈ બાવળિયા એ રાજી નામું આપી દેતા રાજકારણ માં ભુંકમ્પ છેલ્લા કેટલાય સમય થિ કૉંગ્રેસ માં નારાજ હતા કુંવરજી ભાઈ ? દિગ્ગજ નેતા ને મંત્રી પદ મળી શકે છે

અંતે કુંવરજી બાવળિયા નું ધારાસભ્ય પદેથી રાજીનામું

કૉંગ્રેસ થિ નારાજ બાવળિયા ભાજપ માં જોડાશે

મીડિયા સામે આવીપક્ષ સામે નારાજગીની વાત સ્વીકારનાર
કોંગ્રેસના દિગ્ગજ નેતા તેમજ ધારાસભ્ય કુંવરજી બાવળિયા ધારાસભ્ય પદેથી રાજીનામું આપી  ધરી દેતા ચકચાર

ભાજપમાં જોડાઈ
શકે છે. મળી રહેલી માહિતી પ્રમાણે બાવળિયાએ પોતાના
સમર્થકો સાથે ગાંધીનગરમાં બેઠક કરી હતી. ગુજરાતના
સીએમ રૂપાણી ઇઝરાયેલના પ્રવાસે હોવાથી તેમના
આગમનની રાહ જોવાઈ રહી હતી તેવી પણ માહિતી મળી

બાવળિયાના ભાજપમાં આવવું હોય તો અમારું મન ખુલ્લું
છેઃ વાઘાણી ગત મહિને અમદાવાદ ખાતે ભાજપની બે
દિવસની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સંદર્ભે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ એક
પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન
તેમણે કોંગ્રેસના પીઢ નેતા અને કોળી સમાજના અગ્રણી
એવા કુંવરજી બાવળીયા ભાજપમાં જોડાવાની વાત અંગે
પણ ખુલાસો કર્યો હતો. વાઘાણીએ જણાવ્યું હતું કે,
“ભારતીય જનતા પાર્ટી પોતાની શક્તિમાં ઉમેરો કરવા માંગતી હોય છે. હાલ કોઇ વ્યક્તિ સાથે અમારે ચર્ચા નથી થઈ. પરંતુ કોઇપણને આવવું હોય તો ભારતીય જનતા પાર્ટીનું મન ખુલ્લું છે.”

પાર્ટીમાં અવગણનાથી નારાજ છું: કુંવરજી બાવળિયા કહ્યું હતું.

કોંગ્રેસના નેતાઓ બાવળિયાને મનાવવામાં નિષ્ફળ રહ્યા હતા.

મળી રહેલી માહિતી પ્રમાણે કોંગ્રેસના સીનિયર નેતાઓ.
બાવળિયાને મનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. થોડા દિવસ
પહેલા ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ જ્યારે
અમદાવાદ આવી પહોંચ્યા હતા ત્યારે કુંવરજી બાવળિયા
તેમને મળવા માટે અમદાવાદ આવ્યા ન હતા.

પણ આજે કુંવરજી બાવળિયા ધારાસભ્ય પદથી રાજીનામુ ભાજપ માં જોડાશે.જશે

અને કુંવરજી બાવળિયા ભાજપમાં મંત્રી પદ આપવાનું પણ ભાજપ એ કમીનમેંટ પણ કર્યું છે


અમરેલી : રાજુલા જાફરાબાદ પીપાવાવ પોર્ટ સહિત દરિયા કાંઠે મુશળધાર વરસાદ……..

બ્રેકિંગ
અમરેલી : રાજુલા જાફરાબાદ પીપાવાવ પોર્ટ સહિત દરિયા કાંઠે મુશળધાર વરસાદ……..

રાજુલા શહેર મા ધમાકેદાર મેઘરાજા ની એન્ટ્રી થી શહેર ના રોડ રસ્તા પર ફરી વળીયા પાણી……..

40 મીનીટ થી ધોધમાર વરસાદ……..

સમગ્ર શહેરિજનો અને ખેડુતો માં વરસાદ ને લઈ ને ભારે ઉત્સાહ


error: Content is protected !!