Main Menu

Sunday, July 1st, 2018

 

પીપાવાવ ધામ જમીન મૂક્તિ આંદોલન ૬૮માં દિવસે મનુભાઈ ચાવડાએ આંદોલનકારીઓ વચ્ચે જન્મદિવસ ની ઉજવણી કરી*

દિલીપજીરુકા અમરેલી

*પીપાવાવ ધામ જમીન મૂક્તિ આંદોલન ૬૮માં દિવસે મનુભાઈ ચાવડાએ આંદોલનકારીઓ વચ્ચે જન્મદિવસ ની ઉજવણી કરી*

રાજુલા તાલુકાના પીપાવાવ ધામના સરપંચ તથા ગ્રામજનો છેલ્લા ૬૮ દિવસથી રાજુલા પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ‌‌‌ અને ભૂમાફિયાઓના કબજામાંથી ગામની જમીન મૂક્ત કરાવવા માટે અને ખાલી જમની પર ગામના લોકો ને રોજીરોટી માટે જમીન ફાળવવામા એ મુદ્દે આંદોલન કરી રહ્યા છે તંત્ર દ્વારા દબાણ દૂર કરવા ની કામગીરી ૩ દિવસથી ચાલું કરી છે ૨ મહિનાથી વધુ સમય થયો છતાં હજુ પણ આંદોલનકારીઓની વાત સાંભળવાના બદલે ભૂમાફિયાઓની વાત સાંભળી રહ્યા છે આ આંદોલનમાં પહેલેથી આંદોલનકારીઓની સાથે છે એવાં ગુજરાત જન ચેતના પાર્ટી ના સંયોજન મનુભાઈ ચાવડાએ પોતાનો જન્મદિવસ સવારમાં પીપાવાવ ધામ રણછોડરાય મંદિરે બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ તથા ઈનામ વિતરણ કરી અને કેક કાપી આંદોલનકારીઓના બાળકો સાથે પોતાના ૫૭મા જન્મદિવસની ઉજવણી કરી હતી આ તકે પીપાવાવ ધામ રણછોડરાય મંદિરના મહંત કાળુબાપુ વિકટરના મહંત પ્રફુલ્લ બાપુ અશોકભાઈ ભાલિયા પીપાવાવ ધામના સરપંચ હંસાબેન ગુજરીયા મુકેશભાઈ કામ્બડ, ભગુભાઈ વાજા, ભાણાભાઈ ગુજરીયા અજયભાઈ શિયાળ રણછોડભાઈ બાંભણિયા મધુભાઈ સાંખટ સહિતના લોકોના આંદોલનકારીઓ દ્વારા મનુભાઈ ચાવડાને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ આપવામાં આવી હતી અને ત્યારબાદ રાબેતામુજબ દરરોજની જેમ રાજુલા પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન ચાલુ રાખ્યું હતું