Main Menu

July, 2018

 

સમગ્ર ખુમાણ પરિવાર નાં મોભી રાજવી શિક્ષણ વિર્દ શ્રી ઓઢા બાપુ ખુમાણ ની વસમી વિદાય થતા . જિલ્લા ભરના મહાનુભાવો એ તેમના દ્વારે તેમના પુત્રો ને સાંત્વના પાઠવી દુઃખ વ્યકત કર્યું.

સાહિર જીરૂકા

સમગ્ર ખુમાણ પરિવાર નાં મોભી રાજવી શિક્ષણ વિર્દ શ્રી ઓઢા બાપુ ખુમાણ ની વસમી વિદાય થતા . જિલ્લા ભરના મહાનુભાવો એ તેમના દ્વારે તેમના પુત્રો ને સાંત્વના પાઠવી દુઃખ વ્યકત કર્યું.

સાવરકુંડલા જેવી મોદી સરકારી હાઈસ્કૂલ નાં પૂર્વ પ્રિન્સિપાલ અને સાવરકુંડલા ખુમાણ પરિવાર માં મોભી શિક્ષણ વીર્દ રાજવી એવા ઓઢા બાપુ ખુમાણ નું અવસાન થતાં . ખુમાણ પરિવાર પર જાણે ગાજ ગર્જ્યો હતો . ઉચ્ચ અભ્યાસુ અને કાઠી સમાજ માં મોભાનું સ્થાન જેમણે કાયમ ધરાવ્યું તેવા શ્રી ઓઢા બાપુ ની વસમી વિદાય થિ તેમના પરિવાર ને સાંત્વના આપવા અમરેલી જિલ્લા ભરના મહાનુ ભાવો તેમના સાવરકુંડલા નાં નિવાસસ્થાને તેમના પુત્રો શ્રી નજુ ભાઈ તેમજ રણું ભાઈ ખુમાણ ને દિલસોજી પાઠવવા પહોંચ્યા હતા અહીં સાવરકુંડલા નાં સૂફી સંત શ્રી દાદા બાપુ કાદરી . સાવરકુંડલા નાં ધારાસભ્ય પ્રતાપ દુંધાત . સુરજ દેવળ નાં મહંત શ્રી શાંતિ બાપુ. ચલાલા દાનબાપુ ની જગ્યા નાં મહંત વલકું બાપુ. ખાદી કેળવણી કાર મનુ ભાઈ મહેતા. માજી ધારાસભ્ય કાળુ ભાઈ વિરાણી . રાજુલા ખરીદ વેચાણ સંઘ નાં પ્રમુખ મનુ ભાઈ કસવાળા . કાઠી સમાજ નાં અગ્રણી દાદ ભાઈ વરુ . નાગ ભાઈ વાળા સહિત અગ્રણી ઓ અહીં તેમના નિવાસ સ્થાને પહોંચી તેમના પરિવાર નાં મોભી ઓ ને સાંત્વના પાઠવી દિલસોજી વ્યક્ત કરી હતી


સૌરાષ્ટ્ર નાં દાનવીર અને માજી ધારાસભ્ય સ્વ.મનુભાઈ ડાયાભાઈ પીઠવડી વાળા ની એકવીસમી પુણ્યતિથિ નિમિતે તેમના પરિવાર માંથી સાવરકુંડલા પાગલ આશ્રમ .માનવમંદિર ને એક રૂમ માં અનુદાન પેઠે 51.000 રૂપિયા નું દાન દકુ ભાઈ પીઠવડી વાળા તરફ થી કરાયું માનવમંદિર નાં પાગલ મંદ બુદ્ધિ નાં બાળકો ની સુખાકારી માટે પીઠવડી પરિવાર સાવરકુંડલા નાં માનવમંદિર પહોંચ્યો.

સૌરાષ્ટ્ર નાં દાનવીર અને માજી ધારાસભ્ય સ્વ.મનુભાઈ ડાયાભાઈ પીઠવડી વાળા ની એકવીસમી પુણ્યતિથિ નિમિતે તેમના પરિવાર માંથી સાવરકુંડલા પાગલ આશ્રમ .માનવમંદિર ને એક રૂમ માં અનુદાન પેઠે 51.000 રૂપિયા નું દાન દકુ ભાઈ પીઠવડી વાળા તરફ થી કરાયું
માનવમંદિર નાં પાગલ મંદ બુદ્ધિ નાં બાળકો ની સુખાકારી માટે પીઠવડી પરિવાર સાવરકુંડલા નાં માનવમંદિર પહોંચ્યો.

સૌરાષ્ટ્ર નાં દાનવી અને ગરીબો નાં બેલી માજી ધારાસભ્ય સ્વ મનુભાઈ પીઠવડી વાળા ની આજ એકવીશ મી પુણ્ય તિથિ નિમિતે સાવરકુંડલા નાં પાગલ આશ્રમ માં તેમના પરિવાર નાં સદસ્ય શ્રી દકુ ભાઈ પીઠવડી વાળા તરફ થી અહીં પાગલો મંદ બુદ્ધિ નાં હરિ નાં બાળકો ની સુખા કારી માટે અહીં એક રૂમ માં 51.000 ની રકમ પૂજ્ય ભક્તિ રામ બાપુ ને અર્પિત કરાઈ હતી . ત્યારે સત્કાર્યો માટે કાયમ પીઠવડી પરિવાર અને એમ ડી ગ્રુપ હંમેશા મોખરે રહી લોકો ની સેવા કરી રહ્યું છે ત્યારે મનુ ભાઈ પીઠવડી વાળા ની એકવીશ મી પુણ્ય તિથિ નિમિતે તેમના પરિવાર નાં ભગીરથ ભાઈ દ્વારા પુર પીડિતો ની સહાય નાં ભાગ રૂપે એકવીશ ગામો નાં બાળકો ને ચોપડા નું પણ વિતરણ થઈ રહ્યું છે . ત્યારે આજ રોજ હરી નાં બાળકો ની વહારે આવી તેમની સુખાકારી વધે તે માટે આજ રોજ દકુભાઈ પીઠવડી દ્વારા અહીં રૂમ માટે અનુદાન કરતા અહીં માનવ મંદિર નાં પાગલ બાળકો નાં આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી


ટ્રક હડતાલ યથાવતઃ રાજુલામાં ૧૫૦૦ ટ્રકોના પૈડા થંભી ગયા

ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશનો દ્વારા માંગણીઓ પુર્ણ કરવા રજૂઆત

ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશન દ્વારા ર૦ મીથી વિવિધ માંગણીઓ ઉકેલવાની માંગણી સાથે ટ્રક હડતાલના મંડાણ કર્યા છે. આ હડતાલના કારણે કરોડો રૂપિયાનું ટર્ન ઓવર ઠપ્પ થયું છે.

રાજૂલા : ભારત સરકારના અને ગુજરાત સરકારના વિવિધ કાયદોને કારણે ટ્રક માલિકોને પડતી હાલાકી બંધ કરવાની માંગણી સાથે છેલ્લા પ થી ૬ દિવસથી ચાલી રહેલી હડતાલને કારણે ટ્રકોના પૈડા થંભી જવાથી રાજૂલા વિસ્તારના આશરે ૧પ૦૦ જેટલા ટ્રકો બંધ થઇ જતા ટ્રક માલિકો અને ટ્રક ડ્રાઇવરો અને હેલ્પરોની હાલત કફોડી થઇ જવા પામેલ છે. રાજૂલા વિસ્તારમાં પીપાવાવમાં પ૦૦ જેટલા ટ્રકો તથા અલ્ટ્રાએકમાં ૧૦૦૦ જેટલા ટ્રકો છે. જે દેશભરમાં આપવામાં આવેલ બંધના એલાનમાં જોડાઇ જતા રોજના ટેક્ષના ૪પ૦ અને ડ્રાઇવર હેલ્પરના પ૦૦ મળીને પર ડે ૧૦૦૦ રૂપિયા ટ્રકો પડયા રહેતા તેના માલીકો ઉપર ડેમરેજ ચડી રહ્યું છે. જેથી આ હિસાબે લાખોનું નુકશાન થાય છે. ઉપરાંત ભાડા નહી મળતા હોય માલીકો પણ આર્થિક સંકડામણમાં મુકાઇ ગયેલ છે. પીપાવાવ પોર્ટના ટ્રાન્સ્પોટર અને ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશનના પ્રમુખ એવા જીકારભાઇ વાઘ (યાદવ) જણાવેલ છે કે, અમારી માંગણીઓમાં રોજે-રોજ જે ડીઝલ્સના ભાવો વધે છે. તેના બદલે છ માસીક કરવા, તથા ટોલ ટેક્ષમાં રાહત આપવી તથા થર્ડ પાર્ટી અને ઇન્સ્યોરસ ઉપરથી જીએસટી નાબુદ કરવો સહિતના પ્રશ્ને રજૂઆત કરી છે. આમ ઉપર મુજબની માગણીઓ સંતોષાઇ તેવી માંગણી સાથે ઓલ ઇન્ડીયા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશનની હડતાલમાં રાજૂલાના ટ્રક માલીકો અને ટ્રાન્સ્પોર્ટરો જોઇ જતા રાજૂલાના ઉદ્યોગ અને દુકાનદારોને પણ ખૂબ જ નુકશાન થઇ રહેલ છે.


સાસણ ગીરમાં 15 જેટલા સિંહબાળનો જન્મ

સાસણ ગીરમાં 15 જેટલા સિંહબાળનો જન્મ: સિઝન પૂર્ણ થતાં 50 જેટલા સિંહ બાળના જન્મનું વન વિભાગનું અનુમાન: ગુજરાત અને દેશના ગૌરવ સમાન એશિયાટિક લાયનની સંખ્યામાં નોંધપાત્ર વધારો. સિંહ પ્રેમીઓમાં ખુશીનો માહોલ


રાજુલા ના ખેરા ગામ પાસે દરિયાઈ વિસ્તાર માંથી ફ્લેમિંગો ના શિકાર કરતા શિકારી ઓને પકડી પાડી 1,20,000 નો દંડ વસુલ કરતું વન વિભાગ ..

ખાંભા
દશરથસિંહ રાઠોડ
રાજુલા ના ખેરા ગામ પાસે દરિયાઈ વિસ્તાર માંથી ફ્લેમિંગો ના શિકાર કરતા શિકારી ઓને પકડી પાડી 1.20.000 નો દંડ વસુલ કરતું વન વિભાગ ..

પ્રાપ્ત વિગત અનુસાર રાજુલા નાં ખેરા ગામે દરિયાઈ વિસ્તાર માંથી બાતમી ના આધારે તા.૨૨/૦૭/૧૮ ફ્લેમીન્ગોનો શિકાર કરતા ૬ શિકારીઓ રંગે હાથે વન વિભાગે પકડી પાડ્યા હતા અને વન વિભાગ ને એક મોટી સફળતા મળી હતી જેમાં એક સગીર સહિત છ જેટલા શિકારી ઓ આ દરિયાઈ વિસ્તાર માં ફેલેમીંગો પક્ષી ના શિકાર કરતા રાત્રી દરમિયાન વન વિભાગે બાતમી ના આધારે પકડી પડ્યા હતા જેમાં જીવરાજ જેઠુર શિયાળ (ઉ.વ 18), ડાયા રૂડા ગુજરીયા ( ઉ.વ.40),ધનસુખ છગન શિયાળ (ઉ.વ.20),જીવન નથુ ગુજરીયા (ઉ.વ.18),રમેશ ભગવાન શિયાળ (ઉ.વ.20)ને પકડી પાડી વન વિભાગ દ્વારા ઊંડાણ પૂર્વક તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે છેલ્લા ૨૫ દિવસ માં આ શિકારી ઓએ ૧૩ જેટલા ફેલેમીંગો પક્ષી નો શિકાર કરેલ છે. જેને વન વિભાગ દ્વારા ૨૦૦૦૦ હજાર લેખે ૬ આરોપીઓને ૧. ૨૦ લાખનો દંડ કરવામાં આવ્યો.


જાફરાબાદ તાલુકા ના લોર ના વિદ્યાર્થી ઓ આંઠ થી પાંચ કિમી ચાલી ને એસ એસ સી નું મહત્વ શિક્ષણ લેવા જઈ રહ્યા છે

ખાંભા

દશરથસિંહ રાઠોડ

ઝડપી  ફાસ્ટ ડીજીટલ યુગ માં પણ જાફરાબાદ ના લોર ના વિદ્યાર્થી ઓ આંઠ થી પાંચ કિમી ચાલી ને એસ એસ સી નું મહત્વ શિક્ષણ લેવા જઈ રહ્યા છે જેનું કારણ છે અહી ના ગામો માં બસ ની સુવિધા સમય સર ઉપલબ્ધ જ નથી અહી લોર પિચડી માણસા એભલવડ સહીત ના પાંચ થી વધુ ગામો વચે એક સરકારી શાળા હાઈસ્કુલ આવેલીચે જેમાં ૮ થી ૧૦ એટલે કે એસ એસ સી સુધી નો અભ્યાસ અહી સરકારી શાળા માં જ થાય છે પરંતુ અહી ફાસ્ટ ડીજીટલ યુગ માં પણ અહીના ૧૨૪ બાળકો ને રોજ સ્કુલે ચાલી ને આવવું પડે છે તે નરી વાત્વિકતા અને અને તેનું કારણ છે અહી એક પણ સરકારી બસ ની સુવિધા જ નથી

અમરેલી જીલ્લા જાફરાબાદ તાલુકા ના લોર ગામ માં એસ એસ સી ના વિધાર્થી ઓ એસટી બસ ના વાંકે હેરાન પરેશાન છે અને એસ એસ સી નું મહત્વ નું ભણતર બગડી રહ્યું છે અહી લોર ગામ માં એક માત્ર સરકારી હાઇસ્કુલ છે જેમાં આજુબાજુ પાંચ થી છ ગામો ના ૮ થી ૧૦ સુધીના વિદ્યાર્થી ઓ પોતાનું ભાવીઘડી રહ્યાછે જે હાઇસ્કુલ માં તેમને પારવાર મુશ્કેલી નો સામનો કરવો પડી છે અહી પાંચ ગામ વચે એક સરકારી સ્કુલ છે જે સ્કુલ સુધી પહોચવા કોઈ સરકારી બસ ઉપલબ્ધ નથી જેટી બાળકો ને પાંચ થી લઇ આંઠ કિમી ચાલી ને આવવું પડે છે જેથી સમય બગડી રહ્યો છે અને ભણતર પણ હાલ બાળકો નું બગડી રહ્યું છે તો ચોમાસા ના કારણે હાલ નદી નાળા ઓ માં પણ અચાનક પુર આવી જાય છે તો બાળકો ને ઘર તરફ પાછા ફરવું પડે છે અથવા જીવ ના જોખમે શાળા એ અભ્યાસ માટે ચાલી ને પલળી ને પહોચવું પડે ત્યારે શાળા ની વિદ્યાર્થી ની રીધી મકવાણા જણાવે છે કે અમારે ભણતર એસ એસ સી નું છે અને સરકારી બસ કે કોઈ વાહન નથી એટેલે અમારે ચાલી ને આવવું પડે છે પાંચ કિમી દુર થી અને વરસાદ ના કારણે અમને તકલીફ પડી રહી છે

ત્યારે લોર ગામ ના નાગરિક ડી ડી વરુ જણાવે છેકે તેની અનેકો માંગણી હોવા છતાં તે માંગ પૂરી થતી નથી અને બાળકો નો અઅભ્યાસ તેમજ દર્દી ઓ ને હાલાકી પડી રહી છે જેઠીનિયમિત બસ મળે તે જરૂરી છે નહીં તો આંદોલન નો માર્ગ પણ અપનાવી અમે બાળકો નું ભણતર બગડતા અટકાવી શુ નું તે જણાવે છે અહીં અહીના વિધાર્થી ઓ પરેશાન છે અને આંઠ કિમી ચાલી ને પણ અભ્યાસ માટે શાળા માં અહી આવી રહ્યા છે તે થી તુરંત સરકાર અહીં ઘટનું કરે તે જરૂરી છે વધુ વાંચો


રાજુલા ના જય ભવાની યુવા ગ્રુપ દ્વારા પુર પીડિત પરીવારોને અનાજ કીટ નુ વિતરણ કર્યું

રાજુલા ના જય ભવાની યુવા ગ્રુપ દ્વારા પુર પીડિત પરીવારોને અનાજ કીટ નુ વિતરણ કર્યું
રાજુલા ના જય ભવાની યુવા ગ્રુપ ની માનવાની મહેક જ્ઞાતિ જામીન ભેદભાવ વગર હિન્દુ મુસ્લિમ ગરીબ પરિવાર ના ઝૂપડે ઝુપડે જઈ દર વર્ષની જેમ ગરીબો ની ખુશીમાં જય ભવાની યુવા ગ્રુપ ઊજવે છે. તેમ હાલ મા રાજુલા મા અતિવૃષ્ટિથી પુર પ્રકોપ થઈ આ ગરીબો કદાચ માંગી ને રોકડા કેટલા મળી રહે અનાજ કરીયાણુ ન ભેગું થાય માટે જય ભવાની યુવા ગ્રુપ દ્વારા ગરીબ પરીવારોને આઠ દિવસ ચાલે એટલુ અનાજ સહિત તમામ જીવન જરૂરીયાત ચીજ વસ્તુઓ ની કીટ તૈયાર કરી હીંન્ડોરાણા અએરીયા મા વસતા તમામ ગરીબ પરીવાર ના ઝૂપડે ઝુપડે જઈ કીટ વિના મૂલ્યે અને વિતરણ કર્યું.


રાજુલા યુવા ભાજપ ના મહામંત્રી તરીકે સાગર ભાઈ સરવૈયા ની વરણી

(શાહિદ ભટ્ટી વિક્ટર દ્વારા )

રાજુલા યુવા ભાજપ ના મહામંત્રી તરીકે સાગર ભાઈ સરવૈયા ની વરણી આ

વનાર 2019ની આગામી લોક સભા ની ચૂંટણી ને અનુલક્ષી જિલા ભાજપ સંગઠન ને વધુ મજબૂત કરવા અને યુવા ઑ ને સ્થાન આપવા ના જિલ્લા ભાજપ પ્રમુખ હિરેન ભાઈ હિરપરા ની સૂચના થી આજ રોજ રાજુલા ખાતે મહા મંત્રી રવુભાઈ ખુમાણ ની અધ્યક્ષ સ્થાને આજ રોજ મળેલ કાર્ય કરો ની બેઠક માં રાજુલા યુવા ભાજપ મહામંત્રી તરીકે રાજુલા ના સેવા ભાવિ અને ગરીબો પ્રત્યે હમ દિલી દાખવનાર અને એડ્વોકેટ્સ એવા સાગર ભાઈ સરવૈયા ની સર્વાનુમતે વરણી કરવા માં આવી હતી

અા વરણી ને માજી .ધારાસભ્ય હીરા ભાઈ સોલંકી, હરસુર ભાઈ લાખોતણા (નિંગાળા ).વનરાજ ભાઈ વરુ .રણછોડ ભાઈ મકવાણા .મહેન્દ્ર ભાઈ ધાખડા .સમીર ભાઈ કનૌજિયા .કમલેશ ભાઈ મકવાણા સહિત ભાજપ કાર્ય કરો દ્વારા આવકારી ને સાગર ભાઈ ને શુભેછાઓ પાઠવેલ હતી


બકરા ચરાવતા માલધારી પર ત્રણ સિંહો નો હુમલો. માલધારી ને સારવાર અર્થે ખસેડાયો. સાવરકુંડલા નાં બગોયા ની ઘટના

સુભાષ સોલંકી દ્વારા
સાવરકુંડલા ના આંબરડી ગામના ભાવેશ હમીરભાઈ ભરવાડ ઉ.વ.25 ઉપર સિહોનો હુમલો….
આંબરડી અને નવી આંબરડી વચ્ચે દીપડવાવ ધાર પાસે બકરા ચારવા ગયેલ …
ત્રણ સિંહોએ બકરા ઉપર કરેલા હુમલો કરતા છોડાવવા જતા યુવાન થયો ઘાયલ….
સારવાર માટે સાવરકુંડલા સરકારી દવાખાને કરાયો દાખલ…
હાથના ભાગે સામાન્ય ઇજા…


જાફરાબાદ ટીમ્બી ના છેવાડાના ગામ વડલી માં પણ વરસાદી કહેર . બે પુલ અને આંઠ મકાનો ધરાશાહી થયેલ ગામ માં હજુ સુધી તંત્ર પહોંચ્યું નથીસ્થાનિક પી.એમ સાંખત સહિત ગ્રામ્ય જનો એ સરકાર શ્રી માં તેમજ સ્થાનિક તંત્ર ને રજુઆત કરી .

અમરેલી
જાફરાબાદ ટીમ્બી ના છેવાડાના ગામ વડલી માં પણ વરસાદી કહેર . બે પુલ અને આંઠ મકાનો ધરાશાહી થયેલ ગામ માં હજુ સુધી તંત્ર પહોંચ્યું નથી
ગામ ના બે પુલ જાફરાબાદ તરફ અને ટીમ્બી ઉના તરફ ના તૂટી જતા ગામ માં પારવાર મુશ્કેલી . લોકો નું રાશન ખૂટયું . કોઈ સરકારી તંત્ર કે કોઈ સામાજિક સંસ્થા અહીં પહોંચ્યા નથી
સ્થાનિક પી.એમ સાંખત સહિત ગ્રામ્ય જનો એ સરકાર શ્રી માં તેમજ સ્થાનિક તંત્ર ને રજુઆત કરી .

અમરેલી જિલ્લા માં હાલ વરસાદે મહેર કરી છે અને તમામ તાલુકા ઓ માં વરસાદ પડતાં ખાબક્યો હતો ત્યારે ખાસ કરી ને જાફરાબાદ તાલુકા માં વરસાદ 40 ઇંચ થિ વધુ પડતા હાલ વાઢેર ધારબંદર સહિત ના ગામો માં ભારે તારાજી સર્જાઈ હતી અને તંત્ર પણ હાલ પહોંચી સહાય કરી રહ્યું છે ત્યારે ટીંબી ના છેવાડાના ગામ વડલી માં ખૂબ તારાજી સર્જાઈ છે પરંતુ અહીં તંત્ર અને સામાજિક સંસ્થા ઓ પહોંચવા માં નિષ્ફળ રહ્યું છે ખાસ કરી વડલી માં 8 થિ વધુ મકાનો ધરાશાહી થયા છે અને બે પુલ પાણી નાં પ્રવાહ માં તણાઈ જતા જાફરાબાદ અને ટીંબી ઉના તરફ જવાનો રસ્તો સાતેક દિવસ થી બંધ છે જેથી અહીં સ્થાનિકો નું જીવન અસ્ત વ્યસ્ત બનવા પામ્યું છે અહીં લોકો નું રાશન ખાલી થઈ જતા અહીંના સ્થાનિક પ્રવીણ ભાઈ સાંખત દ્વારા હીરા ભાઈ તેમજ અહીંના મામલતદાર ને રજુઆત કરવામાં આવી હતી ત્યારે હાલ જાફરાબાદ ઉના સહિત ગામો ને જોડતો પુલ જ ધરાશાહી થયેલો છે જેથી લોકો ને જીવન નિર્વાહ ની ચીજ વસ્તુ ઓ લાવવા માટે પણ પારાવાર મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે મનુ ભાઈ વાજા પ્રવીણ ભાઈ સાંખત જગુ ભાઈ સહિત ની ટિમ હાલ લોકો ની મદદ કરી રહી છે ત્યારે તંત્ર દ્વારા તુરંત કાર્યવાહી થાય અહીં ના ગામો ને જોડતા પુલ સરખા થાય અને લોકો ની જરૂરિયા પુરી થાય તેવું હાલ વડલી ના લોકો ઇચ્છિ રહ્યા છે ત્યારે ખાસ કરું અહીં 100 થિ વધુ બાળકો નું શિક્ષણ પણ બગડી રહ્યું છે અહીં પુલ તૂટવાને કારણે શિક્ષકો પણ વડલી સ્કૂલ માં પહોંચી નથી શકતા જેથી બાળકો પણ સ્કૂલ માંથી રોજ બરોજ પરત ફરી રહ્યા છે .જેથી હાલ લોકો નું જનજીવન પુનઃ કાર્યરત થાય અને લોકો ને અહીં તુરંત સહાય મળે તેવી લોકો હાલ માંગ ની કરી રહ્યા છે


error: Content is protected !!