Main Menu

Tuesday, June 19th, 2018

 

છેલ્લાં 56 દિવસથી ચાલતું પીપાવાવ ધામ જમીન મૂક્તિ આંદોલન લોકો ન્યાય માટે તરસે છે.સરકાર નિર્દયી બની તમાશો જુએ છે. ભૂમાફિયાઓ કે GHCL કંપનીનું દબાણ સરકારી બાબુઓને દેખાતું નથી.

છેલ્લાં 56 દિવસથી ચાલતું પીપાવાવ ધામ જમીન મૂક્તિ આંદોલન
લોકો ન્યાય માટે તરસે છે.સરકાર નિર્દયી બની તમાશો જુએ છે.
ભૂમાફિયાઓ કે GHCL કંપનીનું દબાણ સરકારી બાબુઓને દેખાતું નથી.
છેલ્લા 56 દિવસથી ભૂમાફિયાઓ તથા ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ કંપનીના કબજામાંથી ગામની જમીન મૂક્ત કરાવવા માટે રાજુલા પ્રાંત કચેરી ખાતે રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારના પીપાવાવ ધામના સરપંચ તથા ગ્રામજનો ઉપવાસ આંદોલન કરી રહ્યા છે ઐતિહાસિક આંદોલનના આટલા દિવસો વીતવા છતાં પણ GHCL કંપની કે ભૂમાફિયા જમીન દબાણ અંગે કાંઈ પણ કાર્યવાહી કરવા હજી સુધી સરકારી બાબુઓ કામે લાગ્યા નથી કંપની દ્વારા 2007 માં સરેન્ડર કરવાની જમીન આજ દિન સુધી સરેન્ડર થઈ નથી કંપની હાલમાં પણ તે જમીન પર બે રોકટોક મીઠું પકાવે છે. ભૂમાફિયાઓ ને છાવરતું તંત્ર ક્યારે ગામજનો ની આશા પુરી કરશે પીપાવાવ ધામના ગામજનો ન્યાય માટે ઝઝુમી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે ગામલોકોને ન્યાય મળી શકે તે માટે સરકારી અધિકારીઓ માનવતા દર્શાવે એ જરુરી છે.
આંદોલન છાવણીમાં હાજર રહેતા દેવદાનભાઇ સાંખટ, મધુભાઈ સાંખટ, અશોકભાઇ ભાલિયા ભાણાભાઈ ગુજરીયા અજયભાઈ શિયાળ હિતેશભાઈ વાળા રણછોડભાઈ બાંભણિયા મુકેશભાઈ કામ્બડ સુખદેવભાઇ ગુજરિંયા સહિતના લોકોએ બહોળી સંખ્યામાં હાજર રહ્યા


અમરેલી જીલ્લાની તમામ ૧૧ તાલુકા પંચાયત કબજે કરતી કોંગ્રેસ.. ૭ તાલુકા પંચાયત થઈ હતી કોંગ્રેસ તરફી બીનહરિફ.. આજે વધુ ૪ તાલુકા પંચાયત કોંગ્રેસે કરી કબજે..ડેમેજ કન્ટ્રોલ કરવામાં માં કો ગ્રેસ કામિયાબઅમરેલી સાવરકુંડલા પાલિકા ભાજપે આંચકી લેતા કૉંગ્રેસ નાં પરેશ ધાણાની . પ્રતાપ દુંધાત અને અમરીશ ડેર દ્વારા ડેમેજ કન્ટ્રોલ કરી તમામ 11 સીટો પર કૉંગ્રેસ નો વાવટો ફરકાવ્યો

વધુ વાંચો