Main Menu

Friday, June 15th, 2018

 

માં મોગલ વિશે અભદ્ર ટીપણી ના મામલે રાજુલા શહેર માં વિશાળ સંખ્યા માં નીકળી રેલી…….

માં મોગલ વિશે અભદ્ર ટીપણી ના મામલે રાજુલા શહેર માં વિશાળ સંખ્યા માં નીકળી રેલી……….

જય મોગલ જય મોગલ ના નારા સાથે ઉગ્ર સુત્રોચાર સાથે શહેર ની મુખ્ય બજાર માં રેલી નીકળી…….

મામલતદાર કચેરી નો ઘેરાવ કરી આરોપી ને ઝડપી કડક કાર્યવાહી કરવા ઉગ્ર માંગ…….

ચારણ સમાજ,કાઠી ક્ષત્રિય સમાજ,આહીર સમાજ સહિત ના વિવિધ સંગઠનો જોડાયા રેલી માં…….

પોલીસ તંત્ર એ ચુસ્તબંદોબસ્ત ગોઠવી દીધો હતો.


આંબરડી હાઈસ્કુલમા શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ. જીલ્લા શિક્ષણ સમિતીના ચેરમેનની અધ્યક્ષતામા યોજાયો શાળા પ્રવેશોત્સવ.

સુભાષ સોલંકી

સા.કૂંડલા તા.૧૫/૬/૧૮
આંબરડી હાઈસ્કુલમા શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ.
જીલ્લા શિક્ષણ સમિતીના ચેરમેનની અધ્યક્ષતામા યોજાયો શાળા પ્રવેશોત્સવ.K
સાવરકુંડલાના આંબરડી માધ્યમિક શાળા ખાતે તા.૧૫/૬ ના રોજ કન્યા કેળવણી ૨૦૧૮ અંતગૅત શાળા પ્રવેશોત્સવના સામુહિક પ્રવેશોત્સવ કાયૅક્રમ અંતગૅત આંબરડી પે.શાળા, માધ્યમિક શાળા તેમજ આંગણવાડીના બાળકોને જીલ્લા શિક્ષણ સમિતીના ચેરમેન શ્રીમતિ રમિલાબેન માલાણી, જીલ્લા બાગાયત અધિકારી જે.ડી.વાળા તેમજ તાલુકા લાયઝન ઓફિસર કૂતિકાબેને પ્રાથમિક શાળાના ધો.૧ ના ૪૬ વિદ્યાથીૅઓ અને આંબરડી કેળવણી મંડળ સંચાલિત માધ્યમિક શાળામા ધો.૯ મા ૮૩ વિદ્યાથીૅઓ અને આંગણવાડીના ૩૦ બાળકોને સમુહ પ્રવેશ આપવામા આવેલ.પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાથીૅઓને પુસ્તકો તેમજ આંગણવાડીના બાળકોને રમકડા આપી મોં મીઠા કરાવી પ્રવેશ અપાયેલ.સાથે પ્રાથમિક શાળાના ૧ થી ૩ નંબરે ઉતિણૅ થનાર વિદ્યાથીૅઓને ” *ગાંધીજીના જીવન પ્રસંગો*” નામના પુસ્તકનુ વિતરણ કરવામા આવેલ.આ અવસરે શાળાની વિદ્યાથીૅનીઓ દ્વારા સ્વાગત ગીત તેમજ દેશભક્તિના ગીતો રજુ કરી મહેમાનોનુ સ્વાગત કરેલ.ઉપરાંત શાળાની વિદ્યાથીૅનીઓ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો વિશે વકતવ્ય આપેલ.આ તકે જી.શિ.સમિતીના ચેરમેન શ્રીમતિ માલાણીની અધ્યક્ષતામા યોજાયેલ સંયુક્ત શાળા પ્રવેશોત્સવ કાયૅક્રમમા બાગાયત અધિકારી જે.ડી.વાળા,લાયજન ઓફિસર કૂતિકાબેન તેમજ ગામના સરપંચ બાબુભાઈ માલાણી,ઉપસરપંચ બાવચંદભાઈ ચોડવડીયા,મનસુખભાઈ કસવાળા, શાળાના આજીવન દાતા ગીરધરભાઈ પાંચાણી તેમજ પ્રાથમિક, માધ્યમિક શાળાના વિદ્યાથીૅઓ, ગ્રામજનો ઉપસ્થિત રહેલ.
શાળા પ્રવેશોત્સવ દરમિયાન આંબરડી માધ્યમિક શાળા સ્ટાફ તેમજ પ્રાથમિક શાળા સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવેલ.સમગ્ર કાયૅક્રમનુ સંચાલન મુકેશ માલવિયાએ કરેલ.


અમરેલી નાં બાબરા માં દીકરી નાં અપહરણ નો મામલો અપહરણ કાર નાં ચુંગાલમાંથી દીકરી છોડાવનાર વડીલ ને એસપી દ્વારા સન્માનિત કરાયા ……. . બનાવને લઈ અમરેલીના એસપી નિરલિપ્ત રાય દ્રારા લાભૂ ભાઈ મોહનભાઇ પાંભરનું સન્માન કરી તેમને પ્રશંશાપત્ર આપવામાં આવ્યું હતું….

અમરેલી-બાબરામા બે દિવસ પેહલા 11 વર્ષની બાળા નુ કરાયું હતું મોટરસાઈકલ મા અપહરણ ……

અપહરણ ની થોડી જ મીનીટોમા બે અપહરણકારો અને બાળાને એક ખેડુત જોઇ જતા બાળાનો થયો હતો છુટકારો…..

અપહરણ કોઈ બદ ઇરાદે અથવા અપહરણકારો ને પૈસાની જરુર માટે કર્યા હોવાનું ચચાઁય રહ્યું છે ……

હાલ આરોપી પોલીસ સકંજામાં છે સત્ય આવશે બહાર પોલીસ ની પુછપરછ બાદ ….

આરોપીને બાબરાના અમરાપર ગામના લાભૂ ભાઈ મોહનભાઇ પાંભર જોઈ જતા તેમણે બાળકીને બચાવી લીધી…..

આ બનાવને લઈ અમરેલીના એસપી નિરલિપ્ત રાય દ્રારા મોહનભાઇ પાંભરનું સન્માન કરી તેમને પ્રશંશાપત્ર આપવામાં આવ્યું હતું….

પોલીસ તંત્રને મદદરૂપ થનાર નું સન્માન કરીને પોલીસવડાએ નવતર પહેલ કરી…..