Main Menu

Wednesday, June 13th, 2018

 

ખાંમ્ભા નાં ડેડાણ માં પાણી ને લઈ દેકારો થયો. ગામની મહિલા ઓ વિફરી મહિલા દ્વારા ગ્રામ્ય પંચાયત ની કચેરી એ ઘેરો ઘાલ્યો અને તંત્ર પાસે તાત્કાલિક પાણી ની માંગ કરી મહિલા ઓ નું ટોળું ગ્રામ્ય પંચાયત માં બેસી ગયું

મોહસીન પઠાણ

અમરેલી
ખાંમ્ભા નાં ડેડાણ માં પાણી ને લઈ દેકારો થયો. ગામની મહિલા ઓ વિફરી
મહિલા દ્વારા ગ્રામ્ય પંચાયત ની કચેરી એ ઘેરો ઘાલ્યો અને તંત્ર પાસે તાત્કાલિક પાણી ની માંગ કરી મહિલા ઓ નું ટોળું ગ્રામ્ય પંચાયત માં બેસી ગયું
રાજુલા ખાંમ્ભા નાં ધારાસભ્ય અમરીશ ડેર દોડી આવ્યા
ધારાસભ્ય દ્વારા 6 હજાર ફૂટ પાઇપ લાઇન ની વ્યવસ્થા કરાઈ મહિલા ઓ બાદ માં શાંત થતા
મામલો થાળે પડ્યો
સ્થાનિક સોર્સ નું એક અઠવાડિયા થિ પૂરતું પાણી ડેડાણ ગામ ને ન મળતાં અહીં મહિલા ઓ દ્વારા પંચાયત નો ઘેરાવ કરેલ


જેમના નામથી અમરેલીના લોકો ધ્રુજતા હતા, તે હવે લોકોને હાથ જોડી રહ્યો છે

જિલ્લામાં એક પોલીસ સુપ્રીટેન્ડન્ટ અને શહેરમાં એક પોલીસ કમિશ્નર સારા આવે તો કાયદાને ખીસ્સામાં મુકી ફરતા ગુંડાઓ અને પૈસા અને સત્તાના જોરે પોલીસ ઉપર રોફ મારી રહેલા નેતાઓને પોલીસ તેમની હેસીયત બતાડી શકે છે. અમરેલીમાં બિટકોઇન કેસમાં અમરેલીના એસપી જગદીશ પટેલ અને પોલીસ ઈન્સપેક્ટર અનંત પટેલની ધરપકડ થતાં અમરેલી ક્રાઈમ બ્રાન્ચમાં કોઈ આવવા તૈયાર ન્હોતા. આ સમયગાળામાં અમરેલીની કાયદો અને વ્યવસ્થા સાવ ખાડે ગઈ હતી કારણ કે જો પોલીસ અધિકારીને જ માત્ર પૈસામાં રસ હોય તો નાના પોલીસ કર્મચારીઓ પણ તે જ રસ્તે આગળ ચાલે છે. પરંતુ બે મહિના પછી અમરેલીની એસપીની ખાલી જગ્યા ઉપર ગૃહ વિભાગે પોલીસ સુપ્રીટેન્ડન્ટ તરીકે નિર્લિપ્ત રાયને મુકતા હવે અમરેલી પોલીસમાં જ કામ કરવાનો જુસ્સો પાછો આવ્યો છે. અમરેલીમાં કેટલાંક ગુંડા તત્વોએ અમરેલીને માથે લીધુ હતું. અમરેલીમાં કેટલીક ગેંગ પણ સામ-સામે આવી ગઈ હતી અને તે જાહેરમાં એક બીજા ઉપર જાહેરમાં ચાકુ વડે હુમલો પણ કરી દેતા હતા. જાણે તેમને મન કાયદાનું અસ્તીત્વ જ ન્હોતુ. નિર્લિપ્ત રાયે સૌથી પહેલા અમરેલીના જિલ્લાના મોટા ભાગના પોલીસ ઈન્સપેક્ટર્સની આંતરિક બદલી કરી નાખી અને બધાને તાકીદ કરી કરી કે કાયદા પ્રમાણે કામ કરજો અને કાયદો તોડનારને કાયદાની તાકાત બતાડજો.અમરેલીના કુખ્યાત ઈરફાન ટાલકી ઉપર હરિફ ગેંગ દ્વારા ભરબજારમાં ચાકુ વડે હુમલો કરી દેવામાં આવ્યો હતો. ડીએસપી નિર્લીપ્ત રાયે અમરેલી પોલીસને સુચના આપી કે અમરેલીના તમામ ગુંડાઓની યાદી તૈયાર કરો અને તેમને સમજાય છે તે જ ભાષામાં તેમની સાથે વાત કરો. નિર્લિપ્ત રાયના આદેશ બાદ અમરેલી પોલીસ હરકતમાં આવી અને ગુંડાઓને પકડી તેમની ભાષામાં સમજાવવા લાગી, જે ગુંડાઓને રંજાડને કારણે અમરેલીના લોકો ધ્રુજતા હતા તેમનું સરઘસ બજારમાં કાઢવામાં આવ્યુ અને આં ગુંડાઓ લોકોને હાથ જોડી માફી માગી રહ્યા છે.


અમરેલી : રાજુલા ના હિંડોરણા પોલીસ ચોકી ની સામે થી ટ્રક ચોરાયો………. ઔદ્યોગિક હબ હોવાથી અહીં ટ્રાન્સપોર્ટ નો વ્યવસાય ખૂબ છે

બ્રેકીંગ
અમરેલી : રાજુલા ના હિંડોરણા પોલીસ ચોકી ની સામે થી ટ્રક ચોરાયો……….

ઔદ્યોગિક હબ હોવાથી અહીં ટ્રાન્સપોર્ટ નો વ્યવસાય ખૂબ છે ત્યારે

2 ઈસમો કાર માં આવી રાતે ટ્રક ચોરી ફરાર થયા.હતા

સમગ્ર ઘટના ક્રમ સીસીટીવી માં થયો કેદ થવા પામી છે જેથી

રાજુલા પોલીસ એ સીસીટીવી ના આધારે તપાસ શરૂ કરી…….છે

હિંડોરણા માં વારંવાર ટ્રક ની ચોરી ન બનાવ બની રહ્યા છે

ટ્રાન્સપોર્ટર ટ્રક માલિક એ ફરિયાદ ની તજવીજ હાથ ધરી…….. છે