Main Menu

Tuesday, June 12th, 2018

 

ચોરીના ર(બે) બુલેટ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.

ચોરીના ર(બે) બુલેટ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.
શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષક અમરેલીનાઓએ અમરેલી જિલ્લામાં મિલ્કત સબંધી ગુન્હાઓનો નો વધુમાં વધુ ભેદ ઉકેલવા તેમજ મોટર સાયકલ ચોરીઓ નો ભેદ ઉકેલવા સુચનાઓ કરેલ હોય જે અન્વયે શ્રી બી.એમ.દેસાઇ નાયબ પોલીસ અધિક્ષક નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.અમરેલી શહેરમાં મિલકત સબંધી ગુન્હાઓ સબબ વાહન ચેકીંગમાં હોય તે દરમ્યાન અમરેલી શહેરમાંથી શંકાસ્પદ ચોરીના બુલેટ મોટર સાયકલ સાથે આરોપી સમીરસા સતારસા પઠાણ રહે.અમરેલી મીની કસ્બાવાડ વાળાને ઝડપી પાડેલ અને મજકુર આરોપીએ અન્ય મોટર સાયકલ બુલેટની ચોરીની પણ કબુલાત આપેલ.

ચોરીના બુલેટ રાખનાર ઃ-
(૧) અલ્પેશભાઇ અમૃતલાલ મહેતા રહે.અમરેલી
(૨) શકીલઅબ્બાસ યુસુફભાઇ શેખ રહે.રાંઢીયા તા.જી.અમરેલી

આરોપીના કબ્જામાંથી મળી આવેલ બુલેટઃ-
(૧) રોયલ ઇન્ફીલ્ડ કંપીનનું સીલ્વર કલરનું બુલેટ જેના એન્જીન નંબર U3S3COFH541220 તથા ચેસીસ નંબર ME3U3S5COEH541220 નું. છે.જે રાજકોટ શહેરમાંથી રીંગ રોડ ઉપરથી હોસ્ટેલ પાસેથી ચોરી કરેલ જેની કિ.રૂ.૧,૦૦,૦૦૦/- (એક લાખ) ગણી કબ્જે કરેલ છે.

(૨) રોયલ ઇન્ફીલ્ડ કંપીનનું સફેદ કલરનું બુલેટ જેના એન્જીન નંબર U3S5COFH865603 તથા ચેસીસ નંબર ME3U3S5C1FH267554 નું. છે.જે રાજકોટ શહેરમાંથી શાસ્ત્રીનગર પાસેની દિવાલ પાસેથી ચોરી કરેલ જેની કિ.રૂ.૧,૦૦,૦૦૦/- (એક લાખ) ગણી કબ્જે કરેલ છે.
ઉપરોકત ત્રણેય આરોપીઓને ધરપકડ કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.આગળની વધુ તપાસ અર્થે રાજકોટ શહેર ખાતે સોપવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.
ઉપરોકત કામગીરી એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.આર.કે.કરમટા સા.તથા સ્ટાફના પ્રકાશભાઇ જોષી,તથા ભાસ્કરભાઇ નાંદવા,તથા સુભાષભાઇ ધોધારી તથા રાહુલભાઇ ચાવડા તથા દેવરાજભાઇ કળોતરા તથા દશરથસિંહ સરવૈયા,તથા પિષુયભાઇ ઠાકર,તથા જયસુખભાઇ આસલીયા તથા હરેશભાઇ વાણીયા તથા ગંભીરસિંહ ચાવડા,તથા સંજયભાઇ પરમાર તથા જેસીંગભાઇ કોચરા નાઓએ કરેલ છે.


પીપાવાવ ધામ જમીન મૂક્તિ આંદોલનનો 49મા દિવસ પણ યથાવત્ ગામજનો એ વડાપ્રધાન ને લખ્યા પોસ્ટ કાર્ડ

પીપાવાવ ધામ જમીન મૂક્તિ આંદોલનનો 49મા દિવસ પણ યથાવત્
ગામજનો એ વડાપ્રધાન ને લખ્યા પોસ્ટ કાર્ડ
રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારના પીપાવાવ ધામના સરપંચ તથા ગ્રામજનો છેલ્લા ૪૯ દિવસથી ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ‌‌‌ અને ભૂમાફિયાઓના કબજામાંથી ગામની જમીન મૂક્ત કરાવવા માટે રાજુલા પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે ગુજરાત સરકારને અનેક વખત રજૂઆતો કરી છતાં પણ સરકાર દ્વારા ગામજનો ને ન્યાય મળે તે ગામજનો સરકાર ના કોઈ પ્રતિનિધિ મળવા પણ નથી આવ્યા આથી ગામજનો ગુજરાત સરકારથી નારાજ થઈ આજ રોજ દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને આંદોલનકારીઓ દ્વારા પોસ્ટ કાર્ડ લખ્યા હતા કારણ કે મોદી સાહેબ દિલ્હી જતા સમયે ગુજરાતની બહેનો કહેલું કે જ્યારે પણ જરૂર પડે ત્યારે મને એક પોસ્ટ કાર્ડ લખજો હું તમારો ભાઈ દિલ્હી માં બેઠો છું આથી પીપાવાવ ધામની બહેનો તથા આંદોલનકારીઓ દ્વારા પોસ્ટ કાર્ડ લખ્યા હતા આ તકે રાજુલા તાલુકાના મહિલા પ્રમુખ ભાવનાબેન બાંભણિયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ વડાપ્રધાને પોસ્ટ કાર્ડ લખ્યું હતું આંદોલન છાવણીની મુલાકાત લેતા અમરેલીના સામાજિક કાર્યકર્તા જગદીશભાઈ ચૌહાણ, અમરેલી જિલ્લા કોંગ્રેસના બક્ષીપંચ મોરચાના ચેરમેન નારાયણભાઈ મકવાણા વિકટરના યુવા અગ્રણી અજયભાઈ શિયાળ રણછોડભાઈ બાંભણિયા મધુભાઈ સાંખટ સહિત ના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને દિવસના અંતે આંદોલનકારીઓ દ્વારા નાયબ કલેકટર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું


શ્રદ્ધા દીપ જૈન ગ્રુપ અને શ્રી ગિરિરાજ ગ્રુપ આયોજિત અખબારી જગત નાં ભીષ્મપિતા કાંતિલાલ દલીચંદ દોશી ની જન્મ શતાબ્દી નિમિતે મહા રક્ત દાન કેમ્પ અને ચક્ષુદાન સંકલ્પ પત્ર કેમ્પ યોજાશે

સાવરકુંડલા
સૌરભ દોશી દ્વારા

શ્રી શ્રદ્ધા દીપ જૈન ગ્રુપ અને શ્રી ગિરિરાજ ગ્રુપ આયોજિત અખબારી જગત નાં ભીષ્મપિતા કાંતિલાલ દલીચંદ દોશી ની જન્મ શતાબ્દી નિમિતે મહા રક્ત દાન કેમ્પ અને ચક્ષુદાન સંકલ્પ પત્ર કેમ્પ યોજાશે

સો વર્ષ પહેલાં વણિક પરિવાર માં જન્મેલા કાંતિ ભાઈ એ સાવરકુંડલા માં વેપાર કે અન્ય કામકાજ ન સંભાળતા અખબારી જગત માં પ્રવેશ કર્યો અને સાવરકુંડલા માં એ સમય માં ફાનસ લઈ છાપા દેવા લેવા જતા આ સમય થી આજ સુધી કે.ડી. દોશી ની અખબારી યાત્રા એ સુપેરે નિષ્ઠા સત્ય અને નિયમિત્તના રસ્તે યથાવત રાખનાર પ્રદીપ દોશી અને પૌત્રો વિરાગ . સૌરભે પણ જાળવી રાખી છે
આ અખબારી જગત નાં ભીષ્મપિતા કાંતિ લાલ દલીચંદ દોશી ની જન્મ શતાબ્દી લોક ઉપયોગી કાર્ય અને અનોખી રીતે માનવવાનું તેમના પરિવારે વિચારતા તેઓ ની તા.17.6.18 નારોજ 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે મહા રક્તદાન શિબિર અને ચક્ષુ દાન સંકલ્પ પત્ર કેમ્પ યોજી આ પ્રસંગ મનાવાઇ રહ્યો છે ત્યારે શહેર નાં નામાંકિત અગ્રણી ઓ રાજસ્વી પુરુષો અને તમામ સામાજિક સંસ્થા ઓ એ સહકાર આપી કાર્યરત થયા છે તારીખ 17 .6 . નાં રોજ રવિવારે સવારે 9 કલાકે કમાબાપા દોશી જેન દેરાસર શેરી સાવરકુંડલા ખાતે યોજનાર આ મહા રક્તદાન કેમ્પ માં પોતાનું રક્તદાન કરી લોકોઉપયોગી કાર્ય માં સહભાગી થવા અપીલ કરાઈ રહી છે


રાજુલા તાલુકા ના કથીવદર પ્રા. શાળામાં ઘટતા શિક્ષકો નીઘટ પુરવા બાબત

(આતાભાઇ વી વાઘ. વિકટર)

રાજુલા તાલુકા ના કથીવદર પ્રા. શાળામાં ઘટતા શિક્ષકો નીઘટ પુરવા બાબત
અમરેલી જીલ્લા પંચાયત હસ્તક રાજુલા તાલુકા ના કથીવદર પ્રા . શાળામાં છેલ્લાં ત્રણ વર્ષથી ધોરણ 1 થી 5 માં 2 શિક્ષકો તથા ધોરણ 6 થી 8 માં 1 શિક્ષકની ઘટ છે
આ બાબતે તાલુકા કક્ષા એ વારંવાર મૌખિક રજુઆત કરવા છતાં પણ શિક્ષકોની ઘટ પુરવા કોઈ પગલાં લેવામાં આવેલ નથી. સરકાર શ્રી દ્રારા થતી ગ્રામસભામાં પણ તેનુ કોઈ નિરાકરણ આવેલ નથી.
છેલ્લાં ત્રણ વર્ષ થી પુરતા શિક્ષકો ન હોવાને કારણે ગામ નાં વાલીઓ બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં મુકવા મજબૂર બન્યાં છે.આ શાળામાં થી 40 જેટલા બાળકો પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરવા જતાં રહેલ છે.
સરકારશ્રી નાં પ્રાથમિક શિક્ષણ માટે અગાથ પ્રયત્નો હોવાં છતાં ગામનાં લોકો પ્રાઇવેટ તરફ દોરાય તેં કેટલું વ્યાજબી છે.શિક્ષકોની ઘટ નાં કારણે જે શિક્ષણ બગડે તેની જવાબદારી કોની?
વારંવાર રજુઆત કરવાં છતાં પરિણામ નાં મળવાથી અમે આપની સમક્ષ રજુઆત કરીએ છીએ તો શાળા ચાલુ થાય ત્યારે કાયમી કામગીરી કરી શકે તેવા શિક્ષકોને ફાળવવા આપશ્રી ને નમ્ર અરજ છે.
નોંધ- જો ખુલતી શાળાએ અમારી શાળામાં પુરતો સ્ટાફ ફાળવવા માં નહીં આવે તો અમે ગામનાં નાગરિકો તથા વાલીઓ બાળકો ને શાળામાં નહીં મોકલી શિક્ષણ નો બહિષ્કાર કરીશું તથા શાળા નાં પ્રવેશ ઉત્સવમાં પણ બાળકોને શાળામાં નહીં આવવા દઈએ.
અને બાબતે જરૂર પડ્યે વાલીઓ દ્રારા આંદોલન પણ કરવામાં આવશે
લિખિતન- કથિવદર ગ્રામ જનો તથા વાલીઓ આતાભાઇ વી વાઘ. વિકટર. રાજુલા


અંતે સાબિત થયું સ્વીટ ખાવાથી ડાયાબિટીઝ થાય તેવું નથી

ટાઇપ-૨ પ્રકારના ડાયાબિટીઝનું કારણ છે ઓબેસિટીઃ જંક ફૂડ અને બેવરેજીસની સુગર કરે છે નુકસાન

જેમને ખૂબ મિષ્ટાન્ન ખાવાની આદત હોય તેમને ઘણીવાર કેટલાક લોકો ફ્રી સલાહ આપવા લાગે છે. ‘આટલું બધુ ગળ્યુ ના ખાશો ડાયાબિટિઝ થઈ જશે.’ હા, જો તને પહલાથી જ ડાયાબિટિઝ હોય તો મીઠા કે ગળ્યા પદાર્થોથી દૂર રહેવુ જોઈએ તે સાચુ છે પણ શું ડાયાબિટિઝ ન હોય અને તમે વધુ મિષ્ટાન્ન ખાવ તો ડાયાબિટિઝ થઈ જાય તેવું  હોય? તો જાણી લો આજે સાચી હકીકત સમાન્ય રીતે દરેક શાકભાજી અને ફ્રુટમાં સુગર એટલે કે ખાંડનું પ્રમાણ હોય છે. આપણે જયારે પણ આ ફૂડ ખાઈએ છીએ અથવા તેને આપણી કોઈ ફૂડ આઇટમમાં એડ કરીએ છીએ ત્યારે આપણે તેને ડાઇરેકટ અથવા ઇનડાઇરેકટ ખાઈએ છીએ. જયારે આપણી ચા અને બીજા પીણાંમાં જે સુગર આપણે એડ કરીએ છીએ તેને એડેડ સુગર કહેવાય છે. જયારે એક ત્રીજા પ્રકારની સુગર હોય છે જેને કાસ્ટર સુગર કહેવાય છે આ સુગર રેડી ટુ ઈટ જેવા કનિદૈ લાકિઅ નાસ્તા, કેક અને સોસમાં બનાવવામાં ઉપયોગ થાય છે. ડાયાબિટિઝ બે પ્રકારના હોય છે. ટાઈપ-૧ અને ટાઇપ-૨, આ બંને ડાયાબિટિઝને સહેલી ભાષામાં સમજીએ તો ટાઇપ-૧ પ્રકારના ડાયાબિટિઝમાં આપણા શરીરની રોગપ્રતિકારક સીસસ્ટમ જ ઇન્સ્યૂલીન પેદા કરતા શરીરના કોષો પર હુમલો કરી તેનો નાશ કરે છે. જયારે ટાઇપ-૨માં આપણા પેન્ક્રિઆઝ દ્વારા પેદા કરવામાં આવેલ ઇન્સ્યુલીનને શરીર ગ્રહણ કરી શકતું નથી. જોકે આ બંનેમાંથી એક પણ પ્રકાર એવો નથી કે જે સુગર ખાવાથી થાય છે. જોકે ટાઇપ-૨ ડાયાબિટિઝને તમે ઓબેસિટી સાથે લિંક કરી શકો છો. જે તમારી આરામદાયક લાઇફસ્ટાઇલ, જંક ફૂડ અને કોલ્ડડ્રિંકસ પીવાના કારણે થાય છે. તેથી તમે ટાઇપ-૨ પ્રકારના ડાયાબિટિઝને ઇન્ડાઈરેકટલી સુગર સાથે જોડી શકો છો. કેમ કે જંક ફૂડ અને ડ્રિંકસમાં પણ સુગર વધુ માત્રામાં રહેલી છે જે તમને ઓબેસિટી તરફ દોરી જાય છે. તો એટલુ તો ખરુ જ કે વધુ પડતું જંક ફૂડ અને બેવરેજીસ તમારામાં ટાઇપ-૨નું રિસ્ક વધારી શકે છે. જોકે ટાઇપ-૨ પ્રકારનું ડાયાબિટિઝ ખૂબ જ કોમ્પ્લેકસ આરોગ્ય સમસ્યા છે અને તેના માટે ફકત સુગર એકલી જ જવાબદાર નથી. જો તને ડાયાબિટિઝ હોય તો તેનો મતલબ એ નથી કે તમારે મિષ્ટાન્ન ખાવાનું સંપૂર્ણ બંધ કરી દેવું જોઈએ. જો તમારા હેલ્ધી અને બેલેન્સ્ડ ડાયેટમાં તમે થોડી માત્રામાં ખાંડ કે સુગરને ભેળવો તો તેનાથી કોઈ પ્રોબ્લેમ થવાની શકયતા નથી. હકીકતમાં કેટલાક કિસ્સામાં તો કાસ ગ્લુકોઝ ટેબ્લેટ આપવામા આવે છે. જોકે આવું ત્યારે બને છે જયારે તમે યોગ્ય ડાયેટ પ્લાન ન કરતા હોવ અને તેના કારણે તમારા લોહીમાં પૂરતી માત્રામાં સુગર ન રહે. જોકે ખૂબ જ વધારે મિષ્ટાન્ન ખાવાથી ઓબેસિટીનો પ્રોબ્લેમ થવાની પૂરી શકયતા છે એ સાથે જ બીજા પણ અનેક રોગ થઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા પ્રમાણે એક વયસ્ક વ્યકિત કે જેને કોઈ બીમારી નથઈ અને તેનો BMI નોર્મલ છે તેણે એક દિવસની ૬ ટી સ્પુન્સ જેટલી સુગર પોતાના ખોરાકમાં લેવી જોઈએ.


મેઘરાજાની રાહ જોતા મોર

અત્યારે કાળઝાળ ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગરમીથી અને આકરા તાપથી છુટકારા માટે લોકો કાગડોળે વરસાદની રાહ જોઇ રહેલા છે ત્યારે મોર પણ ઘર ઉપર ચડીને મેઘરાજાને પોકાર કરતો તસ્વીરમાં નજરે પડે છે.