Main Menu

Monday, June 11th, 2018

 

રાજુલા સૂર્યસેના આયોજિત સંગઠન શિક્ષણ વિકાસ ના મુદ્દે લોક ડાયરો યોજાયો ગુજરાત માં ભર માંથી કાઠી ક્ષત્રિય સમાજ વિશાલ સંખ્યા માં ઉમટી પડ્યો 

(જયદેવ વરૂ દ્વારા)
રાજુલા સૂર્યસેના આયોજિત સંગઠન શિક્ષણ વિકાસ ના મુદ્દે લોક ડાયરો યોજાયો ગુજરાત માં ભર માંથી કાઠી ક્ષત્રિય સમાજ વિશાલ સંખ્યા માં ઉમટી પડ્યો
કરણી સેના સૂર્યસેના પ્રદેશ ના હોદેદારો નું સામૈયું કરાયું 100 કાર ના કાફલા સાથે જાજરમાન સામૈયું કરાયું  42 બાબરીયાવાડ પંથક ના ક્ષત્રિયો યુવાનો સહીત અગ્રણી ઓ ઉપસ્થિત રહ્યા રાત્રી ના લોક ડાયરા માં હજારો ની મેદની ઉમટી પડી પાર્ટી પ્લોટ નું ગ્રાઉન્ડ ટૂંકું પડ્યું
ગુજરાત સૂર્યસેના પ્રદેશ ના હોદેદારો ની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા સૂર્યસેના આયોજિત શિક્ષણ સંગઠન વિકાસ ના મુદ્દે ક્ષત્રિય આગેવાનો ચિંતિત હોવાને કારણે રાજુલા માં સંગઠન વધુ મજબૂત કરવા માટે ક્ષત્રિયો નું મહા સંમેલન જેવો માહોલ ઉભો થયો રાજુલા શહેર ના જયમાતાજી ગ્રુપ નવરાત્રી પાર્ટી પ્લોટ ના ગ્રાઉન્ડ માં કાર્યક્રમ રાખવા માં આવ્યો હતો અહીં ભવ્ય લોક ડાયરો યોજાયો હતો જેમાં સૌરાષ્ટ ના નામાંકિત કલાકારો એ લોકસાહિત્યકાર અને મર્દો વીપુરુષો વીરતા ની વાતો કરી હતી સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રથમ સૂર્યસેના પ્રદેશ હોદેદારો કરણી સેના સહીત મહેમાનો રાજુલા ના પાદર માં પોહ્ચ્તા રાજુલા ક્ષત્રિય સમાજ ના યુવાનો એ જાજરમાન સામૈયું કર્યું હતું જેમાં `100 થી વધુ કાર ના કાફલા સાથે સામૈયું સન્માન કરી વધામણાં કર્યા હતા સાથે સાથે દરેક જિલ્લા ના સૂર્યસેના ના હોદેદારો કાઠીયાવડ પંચાલ સહીત વિસ્તાર માંથી કાઠી ક્ષત્રિય સમાજ ના લોકો ઉપત્સ્થિત રહ્યાં હતા જેમ જેમ રાત થતી ગઈ તેમ તેમ હાજરો ની સંખ્યા માં જનમેદની ઉમટી પડી હતી પાર્ટી પ્લોટ નું ગ્રાઉન્ડ માં ભીજ વધી જતા ગ્રાઉન્ડ પણ ટૂંકું પડ્યું હતું ક્ષત્રિય સમાજ ના અગ્રણી ઓ દ્વારા શિક્ષણ સંગઠન વિકાસ અને સમાજ નું સંગઠન કેવી રીતે મજબૂત થાય તેને લઇ ને હોદેદારો દ્વારા પ્રવચન કરવા માં આવ્યું હતું બીજી તરફ સાધુ સંતો સહીત ના લોકો એ આશીર્વચન આપ્યા હતા ખાસ કરી યુવાનો સેંકડો ની સંખ્યા માં ઉપસ્થિત રહ્યં હતા અને રાજુલા કાઠી ક્ષત્રિય સમાજ નું એક શક્તિ પ્રદશન જેવો કાર્યક્રમ જોવા મળિયો હતો અમરેલી જૂનાગઢ બોટાદ સુરેન્દ્ર નગર ભાવનગર રાજકોટ અમદાવાદ સુરત સહીત વિસ્તાર અને તાલુકા ભર માંથી લોકો ઉમટી પડ્યા હતા સાથે સાથે 42 બાબરીયાવાડ ગામો માંથી પણ લોકો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા કેટલાક મહત્વ ના અગ્રણી હોદેદારો નું ભવ્ય સ્વાગત સન્માન કરવા માં આવ્યું હતું આગામી દિવસો માં રાજુલા જાફરાબાદ પંથક માં કેવી રીતે વધુ મજબૂત સંગઠન થાય તે સરચા માં વધુ આગેવાનો એ મહત્વ આપ્યું હતું આગામી દિવસો માં હજુ પણ સંગઠન ને લઇ ને રાજુલા સૂર્યસેના આયોજકો દ્વારા પણ તૈયારી ઓ થઈ રહી છે ક્ષત્રિય સમાજ ની પરંપરા મુજબ કાર્યક્રમ જોવા મળિયો હતો કરણી સેનાએ અને સૂર્યસેના દ્વારા મહત્વ ના હોદેદારો ની પણ વરણી કરવા માં આવી હતી જેમાં કેટલાક યુવાનો ને મહત્વ ની કામગીરી જવાબદારી સોંપવા માં આવી છે હજુ આગામી દિવસો માં પણ યુવાનો હજુ વિશેષ જવાબદારી આપવા ની હોવાનું પણ જાણવા મળી રહ્યું છેરાજુલા પ્રાંત કચેરી નાગરિક સુવિધા કેન્દ્ર માં કોમ્પ્યુટર ઓપરેટરોની અછતના કારણે એન. એસ. યુ. આઈ દ્વારા નાયબ કલેકટર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું.

રાજુલા પ્રાંત કચેરી નાગરિક સુવિધા કેન્દ્ર માં કોમ્પ્યુટર ઓપરેટરોની અછતના કારણે વિધાર્થીઓને ક્રિમીલેયર સર્ટિફિકેટ તથા આવકના દાખલા તથા અન્ય જરૂરી ડોક્યુમેન્ટ કઢાવવા માટે અરજદારો ને તકલીફ પડતી હોય તેનાં પગલે ડાભી સાહેબએ નાયબ મામલતદાર બોરીસાગર સાહેબ ને ટેલિફોનીક વાત કરી તાત્કાલિક ધોરણે ૨ ઓપરેટર મુકાવામા આવ્યા, મામલતદાર સાહેબ પાસેથી આવક નો દાખલો લેવા માટે ફરજીયાત સોગંધનામા નો આગ્રહ રખાય છે તે દૂર કરવા બાબત, ઇ ધારા કેન્દ્ર માં અરજદાર પાસે ટપાલ ટિકિટ લગાડવાનો આગ્રહ રખાય છે તે ગેરકાયદેસર છે તે દૂર કરવા બાબત, નાગરિક સુવિધા કેન્દ્ર માંથી દરેક ફોર્મ વિના મૂલ્યે મળવાની જોગવાઈ હોવા છતાં અરજદારો ને કચેરી બહાર ખાનગી ઝેરોક્ષ ની દુકાને મોકલાય છે આથી તાત્કાલિક ધોરણે વ્યવસ્થા સુધારવા માટે અમરેલી જીલ્લા NSUIના સોશ્યલ મીડિયા કોઓર્ડિનેટ્સ જયેશભાઈ દવે અને રાજુલા ૯૮ વિધાનસભા ના યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ નિરવભાઈ ભટ્ટ દ્વારા નાયબ કલેકટર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.


લીલીયા શહેરમાં હિંદુ સમાજના નવયુવાનો એ કૌમીએકતા દાખવી રમઝાન માસ દરમિયાન મુસ્લિમ બિરાદરો માટે ઈફતારપાર્ટી યોજીને સમાજમાં ભાઈચારાની ઉત્તમ કામગીરી કરી

હનીફ કાતીયાર

લીલીયા શહેરમાં હિંદુ સમાજના નવયુવાનો એ કૌમીએકતા દાખવી

રમઝાન માસ દરમિયાન મુસ્લિમ બિરાદરો માટે ઈફતારપાર્ટી યોજીને સમાજમાં ભાઈચારાની ઉત્તમ કામગીરી કરી

હાલમાં ચાલી રહેલ રમઝાન માસ દરમિયાન સમગ્ર વિશ્વમાં રેહતા મુસ્લિમ બિરાદરો રોઝાઓ રાખીને ઈબાદત માં મશગૂલ છે ત્યારે હિન્દુસ્તાન માં રેહતા બિનમુસ્લિમ ભાઈઓ દ્વારા રોઝેદારો સાથે કૌમીએકતા અને ભાઈચારાની લાગણીઓ દર્શાવવા માટે શરબત,ફળ-ફળાદી તેમજ અવનવી વાનગીઓ ની સોડમ સાથે પ્રેમ અને હેત નો સ્વાદ ભેળવીને મોટા શહેરો થી લઈને નાના ગામડાઓમાં ઈફતારપાર્ટી નુ આયોજન કરી રહેલ છે.ત્યારે આ સરાહનીય કૌમીએકતા ના કાર્યમાં મુળ રાજસ્થાનના અને હાલ અમરેલી જીલ્લાના મોટા લીલીયા ખાતે રહેતા ગુર્જર ચંદ્રકાન્ત(ભાનુ પ્રતાપ) નામના નવયુવાને સમગ્ર લીલીયા માં રેહતા મુસ્લિમ રોઝેદાર બિરાદરોને આમંત્રણ આપીને જબરદસ્ત ઈફતારપાર્ટી નુ આયોજન કરીને સમાજને નવી રાહ ચિંધીને વખાણવા લાયક કાર્ય કરેલ છે.
ઉલ્લેખનીય છે કે દેશના ખુણે-ખુણે રેહતા હિન્દુ- મુસ્લિમ સમાજના લોકો એકાબીજાના દરેક તહેવારો હળીમળીને ઉજવીને કૌમીએકતા નુ ઉત્તમ ઉદાહરણ આપીને આવનારી નવી પેઢીને ભાઈચારાનો પૈગામ શીખવાડે છે.રાજકીય આગેવાનો પણ રમઝાન મહીનામાં રોઝેદારો માટે ઈફતારપાર્ટી ઓ યોજીને ભારત દેશની એકતા અને અખંડિતતા ને મજબુત કરે છે ત્યારે મુળ રાજસ્થાન થી લીલીયા ખાતે કડીયા કામ કરીને પેટીયું રળી ખાતા ચંદ્રકાન્ત(ભાનુપ્રસાદ) ગુર્જર દ્વારા યોજવામાં આવેલ આ પ્રોગ્રામમાં સમગ્ર લીલીયા શહેરમાં રેહતા રોઝેદારો ની સાથેસાથે હિંદુ સમાજના લોકોએ પણ હાજરી આપીને સમાજને કૌમીએકતા અને ભાઈચારાનુ ઉત્તમ ઉદાહરણ આપેલ છે


ખાંમ્ભા નાં ડેડાણ ની સિમ માં છ સિંહો ઘુસી આવ્યા . પશુ નું મારણ કરી મોજ થી મિજબાની મનાવી

અમરેલી
ખાંમ્ભા નાં ડેડાણ ની સિમ માં છ સિંહો ઘુસી આવ્યા . પશુ નું મારણ કરી મોજ થી મિજબાની મનાવી

અમરેલી જિલ્લા માં સિંહો ની સંખ્યા માં દિન પ્રતિ દિન વધારો થઈ રહ્યો છે અને ભાગ્યેજ જૂવા મળતાં સિંહો નાં હવે ટોળાં ગમે ત્યાં જૂવા મળી રહે છે અહીં ખાંમ્ભા નાં ડે ડા ણ પાસે એકી સાથે છ સિંહો ઘુસી આવ્યા હતા અને એક પશુ નું મારણ કરી મોજ થી મિજબાની મનાવી હતી ત્યાંરે છાશવારે સિંહો રોડ કાંઠે આવી ચડતા હોય છે અને પાલતુ પશુ નું મારણ કરવાની ઘટના હવે ગીર કાંઠા નાં ગામો માં સામાન્ય બની છે ત્યારે સિંહો નું ટોળું અહીં આવી રોડ પાસે નાં વિસ્તાર માં સાંજ નાં આવી ચડ્યા હતા અને ભૂખ્યા હોય તેમ અહીં એક પશુ નોંશિકાર કરી અહીજ મિજબાની મનાવી હતી


પીપાવાવ ધામ જમીન મૂક્તિ આંદોલનનો ૪૮મો દિવસ આંદોલનકારીઓની સુલેહ સમજણ બાદ પાંચ આમરણાંત ઉપવાસઓ દ્વારા પારણાં કરી પ્રતિક ઉપવાસ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો

પીપાવાવ ધામ જમીન મૂક્તિ આંદોલનનો ૪૮મો દિવસ

આંદોલનકારીઓની સુલેહ સમજણ બાદ પાંચ આમરણાંત ઉપવાસઓ દ્વારા પારણાં કરી પ્રતિક ઉપવાસ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો

રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારના પીપાવાવ ધામના સરપંચ તથા ગ્રામજનો છેલ્લા ૪૮ દિવસથી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે તેમજ જીલુભાઈ બારૈયા મધુભાઈ સાંખટ સાદુળભાઈ શિયાળ બાબુભાઈ સાંખટ આતુભાઈ શિયાળ છેલ્લા ૩૫ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યા હતા પરંતુ આ સરકાર ન્યાય આપવામાં વિલંબ કરી રહી જોઈએ અને ભૂમાફિયાઓને બચાવવાનો પ્રયાસ કરી રહી હોય તેમજ આગઉ પણ એક મહિલા જીવ ગુમાવ્યો છતાં પણ સરકારે દરકાર કરી નથી તેમજ આથી આંદોલનકારીઓ દ્વારા આમરણાંત ઉપવાસીઓને સમજાવીયા કે આ સરકારને કાંઈ જ ફર્ક નથી પડતો લોકોનાં જીવની પણ આ સરકારને પરવા ના હોય આથી આંદોલનકારીઓની મિટ ગઈકાલે અમરેલી કલેકટર કચેરી ખાતે યોજાયેલી સુનાવણી પર મંડાયેલી છે સુનવણી બાદ જીલ્લા કલેકટર સાહેબ શું નિણર્ય સંભળાવે છે તે હવે જોવાનું રહ્યું ???
આંદોલનકારી અશોકભાઈ ભાલિયા ભાણાભાઈ ગુજરીયા અજયભાઈ શિયાળ રણછોડભાઈ બાંભણિયા મુકેશભાઈ કામ્બડ સંતોષભાઈ ગુજરીયા આતુભાઈ ભાલિયા સહિત ના લોકોએ દિવસના અંતે નાયબ કલેકટર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું