Main Menu

Saturday, June 9th, 2018

 

ખનીજ ચોરી કરતાં વાહનો/લોડર ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.

ખનીજ ચોરી કરતાં વાહનો/લોડર ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.
શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષક અમરેલીનાઓએ અમરેલી જિલ્લા શેત્રુજી તથા જિલ્લાની અન્ય નદીઓ પસાર થતી હોય અને સદરહું નદીમાં ઇકો ઝોન ના હિસાબે કોઇ પણ પ્રકારના ખનીજનું ખનન કરવાનો મનાઇ હુકમ હોય તેમ છતાં અમરેલી જિલ્લામાં રેતી ચોરી કરવાનું દુષણ શરૂ હોય અને ખનીજ ચોરી કરતાં તત્વો રોયલ્ટીની ચોરી કરતાં હોય તેમજ પર્યાવરણને નુકશાન કરતાં હોય જેથી રેતી ચોરી સદંતર બંધ કરાવવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી બી.એમ.દેસાઇ નાયબ પોલીસ અધિક્ષક નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.એ નીચેની વિગતે રેતી ચોરી કરતાં ઇસમોને ઝડપી પાડેલ છે.
(૧) સાવરકુંડલા તાલુકાના ધાંડલા ગામે ઉજવળી નદીમાં રેતી ચોરી કરતાં બે ટ્રેકટર ટ્રોલી સહીત રેતી ભરેલ કુલ કિ.રૂ.૬,૩૩,૦૦૦/- (છ લાલ ત્રેતીસ હજાર) ના મુદામાલ સાથે ઝડપી લઇ આરોપી ટ્રેકટરના ડ્રાઇવર (૧) ધનશ્યામભાઇ હરીભાઇ ચાવડા (૨) અતુલ ઉર્ફે મુન્નો સુરેશભાઇ રણોલીયા રહે.બન્ને વીજપડી તથા ટ્રેકટરના માલીક (૧) ગોવિંદભાઇ લીંબાભાઇ ખેરાળા રહે.ડેડકડી (૨) મધુભાઇ પતાભાઇ જોગરાણા રહે.વિજપડી તથા ભયલુભાઇ દોહલભાઇ ચાંદુ રહે.ધાંડલા વાળાઓ વિરૂધ્ઘ રેતી ચોરી અંગેના ગુન્હાઓ દાખલ કરાવેલ છે.આગળની વધુ તપાસ સાવરકુંડલા રૂરલ પોલીસને સોપવામાં આવેલ છે.
(૨) અમરેલી ગોખરવાળા પુલ પાસે શેત્રુજી નદીમાં રેતી નું ખનન કરતું લોડર-૦૧ તથા રેતી ચોરી કરતાં ડમ્પર-૦૩ મળી કુલ કિ.રૂ.૨૦,૧૦,૦૦૦/- (વીસ લાખ દસ હજાર) ના મુદામાલ સાથે આરોપી (૧) કાંતીભાઇ રામસીંગભાઇ સંગોર ઉ.વ.૨૨ ધંધો.ડ્રાઇવીંગ રહે.અમરેલી સા.કુંડલા ચોકડી મુળ વતનઃ- કાલાપાન તા.રાણાપુર જી.જાબવા મધ્યપ્રદેશ થાણુ રણાપુર (૨) ધનશ્યામભાઇ જીણાભાઇ સાથળા ઉ.વ.૨૫ ધંધો.ડ્રાઇવીંગ રહે.ચાંદગઢ તા.જી.અમરેલી (૩) અમરદિપભાઇ વલકુભાઇ વાળા ઉ.વ.૨૩ ધંધો.ડ્રાઇવીંગ રહે.વરસડા તા.જી.અમરેલી (૪) દાઉદસા લલુસા પઠાણ રહે.અમરેલી (૫) અજયભાઇ કનુભાઇ તળાવીયા ઉ.વ.૨૩ ધંધો.ડ્રાઇવીંગ રહે.પુષ્કરધામ સોસાયટી લાઠી રોડ વાળાઓ વિરૂધ્ઘ રેતી ચોરી અંગેના ગુન્હાઓ દાખલ કરાવેલ છે.આગળની વધુ તપાસ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
આમ, અમરેલી જિલ્લામાં રેતી ચોરી કરતાં ટ્રેકટરો,લોડર,ડમ્પર સહિત કુલ રૂ. ૨૬,૪૩,૦૦૦/- (છવ્વીસ લાખ તેતાલીસ હજાર પુરા) નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.
ઉપરોકત કામગીરી એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.આર.કે.કરમટા સા.તથા સ્ટાફના પ્રકાશભાઇ જોષી,તથા ભાસકરભાઇ નાંદવા,તથા સુભાષભાઇ ધોધારી તથા રાહુલભાઇ ચાવડા તથા દેવરાજભાઇ કળોતરા તથા દશરથસિંહ સરવૈયા,તથા પિષુયભાઇ ઠાકર,તથા જયસુખભાઇ આસલીયા તથા હરેશભાઇ વાણીયા તથા જેસીંગભાઇ કોચરા નાઓએ કરેલ છે.


અમરેલી સિંહો ની સુરક્ષા ને લઇ ફરી સિંહ પ્રેમી ઓ એ વન વિભાગ તરફ આંગળી ચીંધી રાજુલા નાં ભેરાઈ ની આર એફ વિડી નાં બે સિંહ બાળ કેટલાય દિવસો થી ગુમ . કહેવાતી બાડી સિંહણ નાં બે સિંહ બાળ લોકેશન માં જ નથી . ?

ભીખુ ભાઈ બાટાવાળા ખાંમ્ભા

અમરેલી
સિંહો ની સુરક્ષા ને લઇ ફરી સિંહ પ્રેમી ઓ એ વન વિભાગ તરફ આંગળી ચીંધી
રાજુલા નાં ભેરાઈ ની આર એફ વિડી નાં બે સિંહ બાળ કેટલાય દિવસો થી ગુમ . કહેવાતી બાડી સિંહણ નાં બે સિંહ બાળ લોકેશન માં જ નથી પાંચ નાં ગ્રુપ પેયકી ત્રણ સિંહો જ હાલ ટોરેન્ટ ની કાંટ માં . સિંહ બાળ ગુમ થતા સિંહ સુરક્ષા ને લઈ ફરી સવાલ ઉઠ્યા
મિતિયાળા અભ્યારણ સમિતિ નાં સદસ્ય તથા લાયન નેચર ફાઉન્ડેશન નાં પ્રમુખ ભીખુ ભાઈ બાટા વાળા ની સિંહ બાળ ગુમ થયા નો આક્ષેપ . ?

સિંહો ની સુરક્ષા ને લઈ ને હાલ અનેકો સવાલ ઉભા થઇ રહ્યા છે ત્યારે રાજુલા નાં ભેરાઈ પાસે આવેલ આર એફ વિડી ની બાડી સિંહણ નાં બે સિંહ બાળ ગુમ થયા નું મિતિયાળા અભ્યારણ સમિતિ નાં ભીખુ ભાઈ બાટા વાળા જણાવી રહ્યા છે અહીં કુલ પાંચ સિંહ નું ગ્રુપ આ વિસ્તાર માં વિહરી રહ્યું છે જેમાં એક બાડી સિંહણ એક નર પાઠડો એક માદા પાઠડી અને બે નાના નાના 0 થી 3 માસ નાં બે સિંહ બાળ હતા જ્યારે અહીં હાલ આ બે સિંહ ગુમ થયાનો આક્ષેપ ભીખુ ભાઈ કરી રહ્યા છે જેથી વન વિભાગ ની સિંહો પાછળ ની સુરક્ષા ને ફરી સવાલો ઉભા થવા પામ્યા છે અહીં ત્યારે આ ગુમ થયેલા સિંહ બાળ નું લોકેશન રાજુલા વન વિભાગ મેળવે જરૂરી હોય. ત્યારે અનેક પ્રશ્નો ને લઈ રાજુલા વન વિભાગ ના આર એફઓ સહિત વન વિભાગ સામે હાલ તો મિતિયાળા અભ્યારણ સમિતિ નાં સદસ્ય ભીખુ બાટા વાળા હાઇકોર્ટે માં જવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે

પ્રતીકાત્મક તસવીર


રૂપાલા, સંઘાણી ના સારથી તરીકે મનાતા ભાજપના ભાવી યુવા નેતાનો ઉજવાયો જન્મદિવસ….. ભાજપના વરિષ્ઠ આગેવાનોની હાજરીમાં ઉજવાયો સાદગીસભર જન્મ દિવસ…. સરળ, સાદગી અને સમન્વય ના સદગુણનો પર્યાય ગણાતા કોણ છે આ બર્થ ડે નેતા….?? જુઓ એસ.એન.ન્યુઝ….

અમરેલી જિલ્લા ભાજપ ના મહામંત્રી અને ભાજપના અડીખમ અગ્રણી કૌશીક વેકરીયા 31 વર્ષ પૂર્ણ કરીને 32 માં વર્ષમાં ધુબાકો મારતા ભાજપના અગ્રણીઓ દ્વારા શુભેચ્છાઓનો ધોધ વહ્યોં છે
અમરેલી ના દેવરાજીયા ગામને અમરેલી જિલ્લાનું સર્વશ્રેષ્ટ ગામ બનાવવામાં મહત્વનું યોગદાન બનાવવામાં કૌશીક વેકરીયાનો શ્રેય જાય છે આખું દેવરાજીયા ગામને વાઈફાઈ, સી.સી.ટી.વી.થી સજ્જ સાથે આખું ગામ સ્વચ્છ રળિયામણું બનાવ્યું છે કેન્દ્રીય કૃષિમંત્રી પુરુષોત્તમ રૂપાલા અને ગુજકોમાસોલ ના ચેરમેન દિલીપ સંઘાણીના અંગત સારથી કૌશીક વેકરીયાનો જન્મ દિવસ છે ત્યારે જિલ્લા મધ્યસ્થ બેંક ખાતે દિલીપ સંઘણીની હાજરીમાં કેક કાપીને જન્મદિવસની ખુશહાલી મનાવી હતી કૌશીક વેકરીયા ને 94264 42703 પર જન્મદિવસની શુભકામનાઓ પાઠવાઈ રહી છે