Main Menu

Wednesday, June 6th, 2018

 

લીખાળા ગામે સિંહ નિલગાયના મોત મામલે ખેડૂત પિતા પુત્રનો થયો છુટકારો….. નામદાર કોર્ટે બન્ને ખેડૂતોને જમીન પર કર્યા મુક્ત……. 24 કલાકથી નિર્દોષ ખેડૂતો માટે સરકારમાં રજુઆત કરનાર નેતાને કર્યા ગ્રામજનોએ સન્માનિત….. કોણ છે ખેડૂતોના હમદર્દ નેતા…. જુઓ એસ.એન.ન્યુઝ નો અહેવાલ…..

સાવરકુંડલા

         સાવરકુંડલાના લીખાળા ગામે સિંહ નીલગાયના મોતને મામલે બે ખેડૂત પિતા પુત્રની વનવિભાગે કરેલી ધરપકડ બાદ આજે કોર્ટ ૧૦ હજારના જામીન પર મુક્ત કરતા લીખાળા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો અને અમરેલીના ૧૦૮ ગણાતા સાંસદ નારણ કાછડીયા ને સન્માનિત કરીને ખેડૂતોના બેલી ગ્રામજનોએ ગણાવ્યા હતા

           આજથી પાંચ દિવસ પહેલા સાવરકુંડલા ના લીખાળા ગામે ખેડૂતની વાડી માંથી ૧ સિંહ ૧૦ નીલગાયોના મૃતદેહ મળવાને મામલે ખેડૂત પિતા પુત્રની વનવિભાગે ધરપકડ કરીને કોર્ટમાં રિમાન્ડ મેળવ્યા હતા પણ ગઈકાલે કિસાનસંઘ દ્વારા મામલતદાર કચેરી ઘેરાવ સહિતના કાર્યક્રમ માં મામલો ગરમાયો હતો પણ ખેડૂતોના હિત અને રક્ષણ માટે સતત જાગૃત રહેતા અમરેલી જીલ્લાના સાંસદનારણ કાછડીયા, પૂર્વ કૃષિમંત્રી વી.વી.વઘાસીયા, જીલ્લા ભાજપ પ્રમુખ હિરેન હીરપરા સહિતના ભાજપના નેતાઓએ સવારથી લઈને સાંજ સુધી સરકારશ્રીના મંત્રીઓ સાથે ખેડૂતો ને વનવિભાગ તરફથી ખોટી રીતે સામે થઇ રહેલી કનડગત અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી થી લઈને વનમંત્રી, પ્રભારીમંત્રી સુધી રજુઆતો કરેલી જે અંગે અમરેલી જીલ્લાના ખેડૂતો પ્રત્યે સરકારે પણ સહાનુભુતિ દર્શાવીને ગઈકાલે સાંજેજ મામલો થાળે પડી દીધો હતો પણ આજે સિંહ નીલગાયના મોત મામલે વનવિભાગે ધરપકડ કરેલા ખેડૂત પિતા પુત્રને સાવરકુંડલા ની એડીશનલ ચીફ કોર્ટે ૧૦ હજારના જામીન પર મુક્ત કર્યા હતા જેમાં સિનિયર એડવોકેટ વિજય અજમેરા દ્વારા કોર્ટ માં ધારદાર દલીલ કરાઈ હતી ત્યારે લીખાળા ગ્રામજનોએ સાંસદ નારણ કાછડીયા ને સન્માનિત કરીને ગ્રામજનોએ ભાજપ સરકાર સાથે ભાજપના નેતાઓનો હર્દય થી આભાર માન્યો હતો


અમરેલી-લીખાળા ગામે સિંહ નીલગાય મોતનો મામલો….. સિંહ નિલગાયના મોત મામલે વનવિભાગે પકડેલા ખેડૂત પિતા-પુત્રને મળ્યા કોર્ટ માંથી જામીન….. સાવરકુંડલા એડિશનલ ચીફ કોર્ટે 10 હજાર ના જમીન પર કર્યા મુક્ત…. અમરેલી સાંસદ દ્વારા ગઈ કાલે મામલતદાર કચેરી માં મધ્યથી કરાઈ હતી

બ્રેકીંગ….
અમરેલી-લીખાળા ગામે સિંહ નીલગાય મોતનો મામલો…..
સિંહ નિલગાયના મોત મામલે વનવિભાગે પકડેલા ખેડૂત પિતા-પુત્રને મળ્યા કોર્ટ માંથી જામીન…..
સાવરકુંડલા એડિશનલ ચીફ કોર્ટે 10 હજાર ના જમીન પર કર્યા મુક્ત…..

સિનિયર એડવોકેટ વિજય અજમેરા ની ધારદાર દલીલો સબબ કોર્ટ દ્વારા જામીન અપાયા

ખેડૂતોને પકડવા મુદ્દે કિસાનસંઘે કર્યું હતું આંદોલન….
ગઈકાલે નિર્દોષ ખેડૂતને સાંસદ કાછડીયાની મધ્યસ્થીથી મામલો પડ્યો હતો થાળે….
2 ખેડૂતોને કોર્ટે જામીન આપતા સાંસદ નારણ કાછડીયા નું કર્યું ગ્રામજનો એ સન્માન…..

પૂર્વ કૃષિ મંત્રી વી વી વઘાસિયા સહિત જિલ્લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા . મહેશ સુદાની

પુનાંભાઈ ગજેરા .જયસુખ સાવલિયા સહિત નાં અગ્રણી ઓ લિખા ળા નનું ભાઈ  નાં ઘરે ઉપસ્થિત રહી જયસુખ ભાઈ થતા નનુભાઈ નું સ્વાગત કર્યું

ગ્રામ્ય જનો ઉમટી પડ્યા