Main Menu

Tuesday, June 5th, 2018

 

સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે કોણ છે હોટ ફેવરીટ….. પાટીદાર યુવા નેતા નું નામ છે મોખરે….. કોણ છે આ પ્રમુખ પદના પાટીદાર નેતા…. જુઓ એસ.એન.ન્યુઝ….

ફારૂક કાદરી અમરેલી

સાવરકુંડલા

સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ પદની ચૂંટણીમાં નેસડીના યુવા પાટીદાર સદસ્ય અશ્વિન ધામેલીયા પ્રમુખ પદ માટે હોટ ફેવરિટ જોવા મળી રહ્યા છે આગામી 21 જૂન ના રોજ યોજનારી તાલુકા પંચાયતના અઢી વર્ષ તાલુકા પંચાયત પ્રમુખ માટે નેસડીના અડધી રાત ના હોંકારા સમાનના પાટીદાર નેતા અશ્વિન ધામેલીયા હોટ ફેવરીટ મનાઈ રહ્યા છે ગત વિધાનસભાની ચૂંટણીમાં દિવસ રાત દોડાદોડી કરીને પ્રતાપ દુધાત ને ધારાસભ્ય બનાવવામાં સિંહફાળો આપનાર અશ્વિન ધામેલીયા પર પ્રમુખ પદનો તાજ આવે તેવા સમીકરણો સર્જાય છે ત્યારે અમુક કોંગ્રેસીઓ દ્વારા અશ્વિન ધામેલીયા ને પ્રમુખ પદ ન મળે તેવા પણ કાવાદાવા કરતા હોવાનું સૂત્રો માંથી માહિતી મળી રહી છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ ના નેતાઓ બિનવિવાદસ્પદ અને પાટીદાર નેતા અશ્વિન ધામેલીયા પર પ્રમુખ પદનો કાર્યભાર સોંપાઈ તેવા સમીકરણો સાકાર થઈ ગયા છે


લીખાળા ગામે સિંહ નિલગાયોના મોતને મામલે સાંસદ કાછડીયાની કાબિલેદાદ કામગીરી…. નિર્દોષ ખેડૂતોની કેવી રીતે મદદ કરી સાંસદ કાછડીયાએ…. મામલતદાર કચેરી એ ધામાં નાખી બેઠેલ કિસાનસંઘે કોનો માન્યો આભાર…. જુઓ એસ.એન.ન્યુઝ….

ફારૂક કાદરી અમરેલી

સાવરકુંડલાના લીખાળા ગામે ૧ સિંહ ૧૦ નીલગાયો ના મોતને મામલે કીસાનસંઘે આજે વનતંત્ર સામે બાયો ચડાવીને નિર્દોષ ખેડૂતોને મુક્ત કરાવવા સભા, રેલી બાદ મામલતદાર કચેરીએ ધરણા કરીને ખેડૂતને છોડવાની માંગને સાંસદ નારણ કાછડિયા વ્હારે આવીને ખેડૂતનો છુટકારો કરાવતા કિસાનસંઘના આગેવાનો સાથે લીખાળા ગ્રામજનોએ સાંસદ સહિતના ભાજપના નેતાઓનો અભાર માન્યો હતો

પાંચ દિવસ પહેલા લીખાલા ગામે નનું સુહાગીયાની વાડીમાં ૧ સિંહ અને ૧૦ નીલગાયો ના મોતને મામલે વનતંત્રે પિતા-પુત્ર ખેડૂતની ધરપકડ કરીને ૬ તારીખ સુધી રિમાન્ડ પર હોય ત્યારે આજથી કિસાનસંઘે ૩૫ ઉપરાંતના ટ્રેકટરો સાથે સાવરકુંડલા માં જય જવાન જય કિસન ના નારા સાથે રેલી બાદ યાર્ડમાં સભા ભરી હતી બાદ બપોરે કિસાનસંઘના આગેવાનો સાથે પુરુષ મહિલા ખેડૂતોએ મામલતદાર કચેરીએ ઘેરાવ કરીને મામલતદાર કચેરી બહાર પણ ધામા નાખ્યા હતા સ્થાનિક ધારાસભ્ય પણ ખેડૂતોની સાથે બેસી ગયા હતા પણ અમરેલી જીલ્લાના ૧૦૮ ગણાતા સાંસદ નારણ કાછડિયા, પૂર્વ કૃષિમંત્રી વી.વી.વઘાસીયા, જીલ્લા ભાજપ પ્રમુખ હિરેન હીરપરા સહિતના ભાજપના નેતાઓએ નિર્દોષ ખેડૂતોને મુક્ત કરાવવા માટે કમર કસી હતી ગઈકાલે વનતંત્રે રાત્રે ઉઠાવેલા ૧ ખેડૂતને છોડવવા અને બીજા ખેડૂતોને ખોટીરીતે કનડગત ન કરવાની માંગ કિસાનસંઘની ગ્રાહ્ય રાખીને ગાંધીનગર મુખ્યમંત્રી સુધી રજૂઆત કરીને સાંજે ૬ વાગ્યે વનવિભાગ તપાસના બહાને ઉઠાવી ગયેલા નિર્દોષ ખેડૂતને છોડતા મામલો થળે પડ્યો હતો બપોરથી લઈને સમી સાંજ સુધી સાંસદ કાછડીયાએ વનવિભાગ થી લઈને પ્રાંત કલેકટરના ધક્કો ખાઈને સામાન્ય નાગરિકને બચવવા માટે ધોમધખતા તાપમાં પરિશ્રમ કર્યો હતો ગાંધીનગર મુખ્યમંત્રી થી લઈને પ્રભારીમંત્રી આર.સી.ફળદુ, વનમંત્રી ગણપત વસાવા ને સમગ્ર પરીશ્થીતી નો ચિતાર આપીને નિર્દોષ ખેડૂતો માટે ભારે મહેનત કરનાર સાંસદ નારણ કાછડિયા નો જાહેરમાં કિસાનસંઘે અભાર માન્યો હતો ખેડૂતપુત્ર સાથે અમરેલી જીલ્લાના પ્રાણપ્રશ્નો માટે જાગૃત સાંસદ કાછડિયા ની કુનેહ થી સમગ્ર મામલો થળે પાડો હતો અને લીખાલા ના સમગ્ર ગ્રામજનોએ નેતાઓની કામગીરીની આભારની લાગણીઓ વ્યકત કરી હતી


રાજુલા સૂર્યસેના દ્વારા ભવ્ય લોક ડાયરો કાઠી ક્ષત્રિય સમાજ નું સંગઠન માટે એતિહાસિક આયોજન યુવાનો દ્વારા તડામાર તૈયારી 

રાજુલા સૂર્યસેના દ્વારા ભવ્ય લોક ડાયરો કાઠી ક્ષત્રિય સમાજ નું સંગઠન માટે એતિહાસિક આયોજન યુવાનો દ્વારા તડામાર તૈયારી

સૌરાષ્ટ્ર ભર ના નામાંકિત સાધુ સંતો કાઠી ક્ષત્રિય સમાજ ના અગ્રણી ઓ ઉપસ્થિત રહશે

અમરેલી જિલ્લા ના રાજુલા પંથક માં કાઠી ક્ષત્રિય સમાજ નું વર્ષો થી વર્ચસ્વ છે તેવા સમયે રાજુલા સૂર્યસેના દ્વારા સંગંઠન વધુ મજબૂત કરવા માટે તારીખ 9 ના રોજ સૂર્યસેના દ્વારા કાઠી ક્ષત્રિય સમાજ નું સંગઠન અને શિક્ષણ વધે તે માટે સુરત સૂર્યસેના પ્રદેશ ના માર્ગદર્શન હેઠળ ભવ્ય એતિહાસિક કાર્યક્રમ નું આયોજન કરવા માં આવ્યું છે જેમાં ભોજન સમારંભ સંમેલન અને લોક ડાયરા નું આયોજન કરવા માં આવ્યું છે

જેમાં સૌરાષ્ટ્ર ના લોક સાહિત્યકાર કલાકારો ઉપસ્થિત રહશે જેમાં કલાકારો દેવાયતભાઈ ખવડ,ઉદયભાઈ ધાધલ,ભરતભાઈ બોરીચા,સહીત સંજીદા ટિમ ભજન ની રમઝટ બોલાવશે આ પ્રસંગે સૌરાષ્ટ્ર ના સાધુ સંતો પણ ઉપસ્થિત રહશે ચલાલા ના મહંત વલકુબાપુ,સુરજદેવળ ની જગ્યા ના શાંતીબાપુ,વાવડી ના મહંત બાબભાઇબાપૂ, રાજુલા દાનબાપુ વિડી ના મહંત ચેતનદાસબાપુ,વાલબાઈ માતાજી ગરણી શક્તિ ધામ ,સહિત અનેક સાધુ સંતો ઉપસ્થિત રહેશે અને રાત્રિ ના લોક ડાયરા ની જમાવટ થશે અને ગુજરાત ભર માંથી ક્ષત્રિય સમાજ ના સંગઠનો અને હોદેદારો પ્રમુખો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહેશે સાથે સાથે સમાજ નું સંગઠન કેવી રીતે વધુ મજબૂત થાય તેને લઇ ને પણ અનેક પ્રકાર ની સર્ચા કરવા માં આવશે અને સમગ્ર આયોજન રાજુલા શહેર માં આવેલ જય માતાજી ગ્રુપ નવરાત્રી પાર્ટી પ્લોટ ગોકુળ નગર ગ્રાઉન્ડ માં આ ભવ્ય ઐતિહાસિક આયોજન રાખવા માં આવ્યું છે અને આ કાર્યક્રમ માં કાઠી સમાજ ના પ્રમુખ અને સૂર્યસેના ના બ્રાન્ડએમ્બેસડર સહિત કરણી સેના ના હોદેદારો પ્રમુખો સહિત ના લોકો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહેવા ના છે સાથે સાથે આ કાર્યકમ માં ક્ષત્રિય સમાજ શક્તિ પ્રદશન કરશે આ આયોજન માં બાબરીયાવાડ ના 42 ગામો ના અગ્રણી ઓ પણ ઉપસ્થિત રહેવા ના છે તેમ સૂર્યસેના દ્વારા એક અખબારી યાદી માં જણાવ્યું છે


બ્રેકિંગ ન્યૂઝ…. કિસાન સંઘ દ્વારા સાવરકુંડલા મામલતદાર કચેરી નો કર્યો ઘેરાવ

બ્રેકિંગ ન્યૂઝ….

કિસાન સંઘ દ્વારા સાવરકુંડલા મામલતદાર કચેરી નો કર્યો ઘેરાવ
તમામ કચેરી માં ઘુસી જઇ નિર્દોષ ખેડૂતો ને છોડાવવા કરી માંગ
સાંસદ અને પૂર્વ કૃષિ મંત્રી કચેરી એ હાજર હોય લોકો એ તેને લીધા બાન માં
અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદો બસ્ત

સાવરકુંડલા નાં ધારાસભ્ય પ્રતાપ દુંધાત સાવરકુંડલા મામલતદાર કચેરી પહોંચ્યા . ખેડૂતો નાં સમર્થન મા કચેરી બહાર નાખ્યા ધામા


બિગ બ્રેકિંગ….રાજુલા ના કડિયાળી નજીક ટી ટી કોટન પાસે બે બાઈક વાંચે સર્જાયો ગમ્ભીર અકસ્માત

બિગ બ્રેકિંગ
શાહિદ ભટ્ટી વિક્ટર દ્વારા

રાજુલા ના કડિયાળી નજીક ટી ટી કોટન પાસે બે બાઈક વાંચે સર્જાયો ગમ્ભીર અકસ્માતઅકસ્માત માં બે યુવક ના ઘટના સ્થળે મૌત બેને ગમ્ભીર ઈજા ઑ થતાં રાજુલા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા મરિન પોલીસ ઘટના સ્થળે