Main Menu

Monday, June 4th, 2018

 

અમરેલી – બિટકોઈન કેસ બાદ અમરેલી પોલીસની છબી સુધારવાનો પ્રયાસ.. અમરેલી જિલ્લા પોલીસ વડાની ખાલી પડેલી જગ્યા પર નિરલિપ્ત રાય (IPS) ની નિમણૂંક..

બ્રેકીંગ….

અમરેલી – બિટકોઈન કેસ બાદ અમરેલી પોલીસની છબી સુધારવાનો પ્રયાસ..

અમરેલી જિલ્લા પોલીસ વડાની ખાલી પડેલી જગ્યા પર નિરલિપ્ત રાય (IPS) ની નિમણૂંક..

ગાંધીનગર ઈટેલીજન્સ માથી અમરેલી એસ.પી. તરિકે તાત્કાલિક અસરથી બદલી..

ગુજરાત સરકારના ગૃહ વિભાગ માથી એકમાત્ર IPS ની બદલી….


વંથલીમા રેતી માફિયા બેફામ થયા પટેલ યુવાનની સરાજાહેર અપહરણ કરી હાથ પગ ભાંગી નાખવામાં આવ્યા.. વંથલી ઓઝત નદી મા તંત્ર દ્વારા રેતી ની પરમીટ ઇસ્યુ થતાં ખેડૂતોમાં ફેલાયો પ્રચંડ રોષ ફેલાયો હતો , વંથલી સજ્જડ બંધ રહેવા પામ્યું હતું..

વંથલીમા રેતી માફિયા બેફામ થયા પટેલ યુવાનની સરાજાહેર અપહરણ કરી હાથ પગ ભાંગી નાખવામાં આવ્યા..

વંથલી ઓઝત નદી મા તંત્ર દ્વારા રેતી ની પરમીટ ઇસ્યુ થતાં ખેડૂતોમાં ફેલાયો પ્રચંડ રોષ ફેલાયો હતો , વંથલી સજ્જડ બંધ રહેવા પામ્યું હતું..

આંદોલનકારી ખેડૂત અગ્રણી ઉપર જીવલેણ હુમલો થતા

વાતાવરણ તંગ થઇ ગયું ગતું, લોકોના તોળે ટોળાં આંદોલન મા જોડાયા હતા..વંથલી સોમનાથ હાઇવે ચક્કાજામ કરાયો હતો,

આંદોલનકારીઓ દ્વારા નયનભાઈ ને માર મારનારા પકડાય નહિ ત્યાં સુધી ચક્કાજામ ની ચીમકી ઉચ્ચારવામા આવી હતી..

વંથલી પોલીસ ની ઢીલી નીતિથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો,

માણાવદર ના કોંગ્રેસી ધારાસભ્ય જવાહર ભાઈ ચાવડા પણ આંદોલન માં જોડાયા….

રસ્તા પર બેસી જઈ હાઈવે કર્યો ચક્કાજામ કર્યો હતો,

વંથલી ગુરુકુળ ના સ્વામીજી પ્રેમ સ્વામી પણ આંદોલન માં જોડાયા હતા, નયન ભાઈ ને મારનારા આરોપી ને પકડી જાહેર મા સરભરા કરવામાં નહિ આવે ત્યાં સુધી ચક્કાજામ કરાશે એવી ચીમકી પ્રેમ સ્વામીજી, ગુરુકુળ, વંથલી દ્વારા અપવામાં આવી હતી,

આંદોલન અતિ ઉગ્ર બન્યું હતું જોવું એ રહ્યું કે પ્રશાસન હવે સુ નિર્ણય લેશે ભૂ માફિયા નો સાથ આપશે કે પછી એમની સામે કડક પગલા લેશે એ તો હવે જોવુજ રહ્યું ..

રીપોર્ટર

મનીષ ડાકી
જૂનાગઢ
70161 59934


ધોરાજી માં રમઝાન માસ નીમીતે વિનામૂલ્યે સરબત નુ વિતરણ:

 

તસ્વીર.રશ્મિન ગાંધી ધોરાજી

– ધોરાજી માં રમઝાન માસ નીમીતે વિનામૂલ્યે સરબત નુ વિતરણ:

:- હાલ ગરમી નો પારો સાતમા આસમાને પહોંચી ગયો છે લોકો ગરમી થી ત્રાહીમામ પોકારી ગયા છે તયારે રમઝાન માસ માં રોઝદારો ને ઈફતારી ના સમયે ઠંડા સરબત નુ વિનામૂલ્યે બજાર ચોક ખાતે આવેલ યુવાનો દુરા કરવામાં આવે છે રમઝાન માસ માં રોઝદારો ને ઈફતારી કરાવવા નો પણ ખૂબજ પૂર્ણય હોય કોઈ પણ જાતના ભેદભાવ વગર વિનામૂલ્યે સરબત નુ વિતરણ કરતાં મૂસલીમ બિરાદરો નજરે પડે છે. આ ઉપરાંત ધોરાજી ના દરેક લતાવાસી ઓ બરફ અને સરબત નુ વિનામૂલ્યે વિતરણ આ કાળજાળ ગરમીમાં કોઈ પણ જાતન નાતજાતના ભેદભાવ વગર કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ માં રોઝા પંદર કલાક ના રોઝા હોય કાળજાળ ગરમી હોય છતાં પણ લોકો અન્ન જળ નો ત્યાગ કરી રોઝા રાખી ઈબાદત કરી રહ્યા છે


ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની યોજના મુજબ કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી સરકારના 4 વર્ષ પૂર્ણ થતાં રાજ્યના તમામ મહાનગર અને જીલ્લાઓમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન નું આયોજન કરવામાં આવ્યું

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની યોજના મુજબ કેન્દ્રમાં આપણા નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી સરકારના 4 વર્ષ પૂર્ણ થતાં રાજ્યના તમામ મહાનગર અને જીલ્લાઓમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન”* નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત આજ *તા.3/6/2018 ને રવિવાર* ના રોજ *રાજકોટ જીલ્લા ભાજપ* દ્વારા *જસદણ* મુકામે *છાયાણીની વાડી* માં પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન યોજાયું. આ સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે પ્રદેશ ભાજપ અગ્રણી, અમરેલી જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને પાર્ટીની થિંકટેક ગણાતાં વિદ્વાન *ડૉ. ભરતભાઈ કાનાબાર સાહેબ* ઉપસ્થિત રહ્યા હતા. તેઓના હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. તેમજ રાજકોટ જીલ્લા તથા જસદણ શહેરમાંથી ઉપસ્થિત ડૉક્ટર્સ, એડવોકેટ્સ, ચેમ્બર ઓફ કોમર્સ, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, ક્લબ મેમ્બર્સ, ડિરેક્ટર્સ, સેવાકીય મંડળોના ટ્રસ્ટીઓ, વેપારીઓ તથા સમાજ આગેવાનો, નગરપાલિકાના પ્રમુખ અને સભ્યો દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
જસદણના પૂર્વ ધારાસભ્ય ડૉ. ભરતભાઈ બોઘરાએ સ્વાગત પ્રવચન કર્યું હતું, જીલ્લા ભાજપના પ્રમુખ ડી. કે. સખિયાએ સરકારના કામની ડોક્યુમેન્ટરી દર્શાવી અભિનંદન પાઠવ્યા હતા, જેતપુરના પૂર્વ ધારાસભ્ય જસુબહેને નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ સાથે કરેલ રાજ્યના વિકાસ કાર્યોની વાતો જણાવી હતી.
મુખ્ય વક્તા ડો. કાનાબાર સાહેબે કેન્દ્રની ભાજપ સરકારે 4 વર્ષમાં મેળવેલ સિધ્ધિઓ અને કરેલ અનેક કાર્યો પૈકી જનસામાન્યના જીવનને સ્પર્શતા અને ગરીબો, કિસાનો, મહિલાઓની કલ્યાણકારી યોજનાઓ, ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ, ડીમોનિટાઈઝેશન, જી.એસ.ટી.,સર્જીકલ સ્ટ્રાઇક, વિદેશ નીતિ, ઉજ્જવલા યોજના, જનધન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના વગેરેની ઝીણવટભરી અને આંકડા સાથે માહિતી આપી હતી. તેઓએ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની દુરંદેશીતા, ત્વરિત નિર્ણય ક્ષમતા, રાષ્ટ્રને સમર્પિત વ્યક્તિત્વ, લોકાભિમુખ અભિગમ તેમજ કામ કરવાની અજોડ શક્તિની વાતો કહી હતી અને ગુજરાતના પનોતા પુત્રની આ વાતો જન-જનને જણાવી જાગૃત કરવા જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં રાજકોટ જીલ્લા ભાજપના પ્રમુખ ડી. કે. સખિયા, પૂર્વ મંત્રી અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જશુબેન કોરાટ, રાજકોટ-4 ના ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, જસદણના પૂર્વ ધારાસભ્ય ડૉ. ભરતભાઈ બોઘરા, કોળી-ઠાકોર વિકાસ નિગમના વાઈસ ચેરમેન ભૂપતભાઈ ડાભી, રીબડા માર્કેટ યાર્ડના ચેરમેન નીતિનભાઈ ઢાંકેચા, મહિલા મોરચાના પ્રમુખ રસિલાબેન સોજીત્રા, મહામંત્રી મહેતાભાઈ, નગરપાલિકાના યુવાન પ્રમુખ જગદીશભાઈ સહિત જીલ્લા ભાજપના હોદ્દેદારો, સિનિયર કાર્યકર્તાઓ અને પ્રબુદ્ધજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


ઉપલેટા શહેર કોંગ્રેસ શક્તિ સંગઠન દ્રારા મુસ્લિમ સમાજ નો પવિત્ર રમજાન માસ અને હિન્દુ સમાજ નો અતીત મહિનો હોઇ તે દરમિયાન ઇફતાર પાટીૅ સાથે કોમી અેકતા સમેલન નુ અાયોજન કરવામા આવેલ હતુ જેમા હિન્દુ મુસ્લિમ સમાજ ના આગેવાનો હાજરી આપી

તસ્વીર . અમીન પઠાણ ઉપલેટા

ઉપલેટા શહેર કોંગ્રેસ શક્તિ સંગઠન દ્રારા મુસ્લિમ સમાજ નો પવિત્ર રમજાન માસ અને હિન્દુ સમાજ નો અતીત મહિનો હોઇ તે દરમિયાન ઇફતાર પાટીૅ સાથે કોમી અેકતા સમેલન નુ અાયોજન કરવામા આવેલ હતુ જેમા હિન્દુ મુસ્લિમ સમાજ ના આગેવાનો હાજરી આપી ને હિન્દુ મુસ્લિમ સમાજ મા ખુસી નો માહોલ ઉભો થોયો હતો,ઝેરે સરપરસ્તી,સૈયદ ઇકબાલબાપુ કાદરી,સૈયદ બબલુબાપુ કાદરી,અયોજક ,પ્રમુખ કોંગ્રેસ શક્તિ સંગઠન ઉપલેટા,દીલાવર ઓસમાણ હિંગોરા,તોફીકભાઇ બકાલી,કૌમી અેકતા આગેવાનો ,સીદીકભાઇ બાવાણી,સમસ્ત મેમન જમાત ના પ્રમુખ,ભોલાભાઇ ધોરાજી વાલા,મેમન અગ્રણી,હાજી હનીફભાઇ કોડી,ઉપપ્રમુખ પ્રદેશ નેશનલ કોંગ્રેસ)જમનભાઇ ગેડીયા,પાટીં પ્રમુખ ઉપલેટા ચેમ્બસૅ ઓફ કોમસૅ,,વિનુભાઇ ધેરવડા,મેહુલભાઇ ચંદ્રવાડિયા આહિર યુવા અગ્રણી,દિનેશભાઇ ગુપતા ઉરફે મહમદી સાહેબ, સદસ્ય રાજકોટ જિલ્લા પંચાયત,બાલુભાઇ વિંઝુડા,બહ્મ સમાજ પ્રમુખ,પ્રદિપભાઇ જોષી,તથા ઉપલેટા શહેર ના મુસ્લિમ ૨૯ સમાજ ના આગેવાનો હાજરી આપેલ હતી કૌમી અેકતા સંમેલન મા ભારે જેહમત ઉઠાવી હતી


મહુવા નગર પાલિકા માં બીજેપી પાસે થી કોગ્રેસે સત્તા છીનવી .. નગર પાલિકા ના પ્રમુખ તરીકે મંગુબેન બી બારૈયા ..

તસ્વીર. અર્શદ દસાડીયા

મહુવા નગરપાલિકા પ્રમુખ..ઉપ પ્રમુખ ચુંટણી અપડેટ

બ્રેકીંગ ન્યૂઝ
મહુવા નગર પાલિકા માં બીજેપી પાસે થી કોગ્રેસે સત્તા છીનવી નગર પાલિકા ના પ્રમુખ તરીકે
મંગુબેન બી બારૈયા ..

નગર પાલિકા ના ઉપપ્રમુખ તરીકે શૈલેશ સેતા ની વરની ..

36 માંથી 23 સભ્ય ભાજપ ના હતા ..

કોગ્રેસ ના 13 …

ભાજપ ના 7 સભ્ય કોગ્રેસ માં ભળતા મહુવા નગર પાલિકા કોગ્રેસ ની સત્તા ..


બ્રહ્મ સમાજ ના અગ્રણી અને નાગરિક બેન્ક નાં પૂર્વ ડિરેકટર ગિરીશ ભાઈ રાજ્યગુરૂ જે દાદા નાં હુલામણા નામથી  ઓળખાય તેનો 52 માં વર્ષ માં ભૂસકો અભિનંદન ની વર્ષા 

બ્રહ્મ સમાજ ના અગ્રણી અને નાગરિક બેન્ક નાં પૂર્વ ડિરેકટર ગિરીશ ભાઈ રાજ્યગુરૂ જે દાદા નાં હુલામણા નામથી  ઓળખાય તેનો 52 માં વર્ષ માં ભૂસકો અભિનંદન ની વર્ષા

સાવરકુંડલા બ્રહ્મ સમાજ નું ગૌરવ ગિરીશ ભાઈ રાજ્યગુરૂ આજે 51 વટાવી 52 માં ભૂસકો માર્યો છે ત્યારે તેમના જન્મ દિવસ નિમિત્તે અનેક લોકો એ તેમને શુભેચ્છાઓ અર્પિ છે કાયમી સેવા માં તતપર અને કુટુંબીક ભાવના જેમને લોહી નાં ગુણો માં છે તેવા ગિરીશ ભાઈ નાગરિક બેન્ક નાં પૂર્વ ડિરેક્ટર રહી ચૂક્યા છે અને હાલ ગણેશ પેટ્રોલિયમ સહિત અનેક વેપાર ધંધા માં સંકળાયેલા છે છતાં સાવ જમીન નાં માણસ છે નાના માણસો નું દુઃખ જાણી અનેકો સેવા કરે છે  ડાબા હાથે આપી જમણા હાથ ને પણ ખ્યાલ ન આવે તેમ અનેકો ગુપ્ત દાન આપી અનેકો ને મદદ કરી છે અને કરે છે ત્યારે આજ રોજ દાદા તરીકે છાપ ધરાવતા ગિરીશ ભાઈ પર દેશ વિદેશ માંથી  અભિનંદન લોકો અર્પિ રહ્યા છે જેમાં ખાસ કરી નજીક નાં કુટુંબી ઓ ભાઈઓ   .દીનું દાદા  રમેશ ભાઈ રાજ્યગુરૂ . દીપ રાજ્યગુરૂ .કપા કાકા. પાર્થ .પલાજી ભાઈ  . ગુણું ભાઈ રાજ્યગુરૂ સહિત નજીક નાં મિત્રો ચંદ્રેશ ભાઈ રવાની હસુ ભાઈ સૂચક  મહેન્દ્ર બગડા . ફારૂક કાદરી. દિલીપ જીરૂકા . હિતેશ સરયા . નાશીર ભાઈ ચૌહાણ . ઘનશામ ભાઈ ડોબરીયા  . ચિરાગ ભાઈ આચર્ય .લાલા ભાઈ મહેતા હસુ બગડા સહિત નાં મિત્રો એ અભિનંદન પાઠવી ખુશી વ્યકત કરી લાંબા દીર્ઘાયું માટે પ્રાર્થના કરી હતી