Main Menu

Sunday, June 3rd, 2018

 

એક જ તેલમાં વારંવાર ફરસાણ તળતા વેપારીઓ સામે ગુજરાતમાં હવે ફોજદારી કાર્યવાહી થશે

ગાંધીનગરઃ ફરસાણ તળવા માટે શુધ્દ્ધ તેલ વાપરતા હોવાનો દાવો કરનાર કે પછી લારી-ગલ્લામાં ક્રુડ ઓઈલ જેવા બની જતા એક જ તેલમાં વેપારીઓ હવે વારંવાર ફરસાણ તળી શકશે નહીં. આવું બળેલું તેલ ઝેરી બની જવા સાથે કેન્સર જેવા રોગો નોતરી શકતું હોવાથી તેમાં ભેળસેળની ગંભીરતાને ધ્યાને રાખીને હવે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ટોટલ પોલરાઇઝેશન કાઉન્ટ એટલે કે ટીપીસી મશીન લાવ્યા છે. તેમાં આ પ્રકારનું તેલ ચકાસણીમાં નિષ્ફળ જશે તો દુકાનદાર સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. આ કાયદાનો સમગ્ર રાજ્યમાં આગામી ૧ જુલાઈથી અમલ કરવામાં આવશે.

ફૂડ એન્ડ ડ્રગ કમિશ્નર હેમંત કોશિયાએ જણાવ્યું છે કે, હવે વેપારીઓ એક જ તેલમાં વારંવાર ફરસાણ તળી શકશે નહીં. મોટાભાગના વેપારીઓ લગભગ દરેક ફરસાણ તળવામાં એક જ તેલનો વારંવાર ઉપયોગ કરે છે.તેમણે કહ્યું કે, આ તેલનો ખોરાક ખાનારના સ્વાસ્થ્ય માટે ઘાતક હોવા સાથે તેનાથી કેન્સર પણ થવાની સંભાવના છે. પરિણામે આવા તેલ ઉપર પ્રતિબંધ મુકવા ફુડ એન્ડ ડ્રગ વિભાગે વિશેષ કાયદો બનાવ્યો છે. આ સાથે ફુડ એન્ડ ડ્રગ વિભાગે આ પ્રકારના કુંકીગ ઓઇલની ગુણવત્તા ચકાસવા માટે ખાસ ડીવાઇસ વિકસાવ્યું છે. જેમાં તેલ ખરાબ છે કે સારું તેનું ચેકિંગ કરવા આ ખાસ હાઇટેક મશીનનો ઉપયોગ કરવામાં આવશે. આ મશીનથી માત્ર પાંચ સેકન્ડમાં જાણી શકાશે કે, આ તેલ કેટલું ઘાતક છે. જેમાં આ તેલનો ટોટલ પોલરાઇઝેશન કાઉન્ટ જો ૨૫ ટકાથી વધારે આવશે તો વેપારી સામે કાયદાકીય પગલા લેવામાં આવશે.

સમગ્ર રાજ્યમાં ફરસાણ વેચતા દુકાનદારો કે રેકડીવાળા વેપારીઓ ફરસાણ તળવામાં ક્યા તેલનો ઉપયોગ કરતા હોય છે. તેની સીધી રીતે ખબર પડતી નથી. તેમાં પણ કેટલાક મોટા દુકાનદારો તો શુધ્ધ તેલનો ઉપયોગ કરતા હોવાનો દાવો કરે છે. પરંતુ આ શુધ્ધ તેલ આખો દિવસ વાપરે છે અથવા તેલ બદલતા જ નથી. જેથી તે આર્સેજેનિકયુક્ત એટલે કે, આ બળેલું તેલ ઝેરી બની જાય છે. જેમાં ગ્રાહકો આવા તેલવાળી વાનગીઓ ઝાપટી પણ જાય છે. પરંતુ આવા તેલવાળી ખાદ્યસામગ્રી કેન્સર જેવા રોગો નોતરી શકે છે. ત્યારે ફુડ એન્ડ ડ્રગ વિભાગે ટોટલ પોલરાઇઝેશન કાઉન્ટ એટલે કે ટીપીસી મશીનનો ઉપયોગ કરી સ્વાદપ્રેમીઓનું સવાસ્થ્ય સાચવવાનું બીડું ઝડપ્યું છે. આ ટીપીસી મશીનનું નોઝલ તેલની અંદર નાખતા જ તેના ટીપીસી કાઉન્ટ થતા દેખાશે. સમાન્ય રીતે ૨૫ ટીપીસીની નીચેનો સ્કોર આવે તો તેલ સારું ગણાય અને જો ૨૫થી વધારે ટીપીસી કાઉન્ટ આવશે તો તે ખરાબ તેલ ગણાશે.


કિર્તિદાન ગઢવી એ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં કરી સ્તુતિ

વડતાલ: ગુજરાતના જાણીતા લોક ડાયરા અને ગાયક કલાકાર કિર્તિદાન ગઢવી શનિવારે વડતાલ સ્વામિનારાયણ મંદિરના દર્શર્ને આવ્યા હતા. આ દરમિયાન તેમણે મંદિરમાં ભગવાન સ્વામિનારાયણની સ્તુતિ કરી હતી. શ્યામસ્વામી, સંત વલ્લ્લભદાસ સ્વામી સહિતના સંતોએ કિર્તિદાન ગઢવીને મંદિરના મહાત્મ્ય વિશે જણાવી સમગ્ર મંદિર પરિસરની સાથે ફરીને માહિતી આપી હતી. જ્યાર બાદ કિર્તિદાન ગઢવીએ સંતો અને હરિભક્તો સમક્ષ બેસીને ‘તારે ચટક રંગીલો છેડલો અલબેલા રે, કાંઈ નવલ કસુંબી પાઘ રંગના રેલા રે’ કિર્તન ગાઇ સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

‘તારે ચટક રંગીલો છેડલો અલબેલા રે’ કિર્તનના રસપ્રદ ઇતિહાસ વિશે મેરાન્યૂઝ સાથે વાત કરતા સંત વલ્લભદાસ સ્વામીએ જણાવ્યુ હતું કે ભગવાન સ્વામિનારાયણ અને બ્રહ્માનંદ સ્વામી સહિતના સંતો તથા હરિભક્તો સત્સંગ કરી રહ્યા હતા. આ દરમિયાન બ્રહાનંદ સ્વામીને ઉંઘ આવતા ઝોકુ ખાઇ ગયા હતા. ભગવાન સ્વામિનારાયણનું ધ્યાન બ્રહ્માનંદ સ્વામી પર જતાં તેમણે બ્રહ્માનંદ સ્વામીને સોપારીની બનાવેલી માળા પ્રેમપૂર્વક મારી હતી. ભગવાન સ્વામિનારાયણ પોતાની પાસે સોપારીની બનાવેલી એક માળા રાખતા. સત્સંગ દરમિયાન જો કોઈ ઉંઘે તો તેમને તેઓ આ માળા પ્રેમપૂર્વક મારતા હતા. જેથી બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે ભગવાન હું તો ઉંઘતો ન્હોતો પણ કિર્તન બનાવતો હતો. જેથી ભગવાન સ્વામીનારાયણે કહ્યું કે તો પછી કિર્તન ગાવ. બ્રહ્માનંદ સ્વામી પણ શિઘ્ર કવિ હતા. તેમણે કહ્યું કે હું કિર્તન ગાઇશ પણ મારી એટલી શરત કે હું કિર્તનની ગાઉ ત્યારે બધાએ એ કિર્તન ઝીલવાનું (તે કડી ગાવાની). આમ જ્યા સુધીમાં હરિભક્તો આ એક કડી ગાતા ત્યા સુધીમાં બ્રહ્માનંદ સ્વામી બીજી કડી બનાવી લેવા હતા અને આમ ચાર પદનું ‘તારે ચટક રંગીલો છેડલો અલબેલા રે, કાંઈ નવલ કસુંબી પાઘ રંગના રેલા રે’ કિર્તન બન્યું.


‘પૂજા તું બહું ખોટું બોલશ, મેં તારી જોડે મેરેજ કરીને ભૂલ કરી’: રાજકોટમાં લવમેરેજના 5 મહિનામાં ડોક્ટરની આત્મહત્યા

રાજકોટ: શહેરની બી.ટી. સવાણી હોસ્પિટલના તબીબે ગળાફાંસો ખાઇ આજે રવિવારે આપઘાત કર્યો હતો. વિપુલ મોહન પારિયા નામના આ તબીબે પોતાના ઘરે દીવાલ પર ‘પૂજા તું બહું ખોટું બોલશ મેં તારી જોડે મેરેજ કરીને ભૂલ કરી’ લખી ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક તબીબના થોડા સમય અગાઉ પ્રેમલગ્ન થયા હોવાનું અને પત્ની સાથેના ઝઘડાને કારણે તેણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના બિગબજાર નજીક રહેતા અને બી.ટી. સવાણી હોસ્પિટલમાં તબીબ તરીકે ફરજ બજાવતા 25 વર્ષીય તબીબ વિપુલ મોહન પારીયાએ આત્મહત્યા કરી હતી. વિપુલે પોતાના ઘરની દિવાલ પર ‘પૂજા તું બહું ખોટું બોલશ, મેં તારી જોડે મેરેજ કરીને ભૂલ કરી’ લખીને ગળેફાંસો ખાઈ લેતા અરેરાટી ફેલાઈ હતી. માત્ર પાંચ મહિના અગાઉ જ આ તબીબે પ્રેમલગ્ન કર્યા હતા. આપઘાતની પ્રાથમિક તપાસમાં પત્ની સાથેના ઝઘડામાં તબીબે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. તબીબની પત્ની પૂજા અવારનવાર ટોર્ચર કરતી હોવાનો આક્ષેપ તેના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો.


ગુજરાતમાં 88 હજાર કરોડનું બિટકોઇન કૌભાંડ, જાણો કોણ છે માસ્ટર માઇન્ડ

ગુજરાતમાં 88 હજાર કરોડનું બિટકોઇન કૌભાંડ, જાણો કોણ છે માસ્ટર માઇન્ડ

અમદાવાદ: બિટકોઇન કેસમાં પહેલા સીઆઈડી ક્રાઈમે કિરીટ પાલડિયાને પકડ્યો અને શૈલષ ભટ્ટને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા. પરંતુ સુરતના સતીષ કુંભાણી અને ઘવલ માવાણીનો ગુરૂ અને સુરતમાંથી કરોડો રૂપિયા બિટકોઇનમાં રોકાણ કરાવી દિવ્યેશ દરજી લંડનનો નાગરિક બની ત્યાં મઝા કરી રહ્યો હોવાની જાણકારી સીઆઈડી ક્રાઈમને મળી છે. જો કે દિવ્યેશ દરજી સુધી પહોંચવુ કેવી રીતે તે સીઆઈડીની ક્રાઈમની મોટી સમસ્યા છે.
હાલમાં સીઆઈડી ક્રાઈમ પાસે બિટકોઇનની સૌથી મોટી ફરિયાદ 155 કરોડની છે. સીઆઈડીની ફરિયાદ પ્રમાણે શૈલેષ ભટ્ટે ધવલ માવાણી પાસે બિટકોઇન અને રોકડ રકમ મળી કુલ 150 કરોડ લુંટ્યા છે. પરંતુ ઘવલ માવાણી જેના એજન્ટ તરીકે કામ કરતો હતો તે દિવ્યેશ દરજીએ સુરતના નેતાઓ, બિલ્ડર અને ડાયમંડ વેપારીઓ પાસેથી 88 હજાર કરોડનું રોકાણ કરાવ્યુ હતું અને હવે તે લંડન જતો રહ્યો છે.
સીઆઈડીને મળેલી જાણકારી પ્રમાણે 10 માર્ચ 2017ના રોજ દિવ્યેશ દરજીએ બિટકનેક્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ લિમીટેડ નામની કંપની શરૂ કરી હતી. તેનું સુરતનું સરનામુ 2, ગણેશકૃપા સોસાયટી, રાંદેર, સુરત હતું. આ કંપની શરૂ કરવા માટે માટે માત્ર એક લાખનું રોકાણ દર્શાવવામાં આવ્યુ હતું. જ્યારે કંપનીનું મુખ્ય મથક 13, રોટેલ રોડ, ફોરેસ્ટ ગેટ, લંડનનું છે. આ કંપનીમાં 12 ડિરેક્ટર્સ પૈકી દિવ્યેશ દરજી એક ડિરેકટર છે. આ કંપનીનો ઘવલ એજન્ટ છે અને નોટબંધી બાદ 2016માં સુરતના લોકોને કરોડો રૂપિયાનું રોકાણ કરાવી દિવ્યેશ અને તેની પત્ની માલીની લંડન સ્થાયી થયા ગયા છે, તેની પાસે હવે ત્યાંનું નાગરિકત્વ પણ છે.
સીઆઈડીની જાણકારી પ્રમાણે દિવ્યેશ પાસેના 88 હજાર કરડોનું જે રોકાણ હતું તે પૈકી 30 હજાર કરોડનું રોકાણ શૈલેષ ભટ્ટ દ્વારા આવ્યુ હતું. પરંતુ ડિસેમ્બર 2017માં મંદી શરૂ થતા પ્રમોટર વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. બિટકનેક્ટ નામની આ કંપનીની શાખાઓ ઈન્ડોનેશિયા, વિયેતનામ, હોંગકોંગ અને સિગાપોર સહિત અમેરીકામાં પણ છે. સીઆઈડીને આ તપાસ દરમિયાન ઘણા બધા મોબાઈલ ફોન મળ્યા છે તેની તપાસમાં મેહુલ પચ્ચીગર, ચિરાગ ટેલર, મિતુલ પટેલ અને સંજય પટેલ જેવા બીજા ખેલાડીઓના નામ પણ મળ્યા છે તે તમામની તપાસ થઈ રહી છે. સીઆઈડીને શંકા છે કે બિટકોઇન એક્સચેન્જનું કામ કરતી ભારતની ઝેપ પે કંપનીના તાર પણ આ કૌભાંડ સાથે જોડાયેલા છે. જો કે સીઆઈડી જેમ જેમ તપાસ આગળ વધારી રહી છે તેમ તેમ બહું મોટા નામ અને રાજનેતાઓના સંપર્ક આ ઘટનામાં હોવાનું બહાર આવી રહ્યુ છે.


દેશભર ના  ખેડૂતો કેન્દ્રની સરકાર સામે ૧ થી ૧૦ સુધી આંદોલનો કરી રહ્યા છે જેનો પ્રથમ  પડધો આજે અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકા ના આંબરડી ગામે પડ્યો છે અમરેલી જીલ્લાના આઁબરડી ગામે ખેડુતોએ રસ્તા પર શાકભાજી અને દુઘ છાશ વગેરે ઢોળી સરકારનો વિરોધ કર્યો છે અને સરકાર સમું સુત્રોચાર કરીને

સુભાષ સોલંકી

દેશભર ના  ખેડૂતો કેન્દ્રની સરકાર સામે ૧ થી ૧૦ સુધી આંદોલનો કરી રહ્યા છે જેનો પ્રથમ  પડધો આજે અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકા ના આંબરડી ગામે પડ્યો છે અમરેલી જીલ્લાના આઁબરડી ગામે ખેડુતોએ રસ્તા પર શાકભાજી અને દુઘ છાશ વગેરે ઢોળી સરકારનો વિરોધ કર્યો છે અને સરકાર સમું સુત્રોચાર કરીને ખેડૂતોએ વિરોધમાં સુર પુરાવ્યો છે

અહી દેશ વ્યાપી ચાલતા આંદોલનના પડધા આજે અમરેલી જીલ્લાના  આઁબરડી્માં પડ્યા હતા. અહી અમરેલી જીલ્લા ના ખેડૂત આગેવાન મહેશ ચોડવડીયા સહીત મોટી સંખ્યાં ખેડુતોએ આંબરડી ની બજારો માં આવીને માર્કેટિંગ યાર્ડ માં વેચવા જતા શાકભાજી અને દૂધ, છાશ ને જાહેર રસ્તાઓ પર મુકીને સરકાર સામે સુત્રોચાર કાર્ય હતા શાકભાજી અને ડેરી પ્રોડક્ટ રસ્તા પર ઢોળી ખેડૂતો એ વિરોધ કર્યો હતો દેશભરમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ત્યારે પ્રથમવાર અમરેલી ના આંબરડી થી સરકાર સામે આંદોલન નો અધ્યાય આરમ્ભ થયો છે

ખેડુતોને પોષણક્ષમ ભાવ મળતા નથી…દેશ વ્યાપી ચાલતા આંદોલનને ટેકો આપવા આ આંદોલ કરી રહ્યા છીએ….

જેને અમરેલી ના ખેડૂતો એ પણ સમર્થન આપ્યું હતું અને રોડ રસ્તા પર શાક ફળ ફળાદી દૂધ છાશ સહીત ની વસ્તુ ઓ ને બજાર માં વેચવાને બદલે રોડ રસ્તે ઘા કરી વિરોધ કરી સરકાર સામે સુત્રોચાર કર્યો હતો અને સરકાર સામે વિરોધ નોધાવ્યો હતો


error: Content is protected !!