Main Menu

Friday, June 1st, 2018

 

સાવરકુંડલા ના લીખાળા નજીક સિંહ સહીત દસ નીલગાય ને મારીને કુવામાં ફેકી દેવાતા અરેરાટી   લીખાળા ના રેવન્યુ વાડી વિસ્તાર માં આવેલ જયસુખ નનું સાવલિયા ની વાડી નો કુવો ગોજારો બન્યો પાંચ વર્ષ નો સિંહ અને ૧૦ નીલગાય ને ૫૦ ફૂટ ઊંડા કુવા માં નાખી દેતા અરેરાટી .

તંત્રી  એસ એન ન્યુઝ

સંજીવ જોશી દ્વારા

સાવરકુંડલા ના લીખાળા નજીક સિંહ સહીત દસ નીલગાય ને મારીને કુવામાં ફેકી દેવાતા અરેરાટી

 

લીખાળા ના રેવન્યુ વાડી વિસ્તાર માં આવેલ જયસુખ નનું સાવલિયા ની વાડી નો કુવો ગોજારો બન્યો

 

 

પાંચ વર્ષ નો સિંહ અને ૧૦ નીલગાય ને ૫૦ ફૂટ ઊંડા કુવા માં નાખી દેતા અરેરાટી .

 

વન વિભાગ ડોગ સ્કોડ .એફ એસ એલ ની ટીમ ઘટના સ્થળે પહોચી કામગીરી હાથ ધરી

 

વીજ શોક લાગવાથી મૃત્યુ થયાનું અનુમાન

 

 

 

સાવરકુંડલા તાલુકા ના લીખાળા રેવન્યુ વિસ્તાર માં આજ રોજ એકીસાથે દસ નીલગાય અને એક નર સિંહ નો મૃત દેહ ખુલ્લા કુવા માંથી મળી આવતા અરેરાટી ફેલાઈ હતી . અને તમામ સિંહ સહીત ના વન્ય જીવો વીજ શોક લાગવાને કારણે મૃત્યુ પામ્યા હોય નું પ્રાથમિક ત્રણ સેવાઈ રહ્યું છે  અહી લીખાળા ગામ નજીક જયસુખ નનું સાવલિયા ની વાડી આવેલી છે જે વાડી ની આસપાસ ના ૧૧૦ વિધા માં સરકાર ની તારફેન્સીંગ ની સ્કીમ મુજબ ફેન્સીંગ કરેલું છે જેથી આ ૧૧૦ વિધા માં ની વાડી ફરતે તાર ફેન્સીંગ બાંધેલી છે ત્યારે અહી આજ રોજ સાવરકુંડલા વન વિભાગ ના આર એફ ઓ કપિલ ભાટિયા ને માહિતી મળી હતી જે અહી લીખાળા માં ખુલ્લા કુવા માં સિંહ સહીત નીલગાય મૃત હાલત માં તરી રહ્યા છે જેથી કપિલ ભાટિયા અને ફોરેસ્ટ ઓફિસર પ્રતાપ ચાંદુ દ્વારા ઘટના સ્થળ પર પહોચી તપાસ હાથ ધરી હતી જેમાં શંકા જણાતા ડોગ સ્કોડ અને એફ એસ એલ સાસણ ની ટીમ ને બોલાવી હતી અને તપાસ હાથ ધરી હતી જેમાં વાડી ફરતે ડોગ સ્કોડ અલગ અલગ જગ્યા પર શંકા જતા અહી તપાસ હાથ ધરાઈ હતી જેથી અહી તાર આસપાસ વાળ તેમજ રુંવાટી વન્ય જીવો ની મળી આવી હતી જેની એફ એસ એલ ની ટીમ દ્વારા તપાસ કરી આ અંગે પુરાવા લેવાયા હતા ત્યારે હાલ પ્રાથમિક તપાસ મુજબ વીજ શોક લાગવાને કારણે એક સિંહ અને ૧૦ નીલગાય ના મોત થયા હોવાનું તારણ છે તેથી અહીના વાડી માલિક ને હાલ વન વિભાગ  દ્વારા પૂછ પરછ થઇ રહી ત્યારે તમામ રીપોટ આવ્યા બાદ જ સાચી માહિતી ખુલશે નું હાલ સ્થાનિક તંત્ર જણાવી રહ્યું છે અને દિવસ ભર ના રેસ્ક્યુ બાદ અહી ખુલ્લા કુવા માંથી સિંહતેમજ અન્ય વન્ય જીવો ને મહા મહેનતે બહાર કઢાયા હતા જે રેસ્ક્યુ માં અમરેલી વન વિભાગ નો સ્ટાફ સાવરકુંડલા ના નોર્મલ રેંજ ના કપિલ ભાટિયા . પ્રતાપ ચાંદુ . ચાવડા ભાઈ સાગર ભાઈ હુસેન ભાઈ ભીમજી ભાઈ પુરોહોત ભાઈ  ના સહીત ગીર પૂર્વ ના જસાધાર રેસ્ક્યુ સ્ટાફ .ધારી ના ડીએફ ઓ સકીરા મેડમ ના માર્ગ દર્શન નીચે જોડાઈ ૪૩ ડીગ્રી તાપ માં સમગ્ર કામગીર બજવી હતી


સાસણ જંગલમાં સિંહ સહિતના વન્‍ય પ્રાણીઓનો સંવનનકાળ માટેનો સમય હોવાથી ૧પમીથી ૪ મ‌હિનાનું વેકેશનઃ માત્ર દેવળીયા પાર્ક ખુલ્લુ રહેશે

ચોમાસાની સીઝન મોટાભાગના વન્યજીવો માટે સંવનનકાળ હોવાથી વન્યજીવોને ખલેલ ન પહોંચે તે માટે સાસણના જંગલમાં ચોમાસાનું ચાર માસનું વેકેશન ૧૫ દિવસ બાદ પડી જશે ચાર માસના વેકેશન દરમ્યાન જીપ્સીઓનો તમામ રૃટ બંધ થશે જો કે પ્રવાસીઓ માટે માત્ર દેવળીયા સફારી પાર્ક ચાલુ રહેશે. ૧૫ જુનથી સાસણ જંગલમાં ચાર માસ માટેનું વેકેશન પડવાનું છે. આ વેકેશન ૧ ઓકટોમ્બરે પુરૃ થશે. કારણ કે ચોમાસાની સિઝન સિંહો, દિપડા, હરણ, સાબર, ચીંકારા સહીતનાં મોટા ભાગના વન્યજીવો માટે સંવનન કાળ હોય છે. તેથી ખલેલ ન પહોંચે તે માટે વનવિભાગ દ્વારા પ્રવાસીઓને સિંહ દર્શન અને સફારી માટે લઈ જતી જીપ્સીના કનિદૈ લાકિઅ તમામ રૃટો બંધ રાખવામાં આવે છે. વળી ચોમાસાની સીઝન દરમ્યાન જંગલના તમામ રસ્તાઓ કાચા હોવાથી મોટા પ્રમાણમાં ધોવાણ પણ થઈ જતુ હોવાથી વાહનો લઈને અવર જવર શકય નથી. પ્રવાસીઓને સિંહદર્શન માટે સાસણમાં માત્ર દેવળીયા પાર્ક જ ખુલ્લુ રાખવામાં આવે છે. અને તે પણ વરસાદ ન હોય તો જ ભારેવરસાદ હોય તો દેવળીયા સફારી પાર્ક પણ બંધ કરી દેવામાં આવે છે. વેકેશનના છેલ્લા પંદર દિવસ બાકી હોવાથી સાસણમાં પ્રવાસીઓની ભીડ રહે છે. પંદર દિવસ બાદ સાસણની બજારો પણ સુમસામ થઈ જશે.


બ્રેકીગ….. અમરેલી-સાવરકુંડલા ના લીખાળા ગામેં 1 સિંહ અને 10 નીલગાય ને મારીને નાખી દીધા ભાડીયા કૂવામાં….

બ્રેકીગ…..
અમરેલી-સાવરકુંડલા ના લીખાળા ગામેં 1 સિંહ અને 10 નીલગાય ને મારીને નાખી દીધા ભાડીયા કૂવામાં….
જયસુખ નનું સુહાગીયા ની વાડીમાં સિંહ સહિત 11 વન્યપ્રાણીઓને મારીને ફેંક્યા કૂવામાં….
50 ફૂટ ઊંડો કુવા ના 30 ફૂટ પાણી માં સિંહ સહિતના મૃતદેહો પડ્યા છે ત્રણ દીવસથી….
પોલીસ અને વનવિભાગ પહોંચ્યા ઘટનાસ્થળે……..
સિંહ સહિતના વન્યપ્રાણીઓને હત્યારાની ઓળખ કરવા પોલીસ અને વનવિભાગ થયું સક્રિય…..


error: Content is protected !!