Main Menu

June, 2018

 

જામનગર સતત બીજા દિવસે વધુ એક સરકાર કર્મચારી લાંચ લેતાં એસીબીની ટ્રેપમાં સપડાયો

જામનગરમાં સતત બીજા દિવસે વધુ એક સરકારી કર્મચારી લાંચ લેતાં સ્થાનિક એસીબીના હાથે પકડાઈ ગયો છે. ગઈકાલે રેલવેના કલાર્કને પકડી લીધાં બાદ આજે જામનગર એસીબીની ટીમ જામનગર ગ્રામ્ય મામલતદાર કચેરીમાં ટ્રેપ ગોઠવી એક પટાવાળાને અઢી હજાર રૂપિયાની લાંચ લેતાં રંગેહાથ પકડી પાડ્યો છે. એક આસામીને સૉલ્વન્સી કઢાવી આપવા માટે આ પટાવાળાએ રૂા.રપ00 ની માંગણી કરી હતી, જેને લઈને આસામી દ્વારા એસીબીમાં ફરિયાદ કરવામાં આવી હતી. વર્ગ-4 ના કર્મચારીની અટકાયત કરી એસીબી દ્વારા ભ્રષ્ટાચાર અધિનિયમ મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે.જામનગરમાં એન્ટિકરપ્શન બ્યૂરો ટીમ દ્વારા ગઈકાલે હાપા રેલવે સ્ટેશન વિસ્તારમાં એક ક્લાર્કને મિકેનિકલ સુપરવાઈઝરના વચેટિયાની ભૂમિકામાં રૂા.રપ હજારની લાંચ લેતા રંગેહાથ પકડી પાડ્યો હતો. આ ઘટના પરથી હજુ પડદો ઊંચકાયો નથી ત્યાં એસીબીના હાથે આજે વધુ એક સરકારી કર્મચારી ચડી ગયાં છે.જામનગરના જ એક આસામીએ પોતાના પુત્રના કેરિયર માટે સૉલવન્સીની જરૂરિયાત પડતાં ગ્રામ્ય મામલતદાર કચેરીનો સંપર્ક કર્યો હતો. આ કચેરીમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા રમણિકગીરી પરસોત્તમગીરી ગોસાઈ દ્વારા આસામીને આસાનીથી સર્ટિફીકેટ કઢાવી આપવા માટે રૂા.રપ00 ની માંગણી કરી હતી. જેને લઈને આ આસામી દ્વારા જામનગર એસીબી કચેરીમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે એસીબી પીઆઈ વ્યાસ સહિતની ટીમ દ્વારા આજે ઢળતી સાંજે ગ્રામ્ય મામલતદાર કચેરી ખાતે ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં ગ્રામ્ય કચેરીના પટાવાળા રમણિક ગોસાઈ આસામી પાસેથી રૂા.રપ00ની લાંચ લેતાં આબાદ ઝડપાઈ ગયાં હતા.


અમરેલીમાં નિર્લિપ્ત રાયનો વધુ એક સપાટો: ‘પોલીસને ભલામણ કરશો તો પણ જેલમાં જવુ પડશે’

પોલીસ પાસે કાયદાની વિશાળ જોગવાઈઓ છે. જો પોલીસ પ્રમાણિકપણે કામ કરે તો કાયદો તોડનારને દસ વખત વિચાર કરવો પડે તેવી સ્થિતિ નિર્માણ થાય. આવી જ એક ઘટના અમરેલીમાં ઘટી છે. અમરેલીમાં એસપી તરીકે નિયુક્ત થયા પછી નિર્લિપ્ત રાયનું પહેલુ કામ પોલીસને પોતાની સત્તાનું ભાન કરાવવાનું કર્યુ છે. રેતી ચોરીના કેસમાં દંડ ઘટાડવા માટે પોલીસને ભલામણ કરનાર અને દંડની રકમ ઘટાડવા માટે દસ્તાવેજો સાથે ચેડાં કરનાર પોલીસ સામે પણ ધારી પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાયો છે.સામાન્ય રીતે પોલીસ સાથે ઓળખાણ હોય તેનો બજારમાં વટ પડતો હોય છે. અમરેલીના ઘારીમાં રેતી ચોરી કરી જતા એક ટ્રેક્ટર ડ્રાઈવર લક્ષ્મણ મેરને પોલીસે મેમો આપ્યો હતો. આ મેમો પ્રમાણે ડ્રાઈવરને 70 હજારનો દંડ ભરવાનો થતો હતો. આથી લક્ષ્મણ મેરે ધારીના સામાજીક કાર્યકર રાજુવાળાનો સંપર્ક કરી મદદ કરવાનું કહેતા રાજુવાળાએ કેસ નોંધનાર એએસઆઈ વિજય દવેનો સંપર્ક કરી દંડ ઓછો થાય તેવુ કરવા જણાવ્યુ હતું.એએસઆઈ વિજય દવેને ભલામણ આવતા તેમણે અગાઉ આપેલો મેમો પોતાની બુકમાંથી ફાડી નાખ્યો હતો અને પોલીસ સ્ટેશનના રેકોર્ડમાં જ્યા મેમોની નોંધ હતી ત્યાં વ્હાઈટનર લગાવી ટ્રેક્ટરવાળાને ઓછા દંડનો મેમો આપ્યો હતો. આમ સરકારી રેકોર્ડ સાથે ચેડા કરી દંડની રકમ ઘટાડી દેવામાં આવી હતી. આ મામલે એક અરજી ડીએસપી નિર્લિપ્ત રાયને મળી હતી જેથી તેમણે ધારીના સબઈન્સપેકટરને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. આ અંગે ધારી પીએસઆઈ તપાસ કરી આખો ઘટનાક્રમ ડીએસપી સામે રજુ કરતા ડીએસપી ખનીજ ચોરીના મામલે કાવતરુ ઘડી સરકારી તીજોરીને નુકશાન પહોચડવા અને રેકોર્ડ સાથે ચેડા કરવા બદલ એએસઆઈ વિજય દવે આ કામમાં ભલામણ કરનાર રાજુવાળા, ટ્રકના માલિક અને ડ્રાઈવર સામે ગુનો નોંધ્યો હતો.ડિએસપી ર્નિર્લિપ્ત રાયે આ મામલે જણાવ્યુ હતું કે તમામ પોલીસ અધિકારીઓને સુચના આપવામાં આવી છે કે કોઈએ કોઈ પણ ભલામણ સાંભળવાની નથી. કાયદા પ્રમાણે ફરિયાદ નોંધો અને કસુરવાર સામે કાર્યવાહી કરો.


વરસાદ તેમજ પૂનમ ની ભરતી ને કારણે અમરેલી સહિત સૌરાષ્ટ્ર નો દરિયો થયો ગાંડો તુર દરિયા માં ભયંકર કરંટ

સત્યમ ધકાણ દ્વારા

અમરેલી
અમરેલી સહિત સૌરાષ્ટ્ર નાં દરિયા માં કરંટ જોવા મળ્યો
વરસાદ ની સિઝન અને પૂનમ ની ભરતી ને કારણે દરિયો થયો ગાંડો તુર
જાફરાબાદ પીપાવાવ શિયાળ બેટ સહિત મહુવા ઊંચા કોટડા સહિત સૌરાષ્ટ્ર નાં દરિયાઈ પટી માં ભયંકર કરંટ 10 ફૂટ સુધી નાં ઊંચા મોજા ઉંછળીયા
પૂનમ ની ભરતી ને કારણે દરિયો હજુ તોફાની બનશે નો જાણકારો નો મત


રંઘોળા બાવળયાળી અને નિંગાળા ઘટના બાદ પણ હજુ મોટી ઘટના ની રાહ જોવાઈ રહી છે.

(તસ્વીર અહેવાલ શાહિદ ભટ્ટી વિક્ટર)

રંઘોળા.બાવળયાળી અને નિંગાળા ઘટના બાદ પણ હજુ મોટી ઘટના ની રાહ જોવાઈ રહી છે ❗❕❗

અનેક મોટી દૂર ઘટના બાદ પણ પરિસ્થિત પર કોઈ અંકુશ નહીં

લોકો ને તો પૈસા બચી રહ્યા છે પણ તંત્ર કોને બચાવે છે ❓❔

ગુજરાત રાજ્ય ભર માં અનેક નાના મોટા અકસ્માતો ની ઘટના ઑ તો રોજ બરોજ બનતી રહેછે પણ રંગોળ। .બાવળયાળી અને રાજુલા ના નિંગાળા ગામે સર્જાયેલ ગમ ખવાર અકસ્માત ની ઘટના ઑ બાદ પણ આર ટી ઑ કે જવાબ દાર તંત્ર દ્વારા કોઈ લગામ કરવા માં આવતી નથી
આપડી ગુજરાતી ભાષા માં એક કહેવાત છેકે ઘોડા ભાગી ગયા પછી તબેલે તાળા શું કામ ના પણ અહીં આ કહેવાત અનેક વખત સાર્થક થતી હોવા છતાં તબેલે તાળા મારવા માં આવતા નથી
હજુતો બે મહિના પરવેજ ભાવ નગર ના રંઘોળા નજીક કોળી સમાજ ની જાન ભરી ને જઈ રહેલ ટ્રક પુલ પર થી ખાબકતા 30જેટલા લોકો ના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે સારવાર દરમિયાન મ્રુત્યુ અંક 43 પર પહોંચ્યો હતો અને તેના ટૂંકા જ સમય માં ભાવ નગર અમદાવાદ શોર્ટ હાઈવે પર સિમેન્ટ ભરી ને જઈ રહેલ ટ્રક પલટી મારતા ટ્રક અને સિમેન્ટ ની થેલીઓ નીચે દબાઈ જવા થી તળાજા ના સરતાન પર ગામ ના કોળી પરિવાર ના શ્રમજીવી લોકો જે મંજૂરી કામ અર્થે જતા હતા તે 20થી વધુ લોકો ના મોત થયા હતા આ બંને અકસ્માત ની ઘટના માં જવાબદાર અધિકારીઓ રાજકીય આગેવાનો રાબેતા મુજબ ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી જતા હોય છે અને પોતાની ફરજ મુજબ કાર્ય કરી ને જતા રહેતા હોય છે અને રાજ્ય સરકાર રાહત ફંડ માંથી જરૂરિયાત મુજબ ની સહાય કરી દેતી હોય છે પરંતુ આ બંને દૂર ઘટના ને ધ્યાને લય ને રાજ્ય સરકાર દ્વારા રાહત દરે પ્રસંગ પાત મુસાફરી માટે રાહત દરે એસ ટી બસ ફાળવવા ની જાહેરાત કર્યા ને હજુ બે ચાર દિવસ થયા ત્યાંજ મહુવા ના જાંદરા ગામે થી કોળી સમાજ ના લોકો ટ્રક બાંધી ને ઉના ના સનખડા ગામે સગાઈ પરત ફરીરહેલ ત્યારે રાજુલા ના નિંગાળા ગામ પસાર થઈ રહ્યો હતો તેવા માં સાંકડા પુલ અને સામે થી આવી રહેલ અન્ય વાહન ની લાઈટો થી ટ્રક ડ્રાઇવર અંજાઈ જતા ટ્રક કાદવ કીચડ ભરેલા ખાળીયા માં ખાબક્યો હતો જેમાં 7લોકો ના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા અને 40થી વધુ લોકો ને નાની મોટી ગમ્ભીર ઈજા ઑ થવા પામી હતી આ બનાવ માં જવાબદાર એવા ટ્રક ડ્રાઇવર .માલિક અને હાઈવે ઓથોરિટી ના સાઈડ મૅનેજર ની પણ ધરપકડ કરવા માં આવી હતી
અા અકસ્માત ની ઘટના નું મુખ્ય કારણ અહીં આવેલ સાંકડો પુલ હોવા મેં લીધે ઘટના બની હતી અહીં પુલ પર કોઈ દીવાલ કે દિશા સૂચક .ચેતવણી બોર્ડ કે અન્ય કોઈ નિશાનો હાઈવે ઓથોરિટી દ્વારા કરવા માં ન આવ્યા હતાઆટલે આવા બનાવ માં અમરેલી જિલ્લા માં આવેલ કડક એસ પી રાય સાહેબ ની સૂચના થી પ્રથમ વખત હાઈવે ઓથોરિટી સામે પણ ગુન્હો નોંધવા માં આવ્યો હતો
પરંતુ આવી અનેક દુર્ઘટનાઓ બાદ પણ આર ટી ઓ .વાહન વ્યવહાર મંત્રાલય અને જવાબદાર તંત્ર હજુ ઊંઘ માં હોય તેવું લાગી રહ્યું છેઅને રાજુલા પંથક મા જોવા મળી રહ્યુ છે અહી હજુયે પણ ટ્રક જેવા માલ વાહક વાહન મા મુસાફરી નો સીલ સિલો યથાવત જોવા મળી રહ્યો છે લોકો તો પોતાના સ્વાર્થ ખાતર અને નજીવા પૈસા ની બચત થતી હોવા થી આવા વાહનો ભાડે બાંધે છે પણ જવાબ દાર તંત્ર શું કામ કડક હાથે કામ નથી લેતું તેવા વેધક સવાલો પણ લોકો મા ઉઠવા પામ્યા છે
સામાન્ય રીતે લોકો 50કી મી થી વધુ મુસાફરી માટે આવા વાહનો નો ઉપયોગ કરતા હોય છે પણ સમજવા અને વિચારવા જેવી વાત યે પણ છેકે આટલા કી મી ના અંતર મા એક પણ પોલીસ ચોંકી કે ટ્રાફિક પોઈંટ આવતો નહીં હોય અને આવતો હોય તો પણ ત્યાં જવાબદાર કર્મચારી ની ગેર હાજરી હોય તેવું આવા બનાવો પર થી જોવા મળી રહ્યું છે રાજુલા થી મહુવા 45.કિમી ના અંતર મા એક ચેક પોસ્ટ . બે ટ્રાફિક પોઈંટ અને ત્રણ પોલીસ ચોકી આવતી હોવા છતાં ત્યાં કોઈ કર્મ ચારી ની હાજરી કાયમી હોતી નથી જેને કારણે અહીં આવી મુસાફરી ની પરમ પરા યથાવત છે ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ એસ ટી યોજના ની તમામ એસ ટી ડેપો મા અને જાહેર સ્થળો પર તેની જાહેરાત કરવા મા આવે જેથી કરી ને લોકો મા જાગ્રુતતા આવે અને બીજું કે રાજ્ય સરકાર અને વાહન વ્યહાર મંત્રાલય દ્વારા ટ્રક જેવા માલ વાહક વાહનો મા મુસાફરી સામે નો કડક કાયદો કરવા મા આવે જેથી કરી ને લોકો પહેલાં ટ્રક માલિક અને ડ્રાઇવર પણ આવા જોખમી ભાડા પર ટ્રક આપતા પહેલાં સૌ વાર વિચાર કરે તેવી લોક માંગ ઊભી થઈ છે અને જો આવી વાહન માલિકો અને ડ્રાઇવર ની બેદરકારી સામે કોઈ પગલાં ઑ લેવા મા નહીં આવેતો ભવિષ્ય મા પણ આ તસવીરો જોતાં એવું લાગી રહ્યું છે કે હજુ પણ તંત્ર કોઈ મોટી ગોજારી દુર્ઘટના ની રાહ જોઈ ને બેઠુ હોય તેવું આવા બનાવો પર થી લાગી રહ્યું છે .


ઘોઘા ના દરિયાની તૂટી ગયેલી પ્રોટેક્શન દીવાલ ના કારણે સર્જાઈ શકે છે હોનારત સમગ્ર રાજ્યના અનેક દરિયાકાંઠા પર વસેલા ગામોની દરિયા પ્રોટેક્શન દીવાલ તૂટી જતા તે ફરી બનાવવાની માંગ ઉઠી

 

નિતીન મેર
ઘોઘા ભાવનગર

  1. ઘોઘા ના દરિયાની તૂટી ગયેલી પ્રોટેક્શન દીવાલ ના કારણે સર્જાઈ શકે છે હોનારતસમગ્ર રાજ્યના અનેક દરિયાકાંઠા પર વસેલા ગામોની દરિયા પ્રોટેક્શન દીવાલ તૂટી જતા તે ફરી બનાવવાની માંગ ઉઠી opછે ત્યારે ભાવનગરનું *ઘોઘા*ગામ કે જે દરિયા કાંઠે આવેલું હોય અને જ્યાં અંગ્રેજોના સમયમાં બનેલી પ્રોટેક્શન દીવાલ સાવ તૂટી જતા ગામના લોકોમાં ભય ફેલાયો છે અને સુનામી કે હાઈટાઇડના કારણે ગમે ત્યારે આ ગામમાં દરિયાના પાણી ઘુસી જાય તો મોટી જળહોનારત સર્જાય શકે તેમ છે ત્યારે તાકીદે આ પ્રોટેક્શન દીવાલ બને તેવી માંગ ગામલોકો કરી રહ્યા છે .

👉ભાવનગર જીલ્લાનું ઘોઘા ગામ કે જે ઘોઘાબંદર તરીકે જાણીતું છે .આ ઘોઘાબંદર કે જ્યાં પહેલા ના વહાણવટા સમયમાં મોટીસંખ્યામાં વહાણોની આવક-જાવક હતી અને ઘોઘા બંદર ધમધમતું હતું .જે સમય જતા ઘોઘાબંદરમાં વહાણની અવરજવર ઓછી થઇ. આ ઘોઘા ગામ કે જે દરિયા કાંઠે આવેલું છે અને આ ઘોઘા નો દરિયો કે જે ખંભાત નો અખાત પણ કહેવાય છે જે દરિયો એશિયાઈ દરિયામાં બીજા નંબરનો કરંટ ઘરાવતો દરિયો છે .

👉અંગ્રેજો ના સમયમાં આ દરિયા નું પાણી સુનામી કે હાઈટાઇડ ના કારણે ગામમાં ના ઘુસી જાય તે માટે દરિયા કાંઠે એક કિમી કરતા પણ વધુ લાંબી પ્રોટેક્શન દીવાલ બનાવવામાં આવી હતી જે દીવાલ ઘોઘા ના નીચાણવાળા વિસ્તાર કાંઠે બનાવવામાં આવી હતી આ દીવાલ સમય જતા ધીમે ધીમે તુટવા લાગતા હાલ આ દીવાલ સાવ ભાંગી ગઈ છે અને ગામ લોકો ને તેના કારણે દરિયાનું પાણી ગામ માં ઘુસી જવાનો ભય સતાવી રહ્યો છે .

💢ત્યારે છેલ્લા ૧૫ વર્ષ કરતા પણ વધુ સમયથી આ ગામ ના સરપંચ દ્વારા આ દીવાલ ફરી બનાવવા અંગે ની રજૂઆત કરવામાં આવી રહી છે પરંતુ આજદિન સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી જેનું કારણ છે *”સૈયારી ભેંસ માં જીવડા પડે”* તેવી સ્થિતિ આ પ્રોટેક્શન દીવાલ છે .

👉આ ૧૧૨૧ મીટર લાંબી પ્રોટેક્શન દીવાલ કે જેમાં ૧૪૧ મીટર દીવાલ નો ચાર્જ ગુજરાત મેરીટાઇમ બોર્ડ પાસે છે .૪૪૬ મીટર નો ચાર્જ જીલ્લા પંચાયત ભાવનગર હસ્તકનો છે અને ૪૦૨ મીટર નો ચાર્જ અલંગ મરીન બોર્ડ હસ્તક છે .જેથી આ દીવાલ બનાવવા માટે ત્રણેય સહમત થાય અને એક સાથે સંયુક્ત કામ હાથ ધરવામાં આવે તો જ આ દીવાલ બનવાનું શક્ય છે .જેના કારણે ઘોઘા ગામ ના સરપંચ ની અવારનવાર નું રજૂઆત છતાં પણ તંત્ર આ બાબતે હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવા સક્ષમ હોય તેવું જણાઈ આવતું નથી.ઘોઘા નો દરિયા કાંઠો અતિ કરંટ ધરાવતો હોય અને અહી હાઈટાઇડ ના સમય માં પાણી નું સ્તર ખુબજ ઉચું આવી જતા ગામલોકો માં ભય ફેલાયો છે .

👉હાલ માં પણ જયારે મોટી ભરતી આવે છે ત્યારે દરિયા કિનારે આવેલા અમુક વિસ્તારો માં પાણી ઘુસી જાય છે આ દરિયા ની જે તે સમયે બનેલી પ્રોટેક્શન દીવાલ સાવ તૂટી જતા આ દરિયો હવે ધીમે ધીમે જમીનો માં મોટા મોટા ગાબડા પડી ને ગામ માં ઘુસવા માટે પોતાની જગ્યા બનાવી રહ્યો છે .દરિયા કાંઠે બનેલી આ પ્રોટેક્શન દીવાલ સાવ પડી જતા લોકો ભય ના ઓથાર નીચે જીવવા મજબુર બન્યા છે .

💢તંત્ર જાણે કે કોઈ મોટી ઘટના બને એની રાહ જોઈ ને બેસ્યું હોય એવું લાગે છે

આ દરિયો એટલો તોફાની છે કે અન્ય રાજ્યો કે દેશો માંથી આવતા જહાજો ખોટી દિશામાં ઘુસી ના જાય તે માટે દરિયા માં સતત હરતું ફરતું લાઈટ હાઉસ વર્ષોથી કાર્યરત રાખવામાં આવ્યું છે .અહીના દરિયામાં સરકાર કે ખાનગી માલિકીની ટગો કે જહાજો લાંગરેલા હોય છે.આ પ્રોટેક્શન દીવાલ થી માત્ર ૧ કિમી દુર ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ નો પુલ બની રહ્યો છે .ત્યારે તમામ પ્રકાર ની સલામતી માટે આ પ્રોટેક્શન દીવાલ નું નિર્માણ કાર્ય સંયુક્ત રીતે હાથ ધરવામાં આવે તે જરૂરી છે .

 

 


ધોરાજી માં બની શરમ જનક ઘટના ધોરાજી માં ભિક્ષા માંગતી વૃધ્ધા પર ધોરાજી ના પ્લાસ્ટિક ઉધોગકાર  ના  પુત્રે એ બળત્કાર ગુજાર્યો  પીડિતા ની ફરિયાદ ની ગણતરી ની કલાકો માંજ ધોરાજી પોલીસ એ આરોપી ને દબોચી લીધો 

ફારૂક મોદન
ધોરાજી માં બની શરમ જનક ઘટના ધોરાજી માં ભિક્ષા માંગતી વૃધ્ધા પર ધોરાજી ના પ્લાસ્ટિક ઉધોગકાર  ના  પુત્રે એ બળત્કાર ગુજાર્યો
પીડિતા ની ફરિયાદ ની ગણતરી ની કલાકો માંજ ધોરાજી પોલીસ એ આરોપી ને દબોચી લીધો
દાન ધર્મ અને માનવ સેવા માટે
જાણીતી અને ઓલિયા સંતો મહન્તો ની
ભૂમિ  પર પ્લાસ્ટિક  ઉધોગકાર ના પુત્રે
બળત્કાર કરી અને આ ધરતી ને બદનામ કરવાનો હીન પ્રયાસ કર્યો છે
વાત :છે  ધોરાજીના જુનાગઢ રોડ આવેલા ખોડિયાર પ્લાસ્ટીક નામના કારખાનામાં ભિક્ષા વૃત્તિ કરતી વૃધ્ધા  પાણી પીવા ગયેલી હતી તે દરમિયાન ભાન ભૂલેલા   પ્લાસ્ટિક ઉધોગપતિ ના પુત્ર અમુલ નામના શખ્સે બળ જબરી પૂર્વક બળત્કાર ગુજાર્યો હોવાની વૃદ્ધાએ ધોરાજી પોલીસ  માં ફરિયાદ નોંધાતા પોલીસેઆરોપી ને દબોચી લેવા ચક્રો  ગતિ.માન કરેલ હતા અને આરોપી  ધોરાજી માંથી નાશી છૂટે તે પહેલા આરોપી ને દબોચી લીધેલ  હતો   આ અંગેની પોલીસમાથી પ્રાપ્ત વિગત મુજબ ધોરાજીના કંસારા ચોક પાસે બારોટ શહેરીમા રહેતી અને ભિક્ષાવ્રુતી કરતી બ્રાહ્મણ ની ૬૦વર્ષ વૃધ્ધા પર એ જણાવ્યું હતુ તે પ્રમાણે જુનાગઢ રોડ આવેલા ખોડિયાર પ્લાસ્ટીક કારખાનામાં પાણી પિવા માટે ગઇ ત્યારે અમુલ નામના શખ્સે ઓફીસમાં બોલાવી બળાત્કાર ગુજાર્યા અંગેની પોલીસમા ફરિયાદ નોંધાવી હતી વૃધ્ધા ની ફરિયાદ ના આધારે ધોરાજી પી.એસ.આઇ જે.વી.વાઢીયા સહિતના સ્ટાફે અમુલ સામે બળાત્કારનો ગુનો નોંધી ગણત્રી ની કલોકો મા આરોપી ની ધરપકડ કરી હતી  આ બાબતે આજરોજ આરોપી ને કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો :
બનાવ ને ઢાક પીછોડો કરવા ભલામણો નો ધોધ વરસ્યો હોઈ તેવું સૂત્રો પાસેથી જાણવા મળેલ હતું પરંતુ ધોરાજી પોલીસ સ્ટાફ એ માનવતા ને દાગ લગાડનાર અને વૃધાઅ પર બળત્કાર ના બનાવ નું ભીનું સંકેલી લેવા .માટે આરોપી  ના નજીકના સગાવ્હાલાઓ એ ભલામણો નું ધોધ  વરસાવ્યો હતો પરંતુ બળત્કાર ગુજારનર આરોપી ને ધોરાજી પોલીસે માત્ર ગણતરી ની કલાકો માં ઝડપી પડી પડ્યો હતો અને કાયદેસર કાર્યવાહી કરેલ હતી

જામનગર બુટલેગર સાથેની સાંઠગાંઠ સાબીત થઇ જતાં મહિલા PSI સસ્પેન્ડ

જામનગર જિલ્લાના શેઠવડાળા પોલીસ દફતરના મહિલા પીએસઆઇ અને એક દારૂ પ્રકરણના આરોપી વચ્ચે પ્રોહિબીશનના કેસને લઇને થયેલ તોડજોડની માંગણી કરતો ઓડિયો વાયરલ થતાં જિલ્લા પોલીસ વડાએ તાત્કાલીક અસરથી આ મહિલા પીએસઆઇની બદલી કર્યા બાદ આજે સસ્પેન્ડ કરી દેતા પોલીસબેડામાં ફફાડાટનો માહોલ સર્જાયો છે.જામનગર જિલ્લા પોલીસ દફતરની હદમાં આવતા શેઠ વડાળા પોલીસ દફતરના મહિલા પીએસઆઈ ચાંડેરા અને બુટલેગર અને પંટર વચ્ચે દારુ સબંધી અને એક આરોપીના સગળ સબંધિત થયેલ વાતચીતનો કથિત ઓડિયો સોસીયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઓડિયોમાં જે મહિલા છે તે શેઠ વડાળાના મહિલા પીએસઆઈ છે એમ સોસીયલ મીડિયાના મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે. ત્રણ પેટી દારુ પકડાયો ને શરુ થયો પોલીસનો ખેલ, આ પ્રકારણના એક આરોપી પાસેથી એક લાખ રૂપિયાની માંગણી કર્યા બાદ મહિલા પીએસઆઈ કિશન નામના શખ્સને પચાસ આપવાની ફાઈનલ વાત કરે છે, સાથે સાથે મહિલા પીએસઆઈ અન્ય ‘કામ’ આપવાની બાતમી પેટે કિશનને ‘પુરતો સ્ટોક’ એડવાન્સમાં આપવાની ધરપત પણ આપતા હોવાનો ઓડિયોમાં દાવો કરવામાં આવ્યો છે.પચાસ હજારમાં સોદો થયા બાદ મહિલા પીએસઆઈએ આ કેશમાં ક્યાય સંડોવણી નહીં થાય તેવી પણ ધરપત આપી હતી. અંતે હું બ્રામણની ભાણેજ છું એમ કહી ગોવિંદ નામના શખ્સને શોધવામાં મદદ કરવામાં સાથ આપવાનો આરોપી કિશન પાસે વાયદો કરાવવામાં આવે છે. ઓડિયોમાં વચ્ચે મહાવીરસિંહ, કિશન, બુટલેગર ગોવિંદ,યોગેશભાઈ, મુખ્ય બુટલેગર અમિતના નામની ચર્ચા થાય છે. આ ઓડીયો સામે આવતા જિલ્લા પોલીસ વડાએ તાત્કાલીક અસરથી શેઠવડાળા પીએસઆઇ ચાંડેરાની જામનગર મહિલા પોલીસ દફતરમાં બદલી કરી હતી. આજે મહિલા પીએસઆઇ ચાંડેરાની જિલ્લા પોલીસ વડા પ્રદિપ સેજુળે તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતાં. આ પગલાને લઇને પોલીસ બેડામાં ફફાડાટ ફેલાઇ ગયો છેબ્રેકિંગ ન્યૂઝ…   રાજકોટ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુનું રાજીનામુ કોંગ્રેસ માંથી આપ્યું રાજીનામુ તમામ હોદ્દાઓ અને જવાબદારી માંથી આપ્યું રાજીનામુ ગત વિધાનસભા ચૂંટણીમાં

બ્રેકિંગ ન્યૂઝ…
રાજકોટ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુનું રાજીનામુ
કોંગ્રેસ માંથી આપ્યું રાજીનામુ
તમામ હોદ્દાઓ અને જવાબદારી માંથી આપ્યું રાજીનામુ
ગત વિધાનસભા ચૂંટણીમાં થઈ હતી કારમી હાર
વિજય રૂપાણી સામે થઈ હતી કારમી હાર
સૌરાષ્ટ્રમાં એક બાદ એક કોંગી નેતાઓનો આક્રોશ આવી રહ્યો છે સામે
કુંવરજી બાવળિયા, પીરજાદા બાદ ઇન્દ્રનીલ ની નારાજગી આવી સામે


પીપાવાવ કસ્ટમ બ્રોકસૅ એસોસીએશન ચોથા વષૅ મા મંગલ પ્રવેશ કર્યો અને ત્રણ વર્ષ પુરા કર્યા પ્રમુખ તથા ઉપપ્રમુખ ની સેક્રેટરી ની ચુંટણી મા સર્વાનુમતે વરણી કરવામાં આવી

પીપાવાવ કસ્ટમ બ્રોકસૅ એસોસીએશન ચોથા વષૅ મા મંગલ પ્રવેશ કર્યો અને ત્રણ વર્ષ પુરા કર્યા પ્રમુખ તથા ઉપપ્રમુખ ની સેક્રેટરી ની ચુંટણી મા સર્વાનુમતે વરણી કરવામાં આવી
પ્રમુખ તરીકે પંકજભાઈ લોડાયા
ઉપપ્રમુખ તરીકે આનંદભાઈ જોશી સેક્રેટરી તરીકેે રણબીરભાઈ શિયાન તથા કમિટિ મેમ્બર્સ મા નવા ચહેરા લેવાયા ચિરાગભાઈ શાહ તથા અન્ય ત્રણ મેમ્બર્સ સર્વો સી. એચ. એ. એજન્ટ દ્વારા સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.


રાજુલા મોડી રાતે અકસ્માત મામલો. લોકો પક્ષા પક્ષી દૂર રહી સેવા માં જોતરાયા . તમામ સેવા ભાવિ ઓ ને  સાવરકુંડલા સુન્ની મુસ્લિમ સમાજ ના પ્રમુખ ઈરફાન ભાઈ કુરેશી  તેમજ  વીરજસરાજ સેના નાં હિતેશ સરયા દ્વારા અભિનંદન પાઠવાયા  108 ની ટિમ પર પણ અભિનંદન ની વર્ષા

અમરેલી : રાજુલા ના નિંગાળા નજીક પુલ પર થી ટ્રક ખબકવા નો મામલો……..

અકસ્માત માં 7 લોકો ના મોત……

25 થી વધુ લોકો ઇજાગ્રસ્થ તમામ ને વધુ સારવાર માટે મહુવા ભાવનગર હોસ્પિટલ ખસેડયા…….

એસ.પી.નિરલિપ્ત રાય સહિત જીલા નો પોલિસ કાફલો રાજુલા હોસ્પિટલ પોહચ્યો.હતો

અમરેલી એડિશનલ કલેક્ટર પ્રાંત અધિકારી મામલતદાર હોસ્પિટલ દોડી આવ્યા હતા

ધારાસભ્ય અંબરીશ ડેર,પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી સહિત ના લોકો ઇજાગ્રસ્ત ની મદદ એ દોડ્યા…

108 નાં અધિકારી ચેતન ગાધે  ને અકસ્માત ની પ્રથમ જાણ થઈ હતી  . 108 ની પાંચ થિ વધુ એમ્બ્યુલન્સ દોડી આવી પ્રાથમિક સારવાર બાદ ગંભીરો ને નજીક ની હોસ્પિટલમાં સારવાર માં ખસેડાયા

108 ની ટિમ પર પણ અભિનંદન ની વર્ષા

રાજુલા માં માનવતા ની સેવા મહેકી

લોકો પક્ષા પક્ષી દૂર રહી સેવા માં જોતરાયા . તમામ સેવા ભાવિ ઓ ને  સાવરકુંડલા સુન્ની મુસ્લિમ સમાજ ના પ્રમુખ ઈરફાન ભાઈ કુરેશી  તેમજ  વીરજસરાજ સેના નાં હિતેશ સરયા દ્વારા અભિનંદન પાઠવાયા


error: Content is protected !!