Main Menu

Thursday, May 24th, 2018

 

બાર સાયન્સ ના બે વિષય માં ફેઇલ થયેલ ગુજરાત ભર ના વિદ્યાર્થીઓ હવે જૂન 2018 માં પરીક્ષા આપી શકશે સાવરકુંડલા ભાજપ ના બે યુવા નેતા ઓ ની મહેનત રંગ લાવી અમરેલી જિલ્લા ભાજપ ના યુવા નેતા રણજિત કાછડીયા અને મયુર ખાચર દ્વારા મુખ્યમંત્રી શ્રી તથા ભુપેન્દ્રસિંહ ચુડાસમા ને રજુઆત કરેલ હતી

બાર સાયન્સ ના બે વિષય માં ફેઇલ થયેલ ગુજરાત ભર ના વિદ્યાર્થીઓ હવે જૂન 2018 માં પરીક્ષા આપી શકશે સાવરકુંડલા ભાજપ ના બે યુવા નેતા ઓ ની મહેનત રંગ લાવી
અમરેલી જિલ્લા ભાજપ ના યુવા નેતા રણજિત કાછડીયા અને મયુર ખાચર દ્વારા મુખ્યમંત્રી શ્રી તથા ભુપેન્દ્રસિંહ ચુડાસમા ને રજુઆત કરેલ હતી જે રજુઆત ને આધીન

બાર સાયન્સ માં માત્ર 1 કે 2 વિષય માં ફેઈલ થયેલા વિદ્યાર્થી ઓ હવે જુલાઈ 2018 માં પરીક્ષા આપી શકશે
હજારો વિદ્યાર્થી ઓ માટે રાહત ના સમાચાર .
વિદ્યાર્થીઓ ઓ માં ખુશી

મળતી માહિતી મુજબ બાર સાયન્સ માં કુલ ગુજરાત ભર માંથી 12.000 જેટલા વિદ્યાર્થીઓ ઓ એ પરીક્ષા આપેલી હતી જેનું પરિણામ કહી ખુશી કહી ગમ જેવું હતું . કેટલાક વિદ્યાર્થીઓ ઓ સારા માર્કસે પાસ થયેલા તો કેટલાક વિદ્યાર્થીઓ ઓ એક અથવા બે વિષય માં ફેઈલ થયેલા જેથી વિદ્યાર્થીઓ નું ભાવિ ન બગડે તે માટે સાવરકુંડલા ભાજપ ના બે યુવા નેતા રણજિત કાછડીયા અને મયુર ખાચર દ્વારા મુખ્યમંત્રી શ્રી અને શિક્ષણ મંત્રી શ્રી ને રજુઆત કરેલ અને શીક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ નું ધ્યાન રણજિત ભાઈ દ્વારા દોરવામાં આવેલું જેથી હજારો વિદ્યાર્થી ના હિત માં આજ રોજ સરકાર શ્રી દ્વારા વિધાર્થીઓ ના હીત માં ફેસલો લઇ બે વિષય માં ફેઈલ થયેલા વિદ્યાર્થીઓ ફરી જુલાઈ 2018 માં પરીક્ષા આપી શકશે નો પત્ર મુખ્ય સચિવ દ્વારા જારી કરાયો હતો જે કોપી રણજિત ભાઈ દ્વારા પહોંચાડાઈ હતી અને તમામ જિલ્લામાં માં મુખ્ય શિક્ષણાધિકારી દ્વારા હવે આ વિદ્યાર્થીઓ ઓ ની આગળ ની કાર્યવાહી કરાશે જેથી કોઈ વિદ્યાર્થીઓ ઓ નું ભાવિ હવે ન જોખમાંશે તેથી હાલ વિદ્યાર્થીઓ આલમ માં ખૂબ ખુશી જુવા મળી રહી છે ત્યારે સમગ્ર ગુજરાત ભરના વિદ્યાર્થીઓ ની વહારે કુંડલા ના બે યુવાનો આવી તમામ વિદ્યાર્થી ના હિત માં કાર્ય કરી સરકાર શ્રી માં રજૂઆત કરી જેને અનુલક્ષી ને રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા તુરંત માં ફરી પરીક્ષા ઓ યોજી વિદ્યાર્થીઓ ઓ ના હિત ના નિર્ણય કરતા વિદ્યાર્થીઓ દ્વારા આ બને યુવા નેતા મયુર ખાચર તથા રણજિત કાછડીયા પર હાલ અભિનંદન ની વર્ષા થઈ રહી છે


અમરેલી નગર પાલીકા માં લાખો નો ભ્રષ્ટાચાર સામે આવ્યો.! આર ટી આઈ એક્ટિવિષ્ટ દ્વારા માંગેલ માહિતી માં કોંગ્રેસ શાસિત અમરેલી પાલિકા ના ભોપાળા બહાર આવ્યા !.ઉચ્ચ સ્તરીય રજુઆત

  1. Executive editor

દિલીપ જીરૂકા અમરેલી

 

રાજ્યમાં ભાજપની સરકાર ભ્રષ્ટાચારી હોવાના અવારનાવર આક્ષેપો  કોંગ્રેસ કરી રહી છે ત્યારે અમરેલી ની પોતાની જ  કોંગ્રેસ શાસિત નગરપાલિકામાં લાખોનો ભષ્ટાચાર કાગળ પર કરીને સરકારની વિવિધ ગ્રાંટોના દુરપયોગનો પર્દાફાશ આર.ટી.આઈ.ની માહિતીમાં થયો છે ૨૫ લાખનો બગીચો અને ૧૯ લાખની માટી મોરમ કાગળ પર નાખીને ભય ભૂખ ભષ્ટાચાર કોંગ્રેસ શાષિત પાલિકામાં થતા રાજકારણ માં ગરમાવો આવી ગયો છે

અમરેલીની નગરપાલિકા….. વિપક્ષના નેતા પરેશ ધાનાણી ની મહેનત રંગ લાવી હતી અને અમરેલી નગરપાલિકામાં કોંગ્રેસની ૪૪ બેઠક માંથી ૩૫ બેઠકો કોંગ્રેસ પાસે છે સ્પષ્ટ બહુમતી સાથે નગરપાલિકામાં કોંગ્રેસનું શાશન સ્થાપિત થયું હતું પણ આ જે આર.ટી.આઈ.માં માંગવામાં આવેલા કાગળો પર અમરેલી નગરપાલિકાએ લાખો રૂપિયાનો ભષ્ટાચાર બહાર આવ્યો છે

આર.ટી.આઈ.એકટીવીસ્ટ નાથાલાલ સુખડીયાએ જણાવ્યું કે અમરેલી ના  પાણખાણ અને તારવાડી ખાતે માટી મોરમ ૧૪ માં નાણા પાંચ માંથી ૧૯,૧૯,૩૫૨ રૂપિયા ચૂકવી ગયા છે તો શહેર ની બહાર ના પોષ એરિયા માં પ્લોટિંગ વિસ્તાર માં આર સી સી ના રોડ સ્લમ એરિયા ની ઓજી ની ગ્રાન્ટ માંથી બનાવી દીધેલ છે   આ જગ્યા પર  એસ એન ન્યુઝ  દ્વારા રીયાલીટી ચેક કરતા માટી મોરમની જગ્યા એ વેસ્ટ પત્થર અને માટી થોડીઘણી નાખીને ૧૯ લાખ રૂપિયા કાગળ પર હજમ થઇ ગયા છે નો આક્ષેપ નાથ લાલ લગાવી રહ્યા છે   .  અમરેલીના સાવરકુંડલા રોડ પર આવેલી જગ્યા હયાત કમ્પોસ્ટ ની ખુલ્લી જગ્યા પર સુવણીમ ગુજરાત મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (યુ.ડી.પી.) માં બગીચો ડેવલપ કરવાનો ખર્ચ ૨૫,૧૩,૧૮૧ ઉધારીને તા.૮-૯-૨૦૧૭ ના દિવસે પાલિકા દ્વારા ચેક ની રકમ પણ આપી દેવામાં આવી છે હાલ કોઈ કારણ સર  પ્રમુખ રજા પર ઉતારી ગયા નું જાણવામાં આવ્યું છે

આર.ટી.આઈ. એક્ટીવીસ્ટ નાથાલાલ સુખડીયા એ નગરપાલિકાના ચીફ ઓફિસરને રૂબરૂ મળીને પાલિકા દ્વારા થયેલા ભષ્ટાચાર અંગે આખી વિગતથી વાકેફ કર્યા હતા અને લેખિત આપીને સમગ્ર ભષ્ટાચાર અંગે તપાસ કરવાની માંગણી કરેલી હતી અને પાલિકા દ્વારા થયેલા લાખોના ભષ્ટાચાર અંગે ખુલાસો કરતા નાથાલાલ સુખડીયા એ જણાવ્યું હતું

અમરેલી ના સાવરકુંડલા માર્ગ પર ૨૫ લાખનો બગીચો ઉધારીને હાલ આ ખુલ્લી જગ્યા પર બાવળો ઉભા છે છતાં પણ પાલિકા દ્વારા ૨૫ લાખ ૧૩ હજાર ૧૮૧ રૂપિયા ચૂકવી ગયા છે ત્યારે પાલિકાના ચીફ ઓફિસર જગત વસાવા દ્વારા અમરેલી પાલિકા સતાધીશો દ્વારા ભષ્ટાચાર અંગે યોગ્ય તપાસની ખાતરી આપી છે

 

અમરેલી પાલિકા દ્વારા લાખોના ભષ્ટાચાર કરવા અંગે કલેકટરને લેખિત રજૂઆત સાથે મુખ્યમંત્રી ને પણ રજૂઆત થતા મુખ્યમંત્રી દ્વારા તપાસના હુકમ કરવામાં આવ્યો છે ત્યારે જવાબદારો સામે સખ્ત પગલા ભરવાની ખાતરી પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું છે.

  1.  એકદમ ગંદી ગોબરી જગ્યા પર એસ એન ન્યુઝ દ્વારા રીયાલીટી ચેક કર્યું ત્યારે  આ ખુલ્લી જગ્યા પર એકપણ પ્રકારનું વાવેતર કે શુશોભિત બગીચાનું નામનિશાન નથી  અને અમુક રેસિડેન્સી હજુ બની નથી ત્યાં પાકા રોડ કરી દેવામાં આવ્યા છે

 

જે સૂચવે છે કે અહીં કઇક ગડબડ છે ત્યારે  કોંગ્રેસ ના રાજ માં  ભ્રષ્ટાચાર ફુલો ફ્લો હોય તે માંગેલ માહિતી માં જણાઈ રહ્યું છે ત્યારે  પ્રજા ના રૂપિયા નો ભ્રષ્ટાચાર  થયો તે રિકવર કરવા માં આવે અને તેની પર કડક કાર્યવાહી કરવા માં આવે તો જ ભ્રષ્ટાચાર આચરનાર પર અંકુશ મેળવી શકાય તેમ હોય જે અંગે યોગ્ય કરવા માંગ પણ કરવા માં આવી રહી છે