Main Menu

Wednesday, May 16th, 2018

 

ખાનગી શાળાઓ ના સંચાલકો ને નિયમોનું ભાન કરાવવું જરૂરી ધારી શહેરના મધ્યમાં બિલ્ડીંગ ના ત્રીજા માળ ખાતે નર્સરી,કે.જી સ્કુલ ની મંજુરી કોના આશીર્વાદ થી આપવામાં આવેલ .

શાહબાજખાન દુર્રાની

ખાનગી શાળાઓ ના સંચાલકો ને નિયમોનું ભાન કરાવવું જરૂરી

ધારી શહેરના મધ્યમાં બિલ્ડીંગ ના ત્રીજા માળ ખાતે નર્સરી,કે.જી સ્કુલ ની મંજુરી કોના આશીર્વાદ થી આપવામાં આવેલ .

ધારી શહેર અને તાલુકાના આસપાસ ના ગામડાઓમાં ખાનગીશાળા ઓ નિતી નીયમોને નેવે મુકીને સરકારી અધિકારીઓ, રાજકીય નેતાઓ અને ભ્રષ્ટાચારી બાબુઓના આશીર્વાદ થી બેફામ બની ગયેલ છે.ધારી શહેરના મધ્યમાં બગીચા નજીક મહાદેવ ચેમ્બરમાં ત્રીજા માળ ખાતે સંસ્કાર નોલેજ વેલી જીરાની નર્સરી, જુનીયર-સીનીયર શાખા સ્વરૂપે ખાનગી શાળાની મંજુરી ડાળમાં કાંઈક કાળુ હોવાનું શંકા ઉપજાવી રહેલ છે.હકીકતમાં ૦ થી ૫ વરસના બાળકનુ એડમિશન આ સંસ્થા માં કરવામાં આવી રહેલ છે ત્યારે આવી નાની ઉંમર ના કુમળા ફુલ સમાન બાળકોને આ બિલ્ડીંગ માં પ્રવેશ અને અભ્યાસ આપવો કેટલો હિતાવહ સાબિત થઇ શકે તેમ છે .નિયમ અનુસાર બાળકોને રમત-ગમતનુ મેદાન આ સંસ્થા કયાંથી લાવીને આપશે,અને ત્રીજા માળની બિલ્ડીંગ સુધી બાળકોને સંસ્થા નો સ્ટાફ કંઈરીતે પહોચાડશે અને આ તમામ નિયમોને જાણતા હોવાછતા આ બિલ્ડીંગ સ્કુલ યોગ્ય છે તેનુ સર્ટીફીકેટ કયાં અધિકારીઓ એ કોના આશીર્વાદ થી આપી દિધુ હશે તે આશ્ચર્ય શિક્ષણ પ્રેમીઓમાં જોવા મળી રહેલ છે.
ઉલ્લેખનીય છે કે બાળકો ના અભ્યાસ પ્રવેશ ના નવાસત્રની શરૂઆત થવાને થોડાદિવસો બાકી છે ત્યારે બિલાડી ના ટોપની ફુટી નિકળેલી અનેકવિધ ખાનગીશાળા ઓ શહેરના બાળકને સારૂ અને ઉત્તમ શિક્ષણ આપવાના ધ્યેય સાથે દિવસ અને રાત મહેનત કરી રહેલ છે પરંતુ આ તમામ સંસ્થા ઓને મંજુરી આપીને લીલીઝંડી આપી રહેલા બી.આર.સી-સી.આર.સી ,તાલુકા શિક્ષણ અધિકારી, જીલ્લા શિક્ષણ અધિકારી ની મહેનત,ફરજ નિષ્ઠા અને શિક્ષણ માફિયા ઓ ની વફાદારી લોકોને અકળાવી રહેલ છે.
નોંધનિય છે કે ગુજરાત સરકાર ના નિયમો નો ઉલાળીયો કરી રહેલ ખાનગી શાળાના સંચાલકો ને નાથવામા નહી આવે અને બેજવાબદાર સરકારી અધિકારીઓ ને ફરજનુ ભાન કરાવવામાં નહી આવેતો આગામી દિવસોમાં વાલીઓ મોટીસંખ્યામાં હાજર રહીને તાલુકા શિક્ષણ અધિકારી, બી.આર.સી કચેરી સામે અનશન કરીને ફરજનુ ભાન કરાવશે.આડેધડ પોતાની મનમાની ચલાવી ને સરકારી અધિકારી ઓ,રાજકીય ઓથ અને મનીપાવરનો ઉપયોગ કરીને નિયમ વિરુદ્ધ ધમધમતી સ્કુલોને તાળા મારવામાં બેદરકાર તંત્ર સામે જાગૃત નવયુવાનો, અને વાલીઓ ભારોભાર નારાજ જણાય રહેલ છે.


બ્રેકીંગ…. સાવરકુંડલાના દોલતી થી વાવડી જતી વખતે બાઈક ઉપર જઈ રહેલ ચંપા બૅન ભીમજી ભાઈ વિરાણી બાઈક પરથી પડી જતા ડંપર પાછળ ના વહીલમાં આવી જતા કરુણ મોત નીપજ્યું.બાઈક ચાલકનો આબાદ બચાવ થયેલ છે.

બ્રેકીંગ….

સાવરકુંડલાના દોલતી થી વાવડી જતી વખતે બાઈક ઉપર જઈ રહેલ ચંપા બૅન ભીમજી ભાઈ વિરાણી બાઈક પરથી પડી જતા ડંપર પાછળ ના વહીલમાં આવી જતા કરુણ મોત નીપજ્યું.બાઈક ચાલકનો આબાદ બચાવ થયેલ છે.


બ્રેકિંગ અમરેલી : રાજુલા ના સમઢીયાળા ગામ મા ગત રાત્રી ના મારા મારી નો મામલો………

બ્રેકિંગ
અમરેલી : રાજુલા ના સમઢીયાળા ગામ મા ગત રાત્રી ના મારા મારી નો મામલો………

ઈજાગરસ્થ જેન્તીભાઈ મારૂ નુ ભાવનગર હોસ્પિટલ મા સારવાર દરમિયાન મોત થતા મામલો હત્યા મા પલટાયો……..

25 વર્ષીય દલિત જેન્તીભાઈ ની હત્યા થય હોવાનુ પ્રથીમક તપાસ મા ખુલ્યુ…….

આરોપી પોલીસ ન પકડે ત્યાં સુધી લાશ સ્વીકાર નો પરિવારજનો ઇન્કાર…….

પીપાવાવ મરીન પોલીસ ભાવનગર હોસ્પિટલ ફરિયાદ લેવા માટે રવાના થય……..


બ્રેકીંગ…. અમરેલી-રાજુલા ના પીપવાવધામ ના ગ્રામજનો દ્વારા કર્યું ચક્કાજામ…… ભાવનગર-સોમનાથ સ્ટેટ હાઇવે કર્યો ચક્કાજામ….200 ના ટોળાએ કર્યો ટાયરો સળગાવી સ્ટેટ હાઇવે કર્યો બંધ……

બ્રેકીંગ….
અમરેલી-રાજુલા ના પીપવાવધામ ના ગ્રામજનો દ્વારા કર્યું ચક્કાજામ……
ભાવનગર-સોમનાથ સ્ટેટ હાઇવે કર્યો ચક્કાજામ….200 ના ટોળાએ કર્યો ટાયરો સળગાવી સ્ટેટ હાઇવે કર્યો બંધ……
સ્ટેટ હાઇવે પર ટાયરો સળગાવી રસ્તો કર્યો બંધ….
વાહનોની લાગી કતારો…..
ડી.વાય.એસ.પી.સહિત રાજુલા પોલીસ પહોંચી ઘટનાસ્થળે…..
પીપાવાવધામ દ્વારા 21 દિવસથી ચાલી રહયુ છે રાજુલા પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન…..
પીપવાવધામ માંથી ગેરકાયદેસર ઝીંગાફાર્મ હટાવવા ગ્રામજનોનું થઈ રહ્યું છે આંદોલન…..