Main Menu

Tuesday, May 15th, 2018

 

રાજુલા ના યુવકો દ્વારા જરૂરિયાત મંદ લોકો ને ચપ્પલ વિતરણ કરાયા

રાજુલા ના યુવકો દ્વારા જરૂરિયાત મંદ લોકો ને ચપ્પલ વિતરણ કરાયા

…સાગર સરવૈયા સહિત ના યુવકો .70થી 80 જોડ વિતરણ કર્યા

રાજુલા ના નામાંકિત પત્થર ઉધોગ ના વેપારી અને ગરીબો ના બેલી એવા સ્વ .દિનેશ ભાઈ સરવૈયા જે અડધી રાતે પણ જરૂરિયાત વાળા ગરીબ લોકો ની સેવા માં તન .મન અને ધન થી મદદ રૂપ થવા પળ નોય વિલમ્બ કર્યા વગર દોડી જતા એવા સેવા ભાવિ ના નેત્રુત્વ તણે ચાલી રહેલા સાગર ભાઈ સરવૈયા સહિત ના યુવકો દ્વારા જરૂરી સમય જુદી જુદી જીવન જરૂરી ચીજ વસ્તુઓ વિતરણ કરવા મા આવે છે
ત્યારે આજ રોજ હિંડોળા ખાતે જુપડ પટ્ટી વિસ્તાર માં ગરીબ લોકો જે કાળજાળ ગરમી અને બળબળતી ધરતી પર ખુલ્લા પગે ચાલી રહ્યા હતા તેવા લોકો ને આજ રોજ સાગર ભાઈ સરવૈયા .ચિરાગ ભાઈ જોષી .ઓમ ભાઈ .રવિભાઇ સહિત ના યુવકો દ્વારા દીપક ફુટ વેર ના સહયોગ થી 70થી 80જોડ ચપ્પલ નું વિતરણ વિનામૂલ્ય કરવા માં આવ્યું હતું …
તસ્વીર અહેવાલ શાહિદ ભટ્ટી વિક્ટર .


ધારી  લીલીયા તાલુકાના ભેસવડી ગામખાતે ચાલીરહેલ સપ્તાહ દરમિયાન ગાયમાતા ની સેવાચાકરી કરી રહેલ સંધી-ગામેતી મુસ્લિમ સમાજનો નવયુવાન

ધારી

લીલીયા તાલુકાના ભેસવડી ગામખાતે ચાલીરહેલ સપ્તાહ દરમિયાન ગાયમાતા ની સેવાચાકરી કરી રહેલ સંધી-ગામેતી મુસ્લિમ સમાજનો નવયુવાન

અમરેલી જીલ્લાના મોટાલીલીયા તાલુકાના ભેસવડી ગામખાતે રતીભાઈ કરશનભાઈ બુટાણી ના પરિવાર તરફથી સાત દિવસ સુધી સુંદર મજાના વાતાવરણમાં સપ્તાહ નુ આયોજન કરવામાં આવેલ છે.સપ્તાહ ના ધાર્મિક પ્રસંગે રતીભાઈ બુટાણી ના પરીવાર તરફથી હિંદુ સમાજના માતાતુલ્ય સમાન ગાયને લીલો ધાસચારો નિત્યક્રમ મુજબ પિરસવામા આવી રહેલ હતો જેની સંપૂર્ણ જવાબદારી અને ગાય ઓને ધાસચારો આપવાનુ ભગીરથ કાર્ય સંધી ગામેતી મુસ્લિમ સમાજના નવયુવાન વડીલ રસુલભાઈ (જીંદા) એ હોશભેર ઉપાડી લીધેલ હતુ.
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ વિસ્તારમાં ખુબજ બ્હોળી સંખ્યામાં રેહતા સંધી સમાજના લોકો સર્વધર્મ સમભાવ ની વૂતિ રાખીને હંમેશાં કૌમીએકતા અને ભાઈચારાની ભાવનાઓ વ્યક્ત કરીને પાણીમાં સાકર ભળી જાય તે રીતે દરેક ધર્મના લોકો સાથે સારા સબંધ ધરાવતા હોય છે.ત્યારે લીલીયા તાલુકાના નાનાએવા ભેસવડી ગામખાતે રેહતા રસુલભાઈ (જીંદો) સંધી ની સેવાકીય કામગીરી ને લોકોએ બિરદાવેલ હતી.ઈદ હોય કે દિવાળી, મહોરમ હોય કે નવરાત્રી મોટાભાગના તહેવારો દરમિયાન હિંદુ સમાજના લોકો સાથે વ્યવહારિક લાગણીઓ ના સબંધો ધરાવતા ખમીરવંતા સંધી સમાજના લોકો એ આજના વૈમનસ્ય યુગમાં કૌમીએકતા ની મીસાલ હંમેશાં જળહળતી રાખેલ છે.


કણાૅટક વિધાનસભા ચુંટણીમા ભાજપના શાનદાર પ્રદશૅન બદલ *સા.કૂંડલા અને લિલીયામા ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો*.

 

કણાૅટક વિધાનસભા ચુંટણીમા ભાજપના શાનદાર પ્રદશૅન બદલ *સા.કૂંડલા અને લિલીયામા ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો*.

2019ની ચુંટણી પૂવેૅ સમગ્ર દેશની જેના પર મીટ મંડાયેલ હતી તે કણાૅટક વિધાનસભા ચુંટણીનુ આજે પરિણામ જાહેર થતા ભાજપે 104 સીટો મેળવતા ભાજપમા ખૂશીનો માહોલ વચ્ચે ઠેર ઠેર વિજય ઉત્સવ મનાવાઈ રહ્યો છે.તેવામા આજરોજ સા.કુંડલા ભાજપ દ્વારા શહેરના રિદ્ધી સિદ્ધી ચોક ખાતે ભાજપના વિજય બદલ ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવવામા આવેલ.આ તકે સા.કુંડલાના પૂવૅ ધારાસભ્ય અને કૂષિમંઞી વી.વી.વઘાસીયા,જીલ્લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા, મહામંઞી કમલેશભાઈ કાનાણી,મહેશભાઈ સુદાણી,મહેબુબ કાદરી, કેશુભાઈ વાઘેલા, સહિત ભાજપ આગેવાનો અને કાયૅકરોએ વિજય મનાવી અરસ પરસ શુભેચ્છાઓ પાઠવવામા આવેલ નું જિલ્લા પ્રમુખ હિરેન હિરપરા એ જણાવ્યું હતું


બ્રેકિંગ .ખાંભા તુલશીશ્યામ રેન્જ માંથી સિંહ બાળ નો મૃત દેહ મળી આવ્યો લુ લાગવાથી મોત થયું કે અન્ય કોઈ કારણ તટસ્થ તપાસ જરૂરી વન વિભાગ દ્વારા મૃત સિંહ ને અગ્નિ સંસ્કાર પણ આપી દેવાયો

દશરથસિંહ દ્વારા

ખાંભા તુલશીશ્યામ રેન્જ ના ધૂંધવાણા રેવન્યુ માંથી દોઢ માસ ના સિંહ બાળ નો મૃતદેહ મળી આવ્યો સિંહ બાળ તેમની માં થી વિખૂટું પડી જવાથી ભૂખ્યું રેવાથી અથવા લુ લાગવા થી મોત થયા નું અનુમાન . વન વિભાગ દ્વારા સિંહ નાં મૃત દેહ નો નિકાલ પણ કરી દેવાયો

આજે ખાંભા તુલશીશ્યામ રેન્જ માં ધૂંધવાણા રેવન્યુ વિસ્તાર માં વન વિભાગ ના ફોરેસ્ટ જાલા અને સ્ટાફ ને એક થી દોઢ માસ ના સિંહ બાળ નો મૃતદેહ મળી આવ્યો હતો. ધૂંધવાણા રેવન્યુ વિસ્તાર માં એક સિંહણ અને બે બચ્ચા નું ગ્રુપ હતું જેમાંથી આ એક બચ્ચું તેમની માં સિંહણ થી વિખૂટું પડી ગયું હોવાનું વન વિભાગ ના પ્રાથમિક તારણ માં જાણવા મળી રહ્યું હતું અને વન વિભાગ ના આર એ ફો પરિમલ પટેલ જણાવ્યા અનુસાર આ સિંહ બાળ ની ઉંમર એક થી દોઢ માસ ની હોય અને સિંહ બાળ નું મોત તેમની માં થી વિખૂટું પડી જતા આ સિંહ બાળ ભૂખ્યું અને તરસ્યું રહેવા થી મોત ભેટલ હતું અને આ સિંહ બાળ નું મોત 48 કલાક પહેલાં મોત થયું હોવા નું જાણવા મળ્યું હતું બાદ માં આ સિંહ બાળ નું વન વિભાગ ના ડો . વામજા દ્વારા પી એમ કરી ખાંભા રેન્જ ઑફિસ લાવી અગ્નિ સન્સકાર કરવા માં આવ્યો હતો


GHCL કંપની અને ભૂમાફિયા વિરુદ્ધ ચાલી રહેલા ઉપવાસ આંદોલન નો ૨૧મો દિવસ અને આમરણાંત ઉપવાસ નો નવમો દિવસ

GHCL કંપની અને ભૂમાફિયા વિરુદ્ધ ચાલી રહેલા ઉપવાસ આંદોલન નો ૨૧મો દિવસ અને આમરણાંત ઉપવાસ નો નવમો દિવસરાજુલા પ્રાંત કચેરી સામે છેલ્લા ૨૧ દિવસથી પીપાવાવ ધામ તથા આસપાસના ગામોના લોકો દ્વારા GHCL કંપની અને ભૂમાફિયા વિરુદ્ધ ઉપવાસ આંદોલન અને મધુભાઈ સાંખટ જીલુભાઇ બારૈયા આતુભાઈ શિયાળ સાદુળભાઈ શિયાળ બાબુભાઈ સાંખટ દ્વારા છેલ્લા નવ દિવસથી ન્યાય માટે આમરણાંત ઉપવાસ કરવામાં આવી રહ્યા છે છતાં પણ સરકાર દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી કે દબાણ અંગે હજુ કોઈ કાર્યવાહી નથી ફક્ત કાગળો પર જ કામગીરી દર્શાવવામાં આવી છે આમરણાંત ઉપવાસીઓને સારવાર જરૂરી એવું હેલ્થ ઓફિસર દ્વારા ત્રણ દિવસથી કહેવામાં આવ્યું છે છતાં પણ તંત્ર દ્વારા તે અંગે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી ઉપવાસીઓની સાથે નાનાં-નાનાં બાળકો પણ હોય તો તેના માટે દૂધ ફ્રૂટ બિસ્કિટ ધોડિયાની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી પાણીની પણ કોઈ વ્યવસ્થા નથી તેમજ તારીખ ૧૬/૦૫/૨૦૧૮ના આંદોલનકારીઓ દ્વારા ૧૧:૦૦ રાજુલા પોલીસ સ્ટેશન થી પ્રાંત કચેરી રાજુલા સુધી રેલી કાઢવામાં આવશે તે અંગે ની તંત્રને જાણ કરવામાં આવી હતી દિવસ નાં અંતે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
આંદોલન છાવણીની મુલાકાત લેતા મહુવા માંધાતા ગ્રુપના પ્રમુખ કનુભાઇ બારૈયા અલ્પેશભાઈ મુકેશભાઈ ધાપા તથા સંગઠન નાં સભ્યો ભાણાભાઈ ગુજરીયા અશોકભાઈ ભાલિયા અજય શિયાળ હિતેશ વાળા રણછોડભાઈ બાંભણિયા સહિતના લોકોએ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા