Main Menu

Monday, May 14th, 2018

 

બગસરા તાલુકાના કાગદડી ગામેથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી અમરેલી એલ.સી.બી

બગસરા તાલુકાના કાગદડી ગામેથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

આજરોજ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી. સી.જે.ગોસ્‍વામીને બાતમી રાહે હકીકત મળેલ કે બગસરા તાલુકાના કાગદડી ગામનો કુલદીપ મેરામભાઇ ધાધલ પોતાની વાડીએ ગે.કા. વગર પાસ પરમીટે ઇંગ્લીશ દારૂનું વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમી મળતાં એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં વાડીએ મારૂતિ ફ્રન્‍ટી કાર સાથે કુલદીપ મેરામભાઇ ધાધલ, રહે.કાગદડી વાળો હાજર હોય જે પોલીસને જોઇને નાસી ગયેલ અને મારૂતિ ફ્રન્‍ટી કારમાં બે ઇસમો બેસેલ હોય તેમના નામ (૧) જયદીપ વિક્રમભાઇ ધાધલ, ઉં.વ.૨૨, રહે.કાગદડી તથા (ર) ગેલાભાઇ નાનજીભાઇ જખવાડીયા, ઉં.વ.૩૬, રહે.વાઘાપરા, ધારી વાળા હોવાનું જાણવા મળેલ અને કારમાં ચેક કરતાં ડીકીમાંથી ઇંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૧૨, કિં.રૂ.૪૨૦૦/- ની મળી આવેલ તેમજ વાડીએ તપાસ કરતાં વાડીએ આવેલ ઓરડીની પાછળના ભાગેથી પણ ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૮ કિં.રૂ.૨૮૦૦/- ની મળી આવતાં ઇંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ-૨૦, કિં.રૂ.૭૦૦૦/- તથા મારૂતિ ફ્રન્‍ટી કાર રજી.નં.જી.જે.૦૧.બીપી.૮૧૯૬ કિં.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૫૭,૦૦૦/- નો પ્રોહી મુદ્દામાલ કબજે કરી પકડાયેલ બંને ઇસમો વિરૂધ્‍ધ પ્રોહિબીશન ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી બગસરા પો.સ્‍ટે. હવાલે કરેલ છે. અને નાસી ગયેલ આરોપી કુલદીપ મેરામભાઇ ધાધલ, રહે.કાગદડી વાળાને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કરેલ છે.
આ કામગીરી અમરેલી ઇન્‍ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી.બી.એમ.દેસાઇની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી.સી.જે.ગોસ્‍વામી, બગસરા પો.ઇન્‍સ.શ્રી.આઇ.વી.રબારી તથા એલ.સી.બી. સ્‍ટાફના ભરતબાપુ ગોસ્‍વામી, કે.સી.રેવર, કિશનભાઇ હાડગરડા, મનિષભાઇ જોષી, મયુરભાઇ ગોહિલ, ભગવાનભાઇ ભીલ, હરેશભાઇ બાયલ, જગદીશભાઇ પોપટ, તુષારભાઇ પાંચાણી, રાજુભાઇ ચૌધરી અને બગસરા પોલીસ સ્‍ટાફ વિ.એ કરેલ છે.


ખાંભા તાલુકા ના ભાડ માં ચિંકારા ના શિકાર માં બાકી ના 2 આરોપી ને ઝડપી પડતું ખાંભા વન વિભાગ .

દશરથસિંહ રાઠોડ

ખાંભા તાલુકા ના ભાડ માં ચિંકારા ના શિકાર માં બાકી ના 2 આરોપી ને ઝડપી પડતું ખાંભા વન વિભાગ

ખાંભા તાલુકા ના ભાડ ગામે ચિંકારા ના શિકાર માં વન વિભાગ દ્વારા એક ની ધરપકડ કરેલ હતી અને એક હાથ બનાવટી જામગરી બંધુક નો પણ કબજો લીધો હતો ત્યારે અન્ય બે આરોપી ફરાર હતા. બાદ માં વન વિભાગ આજે સફળતા પૂર્વક બાકી રહેલ બે આરોપી ને દબોચી લઈ ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરલ છે .
ખાંભા તાલુકા ના ભાડ ગામે ગત છ તારીખ ના રાત્રી ના શિકારી ઓ દ્વારા ચિંકારા નો શિકાર કરવા માં આવ્યો હતો.અને વન વિભાગ અને શિકારી ઓ દ્વારા સામ સામે ફાયરિંગ થયા હતા અને વન વિભાગ ના ડી સી એફ સહિત 100 કરતા વધારે કર્મચારી ની હાજરી માં ચિંકારા ના શિકારી ઓ નાસી છૂટ્યા હતા.અને વન વિભાગ ને માત્ર ચિંકારા નો મૃતદેહ જ મળી આવ્યો હતો અને ચિંકારા ના મૃતદેહ માંથી બે છરા પણ મળી આવ્યા હતા અને વન વિભાગ દ્વારા જામગરી હાથ બનાવટ બંધુક પણ કબ્જે લીધી હતી અને ખાંભા ના યંગ અને જાંબાઝ આર એફ ઓ પરિમલ પટેલ દ્વારા 48 માજ ત્રણ આરોપી માથી એક આરોપી સંજય અમુ ડેલવાડિયા ને દબોચી લીધો અને સંજય ને સઘન પૂછપરછ માં સંજય પોતેજ હાથે બનાવટી બંધુક બનાવતો હતો અને બંધુક નો દારૂ લઇ અને તેમાં છરા ભરી શિકાર કરતા હતા અન્ય બે આરોપી ના નામ આપ્યા હતા.બાદ વન વિભાગ એ બન્ને આરોપી ને પકડવા તજવીજ હાથ ધરેલ હતી.
આજે વન વિભાગ ના આર એ ફો પરિમલ પટેલ અને સ્ટાફ એ સફરતા પૂર્વક બાકી રહેલા બે આરોપી (1) અરવિંદ નાથા સીતાપરા અને (2)ધર્મેશ અરજણ ડેલવાડિયા ની ધરપકડ કરી હતી અને શિકારી ઓએ ચિંકારા ના શિકાર માં બનાવટી જામગરી બંધુક નો ઉપયોગ કર્યો હતો અને કેટલી બંધુક હતી આ શિકારી ઓ એ અગાઉ કેટલા શિકાર કર્યા છે શેના શિકાર કર્યા છે આ અંગે ની પૂછપરછ વન વિભાગ દ્વારા કરવા માં આવી છે અને પૂછપરછ કર્યા બાદ આ બને આરોપી ને આવતી કાલે કોર્ટ માં રજુ કરવા માં આવશે .


error: Content is protected !!